બહુરંગી/ઘેટીસ્તાન: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 40: | Line 40: | ||
અમે ઘેટાં ઘેટાં ઘેટાં</poem>}} | અમે ઘેટાં ઘેટાં ઘેટાં</poem>}} | ||
{{rh|||પ્રતિભા ઠક્કર | {{rh|||પ્રતિભા ઠક્કર<br>‘વ્યંગિસ્તાન’માંથી }} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 00:54, 27 May 2026
આ ઘેટાનો દેશ છે
કહેવતો બોલ્યા કરે કે,
બાપ એવા બેટા
ને વડ એવા ટેટા
કોઈ ફેરફારનો અવકાશ નહીં
બની જાવ બસ
ઘેટાં ઘેટાં ઘેટાં...
બુદ્ધિથી રહો બાર હાથ છેટા
ને પહેરી ફરો પરંપરાના ફેંટા
વર્ષો પહેલાં કીધું’તું જે એ જ માનો વિધાન
બનાવી રિવાજોનું સંવિધાન
સાબિત કરવા
ભેગી કરો ડિંડક પુરાણોની ડેટા
ઘેટાં ઘેટાં ઘેટાં....
આ ઘેટીસ્તાનમાં
વિવિધતામાં એકતા
એવું બોલી :
પોતપોતાના રોટલા શેકતા
ને પછી પોતાના જ ઘેટાભાઈઓનું ઊન ઉતારતા
પોતાની જ ટાઢ ઉડાડતા
અને રચતા રોજ મહેલાતો
બનાવે બીજા માટે ઊંડી ખાઈ
રોજ રચી એક નવો સંપ્રદાય
માધ્યમોની વણથંભી વણઝારમાં
રોજે કરતા અવનવી વાતો
આ ઘેટીસ્તાનના ધ્વજનો રંગ
પણ રોજ બદલાતો
કાચીંડો પણ આ બધું જોઈ
મનમાં ને મનમાં મલકાતો!
પણ આ ઘેટાંઓનો વડો
ક્યારેય ના શરમાતો
એ તો કતારની મોખરે ચાલતો
ને એનું રાષ્ટ્રગીત પણ ભેંસાસૂરમાં ગાતો
ગીત પણ એવું ટૂંકું ને ટચ :
નહીં કોઈ કચકચ
બસ એક જ લાઇન
અમે ઘેટાં ઘેટાં ઘેટાં
પ્રતિભા ઠક્કર
‘વ્યંગિસ્તાન’માંથી