સાહિત્ય પલ્લવ – ભાગ ૩/લક્ષ્મી-ગૌરી સંવાદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
{{gap}}નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા.
{{gap}}નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા.
{{gap|6em}}*
{{gap|6em}}*
લક્ષ્મી : પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે;  
'''લક્ષ્મી :''' પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે;  
{{gap}}હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે.  
{{gap}}હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે.  
{{gap}}લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ.
{{gap}}લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ.

Latest revision as of 06:08, 14 April 2026

લક્ષ્મી-ગૌરી સંવાદ

ગંગાદાસ

ગૌરી : બગ ધોળા, બે પક્ષ; ચંદ્રને એક જ લેખું.
બગ દિન ખાતે મીન, ચંદ્ર મસવાડે પેખું.
વ્યોમ અવની બગ ઊડે, ચંદ્ર આકાશે સોહે.
બગલો છે અકલંક, ચંદ્રને લાંછન હોયે.
પરવશ ખાંડો ક્ષીણ થયો, ગુરુપત્ની સન્મુખ સુણ્યો. ૫
સૂર્યોદયે ઝાંખો લાજતો, લક્ષ્મી, બાંધવ તમ તણો.
લક્ષ્મી : તરુવર ભાર અઢાર સાર કૂંપળ તો આવે.
તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે.
શુભ સુંદર જે ચાલ, ઓપમા મુખ બોલાયે.
નિશાનાથ કુસુમેશ તાપ સઘળા ઓલાયે.
સોળ કળા ટાઢો સદા અમૃત ઔષધ પાળવા.
નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા.
*
લક્ષ્મી : પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે;
હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે.
લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ.
ચાર હાથ ને સૂંઢ રૂંઢ, કાદવનો વાન જ.
રૂડા પગ પાડી નવ શક્યો, વેઠ ધર્યો રાવણ સહી.
સઘળું કુટુંબ સરખું મળ્યું, લજાવે ગણપતિ કહી.
ગૌરી : સેવંત્રાં સિંદૂર ભોગ જેહને વિધવિધ આવે,
ગળ્યાં ચોપડ્યાં સહાં ઘણા વળી લાડુ ભાવે.
શુદ્ધિ બુદ્ધિનો સ્વામી, લક્ષ જે લાભ જ દીએ,
ગ્રામાંતરે શુભ કામ નામ પહેલું તે લીએ.
નંદી ને ભૃંગી આદિ ગણ વિઘ્નહરણ ગણનાથ એ,
ભાંગ્યા રથ બહુ દેવના જો નવ તેડ્યો પુરુષ તે.

* * *

કવિવચન : લક્ષ્મી ગુણ નહિ પાર સાર સંસારે તેવી.

પાર્વતી મહાસતી એહ પણ મોટી દેવી.
હસતાં ભાંજે હાડ, વાદ એ ન હોય રૂડો.
હરિહર બ્રહ્મા મળી વારિયો ઝઘડો કૂડો.
નિંદા-મિષ મેં સ્તુતિ કરી, રખે માત દુહવણ ધરો.
શાસ્ત્રનો મારગ સાંભળી કવિતા કારણ ખપ કર્યો.
શ્રોતાના બે ભેદ ચાલણી સૂપડ ક્હાવે.
કણને નાખે બહાર, ફોતરાં મધ્ય રહાવે.
સારો કણ રાખંત, રજ સહુ બહાર જ જાયે,
ચાલણી હોય સછિદ્ર; સૂપડે છિદ્ર ન હોયે.
ગુણ ગ્રહી અવગુણ નાખજો, ભાવ ભેદ ડાહ્યા લહે.
માંડ્યો એ ચૌટે રહેંટ મેં, કોઈ ઊંચો કોઈ નીચો કહે.

સ્વાધ્યાય

૧. ગોરી અને લક્ષ્મી એકમેકને કેમ ખીજવે છે તે વર્ણવો.
૨. કવિ કેવી રીતે વાત વાળી લે છે?
૩. ‘વાંચનની રીત’ ઉપર નિબંધ લખો.
૪. શ્લેષ અને વાચ્યાર્થનાં દૃષ્ટાંત આપો.