યુરોપ-અનુભવ/હાઇડેલબર્ગ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હાઇડેલબર્ગ}} {{Poem2Open}} જેનું સ્વપ્ન આવે એવી કોઈ વિદેશની યુનિવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
જર્મન કવિ ગેટેને આ નગરમાં મારીઆને ફોન વિલેમોર મળી હતી અને એ એના પ્રેમમાં પડી ગયો હતો. ગેટેના જીવનમાં કટોકટ પ્રેમના આઠ કિસ્સા નોંધાયા છે. દરેક ‘પ્રેમ’ કવિતાઓની એક નવી ફસલ લઈ આવે. મારીઆને હાઇડેલબર્ગમાં ગેટેને ક્યાં મળી હશે? ગેટેએ એને ‘વેસ્ટઓસ્ટલિથયર દીવાન’માં સુલાઈકાને નામે અમર કરી દીધી. એ મારીઆને વિલેમોરે પોતે હાઇડેલબર્ગ વિષે એક કવિતા લખી. અહીં એની અને ગેટેની થયેલી મુલાકાત વિષે : | જર્મન કવિ ગેટેને આ નગરમાં મારીઆને ફોન વિલેમોર મળી હતી અને એ એના પ્રેમમાં પડી ગયો હતો. ગેટેના જીવનમાં કટોકટ પ્રેમના આઠ કિસ્સા નોંધાયા છે. દરેક ‘પ્રેમ’ કવિતાઓની એક નવી ફસલ લઈ આવે. મારીઆને હાઇડેલબર્ગમાં ગેટેને ક્યાં મળી હશે? ગેટેએ એને ‘વેસ્ટઓસ્ટલિથયર દીવાન’માં સુલાઈકાને નામે અમર કરી દીધી. એ મારીઆને વિલેમોરે પોતે હાઇડેલબર્ગ વિષે એક કવિતા લખી. અહીં એની અને ગેટેની થયેલી મુલાકાત વિષે : | ||
‘અહીં હું નસીબદાર હતી | '''‘અહીં હું નસીબદાર હતી''' | ||
ચાહતી અને ચહાતી.’ | |||
'''ચાહતી અને ચહાતી.’''' | |||
એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે, તો ગોડફીડ કેલર નામના કવિએ એના જૂના પુલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્વેઈને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડૉ.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લૅન્ડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે. | એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે, તો ગોડફીડ કેલર નામના કવિએ એના જૂના પુલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્વેઈને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડૉ.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લૅન્ડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે. | ||
Line 22: | Line 23: | ||
મને નગર કરતાં અહીંની યુનિવર્સિટીનું વધારે આકર્ષણ હતું. આમેય અમારા જેવા અધ્યાપક-યાત્રિકોને તો યુનિવર્સિટીઓ એટલે તીર્થસ્થળો. એનાં દર્શને તો જઈએ જ; અને આ યુનિવર્સિટી તો જર્મનીની સૌથી જૂની યુનિવર્સિટી. ઈ. સ. ૧૩૮૬માં એની સ્થાપના થઈ હતી. ૧૯૮૬માં જ્યારે એની છઠ્ઠી શતાબ્દી ઊજવાઈ ત્યારે એક ધ્યાનમંત્ર હતો : | મને નગર કરતાં અહીંની યુનિવર્સિટીનું વધારે આકર્ષણ હતું. આમેય અમારા જેવા અધ્યાપક-યાત્રિકોને તો યુનિવર્સિટીઓ એટલે તીર્થસ્થળો. એનાં દર્શને તો જઈએ જ; અને આ યુનિવર્સિટી તો જર્મનીની સૌથી જૂની યુનિવર્સિટી. ઈ. સ. ૧૩૮૬માં એની સ્થાપના થઈ હતી. ૧૯૮૬માં જ્યારે એની છઠ્ઠી શતાબ્દી ઊજવાઈ ત્યારે એક ધ્યાનમંત્ર હતો : | ||
