સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જમનું ધીંગાણું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 06:45, 21 March 2026

૪. જમતું ધીંગાણું

મંદરિયામાં દીવડા વિનાનું અંધારું.
ખળભળ્યાં દેવળ, ઊભી રહી થાંભલી,
ત્રાટું નહિ ઝાલે એના ભાર રે. મંદરિયામાં૰
હાથમાં વાટકડી ઘરોઘર ઘૂમતી,
કોઈ ને આલો એંધાણું રે. મંદ૰ ૫
ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,
જમડા કરે છે ધીંગાણું રે. મંદ૰
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
આવતા જમડાને પાછા વાળો રે. મંદ૰

સ્વાધ્યાય

૧. પહેલા અને ત્રીજા ગીત ઉપરથી મીરાંબાઈને ભજન-ભક્તિ ઉપર કેટલો બધો વિશ્વાસ છે તે બતાવો.
૨. ‘જમનાનાં પાણી’ના ગીતમાંથી તમને કઈ લીટી ગમી ગઈ? શા માટે ગમી? એના શબ્દોથી કોઈ ચિત્ર ખડું થાય છે?
૩. ‘આ રે તીરે ગંગા પેલી તીરે જમુના’ એ લીટી વ્યાકરણ દૃષ્ટિએ બરોબર છે? ‘તીરે’ ને ઠેકાણે ‘કોરે’ કે ‘તેડે’ શબ્દ મૂકવાનું કારણ?
૪. છેલ્લા ભજનમાં ‘વાણિયો’ તે કોણ? શરીર પડવાની વખતે જીવની દશા મીરાંબાઈએ કેવી વર્ણવી છે? ‘જૂનું થયું રે દેવળ’ એ મીરાંનું ગીત (સાંભળ્યું હોય તો) આની સાથે સરખાવો.