અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/મુક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિ|ઉષા ઉપાધ્યાય/}} <poem> નળ કરે છળ તો ત્યજી શકે દમયંતી, રામ...")
(No difference)

Revision as of 05:16, 22 July 2021


મુક્તિ

ઉષા ઉપાધ્યાય/

નળ કરે છળ
તો ત્યજી શકે દમયંતી,
રામ કહે “બળ”
તો છોડી શકે સીતા;
રચાશે પૃથ્વી પર જ્યારે
એવી સંહિતા
ત્યારે
આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા
સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે
રાવજીની પાછલી રવેશ જેવો
ઝાંખું ઝાંખું પ્રકાશતો
અરુંધતીનો તારો
ખીલી ઊઠશે બટમોગરાની જેમ
તેજે છલકાતો...