ધીરેન્દ્ર મહેતાની કવિતા/અંધારનો સ્પર્શ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 15:34, 19 February 2026
૯.
અંધારનો સ્પર્શ
અંધારનો સ્પર્શ
અંધારનું રૂપ નવીન ખૂલ્યું,
અંધારાને સંગ બધું જ ઝૂલ્યું;
અંધારનો સ્પર્શ અપૂર્વ પામું,
અંધારમાં હું: ન કશે વિરામું.
અંધાર ભેદે,
અંધાર છેદે,
અંધારની ખીણ અહીં ઘનેરી,
ચોપાસને લે નિજમાં જ ઘેરી!
થીજી ગયું જે ઘન અંધકારે;
કમ્પ્યા કરે કલાન્ત રહી રહીને...
આ ડૂબકી ખાય ક્ષણો વહેતી,
આ સેલતી જાય ... ... ...
હુંયે જઉં ઊતરતો અચેત;
અંધાર રેલે થઈ રક્ત રક્ત...
૧૧-૭-’૮૦