અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રીના મહેતા/એક દિવસ આવી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક દિવસ આવી| રીના મહેતા}} <poem> એક દિવસ આવી એ પૂછશે કે કેમ છે? કહ...") |
(No difference)
|
Revision as of 09:48, 22 July 2021
એક દિવસ આવી
રીના મહેતા
એક દિવસ આવી એ પૂછશે કે કેમ છે?
કહેવું શું એને બધું એમનું રે એમ છે!
વરસ્યા વિનાની આંખ જાણી જશે કે હવે ભીતર આ ચોમાસું બેઠું,
અમથું અમથું રે એક વાદળ બંધાશે ને ઝટ્ટ દઈ કોણ માંહે પેઠું?
ઝરમર ઝર, ઝરમર ઝર વરસી એ કહેશે કે ‘કાં બધું કુશળ ને ક્ષેમ છે?’
એક દિવસ...
એમનાં રે એમ મારાં ટેરવાંનાં પંખી ને એમની રે એમ ઊભી પાંખ!
ઊડ્યા વિનાની એક લ્હેરખી રે નાની, મારી છાતીમાં ઉડાડે રાખ!
ધીમું રે ધીમું કંઈ ધખતું રહે ને એ જો દાઝે તો જાણો કે પ્રેમ છે!
એક દિવસ...
એક દિવસ આવી એ પૂછશે એ વાતે હું તો જાગતી ને જાગતી રઈ,
ખોબો ધરીને એક તારાને ઝીલવા હું અંધારે અંધારે ગઈ!
ઝીલી ઝીલીને ઝીલ્યું ઠાલું એક ટીપું, ને અજવાળે દીઠું તો હેમ છે!
એક દિવસ...