અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/અમીં નહીં! અમીં નહીં!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અમીં નહીં! અમીં નહીં!|પ્રદ્યુમ્ન તન્ના}} <poem> :::રમતું’તું રા...")
(No difference)

Revision as of 06:32, 23 July 2021


અમીં નહીં! અમીં નહીં!

પ્રદ્યુમ્ન તન્ના


રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક!

એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈબૂજી બાંધ્યો છે નાતો!
એ જી ભવ ભવના ભાગ લીધા આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
(છોળ, ૨૦૦૦, પૃ. ૧૦૫)