ગુજરાતી નારીસંપદા : કવિતા/વેળા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વેળા|ગીતા પરીખ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} જાય છે વેળા, જાય છે વેળા, {{gap|4em}}જાય છે વેળા છૂટી, પળની પાછળ પળની સાંકળ, {{gap|4em}}એક કડી તૂટી. {{right|– જાય.}} રાત ને દિવસ એકબીજાની {{gap|4em}}પાછળ કરે દોડ, લેશ ચૂકે...")
(No difference)

Revision as of 01:44, 22 April 2026

વેળા

ગીતા પરીખ

જાય છે વેળા, જાય છે વેળા, જાય છે વેળા છૂટી, પળની પાછળ પળની સાંકળ, એક કડી તૂટી. – જાય. રાત ને દિવસ એકબીજાની પાછળ કરે દોડ, લેશ ચૂકે ના તોય કદી યે મળતાં જોડાજોડ; એકમેકના તલસાટે પણ ક્યાંય ન જરી ત્રુટી. – જાય. જાય છે વેળા, આવતી કદી પળ ન પાછી એક, આજના ફૂલની આજ માણી લો મન ભરીને મ્હેંક! પળની ભીતર શાશ્વતીની રખે મળે જડીબુટ્ટી! – જાય. જાય છે વેળા, જાય છે વેળા, જાય છે વેળા છૂટી, મોકળો મેલ્યો કાળ-ખજાનો, આવડે તો લ્યો લૂંટી! – જાય.

***