નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સંપાદકનો પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 16:16, 22 February 2026

સંપાદક પરિચયઃ

ધ્વનિલ પારેખ ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે પ્રાધ્યાપક છે. ગુજરાતી સાહિત્યમાં કવિતા, વિવેચન, નાટક, નવલકથા, અનુવાદ અને સંપાદન જોગે એમનું યોગદાન જોવા મળે છે. ‘અંતિમપક્ષ’ નાટક માટે એમને સાહિત્ય અકાદેમી, દિલ્હીનો યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુ.સા. અકાદમી, ગાંધીનગર તરફથી યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યો હતો. ‘એક ચપટી ઊંઘ’ એકાંકીસંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો. ઉપરાંત, ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ તરફથી રમણલાલ જોશી વિવેચન પુરસ્કાર, મહેન્દ્ર ભગત દીર્ઘનાટક પરિતોષિક અને બટુભાઈ ઊમરવાડિયા એકાંકી પરિતોષિક પણ એનાયત થયા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી વિવિધ સર્જન-વિવેચન માટે પાંચ પારિતોષિક પ્રાપ્ત થયા હતા. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ હતા ત્યારે રાષ્ટ્રપતિભવન ખાતે પંદર દિવસ માટે ગુજરાતી લેખક તરીકે એમની પસંદગી થઈ હતી.