34,664
edits
No edit summary |
m (added Category:સંચયન using HotCat) |

| (15 intermediate revisions by 2 users not shown) | |||
| Line 77: | Line 77: | ||
== ॥ અનુક્રમ ॥ == | == ॥ અનુક્રમ ॥ == | ||

<poem> | <poem> | ||
{{color| | {{color|#440010|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬'''}} | ||
[[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|# | [[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#cc0404|સમ્પાદકીય}}''']] | ||
:{{color|#00008B|પરિચયનું વિધિવિધાન}}{{Color|#8A2BE2|~ કિશોર વ્યાસ }} | :{{color|#00008B|પરિચયનું વિધિવિધાન}}{{Color|#8A2BE2|~ કિશોર વ્યાસ }} | ||
[[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|# | [[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|#cc0404|કવિતા}}''']] | ||
:{{color|#00008B|મારા વ્હાલા}} {{Color|#8A2BE2|~ દેશળજી પરમાર}} | :{{color|#00008B|મારા વ્હાલા}} {{Color|#8A2BE2|~ દેશળજી પરમાર}} | ||
:{{color|#00008B|હંકારી જા}} {{Color|#8A2BE2|~ સુન્દરમ્}} | :{{color|#00008B|હંકારી જા}} {{Color|#8A2BE2|~ સુન્દરમ્}} | ||
| Line 95: | Line 95: | ||
:{{color|#00008B|અવકાશની ઝાંખી }} {{Color|#8A2BE2|~ હર્ષદ ત્રિવેદી}} | :{{color|#00008B|અવકાશની ઝાંખી }} {{Color|#8A2BE2|~ હર્ષદ ત્રિવેદી}} | ||
[[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#cc0404|વાર્તા}}''']] | |||
[[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|# | |||
{{color|#00008B|જવા દઈશું તમને....}} {{Color|#8A2BE2|~ કુન્દનિકા કાપડીઆ}} | {{color|#00008B|જવા દઈશું તમને....}} {{Color|#8A2BE2|~ કુન્દનિકા કાપડીઆ}} | ||
[[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|# | [[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#cc0404|નિબંધ}}''']] | ||
{{color|#00008B|ઐસા ભી હોતા હૈ!}} {{Color|#8A2BE2|~ રતિલાલ બોરીસાગર}} | {{color|#00008B|ઐસા ભી હોતા હૈ!}} {{Color|#8A2BE2|~ રતિલાલ બોરીસાગર}} | ||
[[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|# | [[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#cc0404|વિવેચન}}''']] | ||
{{color|#00008B|આધુનિક કવિતાની છંદોરચના}} {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}} | {{color|#00008B|આધુનિક કવિતાની છંદોરચના}} {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}} | ||
{{color|#00008B|સર્જન}} {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}} | {{color|#00008B|સર્જન}} {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}} | ||
[[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|# | [[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#cc0404|કલાજગત}}''']] | ||
{{color|#00008B|‘હમ્પી’ — ડાયરીનું એક પાનું}} {{Color|#8A2BE2|~ વિવેક દેસાઈ}} | {{color|#00008B|‘હમ્પી’ — ડાયરીનું એક પાનું}} {{Color|#8A2BE2|~ વિવેક દેસાઈ}} | ||
</poem> | </poem> | ||
| Line 115: | Line 114: | ||
[[File:Sanchayan-11 Image 2.jpg|700px|center]] | [[File:Sanchayan-11 Image 2.jpg|700px|center]] | ||
{{ | {{center|{{color|#440010|પરિચયનું વિધિવિધાન }}}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center | alt = }} | {{Img float | style = | above = | file = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center | alt = }} | ||
| Line 132: | Line 131: | ||
{{Block center|{{color|#DC143C|મારા વ્હાલા}} | {{Block center|{{color|#DC143C|મારા વ્હાલા}} | ||
{{color|# | {{color|#00008B|દેશળજી પરમાર}} | ||
<poem>સાંજને સોણલે રસિયોજી જોયા, | <poem>સાંજને સોણલે રસિયોજી જોયા, | ||
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા | જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા | ||
| Line 158: | Line 157: | ||
{{Block center|{{color|#DC143C|હંકારી જા}} | {{Block center|{{color|#DC143C|હંકારી જા}} | ||
{{color|# | {{color|#00008B|સુન્દરમ્}} | ||
<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | <poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | ||
મારી વીણાની વાણી જગાડી તું જા. | મારી વીણાની વાણી જગાડી તું જા. | ||
| Line 184: | Line 183: | ||
{{Block center|{{color|#DC143C|અશ્વ}} | {{Block center|{{color|#DC143C|અશ્વ}} | ||
{{color|# | {{color|#00008B|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem>વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ, | <poem>વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ, | ||
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર, | ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર, | ||
| Line 221: | Line 220: | ||
{{Block center|{{color|#DC143C|હાથી}} | {{Block center|{{color|#DC143C|હાથી}} | ||
{{color|# | {{color|#00008B|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem>અચિંત ક્યાંથી | <poem>અચિંત ક્યાંથી | ||
અહીં આમ હાથી? | અહીં આમ હાથી? | ||
| Line 254: | Line 253: | ||
{{Block center|{{color|#DC143C|આંસુ}} | {{Block center|{{color|#DC143C|આંસુ}} | ||
(વસંતતિલકા-સૉનેટ) | (વસંતતિલકા-સૉનેટ) | ||
{{color|# | {{color|#00008B|ઉશનસ્}} | ||
<poem>આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું | <poem>આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું | ||
લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો; | લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો; | ||
| Line 271: | Line 270: | ||
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને | એવું અબોલ ઘન મૌન મુખે ધરીને | ||
બેઠું, યથા | બેઠું, યથા શબદકોશ પૂરો ગળીને! | ||
</poem> | </poem> | ||

