સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સરખી મળી છે જોડી!: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 17:00, 30 March 2026
૬. સરખી મળી છે જોડી!
ના આવે, ના આવે રે, નાથજી ના આવે.
એને મથુરામાં મળી મોહિની નાર રે, ગોકુળ કેમ ભાવે? નાથ૦
મથુરામાં છે શાલ દુશાલા, ને નાના વિધના વાઘા રે;
ગોકુળ મેલી નાસી ગયા, કાળી કામળ ઓઢતા ભાગા. નાથ૦
આગળ હુતા ગોવાળિયા ને થયા મથુરાના રાય રે;
કહો બાઈ ગોકુળ કેમ ગમે એને નિત ઊઠી દોવી પડે ગાય. નાથ૦
કંસરાયની કાળી કુબજા, ખૂંધી ને વળી ખોડી રે;
કાળો કહાનો, કાળી કુબજા, સરખી મળી છે જોડી રે. નાથ૦
વૃંદાવનની કુંજગલીમાં અમને રમાડ્યાં રાસ રે;
નરસૈંયાના સ્વામી અમને કરી ગયા છે નિરાશ રે. નાથ૦