નારીસંપદાઃ વિવેચન/પ્રેમનાં બે ભિન્ન રૂપઃ ચંડાલિકા અને શ્યામા: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પ્રેમનાં બે ભિન્નરૂપ: 'ચંડાલિકા' અને ‘શ્યામા’|અનિલા દલાલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ચિત્રાંગદા'(1936) ‘શ્યામા’(1939) અને 'ચંડાલિકા’(1938) થોડા સમયને અંતરે લખાયેલાં ત્રણ નૃત્યનાટ્યોમાં રવીન્દ્રનાથે પ્રેમનાં જુદાં જુદાં રૂપ પ્રકટ કર્યાં છે. ‘ચિત્રાંગદા' અને ‘શ્યામા’માં બંને નાયિકાઓ- ચિત્રાંગદા અને શ્યામા- દ્વારા રવીન્દ્રનાથે રોમાન્ટિક પ્રેમના ઉન્મેષને પ્રકટ કર્યો છે. ચિત્રાંગદાએ કામદેવ પાસેથી મેળવેલા વરદાનથી રૂપ પ્રાપ્ત કર્યું અને અર્જુનને પોતાના રૂપથી મોહિત કર્યો. પણ ચિત્રાંગદાને બહારનું રૂપ મિથ્યા ભાસે છે, સ્વરૂપ તે જ સાચું એમ એ સાર્થક કરવા માગે છે; અને એટલે પ્રેમમાં ધીરે ધીરે પોતે અને અર્જુન ઊંચે જાય છે. પરિણામ રૂપે આદર્શ દામ્પત્યજીવન અને શુભ કાર્યોમાં બંને સહધર્મી થઈ રહેશે. શ્યામા 'દેવકાંતિ’ ધરાવતા વજ્રસેનને જોઈ પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં દેહમનથી એકાકાર બને છે, અહીં પણ રોમાન્ટિક પ્રેમની પરાકાષ્ઠા છે. પછીથી ‘કલંકિની’ કહી જે વજસેને તેની ઘૃણા કરી હતી તે જ્યારે એને બોલાવે છે ત્યારે શ્યામા માત્ર ક્ષમા માગે છે, એને બીજું કશું કહેવાનું કે માગવાનું નથી. તેનો એકાંતિક પ્રેમ સહૃદયોમાં વેદનાસહ સ્વીકાર પામે છે. 'ચંડાલિકા'માં ચંડાળકન્યા પ્રકૃતિનો ભિક્ષુ આનંદ માટેનો પ્રેમ પણ આરંભમાં તો રૂપમુગ્ધ રોમાન્ટિક લાગે તેવો જ છે, પણ પ્રકૃતિ સમજી કે આનંદના અને પોતાના - વિશેષે ભિક્ષુ આનંદના ઉદ્ધારનો માર્ગ આ નથી; વ્યક્તિવિશેષની સીમામાંથી બહાર નીકળી સમષ્ટિ પ્રત્યેના પ્રેમમાં જ એ સંભવિત છે. આ હૃદયધર્મના અતિ વિકટ માર્ગે જઈ પ્રકૃતિ સમત્વ પામે છે. ભિક્ષુ આનંદનો તો એ જ સાધનામાર્ગ છે. અહીં આમ પ્રેમનું ઊર્ધ્વીકરણ થાય છે. | ‘ચિત્રાંગદા'(1936) ‘શ્યામા’(1939) અને 'ચંડાલિકા’(1938) થોડા સમયને અંતરે લખાયેલાં ત્રણ નૃત્યનાટ્યોમાં રવીન્દ્રનાથે પ્રેમનાં જુદાં જુદાં રૂપ પ્રકટ કર્યાં છે. ‘ચિત્રાંગદા' અને ‘શ્યામા’માં બંને નાયિકાઓ- ચિત્રાંગદા અને શ્યામા- દ્વારા રવીન્દ્રનાથે રોમાન્ટિક પ્રેમના ઉન્મેષને પ્રકટ કર્યો છે. ચિત્રાંગદાએ કામદેવ પાસેથી મેળવેલા વરદાનથી રૂપ પ્રાપ્ત કર્યું અને અર્જુનને પોતાના રૂપથી મોહિત કર્યો. પણ ચિત્રાંગદાને બહારનું રૂપ મિથ્યા ભાસે છે, સ્વરૂપ તે જ સાચું એમ એ સાર્થક કરવા માગે છે; અને એટલે પ્રેમમાં ધીરે ધીરે પોતે અને અર્જુન ઊંચે જાય છે. પરિણામ રૂપે આદર્શ દામ્પત્યજીવન અને શુભ કાર્યોમાં બંને સહધર્મી થઈ રહેશે. શ્યામા 'દેવકાંતિ’ ધરાવતા વજ્રસેનને જોઈ પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં દેહમનથી એકાકાર બને છે, અહીં પણ રોમાન્ટિક પ્રેમની પરાકાષ્ઠા છે. પછીથી ‘કલંકિની’ કહી જે વજસેને તેની ઘૃણા કરી હતી તે જ્યારે એને બોલાવે છે ત્યારે શ્યામા માત્ર ક્ષમા માગે છે, એને બીજું કશું કહેવાનું કે માગવાનું નથી. તેનો એકાંતિક પ્રેમ સહૃદયોમાં વેદનાસહ સ્વીકાર પામે છે. 'ચંડાલિકા'માં ચંડાળકન્યા પ્રકૃતિનો ભિક્ષુ આનંદ માટેનો પ્રેમ પણ આરંભમાં તો રૂપમુગ્ધ રોમાન્ટિક લાગે તેવો જ છે, પણ પ્રકૃતિ સમજી કે આનંદના અને પોતાના - વિશેષે ભિક્ષુ આનંદના ઉદ્ધારનો માર્ગ આ નથી; વ્યક્તિવિશેષની સીમામાંથી બહાર નીકળી સમષ્ટિ પ્રત્યેના પ્રેમમાં જ એ સંભવિત છે. આ હૃદયધર્મના અતિ વિકટ માર્ગે જઈ પ્રકૃતિ સમત્વ પામે છે. ભિક્ષુ આનંદનો તો એ જ સાધનામાર્ગ છે. અહીં આમ પ્રેમનું ઊર્ધ્વીકરણ થાય છે. | ||