| Line 280: | Line 279: | ||
{{Block center|{{color|#DC143C|સાંજનો શમિયાણો}} | {{Block center|{{color|#DC143C|સાંજનો શમિયાણો}} | ||
{{color|# | {{color|#00008B|વેણીભાઈ પુરોહિત}} | ||
<poem>સમીસાંજના શમિયાણામાં | <poem>સમીસાંજના શમિયાણામાં | ||
ધીમો ધીમો ધૂપ જલે છે! | ધીમો ધીમો ધૂપ જલે છે! | ||
| Line 317: | Line 316: | ||
{{Block center|{{color|#DC143C|એક-મેકના મન સુધી…}} | {{Block center|{{color|#DC143C|એક-મેકના મન સુધી…}} | ||
{{color|# | {{color|#00008B|ગની દહીંવાલા}} | ||
<poem> | <poem> | ||
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી: | દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી: | ||
| Line 349: | Line 348: | ||
{{Center|{{color|#DC143C|ફાગણનો ફાગ}} | {{Center|{{color|#DC143C|ફાગણનો ફાગ}} | ||
{{color|# | {{color|#00008B|મેઘબિંદુ}} | ||
<poem> | <poem> | ||
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ | ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ | ||
| Line 377: | Line 376: | ||
{{Block center|{{color|#DC143C|અવકાશની ઝાંખી}} | {{Block center|{{color|#DC143C|અવકાશની ઝાંખી}} | ||
{{color|# | {{color|#00008B|હર્ષદ ત્રિવેદી}} | ||
<poem> | <poem> | ||
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી, | ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી, | ||
| Line 403: | Line 402: | ||
== ॥ વાર્તા ॥ == | == ॥ વાર્તા ॥ == | ||
{{ | {{center|{{color|#440010|'''જવા દઈશું તમને....'''}}
{{color|#cc0404|કુન્દનિકા કાપડીઆ}} }} | ||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 13 JAVA-DAISHU-TAMNE-FRONT.jpg | class = | width = 185px | align = left | polygon = | cap =
| capalign = center | alt = }} | {{Img float | style = | above = | file = Sanchayan-11 Image 13 JAVA-DAISHU-TAMNE-FRONT.jpg | class = | width = 185px | align = left | polygon = | cap =
| capalign = center | alt = }} | ||
| Line 461: | Line 460: | ||
== ॥ નિબંધ ॥ == | == ॥ નિબંધ ॥ == | ||
{{ | {{center|{{color|#440010|'''ઐસા ભી હોતા હૈ!'''}}
{{color|#cc0404|રતિલાલ બોરીસાગર}} }} | ||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 15.jpg | class = | width = 185px | align = left | polygon = | cap =
| capalign = center | alt = }} | {{Img float | style = | above = | file = Sanchayan-11 Image 15.jpg | class = | width = 185px | align = left | polygon = | cap =
| capalign = center | alt = }} | ||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 16 Ratilal Borisagar.jpg | class = | width = 185px | align = left | polygon = | cap = જન્મ :  | {{Img float | style = | above = | file = Sanchayan-11 Image 16 Ratilal Borisagar.jpg | class = | width = 185px | align = left | polygon = | cap = જન્મ : ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ | capalign = center | alt = }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 496: | Line 495: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|- મોજમાં રે’વું રે!}} | {{Right|- મોજમાં રે’વું રે!}} | ||
== ॥ વિવેચન॥ == | |||
{{center|{{color|#440010|'''આધુનિક કવિતાની છંદોરચના!'''}}
{{color|#cc0404|હરિવલ્લભ ભાયાણી}} }} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 17 Harivallabh-Bhayani.jpg | class = | width = 185px | align = left | polygon = | cap = જન્મ : ૨૬ મે, ૧૯૧૭
મૃત્યુ : ૧૧ નવેમ્બર, ૨૦૦૦ | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | |||
આધુનિક કવિતાએ જેમ વિષય, ભાવ, વૃત્તિ, પદાવલિ અને રચનાશૈલી જેવાં તત્ત્વોની બાબતમાં, તેમ છંદની બાબતમાં પણ પૂર્વવર્તી કવિતાથી જુદો જ વળાંક લીધો છે. આધુનિક કવિતા છંદવાળી તેમ જ છંદ વગરની–એટલે કે સીધી ગદ્યમાં–હોય છે. ઉપજાતિ, પૃથ્વી, અનુષ્ટુભ્, મંદાક્રાંતા, શિખરિણી, શાર્દૂલ-વિક્રીડિત વગેરે આગળની કવિતામાં કવિપ્રિય બનેલા અક્ષરછંદોની વપરાશમાં હવે ભારે ઓટ આવી છે. પરંપરાગત સ્વરૂપના માત્રાછંદોની પણ એ જ હાલત છે. આમાં અત્યંત આગળ તરી આવતું વલણ (જેનો આરંભ તો આગળથી થયેલો) તે એ કે અમુક અક્ષરગણ કે માત્રાગણના યથેચ્છ આવર્તનવાળી અણસરખી પંક્તિઓમાં કાવ્યને ગૂંથવામાં આવે છે. આ ઉપરાંત ગઝલના પૂર્વપ્રચલિત છંદો તથા લોકગીત, ભજન, જોડકણાં વગેરેના ઢાળોનો ઉપયોગ કરવાનુ ચાલુ છે. | |||
આ થઈ છંદોબદ્ધ રચનાઓની વાત. પણ આધુનિક છંદોરચનાનો બીજો એક સૌથી વધુ ગવાયેલા કે આંખે ચડેલો વળાંક છે, કોઈ પણ છંદ વાપર્યા વિના થતી કાવ્યરચના. ગદ્યમાં ગૂંથાયેલી આવી કવિતાને ‘અછાંદસ’ એવું ખાસ નામ પણુ મળ્યું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આ પૂર્વે છંદ વગર કવિતા રચવાનો જે એક જ્વલંત અપવાદ કવિ ન્હાનાલાલની કેટલીક ચર્ચાઓએ પૂરો પાડ્યો છે તેને પણ ‘અપદ્યાગદ્ય’ એવું આગવું નામ ચોડવામાં આવ્યું છે. | |||
આધુનિક છંદોરચનાને લગતાં આ નવા વળાંકે અને વલણો શા કારણે ઉદ્ભવ્યાં અને તેમનું તાત્પર્ય શું તે સમજવા મારે અભિવ્યક્તિના સાધન લેખે છંદનું ગજુ કેવું અને કેટલું તે ખ્યાનમાં રાખવું જોઈએ. સ્વરૂપની દૃષ્ટિએ જોતાં અક્ષરછંદોમાં એકસરખા માપની ચારચાર પંક્તિઓ, દરેક પંક્તિની સાથે વાકય, ઉપવાક્ય કે વાક્યખંડ પૂરો થવાની સામાન્ય અપેક્ષા અને દરેક અક્ષરના સ્થાનનું નિયત લઘુગુરુ-મુલ્ય-એ તત્ત્વોને લીધે એક અત્યંત સુસ્ત માળખું રચાય છે. આ માળખાને ઉપયોગમાં લેવાનું એક અનિવાર્ય પરિણામ તે શબ્દપસંદગી- ઉપર લદાતાં આકરાં નિયંત્રણ. વક્તવ્યની ઇષ્ટ અભિવ્યક્તિ માટે સૌથી વધુ યોગ્ય કે સમર્થ લાગતો શબ્દ, તેની અક્ષરરચના લઘુગુરુના માપમાં બંધબેસતી ન હોવાથી જતો કરવો પડે, અને તેના કોઈક પર્યાયને- જે અર્થછાયા, ભાવછાયા કે વર્ણ સાહચર્યની દૃષ્ટિએ ઊતરતો હોય, પરંતુ અક્ષરરચનાની દૃષ્ટિએ છંદમાં બંધબેસતો હોય તેને–સ્વીકારવો પડે. અથવા તો સંસ્કૃતભાષાના પર્યાયકોશોમાં હોય છે તેવા એકાર્થક, પણ વિભિન્ન અક્ષરરચનાવાળા શબ્દોના વિશિષ્ટ ભંડોળનો આશરો લેવો પડે. નિત્યની વ્યવહારભાષામાં તો ‘આભ કે આકાશ’ જેવા એકાદ બે શબ્દ જ હોવાના, જે ગુરુલઘુ કે બે ગુરુ અને એક લઘુના માપવાળા સ્થાને બંધ બેસે. આથી જુદી અક્ષરરચનાવાળા ‘ગગન’ કે ‘અંબર’ અને ‘આભ’ના વિકલ્પ તરીકે ‘વ્યોમ’ હાથવગા હોય તો, અક્ષરછંદને જાળવી શકાય. તે જ પ્રમાણે ‘પાણી’ અને ‘જળ’, ‘સલિલ’, ‘નીર’, ‘વારિ’, ‘સ્ત્રી’ અને ‘નારી’, ‘સુંદરી’, ‘રમણી’, ‘અંગના’, ‘લલના’, ‘મહિલા’, ‘ચાંદો’ કે ‘ચંદ્ર’ અને ‘ચંદ્રમાં’, ‘વિધુ’, ‘મયંક’, ‘મૃગાંક’, ‘શશાંક’, ‘સિતાંશુ’, ‘હિમકર’, ‘શશિયર’ વગેરે; અને તે જ પ્રમાણે બીજા સેંકડો શબ્દો. અક્ષરછંદ વાપરનારને માટે તળપદા, અર્થસભર, જીવંત શબ્દો કે ઇષ્ટ અર્થભારવાળા પ્રયોગોનો ભોગ આપવાના પ્રસંગો ડગલે ને પગલે આવવાના. છંદની પસંદગી હંમેશા ભાષાની, શબ્દપ્રયોગની પસંદગીની નિર્ણાયક હોય છે. અક્ષરછંદમાં રચાયેલી ગુજરાતી કવિતાની ભાષા તત્સમપ્રચુર - જીવંત વ્યવહારભાષાથી દૂર ખસેલી અને એટલે અંશે કૃત્રિમ હોય છે કે તેનું એક કારણ આ છે. આ ગેરલાભની સામે દૃઢ લય અને સામાન્ય, ઘરેડબંધ પ્રયોગોમાંથી મળતી મુક્તિ-વિશિષ્ટ પદાવલિના વિનિયોગથી અભિવ્યક્તિની કક્ષા ચાલુચીલાથી આપોઆપ જ ઊંચકાય- એ મોટા લાભો છે, કૌતુકરાગી કે ચિંતનની છાયાવાળી અભિવ્યક્તિ માટે આ છંદો જેટલા અનુકૂળ છે. અસ્તિત્વની વિકળતા, એકલતા, પરાયાપણું, વિચ્છિન્નતા, અર્થશૂન્યતા વગેરે ભાવોને અનુરૂપ ભાષાની સાથે અક્ષરછંદોના સ્વરૂપ અને લયનો મેળ બેસે તેમ નથી. તે જોતાં આધુનિક કવિતાએ છંદોરચનાની આગવી દિશા કેમ લીધી તે સમજી શકાશે. | |||
પરંપરાગત સ્વરૂપના હરિગીત, ઝૂલણા, કટાવ, ચરણાકુળ, અંજની વગેરેની પંક્તિવિભાગની મર્યાદાઓ અક્ષરછંદોના જેવી જ છે, અને વધારામાં તેમનું પ્રાસનું અંગ નવી મર્યાદા ઊભી કરે છે – એટલે કે અમુક શબ્દને બીજાઓ કરતાં આગળ કરી તદ્ગત અર્થ કે ભાવને ઉપસાવવાના પ્રાસના ગુણની સાથે, ઇષ્ટ શબ્દને છોડી દેવો પડે કે વક્તવ્ય યાંત્રિક સમાનતાવાળા ખંડોમાં જ વહેંચાઈ જાય એ તેથી ઉપસ્થિત થાય છે. છતાં પણ અક્ષરછંદ કરતાં માત્રાછંદ ચડિયાતા એ દૃષ્ટિએ છે કે માત્રછંદ અક્ષરરચનાના અતિ ચુસ્ત બંધનમાંથી મુક્તિ અપાવે છે, અને એમ શબ્દપસંદગી માટે ઘણો વિશાળ અવકાશ મળે છે. આથી આધુનિક છંદોરચનામાં શ્લોકવિભાગ અને પંક્તિવિભાગ છોડી દઈને માત્રાછંદોના પરંપરિત સ્વરૂપનો ઘણો આદર કરાયો છે. આ માટે કેવળ ચારછ છંદો જ પસંદગી પામ્યા છે. ચોપાઈનો ચાર માત્રાનો એકમ, ઝૂલણાનો પાંચ માત્રાનો, હરિગીતનો સાત માત્રાનો વગેરે. તે જ પ્રમાણે કશા લઘુગુરુના બંધન વિનાનો ચતુરક્ષર એકમ (બંગાળી પર્યાયનો ધક્કો પામીને) ઘણો કવિપ્રિય બન્યો છે. આ એકમોનાં આવશ્યકતા પ્રમાણે આવર્તનો કરીને લાંબાટૂંકા જોઈએ તેવા ખંડો રચવાની મોકળાશ મળે છે, અને ખંડને અંતે પ્રાસ, ગુરુલઘુનાં યુગ્મ વગેરે પ્રયોજીને અર્થવિરામો સાધી શકાય છે. પહેલાંના અક્ષરછંદો કે માત્રાછંદોની સરખામણીમાં આ મુક્ત સ્વરૂપના છંદોમાં ઇષ્ટ શબ્દપ્રયોગ સાથે બાંધછોડ કરવાનું નડતર ઘણું ઓછું હોય છે. | |||
ગેય ઢાળોના ચાલ્યા આવતા સ્વરૂપમાં ખાસ ફરક નથી પડ્યો; થોડોક સંકોચવિસ્તાર કે તોડજોડ સ્વાભાવિક રીતે જ થતાં રહ્યાં છે, પણ તેથી ઢાળોનું પાયાનું સ્વરૂપ બદલાયું નથી. જે નોંધપાત્ર ફરક પડ્યો છે, તે ઢાળના સ્વરૂપમાં નહીં, પણ તેના દ્વારા લેવાતા કાર્યમાં. આધુનિક ગીત ભાવના ઉછાળાની સાથે કામ પાડવાનું મૂળભૂત કાર્ય તો કરે જ છે, પણ પરંપરાગત ઢાળો હવે મૂળનાથી સાવ સામે છેડેના ભાવને, નિરૂપવા પણ પ્રયોજાય છેઃ વક્રભંગીવાળા તીખા વ્યંગ માટે, નર્મમર્મ સાધવા માટે, રોમૅન્ટિકના વિપર્યાસ માટે વગેરે. | |||
આ બધાં છંદસ્વરૂપોને બાજુએ મૂકીને માત્ર ચાલુ ગદ્યમાં કવિતા રચવાનું વલણ આધુનિક કવિતાની સૌથી વધુ ધ્યાન ખેંચતી નવીનતા છે. આથી આધુનિક ભાવજીવનની સંકુલતાને અભિવ્યક્ત કરવા માટે સમુચિત જણાતા શબ્દો, પ્રયોગો અને વાક્યરચનાઓને કશી જ બાંધછોડ વિના પ્રયોજવાની પૂરી અનુકૂળતા મળે છે. પણ સાથોસાથ, વિચારનાં અને વ્યવહારનાં જે વળગણો ગદ્યની સાથે સંળાયેલાં છે તેનાથી કવિતાના ગદ્યને મુક્ત કઈ રીતે રાખવું એ મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નિરૂપ્ય ભાવની તીવ્રતા, સૂક્ષ્મતા કે સંકુલતા થોડીક પણ ખંડિત થતાં કવિતાને ગદ્યાળુતામાં સરી પડતાં અટકાવનારું તત્ત્વ અછાંદસ સ્વરૂપમાં કયું? વિષય, ભાવદશા અને રચનાપદ્ધતિની દૃષ્ટિએ જોઈએ તો બિંબો, પ્રતીકો અને ઇંદ્રિયવ્યત્યયનો આશ્રય લઈને અસ્તિત્વવાદી મનોભાવવાળાં મુક્ત ચિંતનબિંદુઓ પ્રસ્તુત કરવા માટે, અથવા તો અસંગત અર્થવાળી પરાવાસ્તવવાદી કે અર્થરિક્ત રચના માટે અછાંદસ સ્વરૂપ વધુ અનુકૂળ જણાય છે. | |||
અછાંદસ રચનાના ગદ્યમાં કોઈક વિશિષ્ટ લય હોવાનો દાવો વારંવાર કરવામાં આવે છે, પરંતુ તેના સમર્થનમાં એક પણ ચોક્કસ હકીકત કોઈએ રજૂ કરી નથી. આવી રચનાઓમાં અર્થ અને ભાવને અનુસરીને લાંબીટૂંકી પંક્તિઓ રચવામાં આવે છે, અને રચનાનો પાઠ અર્થ અને ભાવની અભિવ્યક્તિને અનુરૂપ સરખા આરોહ-અવરોહ સાથે કરાય છે, તેથી તેમાં કોઈ લયનું તત્ત્વ આવી જતું નથી. લયનિષ્પત્તિ માટે એકંદરે અમુક નિયત સ્વરૂપના એકમનું નિયમિત આવર્તન થવું એ અનિવાર્ય શરત હોય છે, અને અછાંદસ રચનાઓમાં આવી કોઈ છાપ ઊપસતી હોવાનું પ્રતીત થતું નથી. | |||
આધુનિક કવિતામાં મુક્ત સ્વરૂપના માત્રાછંદ અને અછાંદસ સ્વરૂપના યથોચિત મિશ્રણનો પણ ઉપયોગ થાય છે. | |||
કવિતારચનાની પરંપરાઓમાં છંદની જ્યારે રૂઢિ બની જાય, ત્યારે છંદનું કાર્ય વધતેઓછે અંશે માત્ર રચનાને ગદ્યથી જુદી કક્ષા પર મૂકવાનું, તેના શબ્દબંધના નિયંત્રકનું તથા લયબંધથી રચનાને રમણીયતાનો પુટ અર્પવાનું - ટૂંકમાં, અભિવ્યક્તિ થતા ભાવનું રૂપાળું વાહન બનવાનું જ હોય છે. પરંતુ આ ઉપરાંત છંદમાં કાવ્યના એક અત્યંત સૂક્ષ્મ ઘટકતત્ત્વ તરીકે પ્રવર્તવાની ક્ષમતા હોય છે, એ વસ્તુ આપણે ભૂલવાની નથી. જે રચનામાં છંદ એ રીતે પ્રયોજાયો હોય, તે રચનામાં તે બાહ્ય કે રૂઢ, યાંત્રિક તત્ત્વ ન રહેતાં વર્ણ, અર્થ, પ્રતીક વગેરેની ગૂંથણીની નિષ્પન્ન થતા ભાવને સઘન કે ધારદાર કરવાનું કાર્ય સાથે છે, અને તેના લયના અંતઃસ્ત્રોતથી રચનાને અવ્યાખ્યેય, અલૌકિક ઝાંય અર્પે છે. છંદની આ શક્તિને ધ્યાનમાં લઈએ તો કવિતા કરનારે ભૂલવું ન જોઈએ કે અછાંદસનો સાતમો કોઠો ભેદવા સુધી પહોંચવા માટે પહેલાં છંદના છ કોઠા ભેદવા અનિવાર્ય છે. કાવ્યાભિવ્યક્તિનું યુદ્ધ છંદના શક્તિશાળી આયુધનો ઉપયોગ કર્યા વિના ખેલનારે તે કેવડું મોટું જોખમ ખેડે છે એ બાબતમાં પૂરતા સભાન હોવું ઘટે. | |||
છંદોરચનામાં જે નવીન વળાંક પ્રગટ્યા છે તેથી કાવ્યકક્ષાની અભિવ્યક્તિનાં સાધનોનો આપણો પુરવઠો ઘણો વધ્યો છે, અને એક રીતે જોતાં, વાદાવાદીના વંટોળ કે ધુમ્મસ વિના આધુનિક કવિઓએ આ શાંતિમય ક્રાંતિ સાધી છે. પરંતુ સાધનોની શક્યતાઓને બરાબર પારખીને તેમનો વિનિયોગ થઈ રહ્યો છે ખરો, અથવા તો તેમનો કસ કાઢવા માટે ઘટતી સૂઝસમજ કેળવાઈ છે ખરી?-એ ભારે પ્રશ્ન પણ આપણી સામે અત્યારે ખડો છે. | |||
{{Poem2Close}} | |||
[[File:Sanchayan-11 Image 18 Harivallabh-Bhayani Books.jpg|center|300px]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
[[File:Sanchayan-11 Image 19.jpg|center|600px]] | |||
{{center|{{color|#440010|'''કાવ્યની સર્જનપ્રક્રિયા'''}}
