ધીરેન્દ્ર મહેતાની કવિતા/રસ્તો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
કરે છે અને મને સભાન કરતો રહે છે કે મારી  
કરે છે અને મને સભાન કરતો રહે છે કે મારી  
યાત્રા અનંત છે! હું થાકીને એક કોરે બેસી જાઉં  
યાત્રા અનંત છે! હું થાકીને એક કોરે બેસી જાઉં  
એટલે એ વાનની જેમ જીભ બહાર કાઢીને મારી  
એટલે એ શ્વાનની જેમ જીભ બહાર કાઢીને મારી  
સામે હાંફ્યા કરે. પછી હું ઊભો થાઉં કે તરત  
સામે હાંફ્યા કરે. પછી હું ઊભો થાઉં કે તરત  
એ પણ માંડે ચાલવા. ઘણીય વાર એને ઝાંપાની  
એ પણ માંડે ચાલવા. ઘણીય વાર એને ઝાંપાની  

Latest revision as of 02:15, 5 May 2026

૧૩.
રસ્તો

આ રસ્તો, કેટકેટલીય વાર આંગળી પકડીને એ
મને લઈ ચાલ્યો છે! કોઈવાર વળાંક પર આવીને
એણે મને તેડી પણ લીધો છે! મારે માટે ઠેકઠેકાણે
ઊભો ને ઊભો ચિરાઈને, મને સાચવી લેવા અનેક
જગાએ ટ્રાઈફ પોઈંટથી વચ્ચોવચ વીંધાઈને આ
રસ્તાએ કેટકેટલી પીડા વેઠી છે!... પણ આ એ જ
રસ્તો છે, જે કેટકેટલાય પ્રસંગે મને આંતરીને પણ
ઊભો રહ્યો છે અને કેટકેટલીય વાર એણે મને
હડસેલી પણ કાઢ્યો છે!... તો કોઈ વાર સાવ અજાણી
દિશામાં જતા અચાનક આ રસ્તો મને સામે મળે છે
અને ઓચિંતો હાઉક કરીને ઊભો રહે છે ત્યારે હું
ક્ષણાર્ધ પૂરતો ડરી જાઉં છું (પરંતુ પછી કેવો હળવો
ફૂલ થાઉં છું!) એ જ ક્ષણે આ રસ્તો મને પોતામાં
વીંટી લે છે અને પછી કેમ જાણે એ મારાં ચાલતાં
ચરણમાંથી જ ફૂટી નીકળતો ન હોય એમ લંબાયા
કરે છે અને મને સભાન કરતો રહે છે કે મારી
યાત્રા અનંત છે! હું થાકીને એક કોરે બેસી જાઉં
એટલે એ શ્વાનની જેમ જીભ બહાર કાઢીને મારી
સામે હાંફ્યા કરે. પછી હું ઊભો થાઉં કે તરત
એ પણ માંડે ચાલવા. ઘણીય વાર એને ઝાંપાની
બહાર મૂકીને હું ઘરમાં પેસી જાઉં છું... પણ પછી
જ્યારે પણ દરવાજો ઉઘાડું કે એ રસ્તો પોતાના
બે લાંબાલાંબા હાથ લંબાવીને હસું હસું થતો મારી સામે
ઊભો રહે, અને ત્યારે મને એની કાળી મલમલ
જેવી ત્વચા પર આળોટવાનું મન થઈ જાય.
૩૧-૮-’૮૩