સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/સાપના ભારા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
ગુજરાતી વાચકવર્ગને આ નાટકોનો પરિચય કરાવતાં મને આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા મર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે. અને તેનું કારણ તે એકાંકી છે, કે ગદ્યમાં લખાયાં છે એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે. આપણામાં ગામડા સંબંધી સાહિત્ય છે. પણ તેમાંનું ઘણું, ગામડું તો આવું હોય કે તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપરથી લખાયેલું છે. તેમાં ગામડાનું સાચું ચિત્ર હોતું નથી. તેમાં ઘણું તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં, અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે. તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે, અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવામાં તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે.
ગુજરાતી વાચકવર્ગને આ નાટકોનો પરિચય કરાવતાં મને આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા મર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે. અને તેનું કારણ તે એકાંકી છે, કે ગદ્યમાં લખાયાં છે એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે. આપણામાં ગામડા સંબંધી સાહિત્ય છે. પણ તેમાંનું ઘણું, ગામડું તો આવું હોય કે તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપરથી લખાયેલું છે. તેમાં ગામડાનું સાચું ચિત્ર હોતું નથી. તેમાં ઘણું તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં, અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે. તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે, અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવામાં તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે.
આવાં નાટકોનાં ઘણાંખરાં દૃશ્યો ગામડાનાં જ હોય એ સ્વાભાવિક છે. પણ તે પણ શહેરના લોકો અવાસ્તવિક દૃષ્ટિએ ગામડાંનાં જે સ્થાનો કવિતામય કે કલ્પનાને ઉડાડનારાં ગણે છે, તેવાં નથી. ગામડાની ખરેખર હંમેશની અને સાધારણ રીતે મળી આવતી સ્થિતિ તેમાં બતાવેલી છે. દાખલા તરીકે પહેલા નાટક ‘સાપના ભારા’નું પડદો ઉઘાડતાનું દૃશ્ય જુઓ.
આવાં નાટકોનાં ઘણાંખરાં દૃશ્યો ગામડાનાં જ હોય એ સ્વાભાવિક છે. પણ તે પણ શહેરના લોકો અવાસ્તવિક દૃષ્ટિએ ગામડાંનાં જે સ્થાનો કવિતામય કે કલ્પનાને ઉડાડનારાં ગણે છે, તેવાં નથી. ગામડાની ખરેખર હંમેશની અને સાધારણ રીતે મળી આવતી સ્થિતિ તેમાં બતાવેલી છે. દાખલા તરીકે પહેલા નાટક ‘સાપના ભારા’નું પડદો ઉઘાડતાનું દૃશ્ય જુઓ.
‘......એક ગામડાનો બ્રાહ્મણવાડો. ફળિયામાં ઠેકઠેકાણે કાદવ અને કચરાના ઢગલા પડેલા છે તે પરથી ઘર ખેતી કરતાં કુટુંબોનાં હોય એવાં લાગે છે. નંદરામ પંડ્યા. ઘરની ચોપાડે (ઓસરી) આંગણું, આંગણામાં ત્રણચાર પેઢીથી ઊભેલો ખખડધજ્જ લીમડો, તેની ડાળે લટકતાં પંખીઓ માટેનાં અનાજપાણીનાં શીકાં, ને બહાર નીકળેલા મૂળમાં બાંધેલા રેલ્લાં પાડુરાં’૧<ref>૧. વાછરડાં પાડા પાડી વગેરે</ref> – આટલું તખ્તાની બરોબર સામે ઉપલક દૃષ્ટિએ જોનારને પણ જણાઈ આવે. ચોપાડના એક ખૂણામાં રાતી માટીનો શંકુ આકારનો ઢગલો, સાચવણ માટે ઉપરથી લીંપી લીધેલો – પડ્યો છે. આગલી ભીંત અર્ધી ઈંટના ચણતરવાળી છે, અને ઉપરનો ભાગ ખડીથી ધોળેલો છે એના પર અસ્પષ્ટ કઢંગાં ચિતરામણો પણ જણાય છે...’
‘......એક ગામડાનો બ્રાહ્મણવાડો. ફળિયામાં ઠેકઠેકાણે કાદવ અને કચરાના ઢગલા પડેલા છે તે પરથી ઘર ખેતી કરતાં કુટુંબોનાં હોય એવાં લાગે છે. નંદરામ પંડ્યા. ઘરની ચોપાડે (ઓસરી) આંગણું, આંગણામાં ત્રણચાર પેઢીથી ઊભેલો ખખડધજ્જ લીમડો, તેની ડાળે લટકતાં પંખીઓ માટેનાં અનાજપાણીનાં શીકાં, ને બહાર નીકળેલા મૂળમાં બાંધેલા રેલ્લાં પાડુરાં’<ref>વાછરડાં પાડા પાડી વગેરે</ref> – આટલું તખ્તાની બરોબર સામે ઉપલક દૃષ્ટિએ જોનારને પણ જણાઈ આવે. ચોપાડના એક ખૂણામાં રાતી માટીનો શંકુ આકારનો ઢગલો, સાચવણ માટે ઉપરથી લીંપી લીધેલો – પડ્યો છે. આગલી ભીંત અર્ધી ઈંટના ચણતરવાળી છે, અને ઉપરનો ભાગ ખડીથી ધોળેલો છે એના પર અસ્પષ્ટ કઢંગાં ચિતરામણો પણ જણાય છે...’
આથી જરા જુદા પ્રકારના ‘ઊડણ ચરકલડી’ નાટકનું ઊઘડતું દૃશ્ય જોઈએ.  
આથી જરા જુદા પ્રકારના ‘ઊડણ ચરકલડી’ નાટકનું ઊઘડતું દૃશ્ય જોઈએ.  
આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવાર. ખૂણાના એક ઘરની ઓસરીમાં સોળ સત્તર વરસની કુમારિકા ચંદણી વળગણી ઉપર ધોતિયું સૂકવતી દેખાય છે. એણે ઓઢેલી બાંધણીએ એના ભીનાવાનનો ઉઘાડ બતાવવા કરતાં કન્યાને છાજે એવી શાંત છાયામાં એને લપેટી લીધી છે. પડદો ઊપડતી વખતે એ ધોતિયું પૂરું સૂકવીને મોઢું અરધું દેખાય ન દેખાય એમ ઊભી ઊભી ધોતિયાનો પનો ખેંચી સળ ઉકેલતી હોય છે.
આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવાર. ખૂણાના એક ઘરની ઓસરીમાં સોળ સત્તર વરસની કુમારિકા ચંદણી વળગણી ઉપર ધોતિયું સૂકવતી દેખાય છે. એણે ઓઢેલી બાંધણીએ એના ભીનાવાનનો ઉઘાડ બતાવવા કરતાં કન્યાને છાજે એવી શાંત છાયામાં એને લપેટી લીધી છે. પડદો ઊપડતી વખતે એ ધોતિયું પૂરું સૂકવીને મોઢું અરધું દેખાય ન દેખાય એમ ઊભી ઊભી ધોતિયાનો પનો ખેંચી સળ ઉકેલતી હોય છે.
Line 49: Line 49:
એક બીજી બાબત પણ અહીં ધ્યાનમાં લેવા જેવી છે. હાલના નાટકોનાં ચોંકાવનારાં દૃશ્યોના શોખીન કોઈ નાટ્યકારે ધની વેવાણના દૌર્જન્યની અંતિમ ઉક્તિએ, મેનાને, માંદગીનો ખાટલો છોડી, માંદગીના ભયંકર વેશમાં ઓચિંતી દાખલ થઈ, પોતાની સાસુના મોઢા ઉપર નંદરામનું નામ દઈ ત્યાં તખ્તા ઉપર જ મરી જતી બતાવવાનું કદાચ પસંદ કર્યું હોત. એમ કરવાથી એક આઘાતકારક અને બીભત્સ દૃશ્ય રજૂ કરી શકાત પણ તો તે ગામડાનું ન રહેત. એવા દૃશ્યના લોભમાં ન પડતાં નાટ્યલેખકે મેનાને પડદા પાછળ રાખી છે એ જ યોગ્ય કર્યું છે. બધાં નાટકોમાં એમ સૂચિત પાત્રોને ન બતાવવામાં પણ કર્તાએ કૌશલ અને ઔચિત્ય બતાવ્યું છે.
એક બીજી બાબત પણ અહીં ધ્યાનમાં લેવા જેવી છે. હાલના નાટકોનાં ચોંકાવનારાં દૃશ્યોના શોખીન કોઈ નાટ્યકારે ધની વેવાણના દૌર્જન્યની અંતિમ ઉક્તિએ, મેનાને, માંદગીનો ખાટલો છોડી, માંદગીના ભયંકર વેશમાં ઓચિંતી દાખલ થઈ, પોતાની સાસુના મોઢા ઉપર નંદરામનું નામ દઈ ત્યાં તખ્તા ઉપર જ મરી જતી બતાવવાનું કદાચ પસંદ કર્યું હોત. એમ કરવાથી એક આઘાતકારક અને બીભત્સ દૃશ્ય રજૂ કરી શકાત પણ તો તે ગામડાનું ન રહેત. એવા દૃશ્યના લોભમાં ન પડતાં નાટ્યલેખકે મેનાને પડદા પાછળ રાખી છે એ જ યોગ્ય કર્યું છે. બધાં નાટકોમાં એમ સૂચિત પાત્રોને ન બતાવવામાં પણ કર્તાએ કૌશલ અને ઔચિત્ય બતાવ્યું છે.
‘બારણે ટકોરા’ પણ ગામડાનું દૃશ્ય છે. તેમાં કમાનાર મુખ્ય પુરુષ મરી ગયા પછી ઘરની વિધવાને જૂનો વૈભવ રાખવો પડે છે, મહેમાનો સ્વાર્થબુદ્ધિથી અને બેવકૂફીથી બધી રીતે તેને ઘસારો આપે છે, અને એ વિધવાને આ અતિથિપૂજાની અશ્રદ્ધા થાય છે. આનું ચિત્ર ઘણું સુંદર છે. લંબાણભયે અવતરણ આપતો નથી પણ નાટકનું વક્તવ્ય બીજું છે. આ વિધવાને આ બધા વ્યવહારમાં, અસંતોષમાં, હૃદયના ઊંડાણમાં એક બીજી જ વાત કોતરાઈ રહી છે!
‘બારણે ટકોરા’ પણ ગામડાનું દૃશ્ય છે. તેમાં કમાનાર મુખ્ય પુરુષ મરી ગયા પછી ઘરની વિધવાને જૂનો વૈભવ રાખવો પડે છે, મહેમાનો સ્વાર્થબુદ્ધિથી અને બેવકૂફીથી બધી રીતે તેને ઘસારો આપે છે, અને એ વિધવાને આ અતિથિપૂજાની અશ્રદ્ધા થાય છે. આનું ચિત્ર ઘણું સુંદર છે. લંબાણભયે અવતરણ આપતો નથી પણ નાટકનું વક્તવ્ય બીજું છે. આ વિધવાને આ બધા વ્યવહારમાં, અસંતોષમાં, હૃદયના ઊંડાણમાં એક બીજી જ વાત કોતરાઈ રહી છે!
મેં એક દન ભર શ્રાવણની મેઘલી રાતે એક વાટમારગુને બારણે આ’કારો૨<ref>૨. આવકાર.</ref> દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ ત્યાં જઈને મોટેથી ઈ’ને સાદ કર્યો. ઝમઝમ વરસાદમાં સાંભળ્યામાં ન આવ્યું કે શું, પણ વીલે મોઢે એ પાછા આયા ને મને કહે કે, ‘તારે છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કોક રાંકને પેટ પડું ને કોક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડ ને?’.... મારા જ્યાંતીની પચ્ચી રૂપરડીમાંથી મેમાનોની આગતાસાગતા૩<ref>૩. સ્વાગત.</ref> કરું છું. પણ મોઈનો શભાવ જ આકરો તે લગાર વારમાં તતડી ઊઠું છું. આજ દસ મહિનાથી શમણામાં એ આવે છે, એ વીલું મોઢું, ને હળવો ઠપકો! ઈયાંનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે!’
મેં એક દન ભર શ્રાવણની મેઘલી રાતે એક વાટમારગુને બારણે આ’કારો<ref>આવકાર.</ref> દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ ત્યાં જઈને મોટેથી ઈ’ને સાદ કર્યો. ઝમઝમ વરસાદમાં સાંભળ્યામાં ન આવ્યું કે શું, પણ વીલે મોઢે એ પાછા આયા ને મને કહે કે, ‘તારે છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કોક રાંકને પેટ પડું ને કોક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડ ને?’.... મારા જ્યાંતીની પચ્ચી રૂપરડીમાંથી મેમાનોની આગતાસાગતા<ref>સ્વાગત.</ref> કરું છું. પણ મોઈનો શભાવ જ આકરો તે લગાર વારમાં તતડી ઊઠું છું. આજ દસ મહિનાથી શમણામાં એ આવે છે, એ વીલું મોઢું, ને હળવો ઠપકો! ઈયાંનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે!’
