ગુજરાતી નારીસંપદા : કવિતા/અઠંગ આંખ હોય: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = શર્ટનું બટન | |previous = શર્ટનું બટન | ||
|next = | |next = પરદેશી છું | ||
}} | }} | ||
Latest revision as of 06:08, 25 April 2026
અઠંગ આંખ હોય
હર્ષવી પટેલ
⯐
અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.
શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત,
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.
પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતા;
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.
જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.
તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખોમાં, તમે બચી શકો નહીં.
પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.
***