32,111
edits
(+૧) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
ઉમાશંકરભાઈએ પુસ્તકની પ્રસ્તાવનામાં ટાંકેલો વાંચ્યો ને સ્તબ્ધ થયો. અમીન આઝાદના રોજિંદા સત્સંગ, ત્યાં ભરાતી શાયરોની મહેફિલ, ઉગ્ર, ક્યારેક સ્તબ્ધ કરી નાખે એવી ગઝલ અને ઉરૂઝની ચર્ચાઓ. શંકરપાર્વતીનો સંવાદ સાંભળનારો શુક, શુકદેવ થઈ ગયો એ ઘટનાનું જ જાણે મારે માટે પુનરાવર્તન થાય. એ સાંકડી દુકાન કૉફીહાઉસ કહો તો તે અને સુરાલય કહો તો તે. ત્યાં અનાયાસ સુરત બહારના શાયરોનાય અવારનવાર દર્શન, સત્સંગ થાય. ગુજરાતી મુશાયરા અને ઉ. જો. જેને ‘નવી ગઝલ' કહે છે તેની જન્મસ્થળી એ સાંકડી દુકાન કહી શકાય. આટલી ભૂમિકા પછી મારે વાત તો કરવાની છે ઉસ્તાદ અમીન આઝાદની. | ઉમાશંકરભાઈએ પુસ્તકની પ્રસ્તાવનામાં ટાંકેલો વાંચ્યો ને સ્તબ્ધ થયો. અમીન આઝાદના રોજિંદા સત્સંગ, ત્યાં ભરાતી શાયરોની મહેફિલ, ઉગ્ર, ક્યારેક સ્તબ્ધ કરી નાખે એવી ગઝલ અને ઉરૂઝની ચર્ચાઓ. શંકરપાર્વતીનો સંવાદ સાંભળનારો શુક, શુકદેવ થઈ ગયો એ ઘટનાનું જ જાણે મારે માટે પુનરાવર્તન થાય. એ સાંકડી દુકાન કૉફીહાઉસ કહો તો તે અને સુરાલય કહો તો તે. ત્યાં અનાયાસ સુરત બહારના શાયરોનાય અવારનવાર દર્શન, સત્સંગ થાય. ગુજરાતી મુશાયરા અને ઉ. જો. જેને ‘નવી ગઝલ' કહે છે તેની જન્મસ્થળી એ સાંકડી દુકાન કહી શકાય. આટલી ભૂમિકા પછી મારે વાત તો કરવાની છે ઉસ્તાદ અમીન આઝાદની. | ||
મૂળે તો એ આરબ. મૂળ વતન યમન. દાઊદી વહોરા કોમના વડા ધર્મગુરુ સુરતના, વસે પણ સુરત, મુલ્લાજીની દેવડી પર હવે તો અહીં અરબી યુનિવર્સિટી ચાલે છે, પણ ત્યારે તો મદરેસા જ હતી. મોટાભાઈ અરબી ભાષાના પાયાના શિક્ષકરૂપે કુટુંબસહ સુરત આવી વસ્યા. અનાથાવસ્થામાં, ગરીબીમાં એમનાં માતાએ એમને ઉછેરેલા. ઘરમાં અરબી ભાષા જ બોલાય, ક્યારેક વહોરાશાહી ગુજરાતી. પ્રાથમિક શિક્ષણ આ અમીન કહેવાતા તાહેરભાઈએ અરબી શાળામાં લીધેલું. ગુજરાતી શાળામાં ભણવા માગતા હતા, પણ એ શક્ય બન્યું નહીં. શિષ્યવૃત્તિ મેળવવા જેવી પહોંચ નહીં, તોયે કુટુંબની ઈચ્છાની ઉપરવટ અદમ્ય આંતરિક ઇચ્છાથી એ મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યાં વર્નાક્યુલર ફાઈનલનું સાતમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું. આમ ગુજરાતી સહિત અંગ્રેજીનુંય થોડું શિક્ષણ મળ્યું. મારા મોટાભાઈ એ જ શાળામાં વર્નાક્યુલર ફાઇનલ સુધી ભણેલા અને જરીના વેપારી અંગ્રેજીમાં આવેલો કાગળ વિદેશ કે બર્મા રવાના કરવાનાં પાર્સલો પર, પત્રો પર સરનામાં કરવા એમને બોલાવે એ અહીં સાંભરે છે. દેશી નામુંયે જાણે! સારી સ્થિતિના, ઉચ્ચ મધ્યમ વર્ગના દાઊદી વહોરા ત્યારે ઊંચા કહેવાતા ધંધા, દુકાનો કરે અને લોખંડનો વેપાર, ધંધા સાથે ડૉક્ટરો, દવાના સ્ટોરો ચલાવે, પણ દક્ષિણ ગુજરાતનાં ગામડે ગામડે તાળાકૂંચીવાળા તો વહોરાજી જ હોય. નહીં ખુલતી, હાથીના મદનિયા જેવી, નહીં ખૂલતી લોખંડની જાડીલક ઊંચી તિજોરી તાળા કૂંચીવાળા વહોરાજી જ ખોલી આપે. નવી ચાવીય બનાવી આપે. સાઇકલ અને પ્રાઇમસના રિપેરર પણ સામાન્ય સ્થિતિના વહોરાજી! તાહેરભાઈ સાઇકલ રિપેરિંગ શીખ્યા અને સુરતના સારા મધ્ય વિસ્તાર નવાપરા કરવા રોડ પર બે ગાળાના સોની કુટુંબની માલિકીના છેડેનો ભોંયતળિયાનો રૂમ ભાડે લઈ સાઈકલ રિપેરિંગની વર્કશોપ વત્તા દુકાન ખોલેલી. અમીન આઝાદનો કંઠ અનુપમ અને સ્વર તો આપણા ચિત્તમાં ગુપ્ત રહેલી કેટલીક સુપ્તતા જાગે, પ્રેરે, મુગ્ધ કર્યા પછી ઉદ્દામ જોશીલો ભાવ જન્માવે. એમનું કાવ્યગાન શ્રોતાઓને મુગ્ધ કરે એવું નહીં, કાવ્યના ઉદ્દામ ભાવનોયે એમનામાં સંચાર કરાવે. દાઊદી વહોરાઓમાં ખાસ તો મોહરમમાં મરસિયા—ગાનની મિજલસો યોજાય. અનીસ અને દબીર ઉર્દૂના — પ્રેમાનંદના આખ્યાન કાવ્યોને સંભારી આપે, સજીવ વર્ણનપ્રસંગને જીવંત કરી શ્રોતાઓને વિષાદ, કરુણમાં ડુબાડવા સહિત શિયાઓની આંખમાંથી આંસુ ટપકાવે એવા પ્રભાવક છે. એવી કાવ્યકોટિનાં છે. તે સિવાય ધાર્મિક મિજલસ, આપણે ભજન મંડાવીએ એમ, યોજાય. મોટાભાઈ તો અરબીના શિક્ષક. ધર્મગુરુ-સ્કૂલના અને અમીન વિશેની જાણકારી એટલે અમીન એટલે કે તાહેરભાઈની મિજલસ ગોઠવાય અને મરીઝ પણ સુરતના. એમનો કંઠ સુરીલો નહીં, યાદદાસ્ત તો અદ્દ્ભૂત. એક પછી એક ઉર્દૂ ગઝલ બે કલાક સુધી બોલતાં તો અમે અમીનની દુકાને રાત્રે એમને સાંભળ્યા છે. મિજલસ પતે, વિખેરાનારા વિખેરાય પણ એક જુવાન મંડળી બેઠી હોય તે અમીનભાઈ પાસે ઉત્તમ ઉર્દૂ ગઝલો ગવડાવે, મરીઝને તો માત્ર બોલવાનું હોય. અમીનભાઈને મૂળે કોઈ લોભ કે કાવ્યરસ સિવાયનો રસ નહીં, એ જ કાવ્યરસે એમને ગઝલ લખતા કરેલા અને વર્ષો પહેલાં રાંદેર મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળે કરેલા મોગલ-દરબારી ધોરણે યોજાયેલા મુશાયરામાં ભાગ લીધેલો. તેઓ ઉર્દૂ ગઝલ લખતા પણ એ પછી આડપેદાશ થઈ ગઈ. | મૂળે તો એ આરબ. મૂળ વતન યમન. દાઊદી વહોરા કોમના વડા ધર્મગુરુ સુરતના, વસે પણ સુરત, મુલ્લાજીની દેવડી પર હવે તો અહીં અરબી યુનિવર્સિટી ચાલે છે, પણ ત્યારે તો મદરેસા જ હતી. મોટાભાઈ અરબી ભાષાના પાયાના શિક્ષકરૂપે કુટુંબસહ સુરત આવી વસ્યા. અનાથાવસ્થામાં, ગરીબીમાં એમનાં માતાએ એમને ઉછેરેલા. ઘરમાં અરબી ભાષા જ બોલાય, ક્યારેક વહોરાશાહી ગુજરાતી. પ્રાથમિક શિક્ષણ આ અમીન કહેવાતા તાહેરભાઈએ અરબી