રણજિતરામ ગદ્યસંચય – ૧/ઉપોદ્ઘાત: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|ઉપોદ્ઘાત}}
{{Heading|ઉપોદ્ઘાત}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેટલાકનાં જીવન સાગર સમા ઊછળ્યા કરે છે; કેટલાકનાં નદીના પ્રવાહની પેઠે ક્વચિત્ તોફાની, ક્વચિત્ શાન્ત, ઘડીમાં એક દિશામાં, ઘડીમાં બીજી દિશામાં વહે છે; અને કેટલાકનાં જીવન નહેરો સમાં સખ્ત અને સીધી મર્યાદામાં શાન્ત રીતે વહ્યાં જાય છે. સદ્ગત ભાઈ રણજિતરામનું જીવન આ ત્રીજા પ્રકારનું હતું. કદીયે તેમાં સ્વછંદી તરંગો આવતા નહિ, કદીયે તેનો પટ બદલાતો નહિ; કદીયે તેની સરલતામાં ભંગ પડતો નહિ. આવી જિંદગીમાં ધ્યાન ખેંચે એવા ખાસ બનાવો ઘણા થોડા હોય એમાં શું નવાઈ?

રણજિતરામના પિતા વાવાભાઈ નાતે સુરતના કાયસ્થ હતા અને સરકારી રેવન્યુખાતામાં નોકરી કરતા હતા. એમનાં માનું નામ કમળાબહેન (તુળજાબહેન) છે. વિ. સં. ૧૯૩૮ના કાર્તિક સુદી ૨ બીજને દિને પ્રાતઃકાળમાં રણજિતરામનો જન્મ સુરતમાં એમની માનાં મોસાળમાં થયો હતો. તેમનાં ભાંડુમાં હાલ તેમનાથી નાનાં એક ભાઈ અને બહેન હયાત છે.

Line 16: Line 15:
તેના ઘરસંસારમાં પણ તેના મીઠા વ્યક્તિત્વની છાપ પડી રહેતી અને શાંત છતાં મમતાથી ઊભરાતો સ્નેહ જે એ તેમનાં બાળકો તરફ દર્શાવતા એ તેના હૃદયના ગુણોની સાખ પૂરતો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રણજિતરામના ચારિત્ર્યનું પ્રથમ લક્ષણ સંસ્કારિતા હતું. તેની વાતમાં શબ્દે શબ્દે સંસ્કાર નીગળતો, તેના સાદા ને સરલ જીવન પર સંસ્કારની છાયા સદાય દેખાતી. અભ્યાસથી તે સંસ્કારને તે ઉચ્ચ અને શુદ્ધ કરવા મથતા એટલું જ નહિ પણ ગુજરાતનું જીવન સંસ્કારી કેમ બને તે તરફ લક્ષ રાખી તે હંમેશાં વિચાર કરતા અને પ્રવૃત્તિઓ યોજતા.

Line 32: Line 31:
પ્રશંસનીય તો એ છે કે આવા સદ્વિચારો અને શુદ્ધ આશયો પોતે બીજી રીતે સામાન્ય હતા છતાં સાચવી શક્યા; કારણ કે એમ કહેવું તો જોઈએ જ કે નવા કે વિશાળ વિચાર ઉપજાવવાની શક્તિ તેનામાં નહોતી. પ્રતાપી, નવીન ભાવનાઓ ઊભી કરવાની કે મોહક વ્યૂહો સર્જવાની કલ્પનાશક્તિ તેનામાં નહોતી; જે અગ્નિ કેટલાકના હૃદયમાં તપે છે અને જેના વડે તેઓ સંસ્થાઓ અને પ્રશંસકોને ગાળી તેમને નવાં સ્વરૂપે નીર્મે છે, તેમને નવો જ અવતાર આપી શકે છે – એ જ્વલંત અગ્નિ પણ તેનામાં નહોતો. તેનામાં નહોતી પ્રબલ ઇચ્છાશક્તિ કે નહોતો એકાગ્ર ઉત્સાહ, પણ બધાને એવી મહત્તા ક્યાંથી મળે? રણજિતરામની મહત્તા રહી હતી એમના જીવનમાં, કે જે તેણે આકરી પરિસ્થિતિ છતાં શુદ્ધ અને સંસ્કારી બનાવ્યું હતું; અને એમની પ્રવૃત્તિઓમાં, કે જે પ્રભાવશાળી શક્તિઓની મદદ વિના તેણે ઉચ્ચગામી અને આદર્શશીલ બનાવી હતી; અને એમના મંત્રમાં, કે જે જૂનો હતો છતાં ગુજરાતમાં અને ગુજરાતીઓને માટે નવો ઉચ્ચારાતો હતો.

જ્યાં સુધી એમના બધા લેખો પ્રકટ થયા નથી ત્યાં સુધી કલાવિધાયક તરીકે રણજિતરામની કિંમત આંકવી એ ઘણું મુશ્કેલ કામ છે; અને ત્યારે પણ એ કામ થઈ શકશે કે કેમ એ સવાલ છે; કારણ કે જે બે મોટી વસ્તુઓ એણે આરંભી હતી તે બન્ને માત્ર આરંભની દશામાં જ અપૂર્ણ પડી છે. આનાં મુખ્ય કારણો રણજિતરામનો સંપૂર્ણતાનો શોખ અને નિશ્ચયાત્મક બુદ્ધિનો અભાવ હતાં. તે જે કાંઈ પણ લખતા તેથી તેને સંતોષ થતો નહીં. જ્યાં સુધી પૂરેપૂરી સંતોષકારક તૈયારી થાય નહીં ત્યાં સુધી ભગીરથ કામમાં ઝંપલાવવું નહીં એ એમનો સ્વભાવ હતો. વળી જેમ જેમ નવાં દૃષ્ટિબિન્દુઓ તેમને જડતાં તેમ તેમ તે બધાંમાં ખરું કયું તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી લખવા ન માંડવું એમ એ માનતા. આ એમની શરતો એવી હતી કે તે સર્વમાન્ય થાય તો ભાગ્યે જ સાહિત્ય જન્મ પામે; અને પરિણામ એ જ આવ્યું. આટલા વર્ષની સાહિત્યસેવા પછી પણ જીવ મૂકીને તે એકે મોટો લેખ લખી શક્યા નહીં.

Line 47: Line 46:
એમની ભાષામાં સચોટતા કે પ્રભાવ ઝાઝાં નથી; છતાં વૈવિધ્ય સ્પષ્ટ દેખાય છે. ગુજરાતી ભાષામાં સહેલાઈથી ન દર્શાવી શકાય એવા ભાવો અને વિચારોને અંગ્રેજી શબ્દના તરજુમા દ્વારા દર્શાવવાનો જરા કૃત્રિમ છતાં સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષા નવા જમાનાના અટપટા ભાવો દર્શાવે એવી સમૃદ્ધિવાન કરવામાં રણજિતરામની શૈલી એક પ્રયોગ લેખે ઘણી ઉપયોગી થઈ પડશે એમ હું ધારું છું.
એમની ભાષામાં સચોટતા કે પ્રભાવ ઝાઝાં નથી; છતાં વૈવિધ્ય સ્પષ્ટ દેખાય છે. ગુજરાતી ભાષામાં સહેલાઈથી ન દર્શાવી શકાય એવા ભાવો અને વિચારોને અંગ્રેજી શબ્દના તરજુમા દ્વારા દર્શાવવાનો જરા કૃત્રિમ છતાં સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષા નવા જમાનાના અટપટા ભાવો દર્શાવે એવી સમૃદ્ધિવાન કરવામાં રણજિતરામની શૈલી એક પ્રયોગ લેખે ઘણી ઉપયોગી થઈ પડશે એમ હું ધારું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રણજિતરામનાં જીવન અને લેખોની કિંમતનો ખ્યાલ આપવાનો મેં અલ્પ પ્રયત્ન કર્યો છે અને આ આંકણીમાં ઘણી ભૂલો રહી ગઈ હશે એમ હું ધારું છું. પણ મને એટલી તો ખાતરી છે કે જો વાચકવર્ગ કે સમાલોચકો જુદી જ કિંમત આંકે અને મેં જે દોષો ધાર્યા છે તે ખૂબીઓ નીકળે તો જેટલો મને આનંદ થશે તેટલો ભાગ્યે જ કોઈ બીજાને થશે. આખરે, જ્યારે રણજિતરામ ગુજરી ગયા ત્યારે એમને વિશે ‘વીસમી સદી’માં એક લેખ લખ્યો હતો તેમાંથી એક ફકરો ઉતારી હું આ ઉપોદ્ઘાત પૂરો કરીશ.

Line 55: Line 54:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =પ્રારંભિક
|previous = કૃતિ-પરિચય
|next = સર્જક-પરિચય
|next = સાહેબરામ
}}
}}