આ વાત આપણે ન માનીએ. પણ આપણા હિંદુ સમાજમાં પતિને દૈવત માનનારી વિધવાને મન એ સત્ય છે એટલું જ નહિ, એના જીવનની ચિંતા છે, અને છતાં કરુણા એ થાય છે કે ગામડાની ગરીબીમાં અને માનવસુલભ નિર્બળતાથી, એ મહેમાનોના રંજવાડ સામે નથી ટકી શકતી, અને છેવટે એ બારણે ટકોરા સાંભળતાં નહિ ઉઘાડેલ બારણેથી તેનો પતિ જ ચાલ્યો ગયો એવી ભ્રમણામાં પડે છે :
આ વાત આપણે ન માનીએ. પણ આપણા હિંદુ સમાજમાં પતિને દૈવત માનનારી વિધવાને મન એ સત્ય છે એટલું જ નહિ, એના જીવનની ચિંતા છે, અને છતાં કરુણા એ થાય છે કે ગામડાની ગરીબીમાં અને માનવસુલભ નિર્બળતાથી, એ મહેમાનોના રંજવાડ સામે નથી ટકી શકતી, અને છેવટે એ બારણે ટકોરા સાંભળતાં નહિ ઉઘાડેલ બારણેથી તેનો પતિ જ ચાલ્યો ગયો એવી ભ્રમણામાં પડે છે :
એ જતા રહ્યા છેવટે મારે પાપે!... એ જ પાઘડી, પેલો લીલો ખેસ ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો!
એ જતા રહ્યા છેવટે મારે પાપે!... એ જ પાઘડી, પેલો લીલો ખેસ ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો!

Latest revision as of 02:59, 12 March 2026

૩. સાપના ભારા : ઉમાશંકર જોશી

ગુજરાતી વાચકવર્ગને આ નાટકોનો પરિચય કરાવતાં મને આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા મર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે. અને તેનું કારણ તે એકાંકી છે, કે ગદ્યમાં લખાયાં છે એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે. આપણામાં ગામડા સંબંધી સાહિત્ય છે. પણ તેમાંનું ઘણું, ગામડું તો આવું હોય કે તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપરથી લખાયેલું છે. તેમાં ગામડાનું સાચું ચિત્ર હોતું નથી. તેમાં ઘણું તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં, અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે. તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે, અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવામાં તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે. આવાં નાટકોનાં ઘણાંખરાં દૃશ્યો ગામડાનાં જ હોય એ સ્વાભાવિક છે. પણ તે પણ શહેરના લોકો અવાસ્તવિક દૃષ્ટિએ ગામડાંનાં જે સ્થાનો કવિતામય કે કલ્પનાને ઉડાડનારાં ગણે છે, તેવાં નથી. ગામડાની ખરેખર હંમેશની અને સાધારણ રીતે મળી આવતી સ્થિતિ તેમાં બતાવેલી છે. દાખલા તરીકે પહેલા નાટક ‘સાપના ભારા’નું પડદો ઉઘાડતાનું દૃશ્ય જુઓ. ‘......એક ગામડાનો બ્રાહ્મણવાડો. ફળિયામાં ઠેકઠેકાણે કાદવ અને કચરાના ઢગલા પડેલા છે તે પરથી ઘર ખેતી કરતાં કુટુંબોનાં હોય એવાં લાગે છે. નંદરામ પંડ્યા. ઘરની ચોપાડે (ઓસરી) આંગણું, આંગણામાં ત્રણચાર પેઢીથી ઊભેલો ખખડધજ્જ લીમડો, તેની ડાળે લટકતાં પંખીઓ માટેનાં અનાજપાણીનાં શીકાં, ને બહાર નીકળેલા મૂળમાં બાંધેલા રેલ્લાં પાડુરાં’[1] – આટલું તખ્તાની બરોબર સામે ઉપલક દૃષ્ટિએ જોનારને પણ જણાઈ આવે. ચોપાડના એક ખૂણામાં રાતી માટીનો શંકુ આકારનો ઢગલો, સાચવણ માટે ઉપરથી લીંપી લીધેલો – પડ્યો છે. આગલી ભીંત અર્ધી ઈંટના ચણતરવાળી છે, અને ઉપરનો ભાગ ખડીથી ધોળેલો છે એના પર અસ્પષ્ટ કઢંગાં ચિતરામણો પણ જણાય છે...’ આથી જરા જુદા પ્રકારના ‘ઊડણ ચરકલડી’ નાટકનું ઊઘડતું દૃશ્ય જોઈએ. આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવાર. ખૂણાના એક ઘરની ઓસરીમાં સોળ સત્તર વરસની કુમારિકા ચંદણી વળગણી ઉપર ધોતિયું સૂકવતી દેખાય છે. એણે ઓઢેલી બાંધણીએ એના ભીનાવાનનો ઉઘાડ બતાવવા કરતાં કન્યાને છાજે એવી શાંત છાયામાં એને લપેટી લીધી છે. પડદો ઊપડતી વખતે એ ધોતિયું પૂરું સૂકવીને મોઢું અરધું દેખાય ન દેખાય એમ ઊભી ઊભી ધોતિયાનો પનો ખેંચી સળ ઉકેલતી હોય છે. આ દૃશ્યો જ ગામડાનું વાતાવરણ ઊભું કરવાને માટે બસ છે. નાટકોનું વસ્તુ પણ ઘણાંખરાં નાટકોમાં ગામડાનું જ છે. આ રીતે નાટકમાં ગામડાનું જીવન આવેલું હોવાથી નાટકોની ભાષા પણ ગામડાની જ છે. એ ભાષા ગામડાના જીવનનો એક જીવતો ભાગ છે. એટલે તેને છૂટો પાડી શકાય નહિ. નાટકમાં નિરૂપ્યમાણ જીવન જેટલું દૃશ્યથી અને બનાવથી તેટલું જ, કદાચ તેથી પણ વધારે, ભાષાથી રજૂ કરવાનું હોય છે. એટલે ભાષા તત્કાલ તત્સમાજ અને તત્સ્થાનની જોઈએ જ. અંગ્રેજી નાટકોમાં પણ નાટકોની ભાષા પાત્રના સ્થાન અને સમાજની ભૂમિકાનો રંગ લે છે, ત્યાં ભાષાની મુશ્કેલી આવતી નથી, કારણ કે ત્યાં કંઈક એકબીજાં સ્થાનોની ભાષાનો લોકોને વધારે પરિચય હોય છે, અને વધારે તો એ કે ત્યાંના સાહિત્યકારોએ આવા ભાષાભેદોને માટે જોડણી વગેરેના સમયો પરંપરાથી નક્કી કરેલા છે. આપણે અહીં હજી એવી પરંપરા નથી થઈ. આ નાટકોની ભાષા વાંચતાં ઘણાને અપરિચિત લાગશે. પણ તેનું કારણ એ છે કે જોડણી, ગમે તેવી પૂર્ણ હોય તોપણ, બોલાતી ભાષાનું પૂરું સૂચન કરી શકતી નથી. આ નાટકનાં ગામડાંનાં માણસો ગુજરાતના ગમે તે ભાગમાં અહીં લખેલી ભાષા બોલશે તો એટલી અપરિચિત નહિ લાગે. આ ભાષાની મુશ્કેલી જે કાંઈ છે તે જોડણીના અપરિચયની છે. અને તેનો સાચો ઉપાય આવાં નાટકોના પ્રયોગો છે. આવાં નાટકો ભજવાશે તેમ તેમ શ્રોતા વર્ગને આ ભાષા લખેલી વાંચવાનો અને પોતાની જ હોય તેમ સમજવાનો અભ્યાસ થશે અને ત્યારે આ ભાષાની મુશ્કેલી જરા પણ નહિ જણાય, ઊલટું તેનું ઔચિત્ય સમજાશે. આમાં વસ્તુ અને દૃશ્ય ગામડાનાં છે એ ખરું પણ તેનો અર્થ એ નથી કે આમાં વૈવિધ્ય નથી. આમાં એકાંકી નાટકોમાં આપણે માગીએ તેટલું વૈવિધ્ય છે. આપણામાં સાહસ નથી, અને સાહસથી જે નવીનતા આવે તેવી નવીનતા વાસ્તવિક સ્થિતિ નિરૂપનાર નાટકોમાં ન આવી શકે, પણ આપણો સમાજ જ એવડો મોટો, એટલી બધી પરિસ્થિતિની વિવિધતાવાળો છે કે વિચક્ષણ જોનારને વૈવિધ્ય અને અનેક રસની સામગ્રી મળી રહે. શ્રી ઉમાશંકરે આ દૃષ્ટિનો પૂરતો લાભ લીધો છે. એમનાં નાટકોમાં લાગણી વિનાનાં ઘૈડિયાં આવે છે તેવી જ કોડભરી યુવતીઓ આવે છે, બ્રાહ્મણો આવે છે, વાણિયા આવે છે, ઠાકરડા આવે છે, ઢેડ આવે છે, અભણ આવે છે, ભણેલાં આવે છે, પતિત આવે છે અને તેમના ઉદ્ધાર કરવા આવનારા આવે છે. અને એ રીતે પુષ્કળ વૈવિધ્ય આવે છે. ઘણાંખરાં નાટકોમાં છે તે વસ્તુસ્થિતિનો ચિતાર છે. આપણાં ગામડાંની સ્થિતિ કેટલી નિર્ધન, કંગાલ, અધમ, પતિત, દુર્જનતાથી ભરેલી છે તેનું નિરૂપણ ઘણું જ સચોટ છે. એથી ઘણાં દૃશ્યો ઘેરા રંગનાં થયાં છે, પણ ગામડાંનો એ ચિતાર સાચો છે. પહેલી જ નાટિકા ‘સાપના ભારા’માં, સગર્ભા થયેલી વિધવા, મેના પુત્રવધૂનું ભયંકર ચિત્ર છે. એ બાઈની સાસુ, ધની, એની કાશ જાય એમ ઇચ્છે છે, પણ તે પોતાની વેવાણ અંબાને હાથે, જે તેને ઘેર આવે છે, ત્યાંથી નાટક શરૂ થાય છે. પુત્રીની દવા કરવા અંબા પોતાના ભાઈ દોલતરામને બોલાવે છે, તે પણ છોકરીને મારવાની સલાહ આપે છે. માત્ર માતાનો એમ કરવાનો જીવ ચાલતો નથી. દબાઈને અપમાન પર અપમાન, ગાળ પર ગાળ સહીને તે માત્ર પોતાની લાચારી જ બતાવે છે, તેની સામે કર્તવ્ય તરીકે સૂચવાતા કામની કંપારી જ બતાવે છે. ‘જણનારીને હાથે જ બિચારી...’ અને તેનો ભાઈ દોલતરામ અને તેની વેવાણ ધનબાઈ ગુજરાતી ભાષાની સર્વ વ્યંજનાશક્તિ આ બાઈને શારવામાં જ વાપરે છે. આવાં અભણ માણસો, તેમની પાસે ગણ્યાગાંઠયા શબ્દો, કેવળ ગામડાંનો નિવાસ, પણ ભાષાશક્તિ કેટલી છે તે જોવા જેવું છે : અંબા : (રોતી રોતી) ધની પણ મૂઈ કાલ રાતે મને કહે કે શીરાના કોળિયામાં કાચ ખવડાવી દ્યો એટલે બચી ગ્યાં! (આંસુથી એના અવાજમાં થડકારો રહે છે) પણ.... દોલત : (આખરી નિશ્ચય સુણાવતો) પણ ને બણ!... મારી ને તારી સાતે પેઢીઓ બોળવી છે કે શું? આ હું તો હીંડ્યો! રાતે આવીશ ને બધું પૂરું નહિ કર્યું હોય તો એ મેનડીને ને તને બેયને ખાઈ જઈશ! આ દોલો બગડ્યો એટલે કોઈનો નહિ હો! (ચાલતો થાય છે.) અંબા : ભાઈ! મને મારીને જવું હોય તો જા! [દોલતરામ પાછો આવે છે. નીચો નમી હાથનો પંજો અંબાબાઈના નાકની નજીક લાવી વહેરવાનો અભિનય કરે છે.] દોલત : (ધીરેથી ક્રોધપૂર્વક) આખી નાતમાં નાક વઢાઈ જશે. ને બાપદાદાની આબરૂની કાંકરી કાંકરી થઈ જશે. મને તો થાય છે કે કાલ રાતની આવેલી અત્યાર લગણ તું શું મોઢું લઈને બેસી રહી છે. અંબા : તો ભાઈ! તું મને એકલીને કહે છે. તે રહી જાને તું જ. દોલત : (પાછો હઠી, ડોળા કાઢીને) મેં ઇને જનમ આલ્યો છે કે તેં? આ દોલો જાય છે. અને ધની વેવાણ આવે છે તે દોલો જમ્યા વિના ગયો. તે નાતરીને પોતાના ઘરનું ભૂંડું દેખાય માટે અંબા આગળ ફરિયાદ કરે છે. અંબા ખુલાસામાં કહે છે, દાક્તર એના ઓળખીતા છે તે દવા લેવા ગયા છે. ધનીને આટલી પૂરતી તક મળી જાય છે. ધન : કહું છું ને? કે એક જ દવા રહી છે! અંબા : (ઉતાવળી) શું? ધન : કેમ ભૂલી ગ્યાં? રાતે તૈયાર કરી’તી એસ્તો વળી? અંબા : (કાંપી જાય છે) રામ રામ! ધન : કહું છું ફક્ત એક જ દવા છે એ ના કરી તો તમારું ને મારું એકીસાથે નાક વઢાવાનું છે! હજી તમારી ધ્યાનમાં આવતું નથી? અંબા : ધનબાઈ! એવું શું બોલતાં હશો? ધન : એ તો તમારે તો! તમારે કાંઈ ગમાવાનું નથી. નાગું ન્હાય શું ને નિચોવે શું? અને એ.... આ અમારો તો વેલો દસ-પંદર પેઢીથી પેલા લંબરનો છે, તે તમારી દીકરીને લીધે હવે મૂળમાંથી જવા બેઠો : મૂઈ ચંડ કેવાંય પગલાંની આવી, તે મારા હરગોવનને ખાઈને નાં ધરાણી, તે પાછી અમને..! અંબા : (વચ્ચે રોતે અવાજે) બિચારીનો ઇંનો શો ગનો? ધન : આ પાછાં કપાતરનું ઉપરાણું લઈને આવ્યાં છે તે! તમારે કજાતને શું? ક્યાંનીય રાંડો આવીઓ છે તે મારા ઘરની હીંડણગાલ્લી કરશે ત્યારે જંપવાની! અંબા : (ડઘાઈ જઈને) રામ રામ! ધન : હવે મોટાં ભગતડી છો તે જાણ્યું! દીકરીને ભગતાણું શીખવવું’તું ને! અંબા : પહેલેથી મારે ઘેર મોકલી દેવી’તી! બેય જણીઓ વખ ધોળીને સૂઈ જાત! ધન : તે હજીય શું વહી ગયું છે? પેલા શરીમાંનનો દીકરો આયા એવા કેમ હીંડ્યા ગ્યો? મારા આંગણામાં દાઝતા’તા કે શું? અંબા : એક હું અંગારામાં દાઝતી નથી, ભઈ આયો તે મ્હારો વાંક કાઢી ગ્યો, ને તમે તો આડો આંક વાળ્યો છે, બાઈ! ધન : આ જુઓને દાઝવાવાળાં! બે બે મહિનાથી અહીં લોહી શેકાણાં છે ઇંની તો વાત કરતાં નથી. બે વરસથી ગળે સાપના ભારા વેંઢાળીને ફરી, સાચવતાં સાચવતાં અરધી થઈ જઈ, પણ છેવટ કરમમાં ડંખ ને વખ આવ્યાં. આ તમને કહ્યું કે રાતવાળું અત્તરઘડી પતાવી દ્યો નકર... ફરી ધની વેવાણ કાચ ખવરાવવાની વાત કરે છે. ફરી અંબા રૂંધાયેલા રુદનના અવાજે પોતાના હાથ સામું જોઈ કહે છે : અંબા : આ હાથે મોટી કરી, ને અત્યારે આ જ હાથે!... ધન : (વચ્ચેથી, રાક્ષસી રીતે ચાળા પાડતાં) ‘મોટી કરી!’ ‘મોટી કરી!’ હું તો કહું છું સમૂળગી જણીયે ન હોત તો મારે ઘેર લોહીનાં આંધણ ના મુકાત!... જાવ, દીકરીને ગળે બાંધી ગામમાં નગારું પિટાવતાં ફરો!... (ટાચકા ફોડતી) મા થઈ છે મા! આટલું કહ્યું પણ આવી રૂપાળી (!) દીકરીને પંપાળે છે તે, કોણ જાણે પોતેય કેવી પરાકરમી..? ‘અંબાબાઈથી આ સાંભળ્યું જતું નથી.’ પણ વાંચનારને આ અસહ્ય નથી લાગતું? દૌર્જન્યની સીમા આવી જતી નથી લાગતી? અને એ સર્વ દૌર્જન્ય માત્ર ભાષાથી જ વ્યક્ત થાય છે! વાંચનાર જોઈ શકશે, – આ લાંબું અવતરણ એક તો એટલા માટે જ મૂક્યું છે, કે જો ભાષાને સ્થાનિક બોલીમાં ન મૂકી હોત તો આટલું બળ ન બતાવી શકાત! આપણે આ નાટકનું વસ્તુ પૂરું જ જોઈ જઈએ. વિધવા મેનાને મારવા ઇચ્છતાં ધની વેવાણને અને દોલતરામને તેટલું જ મેનાની મા અંબાને એક કૌતુક સતત રહ્યા જ કરે છે અને દરેક મેના પાસે એની શરમ અને પાપના પુરુષ ભાગીદારનું નામ કઢાવવા પૂછપરછ કર્યા જ કરે છે. ધની વેવાણની ઉપર મૂકેલ અસહ્ય ઉક્તિ પછી અંબા મેના પાસે જાય છે. મેના થોડી વારે મરી જાય છે. પણ તેના મરતાં પહેલાં અંબા નામ પૂછી લે છે. મેનાનો ખાટલો હતો તે કોઢને સાંકળ લગાવી બહાર આવે છે. ‘ખાળેલાં આંસુ અને બીડેલાં કાંપતાં જડબાંથી બિહામણી’ તે ‘પરશાળાના ઉંબરમાં ફસાઈ પડે છે, ને એનાથી રડી જવાય છે. ત્યારે પણ, મેનાના મૃત્યુ પછી પણ ધની વેવાણ પહેલું એ જ પૂછે છે : ધન : (કૈંક સંતોષથી, કૈંક પક્કાઈથી) કોઈનું નામ લીધું? અંબા : (ડૂસકાં વચ્ચે) પીટ્યો.... ધન : (ઉતાવળી) કોણ? કોણ? અંબા : રાખશસ!.... નંદરામ વેવાઈ! (ધ્રુસકે ધ્રુસકે રુવે છે.) ધન : (પથ્થર જેવી થઈ જાય છે) મારી શોક્ય! રાંડ લુચ્ચી!! આ પહેલાં નાટ્યકારે કશું પણ સ્ફુટ સૂચન કર્યા વિના, શ્રોતાવાચકવર્ગને નંદરામનું રાક્ષસીપણું સાંભળવા ઘણા કૌશલથી તૈયાર કરેલા છે. પણ તેથી વધારે ખૂબી તો ધની વેવાણના છેલ્લા ઉદ્‌ગારો ‘મારી શોક્ય’માં છે. આ પહેલાં આપણા જોવામાં આવે છે કે ધની વેવાણને તિરસ્કારમાં ‘મારી શોક્ય’ કહેવાની ટેવ છે. અત્યારે તે જાણે છે કે પોતાનો ‘ભોળો બ્રાહ્મણ’ નંદરામ ભોળો નથી. તેને મેનાના છેલ્લા વાક્યમાં શંકા લાવવા કશું કારણ નથી, અને છતાં તે તિરસ્કાર તો પોતાની લાચાર પુત્રવધૂનો જ કરે છે – એ જ ટેવ પડી ગયેલા ‘મારી શોક્ય’ના ઉદ્‌ગારથી અને એ ઉદ્‌ગાર તેનો પરિહાસ કરતો તેણે નહિ ધારેલી રીતે અંશતઃ સાચો નીકળે છે. એક બીજી બાબત પણ અહીં ધ્યાનમાં લેવા જેવી છે. હાલના નાટકોનાં ચોંકાવનારાં દૃશ્યોના શોખીન કોઈ નાટ્યકારે ધની વેવાણના દૌર્જન્યની અંતિમ ઉક્તિએ, મેનાને, માંદગીનો ખાટલો છોડી, માંદગીના ભયંકર વેશમાં ઓચિંતી દાખલ થઈ, પોતાની સાસુના મોઢા ઉપર નંદરામનું નામ દઈ ત્યાં તખ્તા ઉપર જ મરી જતી બતાવવાનું કદાચ પસંદ કર્યું હોત. એમ કરવાથી એક આઘાતકારક અને બીભત્સ દૃશ્ય રજૂ કરી શકાત પણ તો તે ગામડાનું ન રહેત. એવા દૃશ્યના લોભમાં ન પડતાં નાટ્યલેખકે મેનાને પડદા પાછળ રાખી છે એ જ યોગ્ય કર્યું છે. બધાં નાટકોમાં એમ સૂચિત પાત્રોને ન બતાવવામાં પણ કર્તાએ કૌશલ અને ઔચિત્ય બતાવ્યું છે. ‘બારણે ટકોરા’ પણ ગામડાનું દૃશ્ય છે. તેમાં કમાનાર મુખ્ય પુરુષ મરી ગયા પછી ઘરની વિધવાને જૂનો વૈભવ રાખવો પડે છે, મહેમાનો સ્વાર્થબુદ્ધિથી અને બેવકૂફીથી બધી રીતે તેને ઘસારો આપે છે, અને એ વિધવાને આ અતિથિપૂજાની અશ્રદ્ધા થાય છે. આનું ચિત્ર ઘણું સુંદર છે. લંબાણભયે અવતરણ આપતો નથી પણ નાટકનું વક્તવ્ય બીજું છે. આ વિધવાને આ બધા વ્યવહારમાં, અસંતોષમાં, હૃદયના ઊંડાણમાં એક બીજી જ વાત કોતરાઈ રહી છે! મેં એક દન ભર શ્રાવણની મેઘલી રાતે એક વાટમારગુને બારણે આ’કારો[2] દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ ત્યાં જઈને મોટેથી ઈ’ને સાદ કર્યો. ઝમઝમ વરસાદમાં સાંભળ્યામાં ન આવ્યું કે શું, પણ વીલે મોઢે એ પાછા આયા ને મને કહે કે, ‘તારે છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કોક રાંકને પેટ પડું ને કોક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડ ને?’.... મારા જ્યાંતીની પચ્ચી રૂપરડીમાંથી મેમાનોની આગતાસાગતા[3] કરું છું. પણ મોઈનો શભાવ જ આકરો તે લગાર વારમાં તતડી ઊઠું છું. આજ દસ મહિનાથી શમણામાં એ આવે છે, એ વીલું મોઢું, ને હળવો ઠપકો! ઈયાંનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે!’ આ વાત આપણે ન માનીએ. પણ આપણા હિંદુ સમાજમાં પતિને દૈવત માનનારી વિધવાને મન એ સત્ય છે એટલું જ નહિ, એના જીવનની ચિંતા છે, અને છતાં કરુણા એ થાય છે કે ગામડાની ગરીબીમાં અને માનવસુલભ નિર્બળતાથી, એ મહેમાનોના રંજવાડ સામે નથી ટકી શકતી, અને છેવટે એ બારણે ટકોરા સાંભળતાં નહિ ઉઘાડેલ બારણેથી તેનો પતિ જ ચાલ્યો ગયો એવી ભ્રમણામાં પડે છે : એ જતા રહ્યા છેવટે મારે પાપે!... એ જ પાઘડી, પેલો લીલો ખેસ ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો! આ નાટક બતાવે છે કે કુશળ નાટ્યકાર કેવા અણખેડાયેલા માનવભાવને પણ નાટકમાં ઉતારી શકે છે! બધાં નાટકો મુખ્યત્વે ગામડાનાં હોવાથી અને નાટ્યકારનો મુખ્ય ઉદ્દેશ ગામડાના વાસ્તવિક વાતાવરણ તરફ વફાદાર રહેવાનો હોવાથી, કદાચ કોઈને એમ લાગે કે આ નાટકોમાં કશા અસાધારણ બનાવને કે કોઈ અસાધારણ સ્વભાવવાળી વ્યક્તિને અવકાશ નથી. પણ એમ નથી. ‘ઉડણ ચરકલડી’માં લગ્નના કોડની વિશ્રંભથી વાતો કરતી યુવતીઓ આવે છે. અમુક અમુક બનાવોને