ધીરેન્દ્ર મહેતાની કવિતા/રણમાં રાતે મોરચંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧.<br>રણમાં રાતે મોરચંગ}} {{Block center|<poem> ઘડી અહીં, ઘડી તહીં, ઘડીક આવતો-જતો, ઘડીક મંદ તો કદી ભરી ફલંગ, ઊઠતા પ્રચંડ ચક્રવાતમાં લપાઈ, ઘૂમરી લઈ, ચડેપડે, હવા થકીય પાતળો પડી તરે, લઈ બધોય ભાર ઊત...") |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
કિન્તુ એ | કિન્તુ એ | ||
કળી શકે ન કોઈ ઢંગઃ | કળી શકે ન કોઈ ઢંગઃ | ||
એ રચે પળેપળે નવીન | એ રચે પળેપળે નવીન વિશ્વ ને | ||
વળી ક્ષણેક્ષણે કરે જ ભંગ, | વળી ક્ષણેક્ષણે કરે જ ભંગ, | ||
આદરે અજોડ જંગ! | આદરે અજોડ જંગ! | ||
Latest revision as of 02:26, 5 May 2026
૩૧.
રણમાં રાતે મોરચંગ
રણમાં રાતે મોરચંગ
ઘડી અહીં, ઘડી તહીં,
ઘડીક આવતો-જતો,
ઘડીક મંદ તો કદી ભરી ફલંગ,
ઊઠતા પ્રચંડ ચક્રવાતમાં લપાઈ,
ઘૂમરી લઈ,
ચડેપડે,
હવા થકીય પાતળો પડી તરે,
લઈ બધોય ભાર ઊતરે
અતાગ અંધકારનો...
અફાટ આભ
સાંભળે નમીનમી,
જરીક કાન બે ધરી...
અને ધરાય ડોક ઊંચકે ફરીફરી...
ક્ષણાર્ધ અંગઅંગ થાય દંગ,
કિન્તુ એ
કળી શકે ન કોઈ ઢંગઃ
એ રચે પળેપળે નવીન વિશ્વ ને
વળી ક્ષણેક્ષણે કરે જ ભંગ,
આદરે અજોડ જંગ!
ત્યાં જુઓ
દિશાદિશા તમામ
થાય છેક તંગ!
*
પાછલે પહોર...
રેતટેકરા તણા
ઝૂકી ગયેલ કાંધ પે
નમી પડેલ ચાંદ -
સાવ પીત પાંદ,
તે જુએ
ઢળેલ ઊંટ-આંખમાં
ઝમી રહ્યો પ્રસંગ
કો’વહી ગયેલ કાળનો
અને પછી સુણ્યા કરે
બજી રહેલ મોરચંગ!
૧૧-૮-૨૦૦૩