અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ દેસાઈ/એમ મળવાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એમ મળવાનું| દિનેશ દેસાઈ}} <poem> એમ મળવાનું હવે ક્યાં થાય છે? યા...")
(No difference)

Revision as of 10:07, 22 July 2021


એમ મળવાનું

દિનેશ દેસાઈ

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?
એક સાંજે એમ કૈં ઝઘડી પડ્યા,
કે ઝઘડવાનું હવે ક્યાં થાય છે?
રાહ જોતો હું કલાકો; યાદ છે,
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?
ચાંદની પીધા પછી આ હાલ છે,
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?
રાતભર એ ભીંજવી દેતી મને
જો પલળવાનું હવે ક્યાં થાય છે?
તાપ એનો એટલો બાળી મૂકે,
લ્યો, સળગવાનું હવે ક્યાં થાય છે?
આખરે કાફર હતી એ છોકરી,
આંખ લડવાનું હરે ક્યાં થાય છે?
હું જ શોધું છું મને આ શ્હેરમાં,
શોધવાનું મન તને ક્યાં થાય છે?