34,664
edits
No edit summary |
No edit summary |
||
| Line 611: | Line 611: | ||
કાવ્ય કોઈ પૂર્વસિદ્ધ લાગણી, કે ભાવનું પરિમાર્જિત રૂપ હોવાનું કહી શકાતું નથી, પણ આનો અર્થ એવો નથી કે કાવ્ય એ શૂન્યમાંથી થતું સર્જન છે. કાવ્ય માટેનું ઉપાદાન અવશ્ય હોય છે. પણ આ ઉપાદાનનું કાવ્ય બનતામાં એવું રૂપાંતર અને દ્રવ્યાંતર થઈ ગયું હોય છે કે સિદ્ધ કૃતિને તદ્દન નૂતન કે અપૂર્વ વસ્તુ જ ગણવી પડે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો કવિચિત્તની અંદર ગયેલું જ્યારે તેમાંથી પાછું બહાર આવે છે, ત્યારે તે કશીક ધરમૂળની બાબતમાં જુદું જ બનીને બહાર આવે છે. સ્વીકૃત સામગ્રીમાં દ્રવ્ય તેમ જ સ્વરૂપની દૃષ્ટિએ કશુંક નવું જ ચિત્તની આગવી આંતરિક સ્વયંભૂશક્તિથી ઉમેરાય છે. એટલે જ તો જે સર્જન રૂપે સિદ્ધ થયું હોય તે પ્રતિનિધિરૂપ કે નમૂનારૂપ નહીં– ‘ટાયપ’ નહીં, પણ એકમેવાદ્વિતીયમ્ હોય છે–’યુનિક’ હોય છે. (માત્ર કાવ્યના જ નહીં, ઇતરકલાઓ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરે બધાં ક્ષેત્રોને લગતા સર્જનને આ વાત સમાન ભાવે લાગુ પડે છે.) | કાવ્ય કોઈ પૂર્વસિદ્ધ લાગણી, કે ભાવનું પરિમાર્જિત રૂપ હોવાનું કહી શકાતું નથી, પણ આનો અર્થ એવો નથી કે કાવ્ય એ શૂન્યમાંથી થતું સર્જન છે. કાવ્ય માટેનું ઉપાદાન અવશ્ય હોય છે. પણ આ ઉપાદાનનું કાવ્ય બનતામાં એવું રૂપાંતર અને દ્રવ્યાંતર થઈ ગયું હોય છે કે સિદ્ધ કૃતિને તદ્દન નૂતન કે અપૂર્વ વસ્તુ જ ગણવી પડે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો કવિચિત્તની અંદર ગયેલું જ્યારે તેમાંથી પાછું બહાર આવે છે, ત્યારે તે કશીક ધરમૂળની બાબતમાં જુદું જ બનીને બહાર આવે છે. સ્વીકૃત સામગ્રીમાં દ્રવ્ય તેમ જ સ્વરૂપની દૃષ્ટિએ કશુંક નવું જ ચિત્તની આગવી આંતરિક સ્વયંભૂશક્તિથી ઉમેરાય છે. એટલે જ તો જે સર્જન રૂપે સિદ્ધ થયું હોય તે પ્રતિનિધિરૂપ કે નમૂનારૂપ નહીં– ‘ટાયપ’ નહીં, પણ એકમેવાદ્વિતીયમ્ હોય છે–’યુનિક’ હોય છે. (માત્ર કાવ્યના જ નહીં, ઇતરકલાઓ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરે બધાં ક્ષેત્રોને લગતા સર્જનને આ વાત સમાન ભાવે લાગુ પડે છે.) | ||
કાવ્યમાં પ્રકટતી આ અપૂર્વતાને કારણે એ પણ સ્પષ્ટ છે કે સર્જનપ્રક્રિયાનો કશાકથી આરંભ થતો હોવા છતાં એ કોઈ પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલતી ક્રિયા નથી, અથવા તો કોઈ પૂર્વનિર્ણિત સાધ્ય માટેનું એ સાધન નથી. સર્જન પૂર્વનિયત નહીં પણ મુક્ત ક્રિયા છેઃ ‘મુક્ત’ એટલે સ્વાયત્ત અને સ્વયં સંચાલિત. નથી તે પૂર્ણપણે તેના ઉપાદાનથી નિયંત્રિત, કે નથી તે તેના ભાવિ પરિણામથી નિયંત્રિત. પ્રારંભનું ભાવબીજ કેમ વિકસશે, કેમ ઘડાશે અને અંતે કેવા ઘાટઘૂટ સાથે અવતરશે તેનો કવિની પોતાની પાસે પણ કશો પહેલેથી દોરેલો નકશો હોતો નથી-કવિચિત્ત કશા ‘બ્લૂ પ્રિન્ટ’ અનુસર કામ કરતું નથી. સર્જનવ્યાપાર દરમિયાનની કોઈ આગવી ક્ષણે જે ધારણા હોય તેનાથી કશુંક જુદું જ (અરે, ઊલટું જ) તે પછીની ક્ષણે નીપજવાની પૂરી સંભાવના સતત હોય છે. | કાવ્યમાં પ્રકટતી આ અપૂર્વતાને કારણે એ પણ સ્પષ્ટ છે કે સર્જનપ્રક્રિયાનો કશાકથી આરંભ થતો હોવા છતાં એ કોઈ પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલતી ક્રિયા નથી, અથવા તો કોઈ પૂર્વનિર્ણિત સાધ્ય માટેનું એ સાધન નથી. સર્જન પૂર્વનિયત નહીં પણ મુક્ત ક્રિયા છેઃ ‘મુક્ત’ એટલે સ્વાયત્ત અને સ્વયં સંચાલિત. નથી તે પૂર્ણપણે તેના ઉપાદાનથી નિયંત્રિત, કે નથી તે તેના ભાવિ પરિણામથી નિયંત્રિત. પ્રારંભનું ભાવબીજ કેમ વિકસશે, કેમ ઘડાશે અને અંતે કેવા ઘાટઘૂટ સાથે અવતરશે તેનો કવિની પોતાની પાસે પણ કશો પહેલેથી દોરેલો નકશો હોતો નથી-કવિચિત્ત કશા ‘બ્લૂ પ્રિન્ટ’ અનુસર કામ કરતું નથી. સર્જનવ્યાપાર દરમિયાનની કોઈ આગવી ક્ષણે જે ધારણા હોય તેનાથી કશુંક જુદું જ (અરે, ઊલટું જ) તે પછીની ક્ષણે નીપજવાની પૂરી સંભાવના સતત હોય છે. | ||
સર્જનની સ્વયંપ્રયોજનતા | {{Poem2Close}} | ||
'''સર્જનની સ્વયંપ્રયોજનતા''' | |||
{{Poem2Open}} | |||
પણ આનો અર્થ એમ નથી કે સર્જનમાં કવિચિત્ત તદ્દન અતંત્રપણે કે અંધપણે વરતે છે, અથવા તો તે દિશાશૂન્ય, આશયરહિત, પરવશ કે અભાન હોય છે. કલાસર્જન એ સૂક્ષ્મ, સભાન નિયમનથી ચાલતો એક સ્વૈચ્છિક, સપ્રયોજન, સવિવેક ચિત્તવ્યાપાર છે. સર્જનપ્રવૃત્તિ પ્રયોજનહીન નહીં પણ પ્રયોજનપ્રેરિત છે. સપ્રયોજન હોવા સાથે કશું અન્ય તેનું પ્રયોજન નથી. તે પોતે જ પોતાનું પ્રયોજન - ક્રીડાની જેમ સર્જન સ્વયંપ્રયોજન (autotelic) છે, અને સર્જનનું પ્રયોજન સર્જનમાં જ અર્થહિત હોવાથી તેને ‘અંતઃપ્રયોજન’ (endotelic) પ્રવૃત્તિ પણ કહી છે. | પણ આનો અર્થ એમ નથી કે સર્જનમાં કવિચિત્ત તદ્દન અતંત્રપણે કે અંધપણે વરતે છે, અથવા તો તે દિશાશૂન્ય, આશયરહિત, પરવશ કે અભાન હોય છે. કલાસર્જન એ સૂક્ષ્મ, સભાન નિયમનથી ચાલતો એક સ્વૈચ્છિક, સપ્રયોજન, સવિવેક ચિત્તવ્યાપાર છે. સર્જનપ્રવૃત્તિ પ્રયોજનહીન નહીં પણ પ્રયોજનપ્રેરિત છે. સપ્રયોજન હોવા સાથે કશું અન્ય તેનું પ્રયોજન નથી. તે પોતે જ પોતાનું પ્રયોજન - ક્રીડાની જેમ સર્જન સ્વયંપ્રયોજન (autotelic) છે, અને સર્જનનું પ્રયોજન સર્જનમાં જ અર્થહિત હોવાથી તેને ‘અંતઃપ્રયોજન’ (endotelic) પ્રવૃત્તિ પણ કહી છે. | ||
ભાવિ પરિમાણની આગળથી કશી ઝાંખી કે ભાળ હોવા છતાં સર્જન ક્રિયાનું દરેક પગલું કોઈક રીતે એ અદૃષ્ટ સાધ્યની એંધાણીને અનુલક્ષતું વરતાય છેઃ પુરસ્કાર તિરસ્કાર દરેક નિર્ણય પાછળ કશાક અકળ દૂરસ્થ લક્ષ્યનું ચોક્કસ ખેંચાણ કામ કરતું લાગે છે. નિર્માણક્રિયામાં જાણે કે પ્રયોજનને સાચવવાની દિશામાં ધક્કો વાગતો સતત અનુભવાય છે, અને ગોઠવાતા જતાં ચક્રોમાંથી ક્રમેક્રમે કશીક ભાત અને યોજના ઊપસતી આવતી પ્રતીત થાય છે. | ભાવિ પરિમાણની આગળથી કશી ઝાંખી કે ભાળ હોવા છતાં સર્જન ક્રિયાનું દરેક પગલું કોઈક રીતે એ અદૃષ્ટ સાધ્યની એંધાણીને અનુલક્ષતું વરતાય છેઃ પુરસ્કાર તિરસ્કાર દરેક નિર્ણય પાછળ કશાક અકળ દૂરસ્થ લક્ષ્યનું ચોક્કસ ખેંચાણ કામ કરતું લાગે છે. નિર્માણક્રિયામાં જાણે કે પ્રયોજનને સાચવવાની દિશામાં ધક્કો વાગતો સતત અનુભવાય છે, અને ગોઠવાતા જતાં ચક્રોમાંથી ક્રમેક્રમે કશીક ભાત અને યોજના ઊપસતી આવતી પ્રતીત થાય છે. | ||