ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/અમૃતલાલ મોતીલાલ શાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અમૃતલાલ મોતીલાલ શાહ}} {{Poem2Open}} એઓ ઘોડાસરના વતની; અને જ્ઞાતે દશા શ્રીમાળી વણિક છે. એમનો જન્મ ઘોડાસરમાં સં. ૧૯૪૯ના અધિક અષાડ વદ ૮ (તા. ૧૫–૬–૧૮૯૩) ના રોજ થયો હતો. એમના પિતાનું નામ મોતી...") |
(No difference)
|
Revision as of 02:40, 11 January 2026
અમૃતલાલ મોતીલાલ શાહ
એઓ ઘોડાસરના વતની; અને જ્ઞાતે દશા શ્રીમાળી વણિક છે. એમનો જન્મ ઘોડાસરમાં સં. ૧૯૪૯ના અધિક અષાડ વદ ૮ (તા. ૧૫–૬–૧૮૯૩) ના રોજ થયો હતો. એમના પિતાનું નામ મોતીલાલ મૂલજીભાઇ શાહ અને માતુશ્રીનું નામ રૂક્ષ્મણીબહેન છે. એમનું લગ્ન સં. ૧૯૬૨માં શ્રી. જેઠીબાઇ સાથે નડિયાદ તાલુકાના ચુણેલ ગામે થયું હતું. અંગ્રેજી છઠ્ઠા ધેારણ સુધી એમણે અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ પાલણપુર રાજ્યમાં ફોજદારી ન્યાયકોર્ટમાં શિરસ્તેદારની જગોએ છે. વરસો થયાં કવિતા લખવાનો એમને શોખ છે, અને પ્રવાસી, જ્યોત, રસહીન, હૃદયયોગી, હૃદય જ્યોતિ વગેરે ઉપનામથી જુદા જુદા ગુજરાતી અને પારસી માસિકોમાં તેઓ કાવ્યો લખી મોકલે છે. ટુંક સમયમાં એમનો કવિતાસંગ્રહ પ્રકટ થનાર છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ગઝલમાં ગાથા | સન ૧૯૨૫ |