ભાષાવિજ્ઞાન/અર્થવિચાર: Difference between revisions

No edit summary
Removed reference numbers

(2 intermediate revisions by the same user not shown)
Line 15: Line 15:
{{Poem2Open}}
{{Poem2Open}}
પદઘટના અને શબ્દના સ્વરૂપ વચ્ચે સામંજસ્ય હોવું અનિવાર્ય નથી. ઘણી વાર એક કુલની ભાષાનું પદસ્વરૂપ પરંપરાનુગત હોય પણ તેનો શબ્દકોશ સંપૂર્ણપણે કે અધિકાંશે અન્ય પ્રકારનો હોય. ઉ. ત. સાહિત્યની ઉર્દૂ ભાષાનું પદઘટન ભારતીય સ્વરૂપનું છે, પણ શબ્દકોષ અધિકાંશે ફારસી છે. તો વળી ફારસીમાં ત્રીજા ભાગના શબ્દો અરબીમાંથી લીધેલા છે. તેલુગુમાં અર્ધ ઉપરાંતના શબ્દો સંસ્કૃતના તત્સમ અને તદ્ભવ શબ્દો છે. રોમાની જિપ્સી ભાષાની સ્વરૂપઘટના, જિપ્સી લોકો મૂળ ભારતના હોવાથી, ભારતીય આર્ય સ્વરૂપની છે, તો શબ્દકોશ ઘણી સદીઓ સુધી વિદેશમાં વસવાટ કર્યાથી વિદેશી છે.

'''શબ્દોની અર્થવત્તા''' સ્થિર હોતી નથી; '''એમાં નિરંતર ફેરફાર''' થતા રહે છે. બાલ્યાવસ્થામાં બાળક શબ્દના જે અર્થો સમજતું થાય છે તેમાં પણ વિશેષ અનુભવે સુધારાવધારા, પરિવર્તન થાય છે. એ જ પ્રમાણે એક જ સમાજમાં કાળક્રમે શબ્દના અર્થો પલટાતા રહે છે. કેટલીક વખત એ પરિવર્તન આંશિક હોય છે, તો કોઈ વખત એ આમૂલ હોય છે. આથી શબ્દોનો અર્થ સ્થિર કે શાશ્વત નહીં પણ શબ્દ પ્રયોજાય તે દેશકાળમાં જે અર્થ પ્રચલિત હોય તે જ સમજવાનો છે. ઉ. ત. સંસ્કૃતમાં विहार શબ્દનો અર્થ ‘વિચરણ કરવું’ થતો; પાલિમાં એનો અર્થ ‘સાધુઓનું નિવાસસ્થાન’ એવો થઈ રહ્યો; અને એમાંથી બૌદ્ધવિહારો વિશેષ હોવાને કારણે ભારતના એ પ્રદેશનું નામ ‘બિહાર’ પડ્યું. સંસ્કૃતમાં गिरिनगर એ પર્વત પાસે વસેલા નગરનું નામ હતું; વર્તમાન ગુજરાતીમાં ‘ગિરનાર’ પર્વતનું જ નામ થઈ રહ્યું. સંસ્કૃતમાં यात्राનો વ્યાપક અર્થ હતો ‘પ્રવાસ’; વર્તમાન ભારતીય ભાષાઓમાં (‘યાત્રા’, ‘જાત્રા’) એ શબ્દ ‘તીર્થયાત્રા’ના અર્થમાં બદ્ધ થઈ ગયો. સંસ્કૃતમાં देवનો જે અર્થ (= દેવતા) છે, એથી બરાબર ઊલટો અર્થ ઈરાનિયન ભાષામાં दइवનો મળે છે.<ref>अथर्ववेदમાં ક્વચિત્ ‘અનિષ્ટ સત્ત્વો’ કે ‘રાક્ષસો’ માટે देव શબ્દનો પ્રયોગ થયેલો મળે છે.

સરખાવોઃ ...अग्ने सातघ्नो देवान् हविषा नि षेध।

સરખાવોઃ ...अग्ने सातघ्नो देवान् हविषा नि षेध।

{{Gap}}– अथर्ववेद 3-15-5

{{Gap}}– अथर्ववेद 3-15-5

જુઓઃ अथर्ववेदसंहिता, संपा૰ श्री. दा. सांतवळेकर, 1943, पृ. 41

જુઓઃ अथर्ववेदसंहिता, संपा૰ श्री. दा. सांतवळेकर, 1943, पृ. 41

Trans: ``O Agni, put down (निषेध) with the oblation the gainslaying gods.’’ – Atharva Veda, Whitney’s Translation & Notes, Havard Oriental Series, Vol. 7 p. 112.

Trans: ``O Agni, put down (निषेध) with the oblation the gainslaying gods.’’ – Atharva Veda, Whitney’s Translation & Notes, Havard Oriental Series, Vol. 7 p. 112.

Notes : ``The sense `devas who shut off again’ has an Avestan rather than a Vedic ring.’’ – Atharva Veda, Maurice Bloomfield, SBE Vol. XLII, Oxford, 1897, p. 354</ref> असुरનો ઋગ્વેદના પ્રાચીનતર ભાગોમાં તેમ પ્રાચીન ઈરાનિયન ભાષામાં (अहुर) દેવતા-વાચક અર્થ છે, તે પછીના સમયમાં પલટાઈને ‘રાક્ષસ’ કે ‘દૈત્ય’ એવો થયો છે.<ref>असुरના આદિ अને નિષેધાત્મક સમજતાં એમાંથી પછીના કાળનો सुर શબ્દ બન્યો.</ref> આફ્રિકાની ‘કાફિર’ નામની જાતિ ઉપરથી મુસલમાનો હિંદુ આદિ વિધર્મી લોકોને અવહેલનામાં ‘કાફિર’ કહેતા. મુસ્લિમ વિજેતાઓમાંથી કેટલાક તુર્ક હતા. એમાંના કેટલાક ઝનૂની ને તકરારી જણાયા હશે; એથી ગુજરાતી જેવી વર્તમાન ભારતીય ભાષાઓમાં અત્યંત તકરારી કે મિજાજી માણસને અવહેલનામાં ‘તરકડો’ કહે છે.

