સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હોલો હોલી કહે છે રે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>હોલો હોલી કહે છે રે, પ્રભુજી મારી વહારે ચઢો;  

બચ્ચાં મારાં માંહે રે, તળે આવી ભીલ ખડો.  
બચ્ચાં મારાં માંહે રે, તળે આવી ભીલ ખડો.  
બાણ તાણીને ઊભો પારધી, ઉપર આવ્યો બાજ;  
બાણ તાણીને ઊભો પારધી, ઉપર આવ્યો બાજ;  
પોલારમાંથી સર્પ નીસરિયો, તેણે તો સરી ગયાં કાજ : {{Gap}}

ગરુડનો ગામી રે, હરિ બિરદદાર બડો. {{right|હોલો૦}}

વિનતિ સુણી વિઠ્ઠલ પરવરિયા, સાપ માટે નિરવાણ

બિલને ઠેસતાં પારધીના, તતક્ષણ લીધા પ્રાણ:

બાણ ત્યાંથી છૂટ્યું રે, બાજ આવી હેઠો પડ્યો.  {{right|હોલો૦}}

જુઓ હરિ કેવા સંકટમોચન, બચ્ચાં બચાવ્યાં કૃપાળ;

કાળું કરનારનું કરતો કાળું, એવો એ દીનદયાળ :

કાળનો કાળ કાળો રે, પ્રહ્લાદની વહારે ચડ્યો. {{right|હોલો૦}}

કઠણ વેળાએ કારજ કરશે, ભજન કરો ભય જાય;
કઠણ વેળાએ કારજ કરશે, ભજન કરો ભય જાય;
સ્વામીસેવાનું ફળ અમોલે, અંત સમે કરે સહાય :

Latest revision as of 02:09, 1 April 2026

૧. હોલો હોલી કહે છે રે

ધીરો

હોલો હોલી કહે છે રે, પ્રભુજી મારી વહારે ચઢો;
બચ્ચાં મારાં માંહે રે, તળે આવી ભીલ ખડો.

બાણ તાણીને ઊભો પારધી, ઉપર આવ્યો બાજ;
પોલારમાંથી સર્પ નીસરિયો, તેણે તો સરી ગયાં કાજ :
ગરુડનો ગામી રે, હરિ બિરદદાર બડો. હોલો૦

વિનતિ સુણી વિઠ્ઠલ પરવરિયા, સાપ માટે નિરવાણ
બિલને ઠેસતાં પારધીના, તતક્ષણ લીધા પ્રાણ:
બાણ ત્યાંથી છૂટ્યું રે, બાજ આવી હેઠો પડ્યો. હોલો૦

જુઓ હરિ કેવા સંકટમોચન, બચ્ચાં બચાવ્યાં કૃપાળ;
કાળું કરનારનું કરતો કાળું, એવો એ દીનદયાળ :
કાળનો કાળ કાળો રે, પ્રહ્લાદની વહારે ચડ્યો. હોલો૦

કઠણ વેળાએ કારજ કરશે, ભજન કરો ભય જાય;
સ્વામીસેવાનું ફળ અમોલે, અંત સમે કરે સહાય :
થાય હરિ ઊભો રે, કદી કાળ સામો તડૂક્યો. હોલો૦