‘પરંપરામાંથી ભાવિ તરફ.’ | '''‘પરંપરામાંથી ભાવિ તરફ.’''' | ||
લાંબી પરંપરા ધરાવતી આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને તબીબી વિદ્યાશાખાઓમાં સાત જેટલા તો નોબેલ પારિતોષિકવિજેતાઓ આપ્યા છે! દર્શન અને માનવવિદ્યાઓના ક્ષેત્રે અનેક વિદ્વાનો આપ્યા છે. કાયદાના ક્ષેત્રમાં તો એનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. છસો વર્ષના એના ઇતિહાસમાં આ યુનિવર્સિટીએ અનેક ચડતીપડતી જોઈ છે, પરંતુ એક વાત એ છે કે, આ યુનિવર્સિટી સમગ્ર જર્મનીના બૌદ્ધિક – ધાર્મિક વિવાદોનું કેન્દ્ર રહી છે. આજે એમાં ૨૭૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. શહેરની વસ્તીનો એક પંચમાંશ ભાગ! | લાંબી પરંપરા ધરાવતી આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને તબીબી વિદ્યાશાખાઓમાં સાત જેટલા તો નોબેલ પારિતોષિકવિજેતાઓ આપ્યા છે! દર્શન અને માનવવિદ્યાઓના ક્ષેત્રે અનેક વિદ્વાનો આપ્યા છે. કાયદાના ક્ષેત્રમાં તો એનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. છસો વર્ષના એના ઇતિહાસમાં આ યુનિવર્સિટીએ અનેક ચડતીપડતી જોઈ છે, પરંતુ એક વાત એ છે કે, આ યુનિવર્સિટી સમગ્ર જર્મનીના બૌદ્ધિક – ધાર્મિક વિવાદોનું કેન્દ્ર રહી છે. આજે એમાં ૨૭૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. શહેરની વસ્તીનો એક પંચમાંશ ભાગ! |
Revision as of 15:01, 25 July 2021
જેનું સ્વપ્ન આવે એવી કોઈ વિદેશની યુનિવર્સિટી મારે મન હોય તો તે જર્મનીની હાઈડલબર્ગ યુનિવર્સિટી. ‘યુનિવર્સિટેટ હાઇડેલબર્ગ.’
લીલીછમ પહાડીઓ વચ્ચે રમ્ય નેકર નદીને કાંઠે વસેલા હાઇડેલબર્ગમાં આ પ્રથમ આવ્યો તે પહેલાં અનેક વાર કલ્પનામાં ગયો છું. એનું એક માનસચિત્ર અંકિત થયેલું અને એમાં જાતજાતના રંગો પૂરેલા. યુરોપયાત્રીઓ હાઇડેલબર્ગ હંમેશાં ન પણ જાય, પરંતુ અમે તો અમારી ઈટીનરરીમાં રાઇન નદી પછી બીજું નામ હાઇડેલબર્ગનું રાખેલું.
હાઈડલબર્ગમાં નેકરને કાંઠે કાંઠે ચાલવું હતું અને એ નદીના સામે કાંઠેના વિસ્તારના ફિલૉસોફનવેગ – ફિલોસોફર્સ રોડ પર ‘ચિંતન’ કરવું હતું.
પહાડીઓ વચ્ચે નેકરને કાંઠે વસેલા આ નગરને પણ ‘રૉમાન્ટિક’નું વિશેષણ મળેલું છે. રોમાન્ટિક સિટી હાઇડેલબર્ગ. જર્મનીનું આ સૌથી સુંદર શહેર છે, બૌદ્ધિક શહેર છે. પ્રાચીન કિલ્લેબંધી. આ શહેરનો જૂનો કિલ્લો તો હવે ખંડેરની શોભા ધારણ કરે છે. નેકર આ પશ્ચાદ્ભૂમાં રમ્યતર લાગે છે. આ નદી, આ પહાડીઓ, આ દ્રાક્ષની વાડીઓ – એમાં પ્રાચીન ઇતિહાસ ભળતાં કવિઓ-કલાકારોને હૈયે આ નગર વસી ગયું છે. આપણા જેવા એકાદ-બે દિવસના યાત્રીને પણ વહાલું લાગી જાય.