કેટલીક વાર આવાં અર્થપરિવર્તનોની પશ્ચાદ્ભૂમિમાં '''ઐતિહાસિક''' '''કારણો''' રહેલાં હોય છે. ઉ. ત. ફ્રેન્ચ ‘plume’ (=feather; pen)નો વર્તમાન અર્થ છે ‘કલમ’ કે ‘લેખિની’.<ref>સરખાવો: અંગ્રેજી ‘quill’ = ‘feather,’ ‘pen,’ etc.</ref> મૂળ પક્ષીનાં પીછાંમાંથી કલમો બનાવાતી એ સમયથી કલમના અર્થમાં આ શબ્દ પ્રયોજાતો થયો છે. પ્રથમ એ ‘પીંછાં’ના અર્થમાં, પછી વચ્ચેની અવાન્તર સ્થિતિમાં ‘પીંછા(માંથી બનેલી) કલમ’ એમ રૂપક રૂપે, અને વર્તમાનમાં કેવળ ‘કલમ,’ એ પ્રમાણે આ અર્થસંક્રમણ થયું હશે એમ માની શકાય. આવાં ઉદાહરણોમાં ભાષાવૈજ્ઞાનિકો ‘plume’ (=feather) અને ‘plume’ (=pen) એ બેને ભિન્ન ભિન્ન શબ્દો ગણવાનું વધારે સમુચિત ગણે છે,<ref>સરખાવોઃ Vendryes, op. cit., p. 177.</ref> કારણ કે ભાષાપ્રયોગમાં એક શબ્દનો એક સમયે એક જ અર્થ હોઈ શકે. આ રીતે ગુજરાતીમાં ‘ગ્લાસ’ શબ્દ હવે કેવળ ‘કાચ’નો દ્યોતક નથી રહ્યો, ધાતુના ‘પ્યાલા’ માટે પણ એ વપરાય છે.

ઘણી વાર જનસમુદાયમાં ભિન્ન ભિન્ન વ્યવસાયના મનુષ્યો એક જ શબ્દનો પ્રયોગ પોતપોતાના જીવનવ્યવહાર અનુસાર વિભિન્ન અર્થમાં કરતા હોય એમ બને છે. શિકારીની ‘કમાન’ (=ધનુષ્ય) પિંજારાની ‘કમાન’ (પીંજવાનું ધનુષ્ય જેવું સાધન), માળીનાં ફૂલ અને ભરતકામનાં ફૂલ, વકીલનો ‘કેસ’ અને ડાક્ટરનો ‘કેસ’, ટપાલની ‘ટિકીટ’ અને રેલ્વેની ‘ટિકીટ’, શાળાના ‘માસ્તર’ અને સ્ટેશન ‘માસ્તર’ પરસ્પરથી કેટલે બધે અંશે વિભિન્ન છે!

એક જ શબ્દના જ્યાં ભિન્ન ભિન્ન અર્થ થતા હોય ત્યાં વાક્યસંદર્ભ (context) તત્ક્ષણે ઉદ્દિષ્ટ અર્થ નિશ્ચિત કરી આપે છે. ઉ.ત. सैन्धर्व आनय એ આજ્ઞા રસોઈઘરમાંથી થઈ હોય તો सैन्धवंનો અર્થ ‘મીઠું’ થાય, અને બહાર જતા કે પ્રવાસે નીકળતા અધિકારીની એ આજ્ઞા હોય તો એ જ શબ્દનો અર્થ (સિંધુ પ્રદેશનો ઉત્તમ જાતિનો) ‘ઘોડો’ થાય. દરેક શબ્દને એના તત્કાલ પ્રયોગ અનુસાર તાત્કાલિક અર્થ (present value) હોય છે, જે સંદર્ભ નિશ્ચિત કરે છે. પણ આવા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં થતા ભિન્ન ભિન્ન અર્થોમાંથી અર્થનું કોઈ મધ્યવર્તી તત્ત્વ (mean), પુદ્ગલ કાઢી શકાતું નથી—ભિન્ન ભિન્ન અર્થોની છટાઓ પરસ્પરથી એટલી બધી વિભિન્ન હોય છે!<ref>ઉ.ત. काम (= વાસના) અને काम (= ધંધો, કાર્ય), ‘सूर’ (=સ્વર) અને सुर (=દેવ), माटी (= જમીનની, ખેતરની) અને माटी (= માંસ; જેમકે ‘પરમાટી’ ખાનાર ઈ૰)</ref> કોઈપણ શબ્દની મનમાં એકાકી અવસ્થિતિ હોતી નથી; પરસ્પર સંબદ્ધ શબ્દવર્ગો મનમાં એક વ્યવસ્થિત સુસંકલિત જૂથ (linguistic family) રૂપે ગોઠવાઈ રહે છે. ઉ. ત. આકાર–આકૃતિ કે વિકાર–વિકૃતિ–વિકરણનું શબ્દજૂથ મનમાં ગોઠવાઈ રહે છે. શબ્દોનું ધ્વન્યાત્મક સાદૃશ્ય લૌકિક વ્યુત્પત્તિનું એક મહત્ત્વનું કારણ છે.<ref>ઔષધિઓના નામકરણમાં ને પ્રચારમાં ઘણી વાર ધ્વનિસાદૃશ્યનો લાભ લેવામાં આવે છે. ઉ. ત. સરખાવો: ‘ઘોડાને તંગ ને મરદને બંગ’ (= બંગભસ્મ), ઈ૰ કહેવતો.</ref>

પ્રત્યેક શબ્દની આસપાસ એને સર્વતઃ સ્પર્શતું, આવરી લેતું એક સૂક્ષ્મ, ભાવાત્મક વાતાવરણ હોય છે, જે એના પ્રત્યેક અર્થને વિશિષ્ટ છાયા અર્પતું હોય છે. સામાન્ય માણસને પણ શબ્દના અમૂર્ત, સાધારણીકૃત (general) અર્થની સાથે એની વિશેષાભિવ્યક્તિની નિરનિરાળી છટાઓનું ભાન થયા વિના રહેતું નથી, એટલી એ ઉત્કટ હોય છે. ઉ. ત. કાન્તનાં કાવ્યોમાં ‘કુમુદવનને માતરિશ્વા’માં એ પવનની લોકોત્તરતાનું, કે ‘વિચરતી હતી દેવતાઓ’માં વનદેવી કે જલદેવી સમાં સત્ત્વોની સુકુમારતાનું ભાન થયાં વિના રહેતું નથી.<ref>જુઓ: ‘પૂર્વાલાપ’નાં ‘દેવયાની’ અને ‘ચક્રવાકમિથુન’ એ કાવ્યો.</ref>

