ભરત વિંઝુડાની ગઝલસંપદા/બાદબાકી થઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
Inserted a line between Stanza |
જોડણી |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વિશ્વ આખાની બાદબાકી થઈ | |||
તે પછી વાત માત્ર તારી થઈ | તે પછી વાત માત્ર તારી થઈ | ||
Latest revision as of 02:47, 26 December 2025
૧૧
બાદબાકી થઈ
બાદબાકી થઈ
વિશ્વ આખાની બાદબાકી થઈ
તે પછી વાત માત્ર તારી થઈ
તેં મને ચોકલેટ દીધી છે
તેં દીધી એટલે પ્રસાદી થઈ
તેં મિલાવ્યો જો હાથ, મિત્ર થયાં
ને મિલાવ્યો ફરી તો શાદી થઈ
સ્વપ્નમાં તારું આવવું યાને
એકલા એકલા ઉજાણી થઈ
સૂર્ય ડૂબી ગયો હતો કિન્તુ
તેં કહ્યું ત્યારે રાત સાચી થઈ
(પંખીઓ જેવી તરજ)