અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુલ ચોકસી/વસંતતિલકામાં હસવાનું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસંતતિલકામાં હસવાનું|મુકુલ ચોકસી}} <poem> વસંતતિલકામાં હસવા...") |
(No difference)
|
Revision as of 08:34, 22 July 2021
વસંતતિલકામાં હસવાનું
મુકુલ ચોકસી
વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.
આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું?
ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદ્ભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.
અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિંદગી સન્માનપૂર્વક યાદ કરવાનું.
(તરન્નુમ, ૧૯૮૧, પૃ. ૩૬)