નયન હ. દેસાઈની કાવ્યસંપદા/રતિલાલ દેસાઈનું ગીત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
{{gap}}વાડામાં આંબો ને આંબાથી ચાર હાથ પડછાયા દૂર જે મકાન છે...
{{gap}}વાડામાં આંબો ને આંબાથી ચાર હાથ પડછાયા દૂર જે મકાન છે...
{{gap|10em}}રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી
{{gap|8em}}રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી
{{gap}}ઉમ્મરમાં થોડી ઉજાગરો ને આંખોમાં ચપટી થકાન છે...
{{gap}}ઉમ્મરમાં થોડી ઉજાગરો ને આંખોમાં ચપટી થકાન છે...
{{gap|10em}}રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી
{{gap|8em}}રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી

સગ્ગા ભાઈઓમાં આમ ધારિયાં ઉછળે તો પછી લોહીની સાથ સાથ સગપણ સરે
સગ્ગા ભાઈઓમાં આમ ધારિયાં ઉછળે તો પછી લોહીની સાથ સાથ સગપણ સરે

Latest revision as of 02:48, 2 March 2026

રતિલાલ દેસાઈનું ગીત

વાડામાં આંબો ને આંબાથી ચાર હાથ પડછાયા દૂર જે મકાન છે...
રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી
ઉમ્મરમાં થોડી ઉજાગરો ને આંખોમાં ચપટી થકાન છે...
રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી

સગ્ગા ભાઈઓમાં આમ ધારિયાં ઉછળે તો પછી લોહીની સાથ સાથ સગપણ સરે
વાનીના પોંક જેવા દિવસો ગયા તે ગયા... ખાલી કણસલાને કોઈ શું કરે?
ઓંસરીમાં ભાગલા પાડે ગણોતિયા... કોઠીમાં ઓશિયાળાં ધાન છે.
રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી૦

ખેતરમાં પાક હવે ક્યાંથી લહેરાય ? પવન્ન જાણે ભૂલી ગયો છે સાવ ડૂંડાને
માટીના ચોસલા રે, ચોસલા છોડ ક્યારનો છોડી ગયો છે ફૂંડાને
ખેતર વેચે તો પછી કૂવો હિજરાય ને દીકરીઓ બબ્બે જુવાન છે
રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી૦

આખા એ ગામમાં પૂછો કે ઘર કોનાં મોટાં! જવાબ મળે નાગરજી કંથડજી દેસાઈ
વાડીમાં બબ્બે તો રેંટ ચાલે છતાં વાડી વેચાઈ ત્યારે આબરૂ વેચાઈ
ફાળયું ભરીને તોય વાગે છે હાક ! હજી નાનાં ને મોટાંમાં માન છે
રતિલાલ નાગરજી દેસાઈ : રહેવાસી પારડી૦