યુરોપ-અનુભવ/પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ભોળાભાઈ પટેલ (જ. ૭-૭-૧૯૩૪ – અવ. ૨૦-૫...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
ભોળાભાઈ પટેલ (જ. ૭-૭-૧૯૩૪ – અવ. ૨૦-૫-૨૦૧૨) હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.

ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને
[[File:Bholabhai-Patel-239x300.jpg|frameless|center]]
::::પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા…દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક –
::::‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!

ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)
:::::::નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.

શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

*
સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

<center>‘વિદિશા’</center>
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.{{Poem2Close}}
વિદિશા – પ્રવાસ-સાહિત્યના ૧૧ નિબંધોનું આ પુસ્તક વર્તમાનકાળની આંગળી ઝાલીને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે. એ વિહાર સૌંદર્ય-વિહાર છે. આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના ‘મેઘદૂત’ કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે. તો, ‘ખજૂરાહો’ નિબંધમાં, શિલ્પોની મોહક અંગભંગીઓને જીવતી કરે છે ને રતિશિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં ને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમૅન્ટિક લહર છે પણ એ મસ્તી છીછરી નથી પણ ઘુંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એથી, તે જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને અધીરું કરે છે. તો, જલદી પ્રવેશીએ એમના રસ-વિશ્વમાં –
 
{{Right|લેખક અને કૃતિપરિચય : રમણ સોની}}
<Center>*
{{Poem2Close}}
 
'''કૃતિ-પરિચય'''</Center>
 
{{Poem2Open}}લેખકના ભારતભ્રમણના નિબંધો પછી વિદેશભ્રમણના આ નિબંધોમાં યુરોપનાં બ્રિટન સમેત બ્રસેલ્સ, બેલ્જિયમ, જર્મની, વિયેના, રોમ, વેટિકન, પેરિસ જેવાં સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય, કલાકૃતિસૌંદર્ય, મનુષ્યસૌંદર્ય ઉપરાંત માનવસંબંધોનું સહજ સર્જનાત્મક ગદ્યમાં આલેખન થયું છે. ભોળાભાઈએ જે અખૂટ રસથી આ બધું જોયું-માણ્યું છે એનું એવી તાદૃશતાથી નિરૂપણ કર્યું છે કે એ વાચકને પણ એ અનુભવોની નિકટ લઈ જાય છે.
 
યુરોપમાં પ્રવાસ તો આપણાંમાંથી કેટલાંકે કર્યો પણ હોય પરંતુ અહીં લેખકના આગવા રસાનુભવો વધુ રસપ્રદ બને એવા છે : જર્મનીના નદી-પર્વતમાળા-વનપ્રદેશમાંથી પસાર થતા સુંદર લાંબા મોટરમાર્ગ ‘રોમાંટિશે સ્ટ્રાસે’(રોમાન્ટિક રોડ)ની વાત હોય કે સુંદર થુનર સરોવર-કાંઠેના સ્પિએઝની વાત હોય કે વેટિકન સિટીનાં વિશિષ્ટ મ્યુઝિયમોમાં વિચરણની વાત હોય – ભોળાભાઈના પ્રતિભાવો હૃદ્ય છે. જગપ્રસિદ્ધ શિલ્પ ‘વિનસનો જન્મ’નો એમનો પ્રતિભાવ જુઓ:
 
‘સદ્યજાતા, નગ્નકાન્તિ, પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું…’ રોમમાં કવિ કિટ્સના સ્મૃતિ-નિવાસની મુલાકાત કવિના જીવન અને કવિતાનાં જે અનેક સ્મરણો જગાડે છે એ લેખકની રસિક વિદ્વત્તાનો પરિચય કરાવે છે. રોંદોનાં શિલ્પોથી સોહતી પેરિસનું એક અપ્રતિમ કલા-સૌંદર્યની નગરી તરીકેનું આલેખન તો છે જ, પણ માનવસૌંદર્ય? ભોળાભાઈ મુક્ત નિખાલસતાથી કહે છે : પેરિસના રસ્તાઓ પર ‘હજારો સુંદર ચહેરા એકસાથે જોયા.
 
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –{{Poem2Close}}
 
– રમણ સોની

Revision as of 05:24, 24 July 2021

પરિચય

ભોળાભાઈ પટેલ

Bholabhai-Patel-239x300.jpg

ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.
* કૃતિ-પરિચય
લેખકના ભારતભ્રમણના નિબંધો પછી વિદેશભ્રમણના આ નિબંધોમાં યુરોપનાં બ્રિટન સમેત બ્રસેલ્સ, બેલ્જિયમ, જર્મની, વિયેના, રોમ, વેટિકન, પેરિસ જેવાં સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય, કલાકૃતિસૌંદર્ય, મનુષ્યસૌંદર્ય ઉપરાંત માનવસંબંધોનું સહજ સર્જનાત્મક ગદ્યમાં આલેખન થયું છે. ભોળાભાઈએ જે અખૂટ રસથી આ બધું જોયું-માણ્યું છે એનું એવી તાદૃશતાથી નિરૂપણ કર્યું છે કે એ વાચકને પણ એ અનુભવોની નિકટ લઈ જાય છે.

યુરોપમાં પ્રવાસ તો આપણાંમાંથી કેટલાંકે કર્યો પણ હોય પરંતુ અહીં લેખકના આગવા રસાનુભવો વધુ રસપ્રદ બને એવા છે : જર્મનીના નદી-પર્વતમાળા-વનપ્રદેશમાંથી પસાર થતા સુંદર લાંબા મોટરમાર્ગ ‘રોમાંટિશે સ્ટ્રાસે’(રોમાન્ટિક રોડ)ની વાત હોય કે સુંદર થુનર સરોવર-કાંઠેના સ્પિએઝની વાત હોય કે વેટિકન સિટીનાં વિશિષ્ટ મ્યુઝિયમોમાં વિચરણની વાત હોય – ભોળાભાઈના પ્રતિભાવો હૃદ્ય છે. જગપ્રસિદ્ધ શિલ્પ ‘વિનસનો જન્મ’નો એમનો પ્રતિભાવ જુઓ:

‘સદ્યજાતા, નગ્નકાન્તિ, પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું…’ રોમમાં કવિ કિટ્સના સ્મૃતિ-નિવાસની મુલાકાત કવિના જીવન અને કવિતાનાં જે અનેક સ્મરણો જગાડે છે એ લેખકની રસિક વિદ્વત્તાનો પરિચય કરાવે છે. રોંદોનાં શિલ્પોથી સોહતી પેરિસનું એક અપ્રતિમ કલા-સૌંદર્યની નગરી તરીકેનું આલેખન તો છે જ, પણ માનવસૌંદર્ય? ભોળાભાઈ મુક્ત નિખાલસતાથી કહે છે : પેરિસના રસ્તાઓ પર ‘હજારો સુંદર ચહેરા એકસાથે જોયા.’

એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –

– રમણ સોની