અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/એમાં શું?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એમાં શું?|ઉષા ઉપાધ્યાય}} <poem> ::એક દિ' પેલાં ઝાડને જોઈ ::: એમ થયુ...") |
(No difference)
|
Revision as of 05:05, 22 July 2021
એમાં શું?
ઉષા ઉપાધ્યાય
એક દિ' પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવ ને હુંયે
ઘેનઘેઘૂરી ઝાડવું બની જાઉં.
મનમાં મારાં એમ કે એમાં શું?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ...ય ને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.
પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સ્હેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ!
ટગલી ડાળે સીંચવાનું જળ આટલું અધ્ધર!
ઝટ દેતાં લઉં પગ ખેંચી, નૈ કામ આ મારું,
જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં!