સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/સાપના ભારા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩. સાપના ભારા : ઉમાશંકર જોશી}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી વાચકવર્ગને આ નાટકોનો પરિચય કરાવતાં મને આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા મર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે. અને તેનું કારણ તે એકાંકી છે, કે ગદ્યમાં લખાયાં છે એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે. આપણામાં ગામડા સંબંધી સાહિત્ય છે. પણ તેમાંનું ઘણું, ગામડું તો આવું હોય કે તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપરથી લખાયેલું છે. તેમાં ગામડાનું સાચું ચિત્ર હોતું નથી. તેમાં ઘણું તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં, અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે. તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે, અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવામાં તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે.

આવાં નાટકોનાં ઘણાંખરાં દૃશ્યો ગામડાનાં જ હોય એ સ્વાભાવિક છે. પણ તે પણ શહેરના લોકો અવાસ્તવિક દૃષ્ટિએ ગામડાંનાં જે સ્થાનો કવિતામય કે કલ્પનાને ઉડાડનારાં ગણે છે, તેવાં નથી. ગામડાની ખરેખર હંમેશની અને સાધારણ રીતે મળી આવતી સ્થિતિ તેમાં બતાવેલી છે. દાખલા તરીકે પહેલા નાટક ‘સાપના ભારા’નું પડદો ઉઘાડતાનું દૃશ્ય જુઓ.

‘......એક ગામડાનો બ્રાહ્મણવાડો. ફળિયામાં ઠેકઠેકાણે કાદવ અને કચરાના ઢગલા પડેલા છે તે પરથી ઘર ખેતી કરતાં કુટુંબોનાં હોય એવાં લાગે છે. નંદરામ પંડ્યા. ઘરની ચોપાડે (ઓસરી) આંગણું, આંગણામાં ત્રણચાર પેઢીથી ઊભેલો ખખડધજ્જ લીમડો, તેની ડાળે લટકતાં પંખીઓ માટેનાં અનાજપાણીનાં શીકાં, ને બહાર નીકળેલા મૂળમાં બાંધેલા રેલ્લાં પાડુરાં’૧<ref>૧. વાછરડાં પાડા પાડી વગેરે</ref> – આટલું તખ્તાની બરોબર સામે ઉપલક દૃષ્ટિએ જોનારને પણ જણાઈ આવે. ચોપાડના એક ખૂણામાં રાતી માટીનો શંકુ આકારનો ઢગલો, સાચવણ માટે ઉપરથી લીંપી લીધેલો – પડ્યો છે. આગલી ભીંત અર્ધી ઈંટના ચણતરવાળી છે, અને ઉપરનો ભાગ ખડીથી ધોળેલો છે એના પર અસ્પષ્ટ કઢંગાં ચિતરામણો પણ જણાય છે...’
‘......એક ગામડાનો બ્રાહ્મણવાડો. ફળિયામાં ઠેકઠેકાણે કાદવ અને કચરાના ઢગલા પડેલા છે તે પરથી ઘર ખેતી કરતાં કુટુંબોનાં હોય એવાં લાગે છે. નંદરામ પંડ્યા. ઘરની ચોપાડે (ઓસરી) આંગણું, આંગણામાં ત્રણચાર પેઢીથી ઊભેલો ખખડધજ્જ લીમડો, તેની ડાળે લટકતાં પંખીઓ માટેનાં અનાજપાણીનાં શીકાં, ને બહાર નીકળેલા મૂળમાં બાંધેલા રેલ્લાં પાડુરાં’<ref>વાછરડાં પાડા પાડી વગેરે</ref> – આટલું તખ્તાની બરોબર સામે ઉપલક દૃષ્ટિએ જોનારને પણ જણાઈ આવે. ચોપાડના એક ખૂણામાં રાતી માટીનો શંકુ આકારનો ઢગલો, સાચવણ માટે ઉપરથી લીંપી લીધેલો – પડ્યો છે. આગલી ભીંત અર્ધી ઈંટના ચણતરવાળી છે, અને ઉપરનો ભાગ ખડીથી ધોળેલો છે એના પર અસ્પષ્ટ કઢંગાં ચિતરામણો પણ જણાય છે...’
આથી જરા જુદા પ્રકારના ‘ઊડણ ચરકલડી’ નાટકનું ઊઘડતું દૃશ્ય જોઈએ.  

આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવાર. ખૂણાના એક ઘરની ઓસરીમાં સોળ સત્તર વરસની કુમારિકા ચંદણી વળગણી ઉપર ધોતિયું સૂકવતી દેખાય છે. એણે ઓઢેલી બાંધણીએ એના ભીનાવાનનો ઉઘાડ બતાવવા કરતાં કન્યાને છાજે એવી શાંત છાયામાં એને લપેટી લીધી છે. પડદો ઊપડતી વખતે એ ધોતિયું પૂરું સૂકવીને મોઢું અરધું દેખાય ન દેખાય એમ ઊભી ઊભી ધોતિયાનો પનો ખેંચી સળ ઉકેલતી હોય છે.

Line 14: Line 12:
અંબા : (રોતી રોતી) ધની પણ મૂઈ કાલ રાતે મને કહે કે શીરાના કોળિયામાં કાચ ખવડાવી દ્યો એટલે બચી ગ્યાં! (આંસુથી એના અવાજમાં થડકારો રહે છે) પણ....

દોલત : (આખરી નિશ્ચય સુણાવતો) પણ ને બણ!... મારી ને તારી સાતે પેઢીઓ બોળવી છે કે શું? આ હું તો હીંડ્યો! રાતે આવીશ ને બધું પૂરું નહિ કર્યું હોય તો એ મેનડીને ને તને બેયને ખાઈ જઈશ! આ દોલો બગડ્યો એટલે કોઈનો નહિ હો!

(ચાલતો થાય છે.)
{{gap}}(ચાલતો થાય છે.)
અંબા : ભાઈ! મને મારીને જવું હોય તો જા!
અંબા : ભાઈ! મને મારીને જવું હોય તો જા!
[દોલતરામ પાછો આવે છે. નીચો નમી હાથનો પંજો અંબાબાઈના નાકની નજીક લાવી વહેરવાનો અભિનય કરે છે.]

Line 51: Line 49:
એક બીજી બાબત પણ અહીં ધ્યાનમાં લેવા જેવી છે. હાલના નાટકોનાં ચોંકાવનારાં દૃશ્યોના શોખીન કોઈ નાટ્યકારે ધની વેવાણના દૌર્જન્યની અંતિમ ઉક્તિએ, મેનાને, માંદગીનો ખાટલો છોડી, માંદગીના ભયંકર વેશમાં ઓચિંતી દાખલ થઈ, પોતાની સાસુના મોઢા ઉપર નંદરામનું નામ દઈ ત્યાં તખ્તા ઉપર જ મરી જતી બતાવવાનું કદાચ પસંદ કર્યું હોત. એમ કરવાથી એક આઘાતકારક અને બીભત્સ દૃશ્ય રજૂ કરી શકાત પણ તો તે ગામડાનું ન રહેત. એવા દૃશ્યના લોભમાં ન પડતાં નાટ્યલેખકે મેનાને પડદા પાછળ રાખી છે એ જ યોગ્ય કર્યું છે. બધાં નાટકોમાં એમ સૂચિત પાત્રોને ન બતાવવામાં પણ કર્તાએ કૌશલ અને ઔચિત્ય બતાવ્યું છે.

‘બારણે ટકોરા’ પણ ગામડાનું દૃશ્ય છે. તેમાં કમાનાર મુખ્ય પુરુષ મરી ગયા પછી ઘરની વિધવાને જૂનો વૈભવ રાખવો પડે છે, મહેમાનો સ્વાર્થબુદ્ધિથી અને બેવકૂફીથી બધી રીતે તેને ઘસારો આપે છે, અને એ વિધવાને આ અતિથિપૂજાની અશ્રદ્ધા થાય છે. આનું ચિત્ર ઘણું સુંદર છે. લંબાણભયે અવતરણ આપતો નથી પણ નાટકનું વક્તવ્ય બીજું છે. આ વિધવાને આ બધા વ્યવહારમાં, અસંતોષમાં, હૃદયના ઊંડાણમાં એક બીજી જ વાત કોતરાઈ રહી છે!

મેં એક દન ભર શ્રાવણની મેઘલી રાતે એક વાટમારગુને બારણે આ’કારો૨<ref>૨. આવકાર.</ref> દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ ત્યાં જઈને મોટેથી ઈ’ને સાદ કર્યો. ઝમઝમ વરસાદમાં સાંભળ્યામાં ન આવ્યું કે શું, પણ વીલે મોઢે એ પાછા આયા ને મને કહે કે, ‘તારે છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કોક રાંકને પેટ પડું ને કોક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડ ને?’.... મારા જ્યાંતીની પચ્ચી રૂપરડીમાંથી મેમાનોની આગતાસાગતા૩<ref>૩. સ્વાગત.</ref> કરું છું. પણ મોઈનો શભાવ જ આકરો તે લગાર વારમાં તતડી ઊઠું છું. આજ દસ મહિનાથી શમણામાં એ આવે છે, એ વીલું મોઢું, ને હળવો ઠપકો! ઈયાંનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે!’
મેં એક દન ભર શ્રાવણની મેઘલી રાતે એક વાટમારગુને બારણે આ’કારો<ref>આવકાર.</ref> દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ ત્યાં જઈને મોટેથી ઈ’ને સાદ કર્યો. ઝમઝમ વરસાદમાં સાંભળ્યામાં ન આવ્યું કે શું, પણ વીલે મોઢે એ પાછા આયા ને મને કહે કે, ‘તારે છતે મારી આ આંખ્યો મીંચાઈ જાય, ને હું કોક રાંકને પેટ પડું ને કોક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડ ને?’.... મારા જ્યાંતીની પચ્ચી રૂપરડીમાંથી મેમાનોની આગતાસાગતા<ref>સ્વાગત.</ref> કરું છું. પણ મોઈનો શભાવ જ આકરો તે લગાર વારમાં તતડી ઊઠું છું. આજ દસ મહિનાથી શમણામાં એ આવે છે, એ વીલું મોઢું, ને હળવો ઠપકો! ઈયાંનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે!’
આ વાત આપણે ન માનીએ. પણ આપણા હિંદુ સમાજમાં પતિને દૈવત માનનારી વિધવાને મન એ સત્ય છે એટલું જ નહિ, એના જીવનની ચિંતા છે, અને છતાં કરુણા એ થાય છે કે ગામડાની ગરીબીમાં અને માનવસુલભ નિર્બળતાથી, એ મહેમાનોના રંજવાડ સામે નથી ટકી શકતી, અને છેવટે એ બારણે ટકોરા સાંભળતાં નહિ ઉઘાડેલ બારણેથી તેનો પતિ જ ચાલ્યો ગયો એવી ભ્રમણામાં પડે છે :

એ જતા રહ્યા છેવટે મારે પાપે!... એ જ પાઘડી, પેલો લીલો ખેસ ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો!

Line 74: Line 72:
આ નાટકોમાં નિરૂપણ દુઃખનું છે, નિરાશાનું છે, પણ તેમાં લેખકની શક્તિ સ્પષ્ટ રીતે આશાપ્રદ જણાઈ આવે છે, અને વાચનરસિક વર્ગ જે વધતો જાય છે, અને વિવિધ ભાવરસજ્ઞતા કેળવતો જાય છે, જે ધીમે ધીમે ખોટા લાગણીવેડાથી ન રીઝતાં, સાચ્ચી વસ્તુનું નિરૂપણ માગતો જાય છે, તે આને ઉત્તેજન આપશે એમ આશા રાખું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
૮-૯-’૩૬
૮-૯-’૩૬<br>
'''પાદટીપ'''  
'''પાદટીપ'''  
{{reflist}}
{{reflist}}