અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુષોત્તમ મિસ્ત્રી/તપ્ત અને આ તરસી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તપ્ત અને આ તરસી | પુરુષોત્તમ મિસ્ત્રી}} <poem> :::તપ્ત અને આ તરસી...") |
(No difference)
|
Revision as of 12:05, 22 July 2021
તપ્ત અને આ તરસી
પુરુષોત્તમ મિસ્ત્રી
તપ્ત અને આ તરસી
હૃદયધરાને નાથ! હવે હે જાવ જરીક તો પરશી…
દગ્ધ શિશિરના કરા
પાનખર કેરું કેવલ રુક્ષ વૃક્ષ કે ગ્રીષ્મતણી આ ધરા;
મેઘ સઘન થૈ આવો એને રોમ રોમ ર્હો વરસી…
અવ આ હૈયાભૂમિ
ઝંખે અહરહ થઈ આકુલ; દિયો રે તવ દર્શન તવ ચૂમી;
આ અપરૂપ કુબ્જાને યે હે સુંદર! લ્યો ઉર સરસી…