આવી વિશેષાભિવ્યક્તિની પાછળ ઘણી વાર શબ્દનો અર્થ અને શબ્દના ધ્વનિઓ વચ્ચે કોઈ વિલક્ષણ સામંજસ્ય રહેલું હોય છે. શબ્દના ધ્વનિઓનું સ્વરૂપ એવું હોય છે કે એમના ઉચ્ચારમાત્રથી સહજપણે, સહસૈવ શબ્દનો અર્થ જાગૃત થાય છે. ઉ. ત. ‘સરવું’, ‘સરરર’, ‘સ્રોત’ ઈ૰ ત્વરિત અભિસરણનો; ‘ગંભીર’ ગહનતાનો, કે ‘ઘોર’ ભયાનકતાનો ભાવ સહજપણે જ જાગૃત કરે છે. પ્રત્યેક સંગીતકારને ધ્વનિઓની આ ભાવોત્તેજક શક્તિનો ખ્યાલ હોય છે. <ref>અમુક પ્રકારના સૂરોથી કરુણનું, તો અન્યથી વીરનું, તો અમુકથી મંગલતાનું વાતાવરણ એ સરજી શકે છે૮<ref>ઉ.ત. કાવ્યોમાં ‘વૈતાલીય’ કે ‘વિયોગિની’, ‘હરિણી’, ને ‘લલિત’ કરુણ માટે, ‘મનહર’ કે ‘કવિત’ વીર માટે, અને શાર્દૂલવિક્રીડિત મંગલવચન કે આશીર્વાદ માટે વિશિષ્ટપણે પ્રયોજાય છે.</ref>—જોકે સમર્થ સર્જક આ ઉપકરણો વિના પણ અભીષ્ટ કાર્યસિદ્ધિ કરી શકવા સમર્થ હોય છે. પણ સામાન્ય રીતે શબ્દોમાં અર્થથી અતિરિક્તપણે, કેવળ એમના ધ્વનિ વડે જ, પ્રસન્ન કે ઘેરી, મનોહર કે ભીષણ, લઘુતાની કે વિશાળતાની છાયા ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે એ સ્વીકારવું પડશે. ઉદાહરણ તરીકે અર્થથી સ્વતંત્રપણે ‘પ્રસન્ન’ શબ્દ પ્રસન્નતાની, ‘કઠોર’ કઠોરતાની, ‘ઘોર’ કે ‘ભીષણ’ ભયાનકતાની, ‘વિશાળ’ વિશાળતાની, ‘દૂર’ દૂરતાની, કે ‘ધીમે’ મંદતાની છાયા સહજભાવે વ્યક્ત કરે છે.<ref>૯  સરખાવો: ‘वज्रादपि कठोराणि’, ‘अयि कठोर यशः किल ते प्रियम्’ (भवभूति); ‘દૂર, દૂર, સુદૂર એ’ (નરસિંહરાવ, ‘નૂપુરઝંકાર’); ‘ધીમે ધીમે છટાથી’ (કાન્ત, ‘વસંતવિજય’); ‘मन्दं मन्दं नुदति पवनः’ (कालिदा</ref>स, मेघदूत, पूर्वमेघ १०).</ref>
આવી વિશેષાભિવ્યક્તિની પાછળ ઘણી વાર શબ્દનો અર્થ અને શબ્દના ધ્વનિઓ વચ્ચે કોઈ વિલક્ષણ સામંજસ્ય રહેલું હોય છે. શબ્દના ધ્વનિઓનું સ્વરૂપ એવું હોય છે કે એમના ઉચ્ચારમાત્રથી સહજપણે, સહસૈવ શબ્દનો અર્થ જાગૃત થાય છે. ઉ. ત. ‘સરવું’, ‘સરરર’, ‘સ્રોત’ ઈ૰ ત્વરિત અભિસરણનો; ‘ગંભીર’ ગહનતાનો, કે ‘ઘોર’ ભયાનકતાનો ભાવ સહજપણે જ જાગૃત કરે છે. પ્રત્યેક સંગીતકારને ધ્વનિઓની આ ભાવોત્તેજક શક્તિનો ખ્યાલ હોય છે. અમુક પ્રકારના સૂરોથી કરુણનું, તો અન્યથી વીરનું, તો અમુકથી મંગલતાનું વાતાવરણ એ સરજી શકે છે<ref>ઉ.ત. કાવ્યોમાં ‘વૈતાલીય’ કે ‘વિયોગિની’, ‘હરિણી’, ને ‘લલિત’ કરુણ માટે, ‘મનહર’ કે ‘કવિત’ વીર માટે, અને શાર્દૂલવિક્રીડિત મંગલવચન કે આશીર્વાદ માટે વિશિષ્ટપણે પ્રયોજાય છે.</ref>—જોકે સમર્થ સર્જક આ ઉપકરણો વિના પણ અભીષ્ટ કાર્યસિદ્ધિ કરી શકવા સમર્થ હોય છે. પણ સામાન્ય રીતે શબ્દોમાં અર્થથી અતિરિક્તપણે, કેવળ એમના ધ્વનિ વડે જ, પ્રસન્ન કે ઘેરી, મનોહર કે ભીષણ, લઘુતાની કે વિશાળતાની છાયા ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે એ સ્વીકારવું પડશે. ઉદાહરણ તરીકે અર્થથી સ્વતંત્રપણે ‘પ્રસન્ન’ શબ્દ પ્રસન્નતાની, ‘કઠોર’ કઠોરતાની, ‘ઘોર’ કે ‘ભીષણ’ ભયાનકતાની, ‘વિશાળ’ વિશાળતાની, ‘દૂર’ દૂરતાની, કે ‘ધીમે’ મંદતાની છાયા સહજભાવે વ્યક્ત કરે છે.<ref>સરખાવો: ‘वज्रादपि कठोराणि’, ‘अयि कठोर यशः किल ते प्रियम्’ (भवभूति); ‘દૂર, દૂર, સુદૂર એ’ (નરસિંહરાવ, ‘નૂપુરઝંકાર’); ‘ધીમે ધીમે છટાથી’ (કાન્ત, ‘વસંતવિજય’); ‘मन्दं मन्दं नुदति पवनः’ (कालिदास, मेघदूत, पूर्वमेघ १०).</ref>

