અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/ભૂકંપ પછી...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભૂકંપ પછી...|રાજેન્દ્ર પટેલ}} <poem> તૂટ્યું જ નથી કશું ને પડી ન...") |
(No difference)
|
Revision as of 07:09, 22 July 2021
ભૂકંપ પછી...
રાજેન્દ્ર પટેલ
તૂટ્યું જ નથી કશું
ને પડી નથી કોઈ તિરાડ
તગતગ્યા કરતા આકાશની
આંખ રહી છે કોરી.
ખીંટીએ લટકતો કાળો કોટ
ફાટેલું ફળિયું
ઝૂલતું ખાલી પારણું
કણસે સમગ્ર ઘટમાળ.
અનેક મૃત માણસોનું ટોળું
ઘાયલ લોકોના ઘાનો ચિત્કાર
અગણિત ઘરના કાટમાળનો મૌન કણસાટ
બધું વીંધતો વીંધતો
ઠરી ગયો વાવંટોળ
ખાલી હૃદયમાં, ખાલી હાથમાં.
છતાં
કવિતા, વાર્તા, અભ્યાસ, શિક્ષણ, સમાજ
ધંધો, રોજગાર, ભાવતાલ, ધર્મ, ધતિંગ
ધોમધખતો તાપ
મુશળધાર વરસાદ
કાદવ, ખાબોચિયાંનો કોહવાટ...
સચરાચરે અવિરત.
સ્થગિત છે માત્ર
છાતી ફુલાવતો ઊભો કાળો કોટ
મગરૂરીથી ફરફરે, ફાટેલું ફાળિયું
ભરચક વેરાન છે પારણું
માત્ર બસ રહી છે
કોરી આંખ આકાશની
એક ધ્વંસ જોતી.
જાન્યુઆરી, નવનીત સમર્પણ