અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ફળી જાતરા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફળી જાતરા|ઉષા ઉપાધ્યાય}} <poem> પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જ...") |
(No difference)
|
Revision as of 05:11, 22 July 2021
ફળી જાતરા
ઉષા ઉપાધ્યાય
પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જોયું ને ફળી જાતરા;
કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા.
આખ્ખેઆખ્ખો પ્હાડ અમે ક્યાં ઊંચકી શકતા?
ખભે હતી એ ડાંગ ધરી ને ફળી જાતરા.
વાયુનાં વસ્તર ફરકાવી સમયપરી ઑ જાય મ્હાલતી,
સોનેરી બે વાળ ઝીલ્યા ને ફળી જાતરા.
કોઈ હજુ ક્યાં અક્ષર એક ઉકેલી શકતા?
કોરે કાગળ શબદ પડ્યા ને ફળી જાતરા.
જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં!
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.