{{color|#cc0404|હરિવલ્લભ ભાયાણી}} }} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 20.jpg | class = | width = 185px | align = left | polygon = | cap =
| capalign = center | alt = }} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 21 Shamal-Bhattkrut-Madanmohana.jpg | class = | width = 185px | align = left | polygon = | cap = | capalign = center | alt = }} | |||
'''પ્રાસ્તાવિક''' | |||
{{Poem2Open}} | |||
કાવ્યને ‘નિર્મિતિ’, ‘સૃષ્ટિ’ કે ‘રચના’ કહેવાની આપણી પરંપરા છે, તે જ પ્રમાણે કવિ ‘રચયિતા’ અને કાવ્યસંસારનો પ્રજાપતિ કહેવાયો છે. અત્યારે પણ કાવ્યનો આપણે ‘સર્જન', ‘કૃતિ’ વગેરે નામે નિર્દેશ કરીએ છીએ, તો કવિનો ‘સર્જક’, ‘કર્તા’ વગેરે નામે. એટલું જ નહીં, સર્જનાત્મકતા એ કાવ્યનો–એટલે કે લલિત સાહિત્યિક રચનાઓનો (તેમ જ વ્યાપકપણે સર્વ કલાકૃતિઓનો) વ્યાવર્તક અને પ્રાણપ્રદ ધર્મ મનાય છે. તેનું આટલું મહત્ત્વ જોતાં એ સ્પષ્ટ છે કે ‘સર્જન’, ‘સર્જકતા’ ‘નિર્મિતિ’ વગેરેને માત્ર રૂપાળી ને પ્રશસ્તિવાચક, પણ અસ્પષ્ટ અને અનિશ્ચિત અર્થની સંજ્ઞાઓ તરીકે વાપરીએ તે ન ચાલે. કાવ્યતત્ત્વની વિચારણામાં સર્જન અને સર્જકતાના સ્વરૂપ અને પ્રક્રિયા વિશે પણ આપણે બને તેટલી સ્પષ્ટતા પ્રાપ્ત કરવી જોઈએ. | |||
સર્જનમાં કશુંક નવું ઉપજાવવાનો ભાવ રહેલો છે. સર્જન કરવું એટલે પહેલાં ન હતું તેવું, કશુંક અનેરું ઉત્પન્ન કરવું. કાવ્ય કે કલાકૃતિને સર્જન કહેવામાં, તેમાં કશુંક અપૂર્વ કે નૂતન, કશુંક પ્રત્યગ્ર ચેતનથી ધબકતું નિર્મિત થયાનો સંકેત છેઃ સાચી કલાકૃતિ અપૂર્વ હોય છે, અનન્ય કે અજોડ હોય છે. કલાકારની સર્જકતા એટલે તેની અપૂર્વ વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ, અને સર્જનની પ્રક્રિયાને તપાસવી એટલે કલાકાર અપૂર્વ કે મૌલિક કૃતિ કઈ રીતે સિદ્ધ કરે છે તે તપાસવું. | |||
આ વિષય આધુનિક સમયમાં ઠીક ઠીક ચર્ચાતો રહ્યો છે. વિષય ઘણો જટિલ છે, અનેકમુખી છે, અને ચોક્કસ નિર્ણયો ઉપર પહોંચવા માટે જરૂરી એવા પુરાવા અને આધારભૂત સામગ્રી અનેક બાબતમાં અધૂરી અને નહિવત્ છે. છતાંયે તેનાં કેટલાંક પાસાંનું સ્વરૂપ તાર્કિક ચોક્કસાઈ પામવા લાગ્યું છે, અને સમગ્રપણે આ વિચારણામાંથી ધૂંધળાપણું, અસ્પષ્ટતા, તિલસ્માતીપણું દૂર કરવાની દિશામાં આગળ વધાય છે. | |||
અહીં સર્જનવ્યાપારનાં કેટલાંક પાસાંઓને લગતી સર્વસાધારણરૂપે થયેલી આધુનિક વિચારણાનું ટૂંકું તારણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યત્વે બિઅર્ડ્ઝૂલી અને ક્રીગરનો આધાર લીધો છે. | |||
{{Poem2Close}} | |||
'''બિઅર્ડ્ઝૂલીની વિચારણા''' | |||
{{Poem2Open}} | |||
વિષયની સ્પષ્ટ સીમાઓ આંકી, આગળની વિચારણાઓને લક્ષમાં લઈ, વિઅર્ડ્ઝૂલીએ સર્જનની પ્રક્રિયા પરત્વે કેટલાક ચોક્કસ મુદ્દા તારવ્યા છે. એટલે પ્રથમ આપણે તેનું વક્તવ્ય ટૂંકમાં જોઈએ. | |||
{{Poem2Close}} | |||
'''વિષયની સીમા''' | |||
{{Poem2Open}} | |||
પહેલાં તો આપણે જેની તપાસ કરવા માગીએ છીએ તેની સીમા બાંધી લઈએ. સર્જન એક ક્રિયા હોઈને ક્યારેક તેનો આરંભ થતો હોવાનો, અને ક્યારેક તેની સમાપ્તિ. આ બે બિંદુઓની સ્પષ્ટતા જરૂરી છે. | |||
દરેક કૃતિના સર્જનમાં કશુંક પહેલું આવે છે, પહેલાં દેખા દે છે. કશાક વિચાર, પ્રસંગ, લય, શબ્દ કે ટુકડાથી સર્જનની ક્રિયાનાં મંડાણ થાય છે. આનો વિવિધ રીતે સર્જનનું ‘બીજ’, ‘કોશ’, ‘અંકુર’, germ, nucleus વગેરે નામે નિર્દેશ થયેલો છે. બિઅર્ડ્ઝૂલી તેને incept - ‘પ્રારંભિક તત્ત્વ’ એવું નામ આપે છે. પ્રારંભિક તત્ત્વ ચિત્તમાં એકાએક સ્ફૂરે-ફૂટી નીકળે; અથવા તો કશી બાહ્ય વસ્તુમાંથી આકસ્મિક રીતે જ તે આવે; કોઈ અણધાર્યો અવાજ, દૃશ્ય કે આકૃતિ સર્જક્રિયાની આરંભક બની જાય. | |||
સર્જનની પ્રક્રિયા એટલે આવા પ્રારંભિક તત્ત્વથી લઈને કૃતિને છેલ્લો હાથ ફેરવાય ત્યાં સુધીનો ગાળો. કશુંક સૂઝ્યું છે એવા વિચારથી લઈને, ‘ચાલો, હવે પૂરું થયું’ એ વિચાર સુધીનો ગાળો. આ ગાળા દરમિયાન શું બને છે, કલાકૃતિ કઈ રીતે પ્રગટે છે અને ક્રમે ક્રમે વિવિધ ભૂમિકાઓ કે તબક્કાઓમાંથી પસાર થતાં તે કેમ ઘડાય છે તે આપણી તપાસનો વિષય છે. | |||
{{Poem2Close}} | |||
'''સર્જનપ્રક્રિયા એકવિધ કે અનેકવિધ?''' | |||
{{Poem2Open}} | |||
આ પ્રક્રિયા બધી કળાઓ માટે અમુક નિયત સ્વરૂપની જ છે? - સર્જનનો વ્યાપાર સર્વત્ર એક જ ઢંગનો હોય છે? કલાકાર, કૃતિ અને માધ્યમ અનુસાર સર્જનપ્રક્રિયાનું સ્વરૂપ અમુક અંશે ભિન્નતા તો ધરાવે જ. પણ કલાકૃતિઓ વચ્ચે કલાકૃતિ લેખે અમુક સામ્ય હોય, અને તેમના ભાવનમાં પણ અમુક સામ્ય હોય તો પછી તેમની સર્જનવ્યાપારમાં પણ અમુક સમાન ભાત હોવાનું માનવું સ્વાભાવિક છે. પણ આનો નિર્ણય સર્જનપ્રક્રિયાને તપાસીને જ થાય. | |||
{{Poem2Close}} | |||
'''માહિતી માટેના આધાર''' | |||
{{Poem2Open}} | |||
આ તપાસ માટે ત્રણ આધાર છેઃ કલાકારોના આ બાબતનાં વિધાનો, માનસશાસ્ત્રીઓની વિચારણા અને તત્ત્વજ્ઞોની વિચારણા. | |||
{{Poem2Close}} | |||
'''કલાકારનાં વિધાનો''' | |||
{{Poem2Open}} | |||
સર્જનપ્રક્રિયાને લગતી સૌથી વધુ મહત્ત્વની અને ઉપયોગી માહિતી આપણને કલાકારોની પાસેથી મળે છે. પણ તેમનાં વિધાનો અત્યંત તરંગી અને ઉટંગ હોઈને તેમનો અર્થ ઘટાવવો ભારે પડે છે. તેઓ આલંકારિક શૈલીમાં બોલે છે. કોઈ કલાકાર અનુભૂતિનો ‘અપચો’ કે ‘આફરો’ થતાં તેને કાઢવાની અનિવાર્યતામાં સર્જન વ્યાપારનાં મૂળ બતાવે છે. કોઈક વળી અચેતન માનસના ‘પાતાળઝરણમાં કવિ ડૂબકી લગાવતો’ હોવાનું જણાવે છે, તો કોઈક ‘કલ્પનાની શાળ’ની કે ‘કજળતા અંગાર’ની ઉપમા ધરે છે. આમ સર્જનપ્રક્રિયાને લગતાં કલાકારોનાં બ્યાન રસળતાં અને વિરોધી વિધાનોથી સભર હોય છે, એટલે તે સૈદ્ધાંતિક વિચારણા માટે કામ લાગે તેવાં નથી. પણ કલાકારોની કલાકૃતિઓની પૂર્વવર્તી રૂપરેખાઓ, મુસદ્દાઓ, તેમણે કૃતિમાં કરેલા સુધારાવધારા અને ફેરફારો સર્જનપ્રક્રિયાને સમજવા માટે અમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. | |||
{{Poem2Close}} | |||
'''મનોવિજ્ઞાનના પ્રયાસ''' | |||
{{Poem2Open}} | |||
કલાકારના અચેતન મનનો અભ્યાસ કરવાના મનોવિજ્ઞાને ઠીક ઠીક પ્રયાસો કર્યા છે, પણ સર્જનવેળા કલાકારનું ચિત્ત કેમ પ્રવર્તે છે તે વિશે તે કશા ચોક્કસ નિર્ણય ઉપર આવી શક્યું નથી. ‘ગેસ્ટાલ્ટ’ મનોવિજ્ઞાને આ દિશામાં કેટલોક પ્રકાશ પાડ્યો છે ખરો. પ્રયોગને આધારે પણ સર્જનપ્રક્રિયા સમજવાના મનોવૈજ્ઞાનિક પ્રયાસ થયા છે. | |||
એક પ્રયોગમાંથી (૧) પૂર્વતૈયારી (૨) ગર્ભપાક, (૩) પ્રેરણા અને (૪) પ્રપંચન (preparation, incubaation, inspiration, elaboration) એ ચાર સર્જનભૂમિકાઓને સમર્થન મળે છે. પણ હકીકતમાં તો આ ચારે ભૂમિકાઓ ક્રમશઃ નહીં, પણ ભેળસેળ રૂપમાં- ઘડીક સાથે સાથે, તો ઘડીક અનુક્રમે ચાલતી જણાય છે. | |||
{{Poem2Close}} | |||
'''તત્ત્વજ્ઞોની ગૂંચવણ''' | |||
