નારીસંપદાઃ વિવેચન/પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions
formatting of heading |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક–સાહિત્યિક પરંપરા|આરતી ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે જે કવિના નવનવોન્મેષોનો–પ્રયોગનિષ્ઠ અનન્ય એવી સર્જકતાને પરિચય મેળવવા માગીએ છીએ તે આપણા મહાન કવિ પ્રેમાનંદનો સમય એટલે ઈ.સ.ની સત્તરમી સદીનો સમય. એ સમયનો સાંસ્કૃતિક દૃષ્ટિએ પરિચય મેળવવો જરૂરી છે. પ્રેમાનંદની કવિતાની પરંપરાગત ભૂમિકાનો યથાર્થ ખ્યાલ મેળવવા માટે પણ તે પરિચય મેળવવો અનિવાર્ય છે. પ્રેમાનંદની હયાતીનો સમય એ ગુજરાતમાં મોગલ સત્તાનો સમય હતો. મોગલોનું શાસન સારું હોવાથી લોકજીવનમાં એકંદરે શાંતિ અને સલામતીનું વાતાવરણ હતું. લોકો પોતપોતાનાં જ્ઞાતિ-ગોળ-કુળમાં રહીને જીવન વ્યતીત કરતા હતા. આ દરમ્યાન ગુજરાતને અને ગુજરાતી ભાષાને પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. રાજકીય રીતે ગુજરાતની સ્વાયત્તતા જો વિકસતી જતી હતી તો સાંસ્કૃતિક રીતે એવી વ્યક્તિતા-વિલક્ષણતા પણ સિદ્ધ થતી જતી હતી. પ્રેમાનંદના આવતાં સુધીમાં ગુજરાતને 'ભરતેશ્વરબાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫), ‘નેમિનાથચતુષ્પદિકા’ (૧૩મું શતક), ‘સિરિથૂલિભદ્દફાગુ' (ઈ.સ. ૧૩૩૪), ‘રણમલ્લછંદ’ ( ૧૪મું શતક), 'પૃથ્વીચંદ્રચરિત્ર' (ઈ. ૧૪૨૨), વસંતવિલાસ’ (૧૫મું શતક, ‘ત્રિભુવનદીપક-પ્રબંધ' (૧૫મું શતક), ‘કાન્હડદે પ્રબંધ' (ઈ. ૧૪૫૬), ‘હરિલીલાષેડશકલા’ (ઈ.૧૪૮૫) ભાલણકૃત ‘રામબાલચરિત' ( ૧૫મું શતક) અને ‘કાદંબરી' (૧૫મું શતક), ‘વિમલપ્રબંધ' (ઈ. ૧૫૧૨), 'વિરાટપર્વ' (નાકરકૃત-૧૬મું શતક), 'કપૂરમંજરી' (૧૬મું શતક) 'રૂપચંદકુંવરરાસ' (ઈ. ૧૫૮૧), ‘પ્રેમપચીસી' (૧૭મું શતક) આદિ કૃતિઓ અને તે સાથેના જ આપણા તેજસ્વી સાહિત્યસર્જકો નરસિંહ, મીરાં, અખો જેવાની અનેક કૃતિઓ મળી ચૂકી હતી. આ કૃતિઓએ ગુજરાતી ધર્મ-રુચિ અને રસરૂચિને પોષવા સાથે તેનું ઘડતર પણ કર્યું’ છે. આ કૃતિઓને આધારે સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાતી ભાષાએ કાવ્યની- સાહિત્યની ભાષા તરીકેની પોતાની ક્ષમતા બરાબર રીતે પ્રેમાનંદના આવતાં સુધીમાં સિદ્ધ કરી બતાવી હતી. | આપણે જે કવિના નવનવોન્મેષોનો–પ્રયોગનિષ્ઠ અનન્ય એવી સર્જકતાને પરિચય મેળવવા માગીએ છીએ તે આપણા મહાન કવિ પ્રેમાનંદનો સમય એટલે ઈ.સ.ની સત્તરમી સદીનો સમય. એ સમયનો સાંસ્કૃતિક દૃષ્ટિએ પરિચય મેળવવો જરૂરી છે. પ્રેમાનંદની કવિતાની પરંપરાગત ભૂમિકાનો યથાર્થ ખ્યાલ મેળવવા માટે પણ તે પરિચય મેળવવો અનિવાર્ય છે. પ્રેમાનંદની હયાતીનો સમય એ ગુજરાતમાં મોગલ સત્તાનો સમય હતો. મોગલોનું શાસન સારું હોવાથી લોકજીવનમાં એકંદરે શાંતિ અને સલામતીનું વાતાવરણ હતું. લોકો પોતપોતાનાં જ્ઞાતિ-ગોળ-કુળમાં રહીને જીવન વ્યતીત કરતા હતા. આ દરમ્યાન ગુજરાતને અને ગુજરાતી ભાષાને પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. રાજકીય રીતે ગુજરાતની સ્વાયત્તતા જો વિકસતી જતી હતી તો સાંસ્કૃતિક રીતે એવી વ્યક્તિતા-વિલક્ષણતા પણ સિદ્ધ થતી જતી હતી. પ્રેમાનંદના આવતાં સુધીમાં ગુજરાતને 'ભરતેશ્વરબાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫), ‘નેમિનાથચતુષ્પદિકા’ (૧૩મું શતક), ‘સિરિથૂલિભદ્દફાગુ' (ઈ.સ. ૧૩૩૪), ‘રણમલ્લછંદ’ ( ૧૪મું શતક), 'પૃથ્વીચંદ્રચરિત્ર' (ઈ. ૧૪૨૨), વસંતવિલાસ’ (૧૫મું શતક, ‘ત્રિભુવનદીપક-પ્રબંધ' (૧૫મું શતક), ‘કાન્હડદે પ્રબંધ' (ઈ. ૧૪૫૬), ‘હરિલીલાષેડશકલા’ (ઈ.૧૪૮૫) ભાલણકૃત ‘રામબાલચરિત' ( ૧૫મું શતક) અને ‘કાદંબરી' (૧૫મું શતક), ‘વિમલપ્રબંધ' (ઈ. ૧૫૧૨), 'વિરાટપર્વ' (નાકરકૃત-૧૬મું શતક), 'કપૂરમંજરી' (૧૬મું શતક) 'રૂપચંદકુંવરરાસ' (ઈ. ૧૫૮૧), ‘પ્રેમપચીસી' (૧૭મું શતક) આદિ કૃતિઓ અને તે સાથેના જ આપણા તેજસ્વી સાહિત્યસર્જકો નરસિંહ, મીરાં, અખો જેવાની અનેક કૃતિઓ મળી ચૂકી હતી. આ કૃતિઓએ ગુજરાતી ધર્મ-રુચિ અને રસરૂચિને પોષવા સાથે તેનું ઘડતર પણ કર્યું’ છે. આ કૃતિઓને આધારે સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાતી ભાષાએ કાવ્યની- સાહિત્યની ભાષા તરીકેની પોતાની ક્ષમતા બરાબર રીતે પ્રેમાનંદના આવતાં સુધીમાં સિદ્ધ કરી બતાવી હતી. | ||