લીધે તેમાં એક યુવતી-ચંદણીને જાનૈયા તરીકે આવેલા એક કેશુ તરફ આકર્ષણ થાય છે. સંવનનના રિવાજ, ભાષા, અને પ્રસંગ વિનાના આપણા દેશમાં અને તે પણ એક ગામડામાં ચંદણી અને કેશુનો પ્રેમ કદાચ તેમને પણ અજ્ઞાત હશે એ દશામાં, આપણને તાદૃશ થાય છે પણ યુવાન યુવતીઓને લગ્ન જેવી બાબતમાં કંઈ પોતાની ઇચ્છા હોઈ શકે એ દૃષ્ટિબિંદુ જ વિનાના તેમના પિતાઓ જુદું જ વેતરી બેસે છે. ચંદણીનો બાપ, જાણે ઈડરિયો ગઢ જીતી આવ્યો હોય એમ પોતાના ભાગ્યની વાત કરે છે. અણવરને ઓળખે છે તું? ઇંનો બાપ. ઇંયાનું બૈરું બેત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવાય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો. ‘ખેતરને ખોળે’માં પણ પુરુષપાત્ર રઘુ પત્ની તરફ પ્રેમની અસાધારણ કોમળતા ધરાવે છે. અને નાતના અને સગાના જુલમથી પત્નીને તજવા કરતાં નાતને તજવા તૈયાર થાય છે. ત્યારે બીજો એક અસાધારણ બનાવ બને છે. તેની પત્નીનો ભાઈ જે અત્યાર સુધી તેના આખા ઘર તરફ ખૂની દ્વેષ રાખતો હતો તે એક બહેનના કૂવે પડવાના અકસ્માતથી એકદમ બદલાઈ જઈ સાચો ભાઈ બને છે. અને આ બધા બનાવોની ભોંય સાચું ગામડું જ છે. બધાં નાટકો વિશે જુદું જુદું વિગતવાર લખવાનો ઇરાદો નથી. ‘શલ્યા’ તે બીજું કાંઈ નથી; હિંદુ સંસારમાં ન જોઈતી અવતરેલી કન્યા છે. ‘કડલા’થી નાટ્યકાર ધીમે ધીમે કુટુંબથી બહાર નીકળતા આવતા જણાય છે. ‘કડલાં’માં ગામડાના નાણાવ્યવહારનું ચિત્ર છે. વીરા ખાંટના કુળના અભિમાનવાળી બાઈ હેતી ઘેર વેવાઈ આવ્યા છે તેની મહેમાનગતિ માટે પોતાના ખાતાવાળા દલુચંદ શેઠને ત્યાં ઉપાડ કરવા આવી છે. શેઠનું મન પ્રસન્ન કરવા કેરીઓ લાવી છે, ને સ્ત્રીસુલભ આવડતથી કેટલીયે ખુશામત કરે છે, પણ વાણિયો ચીજ વિના ઉધારે ધીરવાની ના પાડે છે. શેઠની બીજી વારની સ્ત્રી, જે છોકરાની ખૂબ તૃષ્ણાવાળી છે, તેને ઊંડે ઊંડે એમ પણ હશે કે શેઠના ઘરાકોના નિસાસાને લીધે તે સારો દિવસ નથી દેખતી, પણ તે પણ અજાણતાં તેના શિકારી માનસવાળા પતિનું સાધન બની અત્યાર સુધી શેઠે નહિ જોયેલ કડલાં જોઈ તે ગીરવી મૂકવા સૂચના કરે છે, ને શેઠ એ પકડી બેસે છે. અનેક નિસાસા, શાપો બદદુઆ બોલતી હેતી પાડોસી સોનીને ત્યાં કડલાં કઢાવવા જાય છે ને ત્યાં જ અડબડિયું આવતાં પડી જાય છે. ‘સ્થિતપ્રજ્ઞ’ વાણિયો : દલુચંદ : (કડલાં આંગળાંમાં રમાડતો એના સામી નજર રાખી) કહેવાય નહિ! સાળી મરીયે જાય! કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી? આપણે આશા રાખીએ કે છેવટે સોની દયા બતાવે છે ત્યારે, સોનીથી ઊતરતાં ન દેખાવા, અથવા ઘરાક તરફની પ્રાચીન દિલસોજી ઓચિંતી પ્રગટી આવતાં, તે કડલાં ખરેખર પાછાં આપે છે. ‘પડઘા’માં ગામડાનું એક કુટુંબ મુંબઈ જાય છે તેનું ચિત્ર છે. સાથે માબાપો છોકરાંને ખોટાં વચનો દઈ. તેમને ખોટી રીતે દબાવી કેવાં વિકૃત કરે છે તેનું પણ ચિત્ર છે. પણ આ ચિત્રનો સૌથી રમૂજી અને સાથે કરુણ અંશ તો છોકરાં શહેરમાં રહ્યાં રહ્યાં ગામડાનાં દૃશ્યો રાત્રે ભજવે છે એ છે! એકસાથે શહેરમાં ગામડું અને ગામડામાં શહેર આપણને દેખાય છે! ‘ઢેડના ઢેડ ભંગી’માં ગામડાંના અસ્પૃશ્યો તરફનો સનાતન જડ અન્યાય દેખાય છે. તેમાં એટલી કરુણતા ન હોત તો તેની બેવકૂફીથી આપણને હસવું જ આવત. બધાથી જુદી પડી જાય એવી ‘દુર્ગા’ છે. ઓછામાં ઓછાં, ત્રણ જ, આમાં પાત્રો છે. હરનાથ બ્રહ્મચર્ય પાળવાના અત્યાગ્રહવાળો, આદર્શ માટે સર્વસ્વ હોમવા તૈયાર, જેલ જઈ આવેલો વાર્તાનો નાયક છે. તેની પત્ની બધામાં તેની સાથે ગમે તેવું સહેવા તૈયાર છે. માત્ર પુત્રવતી થવાની તેની નૈસર્ગિક એષણા તે રોકી શકતી નથી. ‘એક જ દે ચિનગારી’ની પંક્તિ તે પોતાની એષણા પૂર્ણ થવા માટે ગાય છે; એ જોતાં ખરેખર માણસજાત માટે ઊંડા વિષાદમાં ઊતરી જવાય છે, પણ ત્યારે પણ તેનો પતિ તો – આવો ભયંકર અર્થ તું ગીતામાં વણી શકે છે તે જોઈ હું કાંપું છું. બિચારો એનો પ્રથમ ગાનાર પણ આ જાણે તો થથરી ઊઠે! કહી એક વધુ આઘાત આપે છે. વચમાં કહેવાનું મન થઈ જાય છે, ‘કંઈ થથરી ન ઊઠે!’ જગતમાં ચાલતી જીવનની સંતતિનો – સાતત્યનો – એ મહાનલની ચિનગારી વિના બીજી કઈ રીતે ખુલાસો થઈ શકવાનો હતો! પણ સ્વોન્નતિનું આગ્રહી મન બીજાનું દૃષ્ટિબિન્દુ સમજી શકતું નથી. સૌને પોતાને રસ્તે ઘસડવા માગે છે. હિંદુ ધર્મે શ્રેય અને પ્રેયનો સમન્વય મંગલમાં કર્યો, પણ જીવનમાં એ સમન્વય તેમ છતાં શોધી તે રસ્તે જવું કપરું છે. કેટલાક શ્રેયના આગ્રહમાં બધાં પ્રેયોને હઠપૂર્વક તજે છે. કેટલાક દરેક પ્રેયને મંગલ માની લઈ જડ થઈ વાસનાના ઓઘમાં તણાયા જાય છે. પણ નાટકના વસ્તુ તરફ પાછા ફરીએ. આજે જ નાટકને દિવસે જ હરનાથનો એક જૂનો મિત્ર બિહારી જેની પહેલાં દુર્ગા સાથે સગાઈ થઈ હતી તે મહેમાન આવેલો છે, અને દુર્ગા, બિહારી કરતાં પણ પોતાની વાસનાથી વધારે ડરતી, હરનાથને સવારમાં ફરવા જવા ના પાડે છે. પણ સિદ્ધાંત પર હરનાથ તો ફરવા જાય જ છે. બિહારીનું જીવન કંઈક હરનાથથી ઊલટી જ દિશાએ ચાલતું હતું. અને એકાન્ત મળતાં દુર્ગા અને બિહારી પોતપોતાના જીવનની ટિપ્પણો સરખાવે છે. બિહારી : તમારું તો આપણા એટએટલામાં અનોખું આદર્શ લગ્ન હતું. દુર્ગા : શેનાં આદર્શ લગ્ન? ચીલા નવા, પણ ગાડું તો એનું એ જ ને! અને બીજી બાજુ બિહારી પણ કહે છે : ‘પણ હુંય હરનાથનો સાથી બનવા આવ્યો છું.’ પણ બન્ને પોતાના ગજા બહારની વાતો કરે છે ત્યાં ત્રીજું જ બને છે. હરનાથને રસ્તામાંથી કોઈ પરિત્યક્ત બાળક જડે છે. તેને લઈને તે આવે છે અને પ્રભુએ જ દુર્ગા માટે આપ્યું હોય એવી ગેબી વાણી ભાખે છે. દુર્ગા બાળકને સ્વીકારે છે કે નહિ એ તો એક બાજુ રહ્યું પણ તેણે બિહારી તરફ બતાવેલી નબળાઈનો એકદમ પ્રત્યાઘાત થાય છે અને તે ફરી જૂના સંકલ્પના આવેગથી હરનાથના પગમાં ઢગલો થઈને પડે છે ત્યારે થાય છે કે માણસ કેવું વિચિત્ર પ્રાણી છે! ‘ગાજરની પિપૂડી’માં હાલના જમાનામાં કંઈક કરી નાખવું એવા ઉત્સાહવાળા યુવાનો ભેગા થાય છે. પણ તેમના ઉત્સાહમાં જ્ઞાનની નક્કરતા, ને નિરભિમાન સેવાના આદર્શ વિનાની કેવળ અતિ મુગ્ધ પોચી મહેચ્છા વિના કશું જ હોતું નથી, તેનું આ કટાક્ષચિત્ર છે. દૃશ્ય અલબત્ત શહેરનું છે અને તેમાં નાટ્યકારનો શહેરનો અનુભવ પણ સાચો દેખાય છે. પણ આ નાટક એક રીતે છેલ્લા નાટક સાથે સંધાયેલું છે અને એ છેલ્લું નાટક પાછું ગામડામાં આવે છે. છેલ્લા નાટકમાં લેખકે એક નવો કૌતુકમય પ્રયોગ કર્યો છે; આપણે જોઈ ગયા કે લેખકે નાટકમાં પાત્રોની અને પાત્રોના તખ્તા પરના પ્રવેશની પણ સારી પેઠે કરકસર કરી છે. એ બધાં પડદા પાછળ રહી ગયેલાં પાત્રો સૂચિત પાત્રો આ છેલ્લા નાટકમાં ભેગાં થાય છે. છેલ્લું નાટક એ આદર્શવાદી યુવાનનું ગામડું સુધારવાના અનુભવો રજૂ કરે છે. તેને અનેક રીતે નિરાશા અને વિરોધ મળે છે. તેને ‘ગાજરની પિપુડી’વાળા શિવલાલ મળવા આવે છે અને તેથી બન્નેને આ લોકોદ્ધારની બધી પ્રવૃત્તિ વ્યર્થ શા માટે જાય છે તેનો વિચાર આવે છે અને છેવટે એકબીજાને કહે છે : ‘આ તો વિરાટ જનતા છે!’ નાટકોમાં ક્યાંક કટાક્ષના છાંટા છે, પણ ક્યાંક ક્યાંક જ! લેખકની વાર્તાઓમાં જે રમૂજ, કટાક્ષ, હાસ્ય, ઉપહાસ દેખાય છે તે નાટકોમાં દેખાતો નથી. જાણે પહેલા મૂકેલા ‘સાપના ભારા’નું વાતાવરણ ઠેઠ સુધી પહોંચે છે અને એમ જ થાય ને! નાટકોનું સ્થળ ગામડું છે, સમાજ સૈકાઓથી જૂનો જડ થઈ ગયેલો હિંદુ સમાજ છે. જેણે ‘સંઘર્યો સાપ પણ કામમાં આવે’ એમ ધારી, કે કોણ જાણે કે શાથી, એકલા સાપના જ ભારા બાંધેલા છે! આ નાટકોમાં નિરૂપણ દુઃખનું છે, નિરાશાનું છે, પણ તેમાં લેખકની શક્તિ સ્પષ્ટ રીતે આશાપ્રદ જણાઈ આવે છે, અને વાચનરસિક વર્ગ જે વધતો જાય છે, અને વિવિધ ભાવરસજ્ઞતા કેળવતો જાય છે, જે ધીમે ધીમે ખોટા લાગણીવેડાથી ન રીઝતાં, સાચ્ચી વસ્તુનું નિરૂપણ માગતો જાય છે, તે આને ઉત્તેજન આપશે એમ આશા રાખું છું.

૮-૯-’૩૬
પાદટીપ

  1. વાછરડાં પાડા પાડી વગેરે
  2. આવકાર.
  3. સ્વાગત.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.