{{Poem2Open}} | |||
કલાકારો અને મનોવિજ્ઞાનીઓની આ વિષયને લગતી વિચારણામાં જે અંદરની સૂઝ પ્રતીત થાય છે તેનું સંયોજન કરવાનો અને તેને આધારે વ્યાપક સિદ્ધાંત બાંધવાનો કોઈ તત્ત્વજ્ઞોએ ભાગ્યે જ પ્રયત્ન કર્યો છે. તેઓમાં પ્રત્યજ્ઞ કલાકૃતિનો આધાર છોડી દઈને અદ્ધર સિદ્ધાંત રચવાનું વલણ પ્રવર્તે છે. આવા કેટલાક મતો આ રહ્યા. | |||
(૧) કલાકાર ઇન્દ્રિયવેદનાને સહજ સ્ફુરણોમાં ફેરવતો હોય છે. (૨) તે દૈવી પ્રેરણાનું વાહન બનતો હોય છે. (૩) તે પ્રત્યક્ષ અનુભૂતિના કણોની નવેસરથી ગોઠવણી કરતો હોય છે, અગર તો (૪) તેમને ભાવમય કે ઇન્દ્રિયવેદ્ય રૂપમાં સાકાર કરતો હોય છે. (૫) તે કોઈ આદ્ય સ્વીકૃતિનાં નિગમનો તારવતો હોય છે. (૬) તે અસ્તિત્વનું પ્રામાણ્ય સમર્થિત કરતો હોય છે. | |||
{{Poem2Close}} | |||
'''પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ''' | |||
{{Poem2Open}} | |||
આ બધા અતિ મહત્ત્વાકાંક્ષી વાદોને બાજુએ રાખીને બે વાદોનો વિચાર કરવો ફળદાયી જણાય છે. સર્જનપ્રક્રિયાને લગતા આ બે વાદ તે (૧) પ્રેરકતાવાદ (Propulsive Theory) અને (૨) પ્રયોજનવાદ (Finalist Theory) | |||
પહેલા વાદ પ્રમાણે કલાકારને કલાકૃતિના નિર્માણમાં આરંભથી તે અંત સુધી કોઈક તત્ત્વ પ્રેરી રહ્યું હોય છે. તેને થયેલું કોઈ નૂતન અનોખું ‘દર્શન’ કે સાક્ષાત્કાર કે એકાએક થયેલી ભાવાનુભૂતિ એક પ્રેરક બળ બનીને નિર્માણક્રિયામાં દરેક પસંદગીનું, તેના દરેક પગલાનું નિયમન કરે છે. આમાં સર્જનક્રિયામાં દરેક પસંદગીનું, તેના દરેક પગલાનું નિયમન કરે છે. આમાં સર્જનવ્યાપારનું નિમાયક તત્ત્વ સર્જનપ્રક્રિયાની પૂર્વે વિદ્યમાન હોવાની માન્યતા છે. બીજા વાદ પ્રમાણે આવું નિયમન કોઈ પ્રારંભે થતી પ્રેરણા નહીં, પણ કલાકૃતિના અંતિમ પ્રયોજનનો કલાકારના ચિત્તમાં જે ખ્યાલ હોય છે તેનાથી થાય છે. જે સિદ્ધ કરવાનું છે-જે નિર્માણપ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય છે તે કલાકારના ચિત્તમાં કંડારાયેલું હોઈને રચના કરતી વેળા તેને દોરતું હોય છે. એક મતે કશુંક પૂર્વવર્તી બળ પાછળથી ધકેલે છે, બીજા મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે. | |||
{{Poem2Close}} | |||
'''લાગણીનું સ્પષ્ટીકરણ''' | |||
{{Poem2Open}} | |||
આમાં કોલિગ્વૂડ કહે છે તેમ કલાકાર આરંભમાં જે સર્જનાત્મક લાગણી અનુભવે છે તેને કૃતિમાં વ્યક્ત રૂપ આપવાનો તેનો પ્રયાસ હોય છેઃ આ લાગણી અસ્પષ્ટ અને ધૂંધળી હોય છે, અને સર્જનના વ્યાપાર દરમિયાન જ કલાકારો તેનું સ્પષ્ટ સ્વરૂપ પામી શકતો હોય છે. પણ લાગણીના સ્પષ્ટીકરણનો આ ખ્યાલ પોતે હજી અસ્પષ્ટ છે. | |||
{{Poem2Close}} | |||
'''ગર્ભિત ગુણની ક્રમિક ગાઢતા''' | |||
{{Poem2Open}} | |||
કૃતિને અનુલક્ષીને વાત કરીએ તો કલાકૃતિના આરંભના તબક્કામાં તેનો અમુક લાક્ષણિક ગુણ ઊંડે ઊંડે અતિશય આછાઝાંખા રૂપમાં કળાય છે, અને જેમ જેમ કલાકૃતિ આગળ રચાતી જાય છે, તેમ તેમ આ લાક્ષણિક ગુણને વધુ ઉત્કટ રૂપ પ્રાપ્ત થતું જાય છે- જાણે કે તેના પ્રકટીકરણને અનુલક્ષીને કૃતિનો ઘાટ ઘડાતો આવે છે. | |||
{{Poem2Close}} | |||
'''ગતિની દિશા''' | |||
{{Poem2Open}} | |||
કલાકાર કોઈક દિશાને નોંધીને ચાલતો જાય છે, જો કે તે તો લક્ષ્યનું નિશ્ચિત સ્વરૂપ હોતું નથી. ઘણા દાખલાઓ છે જેમાં આરંભ અમુક પરિણામ તરફ લઈ જનારો હોય અને કલાકૃતિ પૂરી થાય ત્યારે મૂળનાથી વિપરીત પરિણામ જ આવ્યું દેખાય. અમુક દિશાનું ઊંડે ભાન હોય છે, પણ નિશ્ચિતતા નથી હોતી એનો અર્થ એ કે કઈ દિશા ખોટી છે, જવા યોગ્ય નથી એની સર્જક આગળ સ્પષ્ટ સૂઝ હોય છે. | |||
{{Poem2Close}} | |||
'''સર્જનની સ્વયંનિયામકતા''' | |||
{{Poem2Open}} | |||
આનું તાત્પર્ય એટલું કે, વિન્સેટ ટોમસ કહે છે તેમ, કલાકૃતિનું સર્જન એક સ્વયં નિયામક (Self-corrective) વ્યાપાર છે. અમુક એક જ અપેક્ષા કે એક જ અંતિમ લક્ષ્ય માનીને તપાસ કરનારને માટે, કાલકાર સર્જનવ્યાપારનું નિયમન કઈ રીતે કરે છે તેનો ખુલાસો આપવાનું નહીં બને. દરેક સર્જનવ્યાપારનું પોતાની આગવી દિશા અને ગતિ નક્કી કરતો હોવાનું જ સ્વીકારવું પડશે. કૃતિનો જેટલો અંશ રચાયો હોય તેટલો તે તબક્કે આગળ રચાનારા અંશનો નિયામક બને છે - આગળ વધવાની કઈ શક્યતાઓ છે, કઈ કઈ દિશાઓમાં કેવાં કેવાં શક્ય પરિણામો સાથે જઈ શકાય છે તેનો નિર્ણય સર્જન દરમિયાન દરેક ક્ષણે, રચાઈ ચૂકેલા અંશને આધારે થતો હોય છે. | |||
{{Poem2Close}} | |||
'''પ્રારંભિક તત્ત્વનો પ્રભાવ''' | |||
{{Poem2Open}} | |||
પ્રારંભિક તત્ત્વ ગમે તે રૂપે આવેઃ તે માત્ર અમુક નિઃશબ્દ લય હોય, કોઈ વસ્તુ કે દૃશ્ય હોય કે ભાવ હોય. આ પ્રારંભિક તત્ત્વ આખા સર્જનવ્યાપાર દરમિયાન તેના ઉપર વર્ચસ ધરાવતું રહે છે એમ ચોક્કસપણે કહી શકાય નહીં. પણ આટલું તો સ્પષ્ટ છે કે એકવાર અમુક તત્ત્વ પ્રારંભિક તરીકે પસંદગી પામ્યું, એટલે તે પછીની પસંદગીઓની અમુક મર્યાદા બાંધવાનું, અમુક અંશે તેમનું નિયમન કરવાનું, પણ સમગ્ર રચનાવ્યાપાર દરમિયાન પ્રારંભિક તત્ત્વનું ચાલુ વર્ચસ હોવાનો સર્વત્ર પુરાવો મળતો નથી. પિકાસોના પ્રખ્યાત ચિત્ર ‘ગ્વર્નિકા’ની રૂપરેખાઓમાં પહેલેથી છેલ્લે સુધી અમુક સાતત્ય વરતાય છે, તો દોસ્તોએવસ્કીના ‘ઇડિઅટ’ની વિવિધ પૂર્વયોજનાઓમાંના પ્રારંભના ‘ઇડિઅટ’ અને અંતિમ ‘મિશ્કિન’નાં સ્વરૂપ વચ્ચે કશું સામ્ય નથી. | |||
ટૂંકમાં, કૃતિના એક તબક્કેથી બીજા તબક્કે રચનાવ્યાપારમાં કવિ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે એમ નથી જોતો કે ‘પોતે કહેવા માગતો હતો તે જ કહેવાયું છે?’ - પણ તે એમ જોતો જાય છે કે ‘જે હું કહી રહ્યો છું તે જ કહેવા માગું છું?’ એટલે જ વાલેરી કહે છે કે ‘દરેક પ્રથમ કક્ષાનો કવિ પ્રથમ કક્ષાનો વિવેચક પણ હોય જ છે’ - એટલે કે પોતાની કૃતિનો; બીજાની કૃતિનો તો હોય તો હોય. | |||
રુડોલ્ફ આર્નહાયૂમે પિકાસોના ‘ગ્વેર્નિકા’ના અધ્યયનને અંતે જે તારણ આપ્યું છે તે આ સંદર્ભમાં પ્રસ્તુત છે. તે એવા અર્થનું કહે છે કે એ ચિત્રના નિર્માણવ્યાપારમાં આરંભે રહેલો બીજરૂપ ભાવ તેના વ્યાપક તાત્પર્યની દૃષ્ટિએ સ્પષ્ટ હતો, પણ તેનાં વિવિધ પાસાંઓ અનિર્ણિત હતાં. આ ભાવ, તેને દૃશ્ય રૂપે પ્રકટ કરવાની વિવિધ શક્યતાઓ વડે જેમ જે કસાતો ગયો, તેમ તેમ તેનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરતો ગયો. અંતે જ્યારે કલાકારને, પોતાની આંખો અને હાથે જે સિદ્ધ કર્યું તે હવે પૂર્ણ છે એમ લાગ્યું, ત્યારે જ પોતાનું તાત્પર્ય શું હતું તે તે બરાબર પામી શક્યો. | |||
{{Poem2Close}} | |||
'''સર્જનવ્યાપારની બે દશા''' | |||
{{Poem2Open}} | |||
હકીકતે સર્જનવ્યાપારની સતત ઉત્તરોત્તર પ્રવર્તતી બે ‘દશાઓ’ હોય છે, જેમાં ચેતન અને અવચેતન પ્રવૃત્તિઓ ઘડીક એક તો ઘડીક બીજ એમ પ્રવર્તતી હોય છે. પ્રેરણાની કે અપૂર્વ નિર્માણની દશામાં નવા વિચારો અવચેતનમાં ઘડાઈને ચેતનામાં પ્રગટે છે. તો વરણીની દશામાં ચેતન, મન, અત્યાર સુધીમાં જે કાંઈ કામચલાઉ પસંદગી પામ્યું હોય તેની સાથેના મેળની દૃષ્ટિએ નૂતન વિચારોનો પુરસ્કાર કે તિરસ્કાર કરે છે. | |||
