35,395
edits
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|11. બોંસાઈ | કિરીટ દૂધાત }} | {{Heading|11. બોંસાઈ | કિરીટ દૂધાત }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Kirit Dudhat 1.jpg|right|175px]] | |||
‘ઓહ! આ ત્રીજો દિવસ થવા આવ્યો. હજી માથું સણકા મારે છે. સાલ્લુ, લોકોને મગજનાં ટ્યુમર થાય ત્યારે એના માથાં આમ જ ચસકા મારતાં હશે? પેલી ભભૂતમાં કોઈ પ્રકારના ચેપી જીવાણુ તો નહીં હોયને? પણ મારે આખી મેટરમાં આમ કૂદી પડવાની ક્યાં જરૂર હતી? મને અગાઉથી ઈશારા તો મળી જ ગયેલાને? ઇકબાલ સાચું કહેતો હતો, ‘તમે મામલતદાર થઈ ગયા છો એટલે શું થયું? રહેવાના તો ભોંચકલાના ભોંચકલા.’ આ તો ઇકબાલ મારો સ્કૂલનો દોસ્તાર એટલે આવું ચોખ્ખેચોખું કહી શકે કે તમે ગમે એટલા આગળ વધો પણ તમને પટેલિયાને આ વાણિયા અને કાઠી દરબારો તો ભોં તરફ નીચી મુંડી કરીને જમીનને ચાંચ માર્યા કરતા ચકલા જ સમજવાના! પણ ઇકબાલ ખરા ટાઇમે રજા ઉપર કેમ ઊતરી ગયો? એ પણ આમાં શામેલ હશે? એવું તો ના હોય? | ‘ઓહ! આ ત્રીજો દિવસ થવા આવ્યો. હજી માથું સણકા મારે છે. સાલ્લુ, લોકોને મગજનાં ટ્યુમર થાય ત્યારે એના માથાં આમ જ ચસકા મારતાં હશે? પેલી ભભૂતમાં કોઈ પ્રકારના ચેપી જીવાણુ તો નહીં હોયને? પણ મારે આખી મેટરમાં આમ કૂદી પડવાની ક્યાં જરૂર હતી? મને અગાઉથી ઈશારા તો મળી જ ગયેલાને? ઇકબાલ સાચું કહેતો હતો, ‘તમે મામલતદાર થઈ ગયા છો એટલે શું થયું? રહેવાના તો ભોંચકલાના ભોંચકલા.’ આ તો ઇકબાલ મારો સ્કૂલનો દોસ્તાર એટલે આવું ચોખ્ખેચોખું કહી શકે કે તમે ગમે એટલા આગળ વધો પણ તમને પટેલિયાને આ વાણિયા અને કાઠી દરબારો તો ભોં તરફ નીચી મુંડી કરીને જમીનને ચાંચ માર્યા કરતા ચકલા જ સમજવાના! પણ ઇકબાલ ખરા ટાઇમે રજા ઉપર કેમ ઊતરી ગયો? એ પણ આમાં શામેલ હશે? એવું તો ના હોય? | ||
ધારી મામલતદાર તરીકે હાજર થયો તે દિવસે લોકલ નાયબ મામલતદારો પાસેથી રેવન્યુની મેટર સમજવામાં રાતના આઠ જેવું થઈ ગયેલું. વિંઝુડાભાઈ કુંડલાથી અને ગોરીભાઈ ઉનાથી અપડાઉન કરતા. એને સાંજે છેલ્લી બસો સાડા પાંચ વાગ્યાની એટલે એમને જવા દેવા સિવાય છૂટકો નહોતો. પણ પટાવાળાને સૂચના આપેલી કે લોકલે રહેતા કોરાટભાઈ અને સખરેલિયાભાઈ વગેરે રોકાય. ત્યાં અંદર ચિઠ્ઠી આવી કે લોકલ ફોરેસ્ટર મળવા માંગે છે. મને થયું કે પહેલા દિવસે એમ ચિઠ્ઠી આવતા વેંત મુલાકાત આપી દેવા જેવું સસ્તુ ન થવું એટલે ભારે મોં રાખીને કહ્યું, ‘એમને કો’ કે વેઇટ કરે, સાહેબ આગામી રેવન્યુ ઓફિસરની મીટિંગની તૈયારી કરે છે.’ | ધારી મામલતદાર તરીકે હાજર થયો તે દિવસે લોકલ નાયબ મામલતદારો પાસેથી રેવન્યુની મેટર સમજવામાં રાતના આઠ જેવું થઈ ગયેલું. વિંઝુડાભાઈ કુંડલાથી અને ગોરીભાઈ ઉનાથી અપડાઉન કરતા. એને સાંજે છેલ્લી બસો સાડા પાંચ વાગ્યાની એટલે એમને જવા દેવા સિવાય છૂટકો નહોતો. પણ પટાવાળાને સૂચના આપેલી કે લોકલે રહેતા કોરાટભાઈ અને સખરેલિયાભાઈ વગેરે રોકાય. ત્યાં અંદર ચિઠ્ઠી આવી કે લોકલ ફોરેસ્ટર મળવા માંગે છે. મને થયું કે પહેલા દિવસે એમ ચિઠ્ઠી આવતા વેંત મુલાકાત આપી દેવા જેવું સસ્તુ ન થવું એટલે ભારે મોં રાખીને કહ્યું, ‘એમને કો’ કે વેઇટ કરે, સાહેબ આગામી રેવન્યુ ઓફિસરની મીટિંગની તૈયારી કરે છે.’ | ||
| Line 32: | Line 33: | ||
મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે પેટ્રોલપંપવાળાનું ટિફિનમાં શાક ઓઈલી હતું અને એમાં લાલ મરચું પણ મૂઠી ભરીને ધબકાવ્યું હતું. રાતે ત્રણ વાગે તો એસીડીટી થવાની જ હતી પણ એનો શેરડો અત્યારે આખી અન્નનળીમાં પડ્યો. ‘શું વાત કરે છે? પેલો છગન સાળો હલકટ, આટલીવારમાં ગામ આખામાં તાર કરી દીધો.’ | મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે પેટ્રોલપંપવાળાનું ટિફિનમાં શાક ઓઈલી હતું અને એમાં લાલ મરચું પણ મૂઠી ભરીને ધબકાવ્યું હતું. રાતે ત્રણ વાગે તો એસીડીટી થવાની જ હતી પણ એનો શેરડો અત્યારે આખી અન્નનળીમાં પડ્યો. ‘શું વાત કરે છે? પેલો છગન સાળો હલકટ, આટલીવારમાં ગામ આખામાં તાર કરી દીધો.’ | ||
‘એમાં ડ્રાઈવરનો વાંક નથી. ગામમાં અમુક લોકો રાહ જોઈને બેઠા હતા કે ગામમાં તારી એન્ટ્રી કેવી રીતે થાય છે. હજી તો તને ભભૂત…..’ ઇકબાલનું વાક્ય અધૂરું હતું, ‘ભભૂત..’ એમ બોલ્યો ત્યાં પટાવાળો ચિઠ્ઠી લઈને આવ્યો, ‘ગોદડબાપુ મળવા આવ્યા છે.’ મેં ઇકબાલને ચિઠ્ઠી બતાવી ‘કોણ છે આ ગોડદબાપુ? અત્યારે ઓફિસને તાળાં દેવાના ટાઈમે શું પધાર્યા છે?’ ઇકબાલ ઊભો થઈ ગયો, ‘છે, તાલુકાના એક કાઠી આગેવાન. એને અવગણવા તમને નહીં પોસાય.’ મેં પટાવાળાને તપાસ કરવા કહ્યું. તો એ જાણી આવ્યો કે ‘બાપુ ‘ભભૂત’ આપવા આવ્યા છે.’ ઇકબાલ તરત બહાર નીકળી ગયો, જતાંજતાં કહેતો ગયો, ‘તું આ ડિઝાઇનમાં ફિટ બેસતો હોય એવું હું માનતો નથી કશીક ગેરસમજ છે. પણ થોડાક દિવસ કોઈ પણ કમિટમેન્ટ વગર કાઢી નાખ.’ | ‘એમાં ડ્રાઈવરનો વાંક નથી. ગામમાં અમુક લોકો રાહ જોઈને બેઠા હતા કે ગામમાં તારી એન્ટ્રી કેવી રીતે થાય છે. હજી તો તને ભભૂત…..’ ઇકબાલનું વાક્ય અધૂરું હતું, ‘ભભૂત..’ એમ બોલ્યો ત્યાં પટાવાળો ચિઠ્ઠી લઈને આવ્યો, ‘ગોદડબાપુ મળવા આવ્યા છે.’ મેં ઇકબાલને ચિઠ્ઠી બતાવી ‘કોણ છે આ ગોડદબાપુ? અત્યારે ઓફિસને તાળાં દેવાના ટાઈમે શું પધાર્યા છે?’ ઇકબાલ ઊભો થઈ ગયો, ‘છે, તાલુકાના એક કાઠી આગેવાન. એને અવગણવા તમને નહીં પોસાય.’ મેં પટાવાળાને તપાસ કરવા કહ્યું. તો એ જાણી આવ્યો કે ‘બાપુ ‘ભભૂત’ આપવા આવ્યા છે.’ ઇકબાલ તરત બહાર નીકળી ગયો, જતાંજતાં કહેતો ગયો, ‘તું આ ડિઝાઇનમાં ફિટ બેસતો હોય એવું હું માનતો નથી કશીક ગેરસમજ છે. પણ થોડાક દિવસ કોઈ પણ કમિટમેન્ટ વગર કાઢી નાખ.’ | ||
‘અરે પણ…’ત્યાં એક જૈફ પુરુષ સુરવાલ, સાદું અંગરખું અને એના પર ઊનની ખાદીનો કોટ પહેરીને હાજર થયા, ‘જય ભભૂતનાથ….’ હું કઈ બોલ્યો નહીં એટલે એમણે દોહરાવ્યું, ’જય ભભૂતનાથ.’ મેં એમની સામે જોયું. ‘કેમ આમ અહુરા આવવું પડ્યું વડીલ?’ એ ઘડીક મારી સામે અવિશ્વાસથી જોઈ રહ્યા. ‘તમને મારો રેફરન્સ નથી આપ્યો? ‘કોણે નથી આપ્યો?’ એ મુંઝાઈ ગયા અને કોટના ખિસ્સામાંથી એક પડીકી કાઢીને મારા ટેબલ પર મૂકી. એમાં રાખોડી રંગની ભૂકી હતી. મને જીભ પર કાબૂ ના રહ્યો, ‘આવી રાખ આયાં ટેબલ પર મૂકીને ફાઈલો કાં ગંદી કરો!’ ગોદડબાપુને અચાનક ક્રોધ આવી ગયો. એ રોજ અફીણ લેતા હશે એમ એમના ચહેરાની કૃત્રિમ લાલ ચામડી જોઈને લાગ્યું. ‘રાખ નથી. ભભૂત છે ભભૂત. આટલી કાયરતા બતાવવી હતી તો આયાં બદલી કેમ કરાવી? મારે વાત કરવી પડશે આપણા હેડક્વાટરમાં. જય ભભૂતનાથ…’ બોલીને એ મારી ચેમ્બરની બહાર નીકળી ગયા. | |||
આખા દિવસની મુસાફરી અને આગામી મીટિંગની ફાઈલો વાંચવાનો થાક હતો એટલે જિલ્લા પંચાયતના ગેસ્ટહાઉસની રૂમમાં જઈને પથારીમાં પડ્યો એવી ઊંઘ આવી ગઈ. પણ રસાવાળા શાક અને ઝાઝું બધું મરચું એની અસર બતાવ્યા વગર ના રહ્યાં. ત્રણ વાગે ઊઠી ગયો. રૂમની એક બંધ બારીના કાચમાંથી બહારની પીળી લાઇટનો માંદલો પ્રકાશ અંદર આવતો હતો. મને યાદ આવ્યું કે મામલતદાર ઓફિસની બાંધણી કશી અજુગતી હતી. PSYCHO ફિલ્મમાં આવે છે એવું વિલનના મકાન જેવું આ બિલ્ડિંગ હતું. પંચાયતના ગેસ્ટહાઉસની એ લાંબી પહોળી રૂમમાં મેં અંકોડા મેળવવાનું શરૂ કર્યું, ‘તે દિવસે સુથાર ‘બોંસાઈ’ એવો શબ્દ બોલેલો. આજે આર.ડી.સી. ‘ભભૂતનાથ’ એવું બોલ્યા. ગોદડબાપુ નામનો જૈફ પણ ‘ભભૂતનાથ’ બોલ્યો. બધા જાણે હું કોઈ ખાસ કામે ધારી પોસ્ટિંગ લઈને આવ્યો હોઉં એમ કેમ વર્તતા હતા? ઈકબાલે પણ ‘ભભૂત’ની વાત અધૂરી મૂકીને ચાલવા માંડ્યું. મામલતદાર ઓફિસમાં એક માત્ર સારો કર્મચારી ચૌહાણ હતો એ ગાંડો થઈ ગયો. એ વળી ‘ભોંસાઈ..