નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સૂરજને ઘેરી ઘેરીને...: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
ઘંટારવોમાં સૂર્યની ચીસો ડૂબી ગઈ | ઘંટારવોમાં સૂર્યની ચીસો ડૂબી ગઈ | ||
રણકાવી દે’રી દે’રીને આ સાંજ ક્યાં જશે? | રણકાવી દે’રી દે’રીને આ સાંજ ક્યાં જશે? | ||
</poem>}} | |||
<br> | <br> | ||
Latest revision as of 03:19, 23 February 2026
સૂરજને ઘેરી ઘેરીને
સૂરજને ઘેરી ઘેરીને આ સાંજ ક્યાં જશે?
પડછાયા પે’રી પે’રીને આ સાંજ ક્યાં જશે?
રાત્રિના દેવતાઓ દીવા થૈ જશે હવે
અંધારું વેરી વેરીને આ સાંજ ક્યાં જશે?
લોકો તો થાક્યાપાક્યા દીવાલોમાં સૂઈ જશે
બોલાવી શેરી શેરીને આ સાંજ ક્યાં જશે?
આકાશ આ તરફ અને અવકાશ ઑ તરફ
ધુમ્મસને વ્હેરી વ્હેરીને આ સાંજ ક્યાં જશે?
ઘંટારવોમાં સૂર્યની ચીસો ડૂબી ગઈ
રણકાવી દે’રી દે’રીને આ સાંજ ક્યાં જશે?