સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જશવંત મહેતા/ઉપવનોમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<Poem> ઉપવનોમાં બા, તમારા ચહેરા પરની વિસ્તરેલી અક્ષાંશ-રેખાંશની શૈશવ,...")
 
(No difference)

Latest revision as of 12:43, 31 May 2021

ઉપવનોમાં
બા,
તમારા ચહેરા પરની
વિસ્તરેલી અક્ષાંશ-રેખાંશની
શૈશવ, યૌવન, જરાની
અંકારાયેલી એ નસોમાંનું
થીજી ગયેલું રક્ત,...
બધ આંખોમાં કેદ થયેલાં એ સ્વપ્નો,
મુરઝાયેલાં પશુઓ,
થાકીને પોઢી ગયેલા ભૂતકાળોઃ...
બધું જ બધું રિક્તતાની શરશૈયામાં
મ્હોરી ઊઠ્યું છે
આજે યાદ બની
મારી આંખોનાં આંસુનાં ઉપવનોમાં