શાળામાં લીધેલું. ગુજરાતી શાળામાં ભણવા માગતા હતા, પણ એ શક્ય બન્યું નહીં. શિષ્યવૃત્તિ મેળવવા જેવી પહોંચ નહીં, તોયે કુટુંબની ઈચ્છાની ઉપરવટ અદમ્ય આંતરિક ઇચ્છાથી એ મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યાં વર્નાક્યુલર ફાઈનલનું સાતમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું. આમ ગુજરાતી સહિત અંગ્રેજીનુંય થોડું શિક્ષણ મળ્યું. મારા મોટાભાઈ એ જ શાળામાં વર્નાક્યુલર ફાઇનલ સુધી ભણેલા અને જરીના વેપારી અંગ્રેજીમાં આવેલો કાગળ વિદેશ કે બર્મા રવાના કરવાનાં પાર્સલો પર, પત્રો પર સરનામાં કરવા એમને બોલાવે એ અહીં સાંભરે છે. દેશી નામુંયે જાણે! સારી સ્થિતિના, ઉચ્ચ મધ્યમ વર્ગના દાઊદી વહોરા ત્યારે ઊંચા કહેવાતા ધંધા, દુકાનો કરે અને લોખંડનો વેપાર, ધંધા સાથે ડૉક્ટરો, દવાના સ્ટોરો ચલાવે, પણ દક્ષિણ ગુજરાતનાં ગામડે ગામડે તાળાકૂંચીવાળા તો વહોરાજી જ હોય. નહીં ખુલતી, હાથીના મદનિયા જેવી, નહીં ખૂલતી લોખંડની જાડીલક ઊંચી તિજોરી તાળા કૂંચીવાળા વહોરાજી જ ખોલી આપે. નવી ચાવીય બનાવી આપે. સાઇકલ અને પ્રાઇમસના રિપેરર પણ સામાન્ય સ્થિતિના વહોરાજી! તાહેરભાઈ સાઇકલ રિપેરિંગ શીખ્યા અને સુરતના સારા મધ્ય વિસ્તાર નવાપરા કરવા રોડ પર બે ગાળાના સોની કુટુંબની માલિકીના છેડેનો ભોંયતળિયાનો રૂમ ભાડે લઈ સાઈકલ રિપેરિંગની વર્કશોપ વત્તા દુકાન ખોલેલી. અમીન આઝાદનો કંઠ અનુપમ અને સ્વર તો આપણા ચિત્તમાં ગુપ્ત રહેલી કેટલીક સુપ્તતા જાગે, પ્રેરે, મુગ્ધ કર્યા પછી ઉદ્દામ જોશીલો ભાવ જન્માવે. એમનું કાવ્યગાન શ્રોતાઓને મુગ્ધ કરે એવું નહીં, કાવ્યના ઉદ્દામ ભાવનોયે એમનામાં સંચાર કરાવે. દાઊદી વહોરાઓમાં ખાસ તો મોહરમમાં મરસિયા—ગાનની મિજલસો યોજાય. અનીસ અને દબીર ઉર્દૂના — પ્રેમાનંદના આખ્યાન કાવ્યોને સંભારી આપે, સજીવ વર્ણનપ્રસંગને જીવંત કરી શ્રોતાઓને વિષાદ, કરુણમાં ડુબાડવા સહિત શિયાઓની આંખમાંથી આંસુ ટપકાવે એવા પ્રભાવક છે. એવી કાવ્યકોટિનાં છે. તે સિવાય ધાર્મિક મિજલસ, આપણે ભજન મંડાવીએ એમ, યોજાય. મોટાભાઈ તો અરબીના શિક્ષક. ધર્મગુરુ-સ્કૂલના અને અમીન વિશેની જાણકારી એટલે અમીન એટલે કે તાહેરભાઈની મિજલસ ગોઠવાય અને મરીઝ પણ સુરતના. એમનો કંઠ સુરીલો નહીં, યાદદાસ્ત તો અદ્દ્ભૂત. એક પછી એક ઉર્દૂ ગઝલ બે કલાક સુધી બોલતાં તો અમે અમીનની દુકાને રાત્રે એમને સાંભળ્યા છે. મિજલસ પતે, વિખેરાનારા વિખેરાય પણ એક જુવાન મંડળી બેઠી હોય તે અમીનભાઈ પાસે ઉત્તમ ઉર્દૂ ગઝલો ગવડાવે, મરીઝને તો માત્ર બોલવાનું હોય. અમીનભાઈને મૂળે કોઈ લોભ કે કાવ્યરસ સિવાયનો રસ નહીં, એ જ કાવ્યરસે એમને ગઝલ લખતા કરેલા અને વર્ષો પહેલાં રાંદેર મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળે કરેલા મોગલ-દરબારી ધોરણે યોજાયેલા મુશાયરામાં ભાગ લીધેલો. તેઓ ઉર્દૂ ગઝલ લખતા પણ એ પછી આડપેદાશ થઈ ગઈ. | ||
