ગુજરાતી નારીસંપદા : કવિતા/રસ્તા બે જ છે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 06:06, 25 April 2026

રસ્તા બે જ છે

ઈશિતા દવે

તાર કાં તો માર રસ્તા બે જ છે,
જીત કાં તો હાર રસ્તા બે જ છે.

શ્હેર સપનાં છીનવે પ્હેલાં તું ચેત!
ભાગ બારોબાર રસ્તા બે જ છે.

જીવવું જો હોય તો એ જોઈશે;
તેજ કાં તલવાર રસ્તા બે જ છે.

આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં -
મર નહીંતર માર રસ્તા બે જ છે.

આગ-પાણી બેય છે આ હાથમાં;
બાળ કાં તો ઠાર રસ્તા બે જ છે.

***