શબ્દોની આ શક્તિને કારણે જ પુરાતન કાળમાં નામોને શબ્દોનાં અવિભાજ્ય અંગ ગણવામાં આવતાં, અને ધ્વનિરૂપ શબ્દોમાં અભિહિત પદાર્થોના ગુણોનું અસ્તિત્વ કલ્પવામાં આવતું હતું. શબ્દમાં મહાન આંતરિક શકિત રહેલી છે એમ મનાતું.૧૦<ref>૧૦ સરખાવોઃ `एक शब्दः सम्यग्ज्ञातः शास्त्रान्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति।’ पतज्जलिविरचित व्याकरणमहाभाष्य 6-1-84; મ. મ. વાસુદેવશાસ્ત્રી અભ્યંકર સંપાદિત, (1953, ભાગ 5મો, પૃ. 119)</ref> મંત્રતંત્ર પ્રક્રિયાઓ અને જપયોગની ઉત્પત્તિ આમાંથી છે. શબ્દના જ્ઞાનથી એ વડે અભિહિત પદાર્થ ઉપર પ્રભુત્વ છે એમ મનાતું.૧૧<ref>૧૧ સરખાવોઃ `हूडु र्नामासि हरितस्य देव स नः संविद्वान् परि वृङ्ग्धि तक्मन्।’ अथर्ववेद, 1-25-2. अथर्ववेदसंहिता, संपा૰ श्री. दा. सांतवलेकर, 1943, पृ. 10.
શબ્દોની આ શક્તિને કારણે જ પુરાતન કાળમાં નામોને શબ્દોનાં અવિભાજ્ય અંગ ગણવામાં આવતાં, અને ધ્વનિરૂપ શબ્દોમાં અભિહિત પદાર્થોના ગુણોનું અસ્તિત્વ કલ્પવામાં આવતું હતું. શબ્દમાં મહાન આંતરિક શકિત રહેલી છે એમ મનાતું.<ref>સરખાવોઃ `एक शब्दः सम्यग्ज्ञातः शास्त्रान्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति।’ पतज्जलिविरचित व्याकरणमहाभाष्य 6-1-84; મ. મ. વાસુદેવશાસ્ત્રી અભ્યંકર સંપાદિત, (1953, ભાગ 5મો, પૃ. 119)</ref> મંત્રતંત્ર પ્રક્રિયાઓ અને જપયોગની ઉત્પત્તિ આમાંથી છે. શબ્દના જ્ઞાનથી એ વડે અભિહિત પદાર્થ ઉપર પ્રભુત્વ છે એમ મનાતું.<ref>સરખાવોઃ `हूडु र्नामासि हरितस्य देव स नः संविद्वान् परि वृङ्ग्धि तक्मन्।’ अथर्ववेद, 1-25-2. अथर्ववेदसंहिता, संपा૰ श्री. दा. सांतवलेकर, 1943, पृ. 10.
Trans: ``Hrūdu by name art Thou, O god of the yellow: do thou feel for us, and spare, O takman!’’ – Hymns of the Atharva Veda, M. Bloomfield, SBE XLII, p. 3.</ref> આજે પણ ડૉક્ટર દર્દીના રોગનું નિદાન કરે છે ત્યારે માત્ર દરદનું નામ જાણીને પણ દરદીના મનમાં હિંમત આવી જાય છે કે હવે રોગ પરખાયો એટલે તરત સાજા થવાશે.

આ રીતે આપણી ચેતનામાં સ્ફુરતા શબ્દો એકાકી અવસ્થિતિમાં હોતા નથી. એમની સાથે એમના ધ્વનિ દ્વારા ઉત્પન્ન થતી વિવિધ અર્થછટાઓ અને ભાવચ્છાયાઓ, એમની સાથે પરિસંકલિત સંબદ્ધ શબ્દરૂપો અને એમનો અર્થવિસ્તાર ઈ૰ પણ સહજ જ સ્ફુરી રહે છે, અને આવશ્યક હોય ત્યાં એ અર્થની અભિવ્યક્તિને વિશિષ્ટ રૂપે સહાયક બને છે.

Line 36: Line 36:
{{center|'''શબ્દકોશ'''}}
{{center|'''શબ્દકોશ'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભિન્ન ભિન્ન સ્તરના વક્તાઓનો શબ્દકોશ (vocabulary) કેટલો હોય એનો અડસટ્ટો કાઢવાનો ભાષાવૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો છે. મૅક્સમૂલરે ગામડાના કોઈ પાદરીએ આપેલી માહિતી ઉપરથી ઇંગ્લાંડનો સામાન્ય અશિક્ષિત ખેડૂત જીવનવ્યવહારમાં આશરે ૩૦૦ જેટલા શબ્દો વાપરે છે એવો અડસટ્ટો કાઢ્યો હતો. શેકસ્પિયરની સર્વ રચનાઓમાં બધું મળીને ૧૫૦૦૦ — કે અન્ય ભાષાવિદોને મતે ૨૪૦૦૦ — શબ્દોનો પ્રયોગ કર્યો છે. મિલ્ટને સાતથી આઠ હજાર શબ્દો વાપર્યા છે. હોમરનાં કાવ્યોમાં આશરે નવ હજાર શબ્દો છે, અને બાઈબલના જૂના કરારમાં ૫૬૪૨ શબ્દો અને નવા કરારમાં ૪૮૦૦ શબ્દો છે.૧૨<ref>૧૨ સરખાવો: Vendryes, op. cit., p. 186; Bloomfield, op. cit., p. 277; Sturtevant, op. cit., p. 123.</ref> સંસ્કૃત મહાકવિઓની કૃતિઓ કે વર્તમાન ભારતીય ભાષાઓના સમર્થ કવિઓની કૃતિઓ લઈને આવી કોઈ શબ્દગણતરી કરવામાં આવી નથી. તોપણ વ્યાસ કે વાલ્મીકિનો શબ્દભંડાર અખૂટ હશે, તેમ બાણ અને માઘની શબ્દસમૃદ્ધિ અતિ વિશાળ હશે એ નિઃશંક છે.૧૩<ref>૧૩ સરખાવો પ્રસિદ્ધ ઉક્તિઓ: ‘बाणोच्छिष्टं जगत् सर्वम्’, ‘नवसर्गगते माघे नवशब्दो न विद्यते.’</ref> (પુરાની) અવધીમાં તુલસી કે જાયસીની, વ્રજભાષામાં સુરદાસની, અને પુરાની હિંદીમાં કબીરની, કે મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદની શબ્દસમૃદ્ધિ અસાધારણ હતી. પ્રેમાનંદની ‘મામેરું’ જેવી એક નાનીસરખી રચના પણ એની વિપુલ શબ્દસમૃદ્ધિથી આપણને છક કરી દે છે.
ભિન્ન ભિન્ન સ્તરના વક્તાઓનો શબ્દકોશ (vocabulary) કેટલો હોય એનો અડસટ્ટો કાઢવાનો ભાષાવૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો છે. મૅક્સમૂલરે ગામડાના કોઈ પાદરીએ આપેલી માહિતી ઉપરથી ઇંગ્લાંડનો સામાન્ય અશિક્ષિત ખેડૂત જીવનવ્યવહારમાં આશરે ૩૦૦ જેટલા શબ્દો વાપરે છે એવો અડસટ્ટો કાઢ્યો હતો. શેકસ્પિયરની સર્વ રચનાઓમાં બધું મળીને ૧૫૦૦૦ — કે અન્ય ભાષાવિદોને મતે ૨૪૦૦૦ — શબ્દોનો પ્રયોગ કર્યો છે. મિલ્ટને સાતથી આઠ હજાર શબ્દો વાપર્યા છે. હોમરનાં કાવ્યોમાં આશરે નવ હજાર શબ્દો છે, અને બાઈબલના જૂના કરારમાં ૫૬૪૨ શબ્દો અને નવા કરારમાં ૪૮૦૦ શબ્દો છે.<ref>સરખાવો: Vendryes, op. cit., p. 186; Bloomfield, op. cit., p. 277; Sturtevant, op. cit., p. 123.</ref> સંસ્કૃત મહાકવિઓની કૃતિઓ કે વર્તમાન ભારતીય ભાષાઓના સમર્થ કવિઓની કૃતિઓ લઈને આવી કોઈ શબ્દગણતરી કરવામાં આવી નથી. તોપણ વ્યાસ કે વાલ્મીકિનો શબ્દભંડાર અખૂટ હશે, તેમ બાણ અને માઘની શબ્દસમૃદ્ધિ અતિ વિશાળ હશે એ નિઃશંક છે.<ref>સરખાવો પ્રસિદ્ધ ઉક્તિઓ: ‘बाणोच्छिष्टं जगत् सर्वम्’, ‘नवसर्गगते माघे नवशब्दो न विद्यते.’</ref> (પુરાની) અવધીમાં તુલસી કે જાયસીની, વ્રજભાષામાં સુરદાસની, અને પુરાની હિંદીમાં કબીરની, કે મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદની શબ્દસમૃદ્ધિ અસાધારણ હતી. પ્રેમાનંદની ‘મામેરું’ જેવી એક નાનીસરખી રચના પણ એની વિપુલ શબ્દસમૃદ્ધિથી આપણને છક કરી દે છે.

