સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઊંચમાં રામ બમણો નથી ભર્યો: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. ઊંચમાં રામ બમણો નથી ભર્યો}} | {{Heading|૧. ઊંચમાં રામ બમણો નથી ભર્યો|અખો}} | ||
{{Block center|<poem>કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપી મૂર્ખ ત્યાં ન જુએ હરિ. | {{Block center|<poem>કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપી મૂર્ખ ત્યાં ન જુએ હરિ. | ||
Latest revision as of 07:16, 14 April 2026
અખો
કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપી મૂર્ખ ત્યાં ન જુએ હરિ.
જેમ વાયાની વળણે લાગે લાય, પણ ડાબું જમણું ન ગણે વાય;
ત્યમ ઊંચનીચ ન ગણે નારાણ, અખા એમ ખરાખરી જાણ.
ભૂત પંચનો આ સંસાર, મૂરખ વહે તે વરણ અહંકાર :
ભાત ચલાવા વર્ણાવર્ણ, કોઈ મસ્તક હસ્ત કટિ ચર્ણ;
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર, હરિનો પિંડ અખા કોણ શુદ્ર?
ઊંચ ખરા તે ઊંચ ન જાણ, નીચ તે નો રે નીચ નિર્વાણ;
ઊંચમાં રામ બમણો નથી ભર્યો, અને નીચ પિંડ ઠાલો નથી કર્યો;
કહે અખો સ્વપ્નામાં બક્યો, જેમ છે તેમ જોઈ નવ શક્યો.
જેમ શિલા એક ટાંકી ચીતરી, અણઘડી બીજી મેલે ભરી;
બે નાંખી ઊંડા જળ વિષે, પણ સરખી બેઉ તરવા વિષે;
પંડિત મૂરખ સરખા નીવડે, અખા દ્વૈતને રૂપક ચડે.
પંડિતને પંડિતાઈનું જોર, પણ અંતઃકરણમાં અંધારું ઘોર;
અખા તે થકી પ્રાકૃત ભલા, જે આવે સમજ્યાની કળા.
શબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ? કયા વેદ વાંચ્યા કરમાબાઈ?
વ્યાધ તે શું ભણ્યો’તો વેદ? ગણકા શું સમજતી હતી ભેદ?
ભાષાને શું વળગે ભૂર? જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું? કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું?
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર.