ધીરેન્દ્ર મહેતાની કવિતા/કક્કો બારાખડી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ, | જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ, | ||
હાથી પેઠે ઊંચી | હાથી પેઠે ઊંચી નીચી સૂંઢે બ ને ભ; | ||
ઊંટ થઈને આવ્યા | ઊંટ થઈને આવ્યા કેવા જુઓ ય ને થ; | ||
ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ. | ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ. | ||
ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી! | ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી! | ||
Latest revision as of 02:39, 5 May 2026
૫૩.
કક્કો-બારાખડી
કક્કો-બારાખડી
વેણુબેન શીખે કક્કો-બારાખડી,
અક્ષરો તો પાટી ઉપર કરતા અથડાઅથડી!
ખભે લાકડી લઈને આવ્યો આ બાજુએ ક,
લાકડી ઝૂંટવી લીધી તો બની ગયો એ ડ,
શું થયું કે મોઢું ફેરવી ચાલ્યો ગયો ટ;
પૂંછડી વાળી સામસામા આવ્યા ઠ ઢ.
ગુલાંટ ખાય કોઈ અને કોઈ પડે આમ લથડી,
અક્ષર ધાંધલ-ધમાલ કરતા કરતા અથડાઅથડી!
જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ,
હાથી પેઠે ઊંચી નીચી સૂંઢે બ ને ભ;
ઊંટ થઈને આવ્યા કેવા જુઓ ય ને થ;
ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ.
ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી!
વેણુબેન શીખે કક્કો-બારાખડી.
૪-૨-’૮૨