તોપણ એકંદરે ભાષાવૈજ્ઞાનિકની દૃષ્ટિએ આ ગણતરીઓનો બહુ અર્થ નથી. ઘણા શિષ્ટ લેખકો પોતાને જ્ઞાત શબ્દભંડોળમાંથી અમુક અંશ માત્ર જ પોતાની સાહિત્યરચનાઓમાં વાપરે છે. પોતે શબ્દસ્વામી હોઈ અહોનિશ નવીન, નવીનતર પ્રયોગોની શોધમાં એ રહે છે. એથી એના સ્વાભાવિક દૈનંદિન શબ્દભંડોળમાં જાતજાતના શબ્દસમૂહો – પુરાતન શબ્દો, શાસ્ત્રીય શબ્દો, સામાન્ય બોલચાલની વિશિષ્ટ ભંગિઓ, ઈ૰ નો ઉમેરો થતો રહે છે. એના પોતાના દૈનંદિન ઉપયોગના શબ્દકોશનો વિસ્તાર કેટલો છે તેનો આંક કાઢી શકાતો નથી. દૈનંદિન વ્યવહારના અનેક શબ્દો લેખકને જ્ઞાત હોવા છતાં એની કૃતિઓમાં એ કદીએ વપરાતા ન હોય એમ બને. વળી, આવી ગણતરીઓમાંથી સંબંધતત્ત્વો (morphemes)ને બાકાત રાખવાં પડે. ઉપરાંત, જ્યાં એક શબ્દના વિવિધ પ્રકારના, અનેક, અર્થ થતા હોય ત્યાં એટલા વિવિધ શબ્દોનું અસ્તિત્વ ગણવું પડે. વળી, સંજ્ઞાવાચક નામો, તેમ જેમને વિષે કોઈ પણ વિશિષ્ટ આકૃતિ કે કલ્પના (concept) મનમાં બંધાઈ નથી એવાં અનેક સામાન્ય નામો (ઉ. ત. ‘ચાતક’, ‘હૂમા’, જેવાં પંખીઓનાં નામો, કે અપરિચિત વનવૃક્ષોનાં નામો) પણ વસ્તુતઃ તો વક્તાના શબ્દકોશનો અંશ ન ગણાય. આવા ઘણા શબ્દો સુશિક્ષિત મનુષ્યોના ચિત્તંત્રમાં નિરર્થક ભારરૂપ હોય છે. તેમ, વિવિધ ભાષાઓ જાણનાર માણસ (polyglot) એક જ પદાર્થનાં અનેક નામો – વિવિધ ભાષાઓમાં એ પદાર્થ માટેનાં વિવિધ નામો – જાણતો હોય તેથી જ એનો શબ્દકોશ વિપુલ કહી શકાય ખરો? આમ, અનેક રીતે, વ્યક્તિઓના શબ્દકોશનું આકલન કરવું વિકટ કામ છે.

જે અશિક્ષિત માનવી જીવનભરના વ્યવહારમાં કેવળ ત્રણસો શબ્દ જ વાપરતો હોય૧૪<ref>૧૪ કેટલાક ભાષાવૈજ્ઞાનિકો અનુસાર સામાન્ય વક્તાનું શબ્દભંડોળ ઘણું વિશાળ હોય છે. સરખાવો: “The myths about peasants, working men, or savages who use only a few hundred words have no foundation in fact; every adult speaker uses at least somewhere round 20,000 to 30,000 words; if he is educated — that is, if he knows technical and learned words — he uses much more. Everyone, moreover, understands more words than he uses.”
જે અશિક્ષિત માનવી જીવનભરના વ્યવહારમાં કેવળ ત્રણસો શબ્દ જ વાપરતો હોય<ref>કેટલાક ભાષાવૈજ્ઞાનિકો અનુસાર સામાન્ય વક્તાનું શબ્દભંડોળ ઘણું વિશાળ હોય છે. સરખાવો: “The myths about peasants, working men, or savages who use only a few hundred words have no foundation in fact; every adult speaker uses at least somewhere round 20,000 to 30,000 words; if he is educated — that is, if he knows technical and learned words — he uses much more. Everyone, moreover, understands more words than he uses.”
{{right|— Bloomfield, op. cit., p. 277.}}</ref>તો શિક્ષિત માનવી એથી બહુ વધારે વાપરતો હોતો નથી – માત્ર એના શબ્દકોશનું સ્વરૂપ સામાન્ય પૃથગ્જન કરતાં નિરાળું હોય છે. ભદ્ર જનની ભાષામાં સામાન્ય દૈનંદિની ભાષા ઉપરાંત એના વ્યવસાયની, એના સમકક્ષ શિષ્ટ સમાજની, તેમજ સાહિત્યની ભાષાનો પુટ લાગેલો હોય છે.