જર્મન કવિ ગેટેને આ નગરમાં મારીઆને ફોન વિલેમોર મળી હતી અને એ એના પ્રેમમાં પડી ગયો હતો. ગેટેના જીવનમાં કટોકટ પ્રેમના આઠ કિસ્સા નોંધાયા છે. દરેક ‘પ્રેમ’ કવિતાઓની એક નવી ફસલ લઈ આવે. મારીઆને હાઇડેલબર્ગમાં ગેટેને ક્યાં મળી હશે? ગેટેએ એને ‘વેસ્ટઓસ્ટલિથયર દીવાન’માં સુલાઈકાને નામે અમર કરી દીધી. એ મારીઆને વિલેમોરે પોતે હાઇડેલબર્ગ વિષે એક કવિતા લખી. અહીં એની અને ગેટેની થયેલી મુલાકાત વિષે :
‘અહીં હું નસીબદાર હતી
ચાહતી અને ચહાતી.’
એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે, તો ગોડફીડ કેલર નામના કવિએ એના જૂના પુલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્વેઈને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડૉ.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લૅન્ડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે.
આ બધા તો ખરા, પણ આપણા ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ લખનાર કવિ ઇકબાલ પણ હાઇડેલબર્ગમાં ભણેલા. એટલું જ નહીં, એમણે ત્યાં પ્રેમ પણ કરેલો, પછી તો એ ભારત આવી ગયા અને એમની પ્રેમિકાએ અપરિણીત રહી જીવન વ્યતીત કરેલું! ભણવા સાથે પ્રેમ કરવાનું અહીંના વાતાવરણમાં હશે!
મને નગર કરતાં અહીંની યુનિવર્સિટીનું વધારે આકર્ષણ હતું. આમેય અમારા જેવા અધ્યાપક-યાત્રિકોને તો યુનિવર્સિટીઓ એટલે તીર્થસ્થળો. એનાં દર્શને તો જઈએ જ; અને આ યુનિવર્સિટી તો જર્મનીની સૌથી જૂની યુનિવર્સિટી. ઈ. સ. ૧૩૮૬માં એની સ્થાપના થઈ હતી. ૧૯૮૬માં જ્યારે એની છઠ્ઠી શતાબ્દી ઊજવાઈ ત્યારે એક ધ્યાનમંત્ર હતો :
‘પરંપરામાંથી ભાવિ તરફ.’
લાંબી પરંપરા ધરાવતી આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને તબીબી વિદ્યાશાખાઓમાં સાત જેટલા તો નોબેલ પારિતોષિકવિજેતાઓ આપ્યા છે! દર્શન અને માનવવિદ્યાઓના ક્ષેત્રે અનેક વિદ્વાનો આપ્યા છે. કાયદાના ક્ષેત્રમાં તો એનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. છસો વર્ષના એના ઇતિહાસમાં આ યુનિવર્સિટીએ અનેક ચડતીપડતી જોઈ છે, પરંતુ એક વાત એ છે કે, આ યુનિવર્સિટી સમગ્ર જર્મનીના બૌદ્ધિક – ધાર્મિક વિવાદોનું કેન્દ્ર રહી છે. આજે એમાં ૨૭૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. શહેરની વસ્તીનો એક પંચમાંશ ભાગ!
તુલનાત્મક સાહિત્ય અથવા સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ મારા રસનું ક્ષેત્ર છે. હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં આ વિભાગ છે અને ક્યારેક એ વિદ્યાક્ષેત્રમાં અહીં ભણવાની હોંશ હતી, સ્વપ્ન હતું. એની પૂર્તિ તો હવે આવતા અવતારે. પણ, યુનિવર્સિટી-વિસ્તારમાં ભમીએ તો ખરા.
