અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનેન્દુ રૉય/રેતી અવાજની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રેતી અવાજની | રજનેન્દુ રૉય}} <poem> ::::::આકાશ જેવું કરગરે રેતી અવ...")
(No difference)

Revision as of 12:13, 22 July 2021


રેતી અવાજની

રજનેન્દુ રૉય

આકાશ જેવું કરગરે રેતી અવાજની,
એકાંતમાં સૂસવ્યા કરે રેતી અવાજની.

પડતાં જ સુક્કા શ્વાસના વંટોળિયાની ત્રાડ,
ઊભી ને ઊભી થરથરે રેતી અવાજની.

છે દુર્ગ સ્મૃતિશેષનો એકાંતની ટોચે,
તેના ઉપર કા-કા કરે રેતી અવાજની.

તૂટશે તમારા મૌનની આ જીર્ણ ટોચ પણ,
ખરખર સતત અહીં ખરે રેતી અવાજની.

મારી ગઝલને પી ગયો છે શબ્દ એટલે,
કાગળ વિશે જો, તરવરે રેતી અવાજની.