ભોંસાઈ…’ બોલતો હતો પણ છગનની ભૂલ હતી. અસલી ઉચ્ચાર કદાચ ‘બોંસાઈ’ હતો. અને હું કોઈ મોટા કાવતરાનો ભાગ તો નથી ને? કે પછી કાવતરાનો ભોગ છું? | આખા દિવસની મુસાફરી અને આગામી મીટિંગની ફાઈલો વાંચવાનો થાક હતો એટલે જિલ્લા પંચાયતના ગેસ્ટહાઉસની રૂમમાં જઈને પથારીમાં પડ્યો એવી ઊંઘ આવી ગઈ. પણ રસાવાળા શાક અને ઝાઝું બધું મરચું એની અસર બતાવ્યા વગર ના રહ્યાં. ત્રણ વાગે ઊઠી ગયો. રૂમની એક બંધ બારીના કાચમાંથી બહારની પીળી લાઇટનો માંદલો પ્રકાશ અંદર આવતો હતો. મને યાદ આવ્યું કે મામલતદાર ઓફિસની બાંધણી કશી અજુગતી હતી. PSYCHO ફિલ્મમાં આવે છે એવું વિલનના મકાન જેવું આ બિલ્ડિંગ હતું. પંચાયતના ગેસ્ટહાઉસની એ લાંબી પહોળી રૂમમાં મેં અંકોડા મેળવવાનું શરૂ કર્યું, ‘તે દિવસે સુથાર ‘બોંસાઈ’ એવો શબ્દ બોલેલો. આજે આર.ડી.સી. ‘ભભૂતનાથ’ એવું બોલ્યા. ગોદડબાપુ નામનો જૈફ પણ ‘ભભૂતનાથ’ બોલ્યો. બધા જાણે હું કોઈ ખાસ કામે ધારી પોસ્ટિંગ લઈને આવ્યો હોઉં એમ કેમ વર્તતા હતા? ઈકબાલે પણ ‘ભભૂત’ની વાત અધૂરી મૂકીને ચાલવા માંડ્યું. મામલતદાર ઓફિસમાં એક માત્ર સારો કર્મચારી ચૌહાણ હતો એ ગાંડો થઈ ગયો. એ વળી ‘ભોંસાઈ..ભોંસાઈ…’ બોલતો હતો પણ છગનની ભૂલ હતી. અસલી ઉચ્ચાર કદાચ ‘બોંસાઈ’ હતો. અને હું કોઈ મોટા કાવતરાનો ભાગ તો નથી ને? કે પછી કાવતરાનો ભોગ છું? | ||
એ રાતે ત્રણ વાગે હું થથરી ગયો. લાગ્યું કે ધારી નામનો આ કસબો 21N અને 71E પરના અક્ષાંશ- રેખાંશ પર આવેલું ગામ નથી પણ આ દુનિયા બહારની એક દુનિયા છે. સામે ટિપોય પર કાફકાની નવલકથા CASTLE ખુલ્લી પડી હતી જેનાં પાનાં ફડફડતાં હતાં. શિયાળાની કોઈ સાંજે દુર્ગમાં K નામનો એક ભૂમિમોજણીદાર પોતાની નિમણૂકનો હુકમ લઈને આવ્યો હતો પણ એવી કોઈ નિમણૂક કરી હોવાનું દુર્ગના શાસકો ના કહેતા હતા, એટલે Kએ ફરજિયાત દુર્ગની બહારની વીશીમાં રાત્રિ રોકાણ કરવું પડેલું. મને લાગ્યું કે મારી વાત તો નથી થઈ રહીને! બસ, એનાથી આગળ વાંચવાનું બાકી હતું. | એ રાતે ત્રણ વાગે હું થથરી ગયો. લાગ્યું કે ધારી નામનો આ કસબો 21N અને 71E પરના અક્ષાંશ- રેખાંશ પર આવેલું ગામ નથી પણ આ દુનિયા બહારની એક દુનિયા છે. સામે ટિપોય પર કાફકાની નવલકથા CASTLE ખુલ્લી પડી હતી જેનાં પાનાં ફડફડતાં હતાં. શિયાળાની કોઈ સાંજે દુર્ગમાં K નામનો એક ભૂમિમોજણીદાર પોતાની નિમણૂકનો હુકમ લઈને આવ્યો હતો પણ એવી કોઈ નિમણૂક કરી હોવાનું દુર્ગના શાસકો ના કહેતા હતા, એટલે Kએ ફરજિયાત દુર્ગની બહારની વીશીમાં રાત્રિ રોકાણ કરવું પડેલું. મને લાગ્યું કે મારી વાત તો નથી થઈ રહીને! બસ, એનાથી આગળ વાંચવાનું બાકી હતું. | ||