અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ ઓઝા/ઈંધણ ઓછાં પડ્યાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઈંધણ ઓછાં પડ્યાં|જગદીશ ઓઝા}} <poem> જીવનભર હું જળી સજણને ઈંધણ...")
(No difference)

Revision as of 11:55, 22 July 2021


ઈંધણ ઓછાં પડ્યાં

જગદીશ ઓઝા

જીવનભર હું જળી
સજણને ઈંધણ ઓછાં પડ્યા!
સજણને ઈંધણ ઓછાં પડ્યા!

નયણાં રંગધનુને ગીરવી
આંસુપડિયો રળી
સાકર એમાં ઝીણી ભેળવી
રુદિયો દળી દળી
સજણને ગળપણ ઓછાં પડ્યાં!

કાવ્યોની કોરાવી મુરલિયાં
શત શત વ્રેહવતી
મિલાપની આરતમાં, વિરહી
અધરે અધરે લળી!
સજણને ઇજન ઓછાં પડ્યાં!

સતત ઝગી આતમને ટોડે
શાંત વેદના દીવી;
દિવેલ એમાં ખૂટ્યાં, હવે તો
વાટ રહી છે જળી!
સજણને જીવન ઓછાં પડ્યા!
ઘટ ઘટ મારા બળ્યા
સજણને ઈંધણ ઓછાં પડ્યાં!
સજણના જગન કેવડા વડા!
(ગીતિકા, સં. સુરેશ દલાલ, ૧૯૯૦, પૃ. ૬૨-૬૩)