{{Poem2Close}} | |||
'''ક્રીગરની વિચારણા''' | |||
{{Poem2Open}} | |||
આ પછી આપણે આ વિષયમાં ક્રીગરના વિચારોનો પરિચય મેળવીએ. બિઅર્ડ્ઝૂલીની વિચારણાનાં કેટલાંક પાસાંને ક્રીગરની વિચારણા દ્વારા પુષ્ટિ મળે છે, તો કેટલીક બાબતમાં ભાર જુદો મુકાયો છે એ પણ ખરું. પણ પ્રારંભિક તત્ત્વથી અંતિમ પરિણામ સુધી પહોંચવામાં કૃતિનું માધ્યમ જે વિધાયક ભાગ ભજવે છે તેને ક્રીગરની વિચારણામાં ખાસ મહત્ત્વ અપાયું છે અને તે તેનો મૂલ્યવાન અંશ છે. ક્રીગરના કહેવાનું તાત્પર્ય અતિ સંક્ષેપમાં આ પ્રમાણે રજૂ કરી શકાયઃ | |||
{{Poem2Close}} | |||
'''અનુભૂતિ અને સ્વરૂપ''' | |||
{{Poem2Open}} | |||
કવિચિત્તમાં કવનક્ષમ ભાવનું ધૂંધળા, આકારહીન બીજ રૂપે સ્ફુરણ થાય ત્યારથી કવિની કલ્પનાશક્તિ કે ‘કારયિત્રી પ્રતિભા’ પ્રવૃત્ત થાય. અને એ બીજરૂપ લાગણી કે ભાવ શબ્દના માધ્યમ સાથેના આઘાતપ્રત્યાઘાતથી અને તે માધ્યમ દ્વારા જ વ્યાકૃત થતું, અંકુરિત થતું, ખીલતું અંતે કાવ્ય તરીકે પરિણમે. | |||
એક તરફ છે કવિચિત્તમાં સંચિત ‘અનુભૂતિ’, ભાવપિંડ, તો બીજી તરફ છે ભાષાપરંપરાના અને સાહિત્યપરંપરાના સંસ્કારો. કાવ્યનિર્માણ એટલે માત્ર પૂર્વવર્તી સંચિત ભાવોમાંથી અમુકને પ્રચલિત ભાષા અને પ્રચલિત રચનારીતિ સાથે સંયોજિત કરવાની ક્રિયા નથી. એમ હોય તો કાવ્યને ‘અ-પૂર્વ’ કૃતિ ન કહેવાય- એને સર્જન ન કહી શકાય. કાવ્યસર્જન એ કોઈ પૂર્વસિદ્ધ દ્રવ્યને નૂતન રૂપમાં ઢાળવાની વાત નથી. કાવ્ય પૂર્વસંચિત અનુભૂતિના ઘટકોની નવીન ગોઠવણી માત્ર નથી. સર્જનપ્રક્રિયા એટલે આકલન થઈ ચૂકેલા ભાવની સાથે અમુક સ્વરૂપ બંધબેસતું કરવું-એમ સ્વીકારવા જતાં, દ્રવ્ય અને સ્વરૂપનું દ્વૈત માનવાની આપત્તિ આવી પડશે, એટલે કે કલાકૃતિની અખંડતાને જાકારો દેવો પડશે- ખરેખર નિર્મિત થયા પહેલાં જ નિર્મિત થઈ ચૂકી હોવાનું અગડંબગડં વહોરવું પડશે. તેથી, કૃતિ સિદ્ધ થયા પહેલાની અવસ્થામાં-સાધ્યમાન અવસ્થામાં, પૂર્વસંચિત દ્રવ્યઘટકો અને સ્વરૂપઘટકોનું સહપ્રવર્તન હોય છે, તેઓ એકબીજાના નિયામક બનતા રહે છે, અને આવા સંવ્યવહારમાં જ રચનામાં નૂતન પ્રાણનો સંચાર થાય છે–એમ સ્વીકારવું અનિવાર્ય બને છે. | |||
{{Poem2Close}} | |||
'''કૃતિની અપૂર્વતા''' | |||
{{Poem2Open}} | |||
કાવ્ય કોઈ પૂર્વસિદ્ધ લાગણી, કે ભાવનું પરિમાર્જિત રૂપ હોવાનું કહી શકાતું નથી, પણ આનો અર્થ એવો નથી કે કાવ્ય એ શૂન્યમાંથી થતું સર્જન છે. કાવ્ય માટેનું ઉપાદાન અવશ્ય હોય છે. પણ આ ઉપાદાનનું કાવ્ય બનતામાં એવું રૂપાંતર અને દ્રવ્યાંતર થઈ ગયું હોય છે કે સિદ્ધ કૃતિને તદ્દન નૂતન કે અપૂર્વ વસ્તુ જ ગણવી પડે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો કવિચિત્તની અંદર ગયેલું જ્યારે તેમાંથી પાછું બહાર આવે છે, ત્યારે તે કશીક ધરમૂળની બાબતમાં જુદું જ બનીને બહાર આવે છે. સ્વીકૃત સામગ્રીમાં દ્રવ્ય તેમ જ સ્વરૂપની દૃષ્ટિએ કશુંક નવું જ ચિત્તની આગવી આંતરિક સ્વયંભૂશક્તિથી ઉમેરાય છે. એટલે જ તો જે સર્જન રૂપે સિદ્ધ થયું હોય તે પ્રતિનિધિરૂપ કે નમૂનારૂપ નહીં– ‘ટાયપ’ નહીં, પણ એકમેવાદ્વિતીયમ્ હોય છે–’યુનિક’ હોય છે. (માત્ર કાવ્યના જ નહીં, ઇતરકલાઓ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરે બધાં ક્ષેત્રોને લગતા સર્જનને આ વાત સમાન ભાવે લાગુ પડે છે.) | |||
કાવ્યમાં પ્રકટતી આ અપૂર્વતાને કારણે એ પણ સ્પષ્ટ છે કે સર્જનપ્રક્રિયાનો કશાકથી આરંભ થતો હોવા છતાં એ કોઈ પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલતી ક્રિયા નથી, અથવા તો કોઈ પૂર્વનિર્ણિત સાધ્ય માટેનું એ સાધન નથી. સર્જન પૂર્વનિયત નહીં પણ મુક્ત ક્રિયા છેઃ ‘મુક્ત’ એટલે સ્વાયત્ત અને સ્વયં સંચાલિત. નથી તે પૂર્ણપણે તેના ઉપાદાનથી નિયંત્રિત, કે નથી તે તેના ભાવિ પરિણામથી નિયંત્રિત. પ્રારંભનું ભાવબીજ કેમ વિકસશે, કેમ ઘડાશે અને અંતે કેવા ઘાટઘૂટ સાથે અવતરશે તેનો કવિની પોતાની પાસે પણ કશો પહેલેથી દોરેલો નકશો હોતો નથી-કવિચિત્ત કશા ‘બ્લૂ પ્રિન્ટ’ અનુસર કામ કરતું નથી. સર્જનવ્યાપાર દરમિયાનની કોઈ આગવી ક્ષણે જે ધારણા હોય તેનાથી કશુંક જુદું જ (અરે, ઊલટું જ) તે પછીની ક્ષણે નીપજવાની પૂરી સંભાવના સતત હોય છે. | |||
{{Poem2Close}} | |||
'''સર્જનની સ્વયંપ્રયોજનતા''' | |||
{{Poem2Open}} | |||
પણ આનો અર્થ એમ નથી કે સર્જનમાં કવિચિત્ત તદ્દન અતંત્રપણે કે અંધપણે વરતે છે, અથવા તો તે દિશાશૂન્ય, આશયરહિત, પરવશ કે અભાન હોય છે. કલાસર્જન એ સૂક્ષ્મ, સભાન નિયમનથી ચાલતો એક સ્વૈચ્છિક, સપ્રયોજન, સવિવેક ચિત્તવ્યાપાર છે. સર્જનપ્રવૃત્તિ પ્રયોજનહીન નહીં પણ પ્રયોજનપ્રેરિત છે. સપ્રયોજન હોવા સાથે કશું અન્ય તેનું પ્રયોજન નથી. તે પોતે જ પોતાનું પ્રયોજન - ક્રીડાની જેમ સર્જન સ્વયંપ્રયોજન (autotelic) છે, અને સર્જનનું પ્રયોજન સર્જનમાં જ અર્થહિત હોવાથી તેને ‘અંતઃપ્રયોજન’ (endotelic) પ્રવૃત્તિ પણ કહી છે. | |||
ભાવિ પરિમાણની આગળથી કશી ઝાંખી કે ભાળ હોવા છતાં સર્જન ક્રિયાનું દરેક પગલું કોઈક રીતે એ અદૃષ્ટ સાધ્યની એંધાણીને અનુલક્ષતું વરતાય છેઃ પુરસ્કાર તિરસ્કાર દરેક નિર્ણય પાછળ કશાક અકળ દૂરસ્થ લક્ષ્યનું ચોક્કસ ખેંચાણ કામ કરતું લાગે છે. નિર્માણક્રિયામાં જાણે કે પ્રયોજનને સાચવવાની દિશામાં ધક્કો વાગતો સતત અનુભવાય છે, અને ગોઠવાતા જતાં ચક્રોમાંથી ક્રમેક્રમે કશીક ભાત અને યોજના ઊપસતી આવતી પ્રતીત થાય છે. | |||
{{Poem2Close}} | |||
'''માધ્યમની વિધાયકતા''' | |||
{{Poem2Open}} | |||
કવિચિત પ્રારંભના કાવ્યબીજથી લઈને અંતે અવતરતી કાવ્યકૃતિ સુધીની યાત્રા તેની વિશિષ્ટ કલ્પનાશક્તિ કે પ્રતિભાને બળે પાર પડે છે. પણ તેમાં ખાસ સમજવાનું અને ધ્યાનમાં રાખવાનું એ છે કે કવિની કલ્પનાશક્તિ શબ્દ માધ્યમમાં અને શબ્દ માધ્યમ દ્વારા જ પ્રવૃત્ત થઈ શકે છે. કવિકલ્પના માટે કેવળ માનસિક, નિરાલંબ પ્રવર્તન શક્ય નથી. શબ્દના માધ્યમને અવલંબીને કલ્પના દ્વારા થતી ભાવની માવજત (અને ભાવ દ્વારા થતી પરંપરાગત શબ્દની માવજત) અપૂર્વ નિર્માણ માટેની વિવિધ ગુંજાશ કે દૈવતને ક્રમેક્રમે છતું કરતી અને સાધતી જાય છે. માધ્યમની કસોટીએ કસાતાં કસાતાં ભાવની આંતરિક શક્યતાઓનો આવિર્ભાવ કે પ્રપંચન સધાતું જાય છે, માધ્યમની પણ નવી ક્ષમતાઓ પ્રગટતી જાય છે. અને એમ મૂળના અસ્પષ્ટની સ્પષ્ટતા, અણઘડનો ઘાટ, વિચ્છિન્નની એકાત્મતા અને વિસંવાદમાંથી સંવાદ થતો આવે છે. | |||
આપણે એમ સ્વીકારીએ કે સર્જન દરમિયાન, રચના બીજા કોઈ સુધી પહોંચાડવા માટે કરવાનું પ્રયોજન નથી હોતું, એટલે તરત પ્રશ્ન ઉપસ્થિત થશેઃ ‘તો પછી કવિ પોતાની અનુભૂતિ, જેને પોતે તો જાણતો હોય અને બીજાને જણાવવા માગતો ન હોય તે અંગે કશી જ પ્રવૃત્તિ કોઈ શું કામ આદરે? પ્રવૃત્તિ કરવાની મોજથી જ પ્રવૃત્તિ?’ આ પ્રશ્નનો ઉત્તર આપણે સર્નજપ્રક્રિયા વિશે જે રીતે વિચાર્યું છે તેમાંથી મળી રહે છે. કેવળ પોતાને ખાતર જ હોય - ‘સ્વાન્તઃ સુખાય’ હોય, તો પણ કવિ માટે પોતાનું અમુક અંતર્ગત શબ્દોમાં મૂકવાનું અપરિહાર્ય છે, કારણ કે તે રીતે જ ભાવને અભિવ્યક્તિ આપી શકાય. અને તો જ પોતાના અંતર્ગતનું તે આકલન કરી શકે. ભાવનો તેના ઊંડાણ, સૂક્ષ્મતા, જટિલતા સહિત તો જ અવબોધ થઈ શકે, જો તે શબ્દના માધ્યમ દ્વારા વ્યાકૃત અને આકૃત બને. | |||
સર્જનપ્રક્રિયાને આ દૃષ્ટિએ જોવાનું એક અત્યંત મહત્ત્વનું પરિણામ એ કે તેમાં કવિની ‘અનુભૂતિ’ની અને કલ્પનાની જેવું જ તેના માધ્યમનું-ભાષાનું સ્થાન સમજવાનું છે. કાવ્યની ભાષા એ કાવ્યનું વાહન નથી, પણ તેનું માધ્યમ છે. ભાષા (એટલે કે શબ્દસંદર્ભ-એટલે કે અર્થસંદર્ભ, વર્ણસંદર્ભ અને લયસંદર્ભ) ‘અનુભૂતિ’ના કાચા દ્રવ્ય પર એક વિધાયક તત્ત્વનું કામ કરે છે. તો સાથોસાથ, ઉપર કહ્યું તેમ, એ ‘અનુભૂતિ’ પણ પરંપરાગત ભાષા અને રચનારીતિનું નવવિધાન કરે છે- તેને કોઈક અવનવો મરોડ બક્ષતી હોય છે. આ વાતનું એક અત્યંત મહત્ત્વનું ફલિત તે એ કે ભાવક કાવ્યકૃતિને - તેની અપૂર્વતાનો, તેના શબ્દબંધ દ્વારા જ પામતો હોવાથી, કાવ્યને સર્જન તરીકે મૂલવવામાં તેની ભાષાની અને રચનારીતિની તપાસને પાયાનું કર્તવ્ય ગણવું જોઈએ. | |||
{{Poem2Close}} | |||
[[File:Sanchayan-11 Image 22.jpg|center|350px]] | |||
{{center|હમ્પી પ્રવાસનું છાયાચિત્ર : વિવેક દેસાઈ}} | |||
== ॥ કલાજગત ॥ == | |||
{{center|{{color|#440010|'''‘હમ્પી’ — ડાયરીનું એક પાનું'''}}
{{color|#cc0404|વિવેક દેસાઈ}} }} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 23 Vivek Desai.jpg | class = | width = 185px | align = left | polygon = | cap =
| capalign = center | alt = }} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 24.jpg | class = | width = 185px | align = left | polygon = | cap = | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | |||
તુંગભદ્રા નદીનો કિનારો છે. શિયાળાની સવારના સાડા આઠેક વાગ્યાનો સમય હશે. દરેક નદીના કિનારા આટલા હૅન્ડસમ નથી હોતા. સૂર્યની ગોલ્ડન લાઇટમાં તુંગભદ્રા સ્વયંભૂ સ્થિત શિવલિંગો, હનુમાનની અડધી ડૂબેલી મૂર્તિઓ, પોઠિયાઓ તથા કિનારે ડાહ્યાડમરા બેસી રહેલા પથ્થરોને ‘કેમ છો’ કહીને જાણે એમને સહુને પવિત્ર કરી પોતે પણ પવિત્ર થઈ વહેતી જાય છે. એવામાં એક હાથી આવીને બરાબર શિવલિંગની બાજુમાં માથું ટેકવીને આખો સૂઈ જાય છે. માતાના ખોળામાં દીકરો માથું મૂકીને સૂએ ને, બિલકુલ એજ રીતે... નદી ને હાથી બંને લગભગ અડધો કલાક સુધી એકમેકને વહાલ કરે છે. ક્યારેક હાથી નદીનું પાણી સૂંઢમાં લઈને પોતાના શરીર પર છાંટીને જાણે શિવસ્તુતિ કરતો હોય એમ તીણો અવાજ કાઢે છે. આજુબાજુ લોકો આવે ને જાય છે. કેટલાંક નવપરિણીત યુગલો પગનો પંજો તુંગભદ્રામાં બોળીને હાથમાં હાથ ઝાલીને ઊભાં છે. એ લોકો હાથી, નદી, શિવલિંગ, પોઠિયાઓ બધું કુતૂહલપૂર્વક નિહાળે છે. એમના હાથની પકડ મજબૂત બનાવીને ચહેરા પર સ્મિત લાવીને એકબીજા સામું જોઈને પ્રેમની ભાષા ગણગણે છે. એવામાં એક ડોસો આવીને અબોટિયું પાણીમાં ઝબકોળીને સૂર્યને નમસ્કાર કરે છે. એનું શરીર ઉઘાડું છે. એ જનોઈને વારંવાર સરખી કરે છે, નવું સફેદ ધોતિયું પહેરીને શિવલિંગને પગે લાગીને ‘મહાદેવ’નો જયઘોષ કરીને નદી તરફ પૂંઠ કરીને ચાલતી પકડે છે. એ કેડેથી વાંકો વળી ગયેલો પણ એની શ્રદ્ધા અડગ છે. કિનારાની ઉપર બાંકડે બેઠેલાં ચાર પરદેશી કપલ એકબીજાના ખભે માથાં ઢાળીને સામે પાર જવા હોડીની રાહ જોતાં બેઠાં છે. અડધો કલાક થયો હોવા છતાં હાથી ઊભો થવાનું નામ લેતો નથી. એનો ‘મહાવત’ એની પીઠ પર બેસીને ચાની ચૂસકી લગાવી રહ્યો છે. ચા પીધા પછી એણે પ્લાસ્ટિકના કપને પાણીમાં ઝબકોળ્યો ને એમાં પાણી લઈને ‘ટકીલા શૉટ્સ’ની જેમ એક જ ઘૂંટમાં ગટગટાવીને કપ કિનારે મૂકેલી કચરાપેટીમાં નાખ્યો. સૂર્યને વંદન કર્યા ને હાથીને કંઈક કીધું... ને હાથી હળવેકથી ઊભો થયો ને ઉપર જ આવેલા ‘વિઠ્ઠલ’ મંદિરની વાટ પકડી. આ દરમિયાન અનેક લોકો પૂજા કરીને હાથી સાથે સૅલ્ફી પાડતા દેખાયા. થોડાક જ આગળ નાના પથ્થરના એક શેડમાં સફેદ વસ્ત્રોવાળા લોકોની અવરજવર હતી. પાણીમાં ટાલિયા છોકરા-યુવાનો નાક પર આંગળી દબાવીને ‘મહાદેવ’ કરતા ડૂબકી લગાવતા હતા. પથ્થરના એ કુદરતી શેડમાં ત્રણ-ચાર સ્ત્રીઓ બેઠી હતી. એ તમામની આંખોના ખૂણા ભીના હતા. બે-ત્રણ મહારાજો પિંડ બનાવી રહ્યા હતા. અહીં, મૃત્યુ પછીની વિધિ ચાલ્યા કરતી હશે એવું લાગ્યું. પરિવારજનને ગુમાવ્યાનો ખાલીપો અહીં ખચોખચ ભરેલો લાગતો હતો. અનેક લોકોની અહીં અવરજવર જોઈ. એ લોકો ડૂબકી લગાવીને કપડાં સૂકવતાં એનાથી એક અદ્ભુત લૅન્ડસ્કૅપ જન્મ લેતો હતો. હજુ સૂરજ તપ્યો ન હતો. આ બધી ઘટનાઓના સાક્ષી છે આસપાસ માઈલો સુધી પથરાયેલા પથ્થરો. કોઈ એકલા તો કોઈ બેકલા તો વળી કોઈ સંયુક્ત કુટુંબની જેમ ઊભેલા!! કેટલાક તો એકબીજાની જાણે અડોઅડ... ને કેટલાક તૂટી પડેલા પણ ખરા... કેટલાક નાનાં-નાનાં ટાબરિયાં જેવા... જન્મથી મૃત્યુ સુધીની તમામ અવસ્થાઓ તમે જો નોંધી શકતા હોવ તો આ પથ્થરોમાંથી નોંધી શકો એટલું બધું વૈવિધ્ય... ને ચારે બાજુથી એણે જાણે તુંગભદ્રાને ઘેરી લીધેલી હોય એવું લાગે. વળી, નાની ગુફાઓ પણ ખરી. કેટલાંક મંદિરોય પથ્થરની ઉપર!! કંઈ કેટલાંય મંદિરો, ગુફાઓ ને રામાયણકાળને જોડતી કેટલીય લોકવાયકાઓ સાથેનું આ પથ્થરિયું નગર એટલે ‘હમ્પી’. દક્ષિણની ‘કાશી’ કહેવાતા આ શહેરને...નગરને નજીકથી જોતા નામ સાર્થક લાગે છે. ભગવાન શિવનો અહીં વાસ છે એવું લાગ્યા કરે. અહીંની શાંતિ તમને અંદરથી શાંત કરી દે છે. મનનો ખળભળાટ અહીં તુંગભદ્રાના વહેણમાં વહી જાય છે. અહીંના પથ્થરો તમને બોલાવે છે. સ્પર્શ કરવા મજબૂર કરે છે ને એને સ્પર્શ કરવાથી શરીરમાં એક લખલખું પસાર થઈ જાય છે. અહીંનાં મંદિરોને તેનું સ્થાપત્ય તમને રામાયણકાળ તરફ દોરી જાય છે. મંદિરના પિલરો પર કોતરાયેલી ઘટનાઓને તમે લિપિ સમજીને વાંચી શકો એટલી સ્વાભાવિક છે. અવર્ણનીય છે. પ્રેમ થાય, બ્રેકઅપ થાય, લગ્ન થાય કે મૃત્યુ થાય... દરેક ઘટના પછી અહીં આવવાથી શાંતિ તમને ઘેરી વળશે જ... જૂન મહિનાની વાત છે. અહીં પથ્થરો સાથે વાદળો વાત કરવા આવ્યાં છે. હું દૂર ઊભો ઊભો એમની વચ્ચેનો સંવાદ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને એટલામાં ધોધમાર વરસાદ તૂટી પડે છે. ને એક વાંકા વળેલા પથ્થરની નીચે હું ગોઠવાઈ જાઉં છું. ઝાપટું તરત શમી જાય છે. પાછો ઉઘાડ નીકળે છે. સવારના દસ ને પિસ્તાળીસ થઈ છે. કૅમેરાનું શટર પડે છે. વારંવાર પડે છે... હું સર્જનનો આનંદ લઉં છું ‘હમ્પી’ મારું એક મનગમતું નગર છે. | |||
{{Poem2Close}} | |||