ગાડીમાં મને વિચાર આવતો હતો કે સાચે જ શું મારા સ્વપ્નની યુનિવર્સિટી જોવા જઈ રહ્યો છું! આખો માર્ગ રમણીય. હાઇડેલબર્ગ આવતાં અમે ઊતરી ગયાં. સ્ટેશને ઊતરી પ્રવાસી વિભાગમાંથી નગર અને યુનિવર્સિટીના નકશા, માર્ગ વગેરેની માહિતી મેળવી.
બસનંબર ૧૦ પકડી યુનિવર્સિટી તરફ જવા નગર વીંધતાં ચાલ્યાં. હું તો રાગ – (કે અનુરાગ?) પીડિત આંખોથી નગરને જોઉં એટલે મને તો બધું સુંદર લાગે. રસ્તા સુંદર લાગે, રસ્તે ઉગાડેલાં વૃક્ષ સુંદર લાગે, ઇમારતો સુંદર લાગે. ત્યાં એકાએક નગર વચ્ચે દેખાઈ નદી.
એ જ નેકર.
બસમાં બેઠેલાં અમે ઊંચાંનીચાં થઈ નદી ભણી જોઈ રહ્યાં હતાં, તો બસમાં બેઠેલાં હાઇડેલબર્ગવાસીઓ અમને જોઈ રહ્યાં હતાં. ગુજરાતીમાં થતા અમારા હર્ષોદ્ગારો પર કદાચ રમૂજ અનુભવતાં હશે. નેકર બરાબર નગર વચ્ચે વહેતી હતી. સામે પાર લીલી ટેકરીઓમાં વૃક્ષોના અંતરાલમાં ઇમારતો રમ્ય લાગતી હતી. બસ નદીકાંઠેથી જૂના હાઇડેલબર્ગમાં યુનિવર્સિટી-વિસ્તાર ભણી વળી.
યુનિવર્સિટીનાં મકાનો આવતાં ગયાં. રજાઓ છતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં જૂથ દેખાતાં હતાં. કેવાં ભાગ્યશાળી! હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં ભણવા મળે છે એવું એમને જોઈ હું વિચારતો હતો. સેન્ટ પીટર કીર્ખ્ય (ચર્ચ) આગળ આવીને બસ ઊભી. એ ચર્ચ પણ યુનિવર્સિટીનો જ એક ભાગ. ધર્મ અને શિક્ષણની રાજનીતિમાં આ યુનિવર્સિટીના બૌદ્ધિકો આગળ પડતા રહ્યા છે.
અમે એ વિસ્તારમાં ચાલવા લાગ્યાં. અમેરિકન યુનિવર્સિટી જેવો વિશાળ પરિસર ભલે હાઇડેલબર્ગ યુનિવર્સિટીનો અત્યારે ન હોય, પણ એના વિશાળ ગ્રંથાલય ભણી અમે અહોભાવથી જોઈ રહ્યાં. ગ્રંથાલયમાં પ્રવેશ પણ કર્યો. માહિતી મળી કે ગ્રંથાલયમાં મૂલ્યવાન બાવીસ લાખ ગ્રંથો ઉપરાંત અનેક મધ્યકાલીન જર્મન હસ્તપ્રતો છે. યુનિવર્સિટી ગ્રંથાલય એટલે યુનિવર્સિટીનું મંદિર.
યુનિવર્સિટીનું ખરું નામ એના સ્થાપક અને પછી એને કાયદાથી સ્ટેટ યુનિવર્સિટી તરીકે માન્યતા આપનાર બન્નેનાં નામ ઉપરથી રૂપરેખ્ત કાર્લ યુનિવર્સિટી કહેવાય છે. યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓ અત્યારે તો નગરના જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલી છે, પણ અધ્યયન-સંશોધન ઉપરાંત થિયેટર, નૃત્ય, સંગીત અને તેમાંય શાસ્ત્રીય સંગીતથી માંડી રોક સંગીત સુધીનું શિક્ષણ અહીં મળે છે.
