સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આપણા સાહિત્યનું વિહંગાવલોકન: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આપણા સાહિત્યનું વિહંગાવલોકન}}
{{Heading|આપણા સાહિત્યનું વિહંગાવલોકન}}
{{center|૧}}
{{center|૧}}
'''પ્રાચીન કાળ'''
'''પ્રાચીન કાળ'''
Line 43: Line 42:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રેમ અને શૌર્યથી ઊછળતી પ્રજાએ આપણને ગુજરાતી ભાષા આપી છે. એ હકીકત પ્રત્યેક ગુજરાતી બાળકે જીવનમાં વણી રાખવી જોઈએ.
પ્રેમ અને શૌર્યથી ઊછળતી પ્રજાએ આપણને ગુજરાતી ભાષા આપી છે. એ હકીકત પ્રત્યેક ગુજરાતી બાળકે જીવનમાં વણી રાખવી જોઈએ.
ધીરે ધીરે ભાષા, શ્રી. મુનશીનો શબ્દ વાપરીએ તો, 'ગુજરાતીતા’ પામતી ગઈ. આ ગુજરાતીના સેંકડો કવિઓ થયા છે. તેમાં જૈન કવિઓ૧<ref>૧. જૈન કવિઓની હકીક્ત 'જૈન ગુર્જર કવિઓ'માં શ્રી. મોહનલાલ દલીચંદ શાહે વિગતે આપી છે. ‘આનંદકાવ્યમહોદધિ'માં તે કવિઓની કૃતિઓ સંગ્રહાઈ છે.</ref> પાંચસો-સાતસો જેટલા છે અને દયારામ સુધીના જૈનેતર૨
ધીરે ધીરે ભાષા, શ્રી. મુનશીનો શબ્દ વાપરીએ તો, 'ગુજરાતીતા’ પામતી ગઈ. આ ગુજરાતીના સેંકડો કવિઓ થયા છે. તેમાં જૈન કવિઓ<ref>જૈન કવિઓની હકીક્ત 'જૈન ગુર્જર કવિઓ'માં શ્રી. મોહનલાલ દલીચંદ શાહે વિગતે આપી છે. ‘આનંદકાવ્યમહોદધિ'માં તે કવિઓની કૃતિઓ સંગ્રહાઈ છે.</ref> પાંચસો-સાતસો જેટલા છે અને દયારામ સુધીના જૈનેતર<ref>શ્રી કેશવરામ કા. શાસ્ત્રીએ 'કવિચરિત'ના ભાગોમાં જૈનેતર કવિઓનો પરિચય કરાવ્યો છે.</ref> (જૈન સિવાયના) કવિઓ અઢીસો લગભગ છે. આપણે કવિઓ કરતાં કવિતાના પ્રવાહોનો પરિચય કરીએ.
<ref>૨. શ્રી કેશવરામ કા. શાસ્ત્રીએ 'કવિચરિત'ના ભાગોમાં જૈનેતર કવિઓનો પરિચય કરાવ્યો છે.</ref> (જૈન સિવાયના) કવિઓ અઢીસો લગભગ છે. આપણે કવિઓ કરતાં કવિતાના પ્રવાહોનો પરિચય કરીએ.
ઉપર અપભ્રંશના દુહા આપ્યા છે તેમાં તરવરતા પ્રેમ અને શૌર્યનાં કાવ્યોનો પ્રવાહ તે પ્રથમ ધ્યાન ખેંચે છે. અસાઈ તે ‘જિમ વનિ ભૂલી હરણાલી’ એવી 'હંસાવલી'ની કથા ગાઈ છે, અને મોડાસાના મુસલમાન કવિ અબ્દુર રહેમાને 'સંદેશકરાસ'માં વિરહિણીનો સંદેશ ગૂંથ્યો છે. ઇડરનો શ્રીધર વ્યાસ શૌર્યઊછળતો ‘રણમલ્લ છંદ' બુલંદ સ્વરે લલકારે છે. આ બધા કવિઓ તે આપણા ‘આદિકવિ' ગણાતા નરસિંહની પહેલાંના છે એ લક્ષમાં રાખવાનું છે.

આ પ્રવાહ પાછળથી પણ ચાલુ રહ્યો છે. પદ્મનાભનું ઐતિહાસિક 'કાન્હડદે પ્રબંધ' આપણી ભાષાના ઇતિહાસની દૃષ્ટિએ પણ ઘણું કીમતી છે. પ્રેમ વિષયક કાવ્યોનો પ્રવાહ પણ પાછળની 'રૂપસુંદર કથા' જેવી કૃતિઓમાં ચાલુ દેખાય છે. પણ ધીમે ધીમે ભક્તિ અને આખ્યાનોના પ્રવાહ વધતા ગયા અને પ્રજા પરવશ થતી ગઈ તેમ એ લુપ્ત થઈ ગયો અને છેવટે ગઈ સદીમાં નર્મદે એને પુનર્જીવિત કર્યો.

Line 83: Line 81:
જય જય ગરવી ગુજરાત!
જય જય ગરવી ગુજરાત!
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>