{|style="border-right:0px #000 solid;padding-right:0.0em;" | |||

|[[File:Sanchayan-11 Image 25.jpg|center|200px]] | |||
|[[File:Sanchayan-11 Image 26.jpg|center|200px]] | |||

|[[File:Sanchayan-11 Image 27.jpg|center|200px]] | |||
|[[File:Sanchayan-11 Image 28.jpg|center|200px]] | |||

|colspan=2|{{center|હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ}} | |||

{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
[[File:Sanchayan-11 Image 29.jpg|center|500px]] | |||
{{center|હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{|style="background-color: #876F12; " | |||
|{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}}

તબક્કાવાર આવતું રહેશે | |||

<poem> | |||
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : | |||

શ્રેયા સંઘવી શાહ | |||
{{color|DarkOrchid|ઑડિયો પઠન: | |||

અનિતા પાદરિયા | |||
અલ્પા જોશી | |||
કૌરેશ વચ્છરાજાની | |||
ક્રિષ્ના વ્યાસ | |||
ચિરંતના ભટ્ટ | |||
દર્શના જોશી | |||
દિપ્તી વચ્છરાજાની | |||
ધૈવત જોશીપુરા | |||
બિજલ વ્યાસ | |||
બ્રિજેશ પંચાલ | |||
ભાનુપ્રસાદ ઉપાધ્યાય | |||
ભાવિક મિસ્ત્રી | |||
મનાલી જોશી | |||
શ્રેયા સંઘવી શાહ | |||
{{color|DarkOrchid|કર્તા-પરિચયો: | |||

અનિતા પાદરિયા | |||
{{color|DarkOrchid|પરામર્શક: | |||

તનય શાહ | |||
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ: | |||

પ્રણવ મહંત | |||
પાર્થ મારુ | |||
કૌશલ રોહિત | |||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{|style="background-color: #FFEEDC; " | |||
|'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા
{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]''' | |||

{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;" | |||

| ગોવાલણી | |||

| એક સાંજની મુલાકાત | |||

| શામળશાનો વિવાહ | |||

| મનેય કોઈ મારે !!!! | |||

| પોસ્ટ ઓફિસ | |||

| ટાઢ | |||

| પૃથ્વી અને સ્વર્ગ | |||

| તમને ગમીને? | |||

| વિનિપાત | |||

| અપ્રતીક્ષા | |||

| ભૈયાદાદા | |||

| સાડાત્રણ ફૂટની ઘટના | |||

| રજપૂતાણી | |||

| સળિયા | |||

| મુકુંદરાય | |||

| ચર્ચબેલ | |||

| સૌભાગ્યવતી!!! | |||

| પોટકું | |||

| સદાશિવ ટપાલી | |||

| મંદિરની પછીતે | |||

| જી’બા | |||

| ચંપી | |||

| મારી ચંપાનો વર | |||

| સૈનિકનાં બાળકો | |||

| શ્રાવણી મેળો | |||

| શ્વાસનળીમાં ટ્રેન | |||

| ખોલકી | |||

| તરસના કુવાનું પ્રતિબિંબ | |||

| માજા વેલાનું મૃત્યુ | |||

| સ્ત્રી નામે વિશાખા | |||

| માને ખોળે | |||

| અંધારી ગલીમાં સફેદ ટપકાં | |||

| નીલીનું ભૂત | |||

| ઇતરા | |||

| મધુરાં સપનાં | |||

| બારણું | |||

| વટ | |||

| ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |||

| ઉત્તરા | |||

| બદલી | |||

| ટપુભાઈ રાતડીયા | |||

| લીલો છોકરો | |||

| લોહીનું ટીપું | |||

| રાતવાસો | |||

| ધાડ | |||

| ભાય | |||

| ખરા બપોર | |||

| નિત્યક્રમ | |||

| ચંપો ને કેળ | |||

| ખરજવું | |||

| થીગડું | |||

| જનારી | |||

| એક મુલાકાત | |||

| બદામી રંગનો કોટ અને છત્રી | |||

| અગતિગમન | |||

| ગેટ ટુ ગેધર | |||

| વર પ્રાપ્તિ | |||

| મહોતું | |||

| પદભ્રષ્ટ | |||

| એક મેઈલ | |||

{{HeaderNav | |||
|previous=[[સંચયન-૧૦]] | |||
|next = [[સંચયન-૧૨]] | |||

[[Category:સંચયન]] | |||