બેકાર તો ફરંદા. ડિપોર્ટી એટલે શાળાઓની વિઝિટે શહેર, કસબા, ગામોની નિશાળે વિઝિટ લેવા ફરે. મહાગુજરાત ગઝલ મંડળની ઑફિસ કે જીવતું કાર્યાલય સાઇકલની દુકાન! સંખ્યાબંધ ઉમેદવાર શાયરો, મારા જેવા આવતા હોય. મારા જેવા સાથે તો સાઇકલની ટ્યૂબ સાંધતાં વાતો કરે એટલો આત્મીય સંબંધ, પણ કોઈ કોઈનો સામાજિક દરજ્જો ઊંચો હોય. ઈન્દ્ર પાઠક; તો કલેક્ટર કચેરીમાં હેડ કર્મચારી, પછીથી તે સુરતના કલેકટર થયેલા. એમણે મારા વિષે રમૂજ કરેલી. ‘છ મહિનાનું બાળક ગાતું થઈ ગયું', એવા જ ખાનદાન કુટુંબના ઉત્સાહી યુવાનો પણ આવે. અરે એ નાની દુકાનમાં ઝવેરચંદ મેઘાણીનાં ‘પગલાં' પણ થયેલાં. મસ્તહબીબ, હઝી રાંદેરી જેવા પાકટ, પણ ઉરૂઝ અને ગઝલના અભ્યાસુઓ અમને ને ખુદ અમીન આઝાદને હંફાવતા હોય. એ ગઝલની સ્કૂલ પણ હતી અને મલ્લોનો અખાડો પણ હતો, પણ મરીઝ આવે ત્યારે ટેબલ પર ફાનસ, એક માણસના મુશાયરાની મોગલકાલીન મુશાયરાની શમાં બની જાય. મરીઝ હોય એટલે એ એક સાકી અને એક મયપરસ્તનું મદિરાલય અને હું ઝાંપા બજારે મળતાં વિશિષ્ટ મોગલાઈ પાનને તેડી લાવનારો તેડાગર બની જાઉં. વાત લંબાય, રાત લંબાય ત્યારે હું ને અમીન આઝાદ કોઈ મોમેડન હોટલમાં જઈ બેસીએ. ત્યાંની સાક્ષાત્ થયેલી અનુભૂતિને, કમ પાની ચાયના સ્વાદને આળસુએ હજી નિબંધનું સ્વરૂપ કેમ નથી આપ્યું એવું પોતાની જાત પર જ આશ્ચર્ય થાય છે. કેટકેટલા—મોટા ભાગે હિન્દુ યુવાનો અને થોડાક વહોરા યુવાનો પણ ખરા—શાગિર્દોનો મેળો એ ખોલી જેવી દુકાનમાં. કમાણી ગણો તો એ જ. હોટલનું બિલ ચૂકવવા અમીનભાઈ પોકેટ ખોલે ત્યારે માત્ર રૂપિયા, રૂપિયાના મૂલ્યની ત્રણથી વધારે ચૂંથાયેલી નોટ ન હોય અને મારા ગજવામાં તો લીસી પાવલી પણ નહીં, તાહેરભાઈ—અમીન આઝાદ મુંબઈ પત્રકારત્વમાં ગયા અને રાતે વેણી કાર્યાલયના કોઈ કોરાખૂણે પથારી લંબાવી ઊંઘે અને એ ખુદ 'છાયા' અઠવાડિકના તંત્રી થયા ત્યારે પણ વહોરા મિત્રોની ક્લબે એમની પથારી હોય. પણ એ તો પછીની વાત. ત્રણ ભાઈઓમાં અમીન આઝાદ ત્રીજા, વચેટ ભાઈનીયે સાઇકલની દુકાન તાપીકાંઠાની સામેથી ગલીને મોખરે, તે સરસ ચાલે! બેલેન્સ ન હોય અને ખૂટતી ચીજ જોઈતી હોય તો ત્યાંથી મળી શકે. અલબત્ત, હિસાબ ચોખ્ખો, મુશાયરો આવે ત્યારે તો ગોકુળ નાનું પડે તેમાં ગનીભાઈ જેવાથી માંડીને વછેરા જેવા શાગિર્દોયે હોય. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||