ભારતીય ભાષાઓનો શબ્દકોશ પાંચ પ્રકારના શબ્દોથી બંધાયેલો છે. સંસ્કૃતના જેવા જ, સંસ્કૃતમાંથી તે જ સ્વરૂપે યથાવત્ ઊતરી આવેલા, તત્સમ શબ્દો (ઉ. ત. કર્મ, કાર્ય, કૃષ્ણ, કર્ણ, યમુના, ગૃહ, ઈ૰); સંસ્કૃતમાંથી પ્રાકૃતઅપભ્રંશ દ્વારા આવેલા, ધ્વનિવિકાસ દ્વારા ઉદ્ભવેલા તદ્ભવ શબ્દો (ઉ. ત. કરમ, કાજ, ક્હાન, કાન, જમના, ઘર, ઈ૰); આ દેશના અતિ પ્રાચીન વતનીઓની ભાષામાંથી આવેલા દેશ્ય શબ્દો (ઉ. ત. ડુંગરો, વોંકળો, ઢેફું, ઝાડ, હેલી, ઈ૰); આ દેશની ભગિનીભાષાઓમાંથી ઉછીના લેવાયેલા શબ્દો (ઉ. ત. હિંદીમાંથી આવેલા बीन, बाल, कहानी, मिलाप, આદિ, મરાઠીમાંથી આવેલા परियट, टकाउ, कादंबरी, चळवळ, हलकट આદિ શબ્દો); અને વિદેશી શબ્દો (ઉ. ત. અક્કલ, અકસીર, અનામત, અરજ, આદિ અરબી શબ્દો; અવાજ, આસમાન, અંજીર, અંદાજ વગેરે ફારસી શબ્દો; કલગી, જાજમ, તોપ, બેગમ, મુગલ આદિ તુર્કી શબ્દો; આફૂસ, અનનાસ, ઇજનેર, કાજુ, કપ્તાન, તમાકુ, બટાટા આદિ પોર્ટુગીઝ શબ્દો; અને ઑફીસ, માસ્તર, રસીદ, સ્ટેશન, ટિકિટ, ડાક્ટર, બૅન્ક, કોરટ, હોટેલ આદિ અંગ્રેજી શબ્દો).
'''ભારતીય ભાષાઓનો શબ્દકોશ''' પાંચ પ્રકારના શબ્દોથી બંધાયેલો છે. સંસ્કૃતના જેવા જ, સંસ્કૃતમાંથી તે જ સ્વરૂપે યથાવત્ ઊતરી આવેલા, '''તત્સમ''' શબ્દો (ઉ. ત. કર્મ, કાર્ય, કૃષ્ણ, કર્ણ, યમુના, ગૃહ, ઈ૰); સંસ્કૃતમાંથી પ્રાકૃતઅપભ્રંશ દ્વારા આવેલા, ધ્વનિવિકાસ દ્વારા ઉદ્ભવેલા '''તદ્ભવ''' શબ્દો (ઉ. ત. કરમ, કાજ, ક્હાન, કાન, જમના, ઘર, ઈ૰); આ દેશના અતિ પ્રાચીન વતનીઓની ભાષામાંથી આવેલા '''દેશ્ય''' શબ્દો (ઉ. ત. ડુંગરો, વોંકળો, ઢેફું, ઝાડ, હેલી, ઈ૰); આ દેશની ભગિનીભાષાઓમાંથી '''ઉછીના''' લેવાયેલા '''શબ્દો''' (ઉ. ત. હિંદીમાંથી આવેલા बीन, बाल, कहानी, मिलाप, આદિ, મરાઠીમાંથી આવેલા परियट, टकाउ, कादंबरी, चळवळ, हलकट આદિ શબ્દો); અને '''વિદેશી શબ્દો''' (ઉ. ત. અક્કલ, અકસીર, અનામત, અરજ, આદિ અરબી શબ્દો; અવાજ, આસમાન, અંજીર, અંદાજ વગેરે ફારસી શબ્દો; કલગી, જાજમ, તોપ, બેગમ, મુગલ આદિ તુર્કી શબ્દો; આફૂસ, અનનાસ, ઇજનેર, કાજુ, કપ્તાન, તમાકુ, બટાટા આદિ પોર્ટુગીઝ શબ્દો; અને ઑફીસ, માસ્તર, રસીદ, સ્ટેશન, ટિકિટ, ડાક્ટર, બૅન્ક, કોરટ, હોટેલ આદિ અંગ્રેજી શબ્દો).
આમાંથી પ્રથમ ત્રણ પ્રકારના શબ્દોનું—તત્સમ, તદ્ભવ અને દેશ્યનું—અર્વાચીન ભારતીય ભાષાઓમાં પ્રાધાન્ય છે, પછીના બે પ્રકારના શબ્દોની સંખ્યા પરિમિત છે. સંસ્કૃતમાં પણ વિદેશી શબ્દો મળે છે૧૫<ref>૧૫ ઉ. ત. किकच, गङ्गा ચીનીમાંથી; अम्ब, कदम्ब, उदुम्बर, जम्बु, नारिकेल, जङ्घा ઈ૰ મુંડા ભાષાઓમાંથી; उलूखल, कज्जल, कुद्दाल, कुवलय, घूक, चन्दन, पण्डित, हेरम्ब આદિ દ્રાવિડી ભાષાઓમાંથી; गो અને लोह સુમેરિયન (gu) અને (urudu)માંથી; द्रम्म ગ્રીક drakhmē માંથી આવ્યા છે. —સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. 272-275; Suniti Kumar Chatterjee, Indo-Aryan and Hindi, p. 24.</ref> પણ તેમની સંખ્યા અતિ મર્યાદિત છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં વિદેશી શબ્દોની સંખ્યા એથી ઘણી વધારે છે. ગુજરાતીમાં ફારસી-અરબી શબ્દો ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે, પણ પંજાબી, સિંધીમાં એમનો પ્રચુરપણે ઉપયોગ થાય છે, અને ઉર્દૂમાં તો એની સીમા જ રહી નથી.
આમાંથી પ્રથમ ત્રણ પ્રકારના શબ્દોનું—તત્સમ, તદ્ભવ અને દેશ્યનું—અર્વાચીન ભારતીય ભાષાઓમાં પ્રાધાન્ય છે, પછીના બે પ્રકારના શબ્દોની સંખ્યા પરિમિત છે. સંસ્કૃતમાં પણ વિદેશી શબ્દો મળે છે<ref>ઉ. ત. किकच, गङ्गा ચીનીમાંથી; अम्ब, कदम्ब, उदुम्बर, जम्बु, नारिकेल, जङ्घा ઈ૰ મુંડા ભાષાઓમાંથી; उलूखल, कज्जल, कुद्दाल, कुवलय, घूक, चन्दन, पण्डित, हेरम्ब આદિ દ્રાવિડી ભાષાઓમાંથી; गो અને लोह સુમેરિયન (gu) અને (urudu)માંથી; द्रम्म ગ્રીક drakhmē માંથી આવ્યા છે. —સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, पृ. 272-275; Suniti Kumar Chatterjee, Indo-Aryan and Hindi, p. 24.</ref> પણ તેમની સંખ્યા અતિ મર્યાદિત છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં વિદેશી શબ્દોની સંખ્યા એથી ઘણી વધારે છે. ગુજરાતીમાં ફારસી-અરબી શબ્દો ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે, પણ પંજાબી, સિંધીમાં એમનો પ્રચુરપણે ઉપયોગ થાય છે, અને ઉર્દૂમાં તો એની સીમા જ રહી નથી.
આવા વિદેશી શબ્દો ભારતીય ભાષાઓમાં અવતરણ પામતી વખતે ભારતીય ધ્વનિસ્વરૂપ ધારણ કરી લે છે. ઉ. ત. मज़दूर, ख़बर, फ़्रिज, ज़ुल्म, ग़रीब ઈ૰ શબ્દો ગુજરાતીમાં ગુજરાતી ભાષાને અનુરૂપ ધ્વનિવિકાસ પામીને મજૂર, ખબર, ફિકર, જુલમ, ગરીબ ઈ૰ રૂપે પ્રચલિત થયા છે. તે જ રીતે પોર્ટુગીઝ मेस्त्रे, टबाको, इस्क्रिटोरिओ, તેમ અંગ્રેજી टिकेट, मास्टर, सिग्नल, मेइल ઈ૰ શબ્દો મિસ્ત્રી, તમાકુ, ઇસ્કોતરો, ટિકિટ, માસ્તર, સિંગલ, મેલ ઈ૰ રૂપે અવતીર્ણ થયા છે, અને એ જ સમુચિત સ્થિતિ છે. મૂળના ધ્વનિઓ યથાવત્ રાખતાં ભાષામાં વ્યર્થ આડંબર અને અપરિચિતતા લાગે છે. જરૂર પડે ત્યારે અન્ય ભાષાઓમાંથી—વિશેષતઃ તો પ્રાચીન શિષ્ટ ભાષાઓમાંથી—શબ્દો લેવાનું વલણ ઘણું સામાન્ય છે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન આદિ ભાષાઓ લૅટિન અને ગ્રીકમાંથી અને હિંદી, ગુજરાતી, બંગાળી આદિ વર્તમાન ભારતીય ભાષાઓ સંસ્કૃતમાંથી નૂતન શબ્દો ગ્રહણ કરે છે, પણ તેમને અપનાવતાં આવશ્યક હોય ત્યાં એમાં પોતાના ધ્વનિતંત્રને અનુરૂપ રૂપાન્તર કરી લે છે. આ પ્રમાણે નવી વિદ્યાકળા, શોધખોળ, ફૅશન ઈ૰ ના શબ્દો (ઉ. ત. રેડિયો, હૉકી, ક્રિકેટ, ટેલિફોન, સિનેમા, ઈ૰) ઈતર ભાષાઓમાંથી સ્વભાષામાં, આવશ્યક હોય ત્યાં એના ધ્વનિતંત્રમાં સ્વરૂપ ફેરફાર સાથે, લેવામાં આવે છે.

અંગ્રેજીએ આ પ્રમાણે જરૂર પડ્યે ભિન્ન ભિન્ન ભાષાઓમાંથી શબ્દો ગ્રહણ કર્યા છે. ઉ. ત. અંગ્રેજીએ જર્મનમાંથી frankfurter (= a preparation of beef and pork sausage), hamburger (= a kind of beef-steak) ઈ૰ ખાદ્યપદાર્થોનાં નામ, અને wanderlust (= unconquerable longing for wandering), umlaut (= vowel mutation) ઈ૰ દાર્શનિક કે શાસ્ત્રીય પરિભાષાના શબ્દો; ફ્રેન્ચમાંથી chauffeur (= driver of a motor-car), garage, chef (= head-cook), beef, champagne (= a kind of wine), ઈ૰ અનેક શબ્દો; ઈટાલિયન ભાષામાંથી piano, sonata (= an instrumental composition), virtuoso (= a person with special knowledge of art) જેવા સંગીત કે કલાના શાસ્ત્રીય શબ્દો; ભારતીય ભાષાઓમાંથી sugar (મૂળ સં. शर्कराનાં પ્રાચીન રૂપાન્તરો દ્વારા), pundit, curry, calico, bungalow ઈ૰ શબ્દો; અમેરિકન-ઈન્ડિયન ભાષાઓમાંથી tomahawk (= war-axe), wampum (= a decoration of shells), moccasin (= foot-wear of deer-skin) ઈ૰; અરબીમાંથી algebra, alcohol, alchemy, આદિ; ચીની ભાષામાંથી typhoon અને tea આદિ લીધા છે, અને એમના ધ્વનિતંત્રમાં આવશ્યકતા અનુસાર રૂપાન્તર કર્યું છે.૧૬<ref>૧૬ સરખાવો: Bloomfield, Language, p. 458.</ref>
અંગ્રેજીએ આ પ્રમાણે જરૂર પડ્યે ભિન્ન ભિન્ન ભાષાઓમાંથી શબ્દો ગ્રહણ કર્યા છે. ઉ. ત. અંગ્રેજીએ જર્મનમાંથી frankfurter (= a preparation of beef and pork sausage), hamburger (= a kind of beef-steak) ઈ૰ ખાદ્યપદાર્થોનાં નામ, અને wanderlust (= unconquerable longing for wandering), umlaut (= vowel mutation) ઈ૰ દાર્શનિક કે શાસ્ત્રીય પરિભાષાના શબ્દો; ફ્રેન્ચમાંથી chauffeur (= driver of a motor-car), garage, chef (= head-cook), beef, champagne (= a kind of wine), ઈ૰ અનેક શબ્દો; ઈટાલિયન ભાષામાંથી piano, sonata (= an instrumental composition), virtuoso (= a person with special knowledge of art) જેવા સંગીત કે કલાના શાસ્ત્રીય શબ્દો; ભારતીય ભાષાઓમાંથી sugar (મૂળ સં. शर्कराનાં પ્રાચીન રૂપાન્તરો દ્વારા), pundit, curry, calico, bungalow ઈ૰ શબ્દો; અમેરિકન-ઈન્ડિયન ભાષાઓમાંથી tomahawk (= war-axe), wampum (= a decoration of shells), moccasin (= foot-wear of deer-skin) ઈ૰; અરબીમાંથી algebra, alcohol, alchemy, આદિ; ચીની ભાષામાંથી typhoon અને tea આદિ લીધા છે, અને એમના ધ્વનિતંત્રમાં આવશ્યકતા અનુસાર રૂપાન્તર કર્યું છે.<ref>સરખાવો: Bloomfield, Language, p. 458.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''અર્થપરિવર્તન'''}}
{{center|'''અર્થપરિવર્તન'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાષાનું ધ્વનિતંત્ર તો માણસને પોતાના શૈશવકાળ દરમિયાન જ સિદ્ધ થઈ જાય છે, તેમ એનું પદબંધારણ પણ એને બાલ્યાવસ્થામાં જ અવગત થઈ જાય છે. પરંતુ એનો શબ્દકોશ કદીએ સ્થિર થઈ શકતો નથી; એમાં નિરંતર સુધારાવધારા, ઉમેરા, ઈ૰ થયાં કરે છે. અનેક નવા શબ્દો એ ગ્રહણ કરે છે, તો ઘણા જૂના શબ્દોનો એ ત્યાગ કરે છે. પણ શબ્દોની ભરતી થવાને કારણે જ જૂનાનો ત્યાગ થાય એમ હંમેશાં બનતું નથી—ઘણીવાર બંને પ્રકારના શબ્દો એકબીજાના પર્યાયવાચક (synonyms) બનીને કે પરસ્પર પૂરક (doublets) બનીને રહે છે. ઉ. ત. ફ્રેન્ચ chaire (=pulpit, desk) અને chaise (=chair, seat);૧૭<ref>૧૭ જુઓઃ Vendryes, op. cit., p. 192</ref> ગુજ૰ ‘ગોર’ અને ‘ગુરુ’. પરિવર્તન પામતી સામાજિક પરિસ્થિતિ, નૂતન વ્યવસાયો, કે વિવિધ ટેક્નિકલ સાધનસામગ્રી (technical equipment)— એ સર્વ આ પ્રકારે જૂના શબ્દોના પરિત્યાગમાં કે એમના અર્થપરિવર્તનમાં અને નૂતન શબ્દોના નિર્માણમાં કારણભૂત બને છે.
ભાષાનું ધ્વનિતંત્ર તો માણસને પોતાના શૈશવકાળ દરમિયાન જ સિદ્ધ થઈ જાય છે, તેમ એનું પદબંધારણ પણ એને બાલ્યાવસ્થામાં જ અવગત થઈ જાય છે. પરંતુ એનો શબ્દકોશ કદીએ સ્થિર થઈ શકતો નથી; એમાં નિરંતર સુધારાવધારા, ઉમેરા, ઈ૰ થયાં કરે છે. અનેક નવા શબ્દો એ ગ્રહણ કરે છે, તો ઘણા જૂના શબ્દોનો એ ત્યાગ કરે છે. પણ શબ્દોની ભરતી થવાને કારણે જ જૂનાનો ત્યાગ થાય એમ હંમેશાં બનતું નથી—ઘણીવાર બંને પ્રકારના શબ્દો એકબીજાના પર્યાયવાચક (synonyms) બનીને કે પરસ્પર પૂરક (doublets) બનીને રહે છે. ઉ. ત. ફ્રેન્ચ chaire (=pulpit, desk) અને chaise (=chair, seat);<ref>જુઓઃ Vendryes, op. cit., p. 192</ref> ગુજ૰ ‘ગોર’ અને ‘ગુરુ’. પરિવર્તન પામતી સામાજિક પરિસ્થિતિ, નૂતન વ્યવસાયો, કે વિવિધ ટેક્નિકલ સાધનસામગ્રી (technical equipment)— એ સર્વ આ પ્રકારે જૂના શબ્દોના પરિત્યાગમાં કે એમના અર્થપરિવર્તનમાં અને નૂતન શબ્દોના નિર્માણમાં કારણભૂત બને છે.

