ધીરેન્દ્ર મહેતાની કવિતા/ખારવણનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
{{gap}}કોડિયેબોડિયે રમશું; | {{gap}}કોડિયેબોડિયે રમશું; | ||
{{gap}}શંખલાંછીપલાં વીણશું માલમ, | {{gap}}શંખલાંછીપલાં વીણશું માલમ, | ||
{{gap}} | {{gap}}રેતમાં મોર ચીતરશું; | ||
નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું! | નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું! | ||
Latest revision as of 02:22, 5 May 2026
૨૧.
ખારવણનું ગીત
ખારવણનું ગીત
દરિયેબરિયે જઈશું માલમ,
કોડિયેબોડિયે રમશું;
શંખલાંછીપલાં વીણશું માલમ,
રેતમાં મોર ચીતરશું;
નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું!
આંખમાં આંજી ફીણ માલમ,
ટગરટગર ટમટમશું;
ઓટ હો કે વીળ માલમ,
અમને એમાં ફરક શું?
દરિયા કેરી છાતી ઉપર લહર થઈ થડકશું!
દરિયો કૂવાથંભ માલમ,
દરિયો અમારાં લંગર;
દરિયો રૂડા સઢ્ઢ માલમ,
દરિયો અમારાં બંદર;
વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું!
દરિયો અમારો લાલ માલમ,
દરિયો અમારો પીર;
એનાં મોંઘા વ્હાલ માલમ,
એની મોટી મ્હેર;
દરિયો અમારો માલમ માલમ, દરિયે જીવી મરશું!
૨૧-૧૦-’૭૨