અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/મસોતું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મસોતું |રાજેન્દ્ર પટેલ}} <poem> મૂળે મસોતું મેલું છતાં, રાખે સ...")
(No difference)

Revision as of 07:11, 22 July 2021


મસોતું

રાજેન્દ્ર પટેલ

મૂળે મસોતું મેલું
છતાં, રાખે સઘળું ચોખ્ખું,
એક આ, સામે પડ્યું હાંફે
બીજું અદૃશ્યપણે
સમયનો ગર્ભ થઈ નાચે.
પાણી અને સમય
તેની કાયા ધુવે કાયમ
મસોતું રહે મસોતું.
ડાઘ પીને
દર્પણને ચળકતું રાખે
નેઇમપ્લેટને ઝગારા મારતી કરે
ચશ્માં પારદર્શક બનાવે
તે છે તો, બધું શુદ્ધ છે.
કોઈ પણ વસ્તુ
છેવટે મસોતું બની જતી હોય છે
કાળક્રમે તે ક્ષીણ થાય
પણ મસોતાની જેમ
કાયમ મલક્યા કરે
ઘણી વાર મસોતાનું મેલુંઘેલું મોં
ચહેરા જેવું લાગતું હોય છે
અને અમાસની રાત્રિ જેમ
તેની હજાર ભુજાઓ ફેલાવી
અજ્ઞાત અંધારી ગર્તામાં
છતાં અવાજનાં અજાણ્યાં વલયો ઘડતું
સમયના લસરકા સહેતુ
તે ચૂપચાપ પડ્યું હોય છે
અજાણ્યા નક્ષત્રની જેમ.
સઘળું ડુબાડતું હોય છે.
મસોતું ગઈ કાલ અને આવતી કાલનું
આંસુ બની
હમેશાં
આસપાસનું વાતાવરણ
હળહળતું રાખતું હોય છે.