ગુજરાતી નારીસંપદા : કવિતા/પરદેશી છું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 05:42, 25 April 2026
{{Heading|પરદેશી છું|પ્રાર્થના જહા}
⯐
રોજ સળગતા સુરજ જેવી વાતો સાથે પાછી આવી...
પરદેશી છું, પરદેશી વ્યહવારો સાથે પાછી આવી...
મૂળ મહોબ્બત પાયાની છે, પડછાયાની માયાની છે
વાત જનમ મરણની નહોતી, ઈતિહાસો સર્જાયાની છે.
એવા કોઈ ચરણની વચ્ચે, ધરતી ને ભરતીની વચ્ચે
પોતીકા સરનામાં સાથે, સાવ અજાણ્યા રસ્તા ઉપર પાછી આવી
પરદેશી છું, પરદેશી વ્યહવારો સાથે પાછી આવી.
ટમટમિયાં અજવાળામાં જે ધરતીને કોસે!
વિદેશી કપડાંની ઉપર લાગણીઓને ખોસે!
સાવ અધૂરા જણની વચ્ચે, ખોવાયેલી ક્ષણ વચ્ચે...
મેલી ઘેલી માટીને હું હૈયે છાપી પાછી લાવી...
પરદેશી છું, પરદેશી વ્યહવારો સાથે પાછી આવી.
રોજ સળગતા સુરજ જેવી વાતો સાથે પાછી આવી...
પરદેશી છું, પરદેશી વ્યહવારો સાથે પાછી આવી...
***