અહીં વિદ્યાર્થીઓ માટે અનેક પબ હોય અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ નિરાંતે બિઅર પીતાં હોય કે પછી કોઈ કોઈ નિરાંતે પ્રેમ કરતાં હોય. જાહેરમાં ચુંબન-આલિંગન અહીં પ્રેમની સાહજિક અભિવ્યક્તિ છે.
જુદા જુદા વિભાગોમાં ભમ્યાં. પછી, તુલનાત્મક સાહિત્યના વિભાગની પૃચ્છા કરી. બંગાળી કવિ અલોકરંજન દાસગુપ્તને અને હિન્દીના જર્મન વિદ્વાન લોઠાર લુત્સેને એ વિભાગમાં મળવાની ઇચ્છા હતી, પણ મળી શકાયું નહીં, રજાઓને કારણે. યુનિવર્સિટીના કેન્દ્રીય મકાનના વિશાળ ચૉકમાં થોડી વાર બેઠાં અને બાજુના ગ્રૉસરી સ્ટોર્સમાંથી જ્યુસ લઈ નિરાંતે પીધો. પછી ચાલતાં ચાલતાં નેકરને કાંઠે આવ્યાં. હાઇડેલબર્ગમાં નેકરને કાંઠે ચાલવાની ઇચ્છા પૂરી થઈ. આ નદીને કાંઠે બીજી એક યુનિવર્સિટી ટ્યુબિંગનમાં પણ આવેલી છે.
નદીનો જૂનો પુલ પાર કરી પેલા પ્રસિદ્ધ ફિલૉસોફર્સ માર્ગ પર પણ જવું હતું, જૂનો કિલ્લો જોવો હતો, પણ અહીંથી હવે તરત બ્લૅક ફૉરેસ્ટના વિસ્તારમાં જવાનું હતું અને રાત્રે તો પાછા ક્રાન્કફર્ટ પહોંચી જવું હતું. બસ આવી જતાં સવાર થઈ ગયાં, પણ અજાણ્યાં ને આંધળાં બરાબર. સ્ટેશન નજીક આવ્યું છે માની વહેલાં ઊતરી ગયાં. પછી તો જે ચાલ્યાં, જે ચાલ્યાં કે નગરનો ઘણો ભાગ પદગત થયો ત્યારે સ્ટેશન આવ્યું. એક નગર તરીકે પણ આ પ્રાચીન નગર મનમાં વસી ગયું.
હાઇડેલબર્ગ વિશે એક જર્મન લોકગીત પછી જર્મનીના એક ડૉ. ગોટમેન પાસેથી સાંભળવા મળેલું :
Ich hab’ mein Herz in Heidelberg verloren, In einer lauen sommernacht. Ich war verliebt bis uber beide Ohren, Und wie ein Roslein hat ihr Mund gelacht. Und als ich Abschid nahm vor seinem Toren, Beim letzen Kus, da hab’ ich klar erkant. Ich hab’ mein Herz in Heidelberg verloran, Mein Herz das blieb am Neckarstrand.
અંગ્રેજી અનુવાદમાં કહીએ તો —
I have lost my heart in Heidelberg On a mild summer night. I was in love upto both ears. And her mouth laughed like a little rose.
And as I did farewell in front to the gates During the last kiss I realised dearly I have lost my heart in Heidelberg My heart it was left on the bank of Neckar.
હાઇડેલબર્ગથી નીકળતાં વિદાયની ભલે કોઈ એવી ચૂમી નહોતી મળી, તેમ છતાં હૈયું હાઇડેલબર્ગમાં નેકરને કાંઠે ખોવાઈ તો ગયું જ જાણે!