બહુરંગી/પત્નીને (ગઝલ): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:55, 27 May 2026

પત્નીને

મુક્ત તારા વિચાર લાગે છે.
ભેજું તારું ફરાર લાગે છે!

બાલ્કનીમાં સખીની સંગાથે
વાતની તું વખાર લાગે છે.

દાળ માફક ઊકળતી રહે છે ને,
વેણ તારાં વઘાર લાગે છે.

ખાટી કડવી અને કદી તૂરી,
અન્યથા મીઠી નાર લાગે છે.

એક-બે નહિ કે બાર પંદર નહિ,
રૂપ તારાં હજાર લાગે છે!

લગ્નમાં મ્હાલતી હોય છે ત્યારે,
તું પ્રસાધન-પ્રચાર લાગે છે.

હળવું તારાથી, પ્રિયે! આ જીવન,
કોણ કહે છે તું ભાર લાગે છે?

સંધ્યા ભટ્ટ
‘ગુજરાત મિત્ર’ દૈનિકમાંથી