મનુષ્યોની માફક શબ્દોની આયુષ્યમર્યાદા હોય છે, શબ્દો જન્મે છે ને નાશ પામે છે, એમ ઘણી વાર કહેવામાં આવે છે. આવું વિધાન ભ્રામક હોય છે. શબ્દો નથી જન્મતા, નથી નાશ પામતા. એવું બને કે કોઈક વખત કોઈ શબ્દનો પ્રચાર અમુક કાળે બંધ થઈ જાય, ને પાછા અન્ય સમયે તે જ રૂપે કે પરિવર્તિત રૂપે ફરી શરૂ થઈ જાય. ઉ. ત. મૂળ fleurette (= floweret) અને bogète (=a little bag) એ ફ્રેન્ચ શબ્દો અંગ્રેજીમાં flirt અને budget એમ રૂપાન્તર પામ્યા, અને અંગ્રેજીમાંથી પાછાં આ નૂતન રૂપાન્તરો ફ્રેન્ચમાં એ નૂતન અર્થોમાં ઉછીનાં લેવાયાં. સરખાવો: સં. मृग > ફા. मुर्ग़ (= મરઘો) > ગુજ૰ આદિ નૂતન ભારતીય ભાષાઓમાં ‘મરઘો’. શબ્દોનાં આ પ્રકારના આગમનનિર્ગમનનું અને વિકાસનું અધ્યયન વ્યુત્પત્તિશાસ્ત્ર (science of etymology) કરે છે.

શબ્દો મનમાં અલગ એકમો (isolated entities) તરીકે રહેતા નથી પણ એક સુસંકલિત સમૂહ રૂપે—જેમાં કાં તો શબ્દમૂળ (radical element) સમાન હોય, અથવા તો પરસર્ગ-પ્રત્યયાદિક (suffixes) સમાન હોય—ચિત્તમાં અવસ્થિત હોય છે. કેટલીક વાર પરસર્ગાદિકની શબ્દ ઉપર એટલી બધી પ્રબળ અસર પડે છે કે શબ્દ એવા જ પરસર્ગાદિકયુક્ત પણ અન્ય અર્થવાળા શબ્દોની અર્થચ્છાયા ગ્રહણ કરી લે છે. ઉ. ત. meurtrir (= to bruize)માંથી બનેલું નામ virtre-vitrier જેવા અન્ય શબ્દોની અસરને કારણે પોતાનો અર્થ છોડી દઈને નવો અર્થ (= murderer) ધારણ કરે છે— virtre (=[window]-pane): vitrier (= glazier):: meurtre (= murder): meurtrier (= murderer).૧૮<ref>૧૮ જુઓઃ Vendryes, op. cit., p. 192.</ref> ગુજરાતી ઉદાહરણ—ઉત્તમ: અનુત્તમ (= અત્યુત્તમ), શુદ્ધ: અનશુદ્ધ (અત્યંત શુદ્ધ), ∴ ઘોર (= ભયંકર): અઘોર (=‘અતિ ભયંકર’) (સંસ્કૃતમાં મૂળ અર્થ ‘ભયંકર નથી તેવું’). એ જ પ્રમાણે, તાગ: અતાગ (રૂપાન્તર ‘અથાગ’) (=‘જેનો તાગ ન લઈ શકાય તેવું’); (‘થાક’: ‘અથાક’ ના સાદૃશ્યે) ‘અથાગ’ = ‘અવિરત’, ‘થાક્યા વિના’, ‘અત્યંત’.
શબ્દો મનમાં અલગ એકમો (isolated entities) તરીકે રહેતા નથી પણ એક સુસંકલિત સમૂહ રૂપે—જેમાં કાં તો શબ્દમૂળ (radical element) સમાન હોય, અથવા તો પરસર્ગ-પ્રત્યયાદિક (suffixes) સમાન હોય—ચિત્તમાં અવસ્થિત હોય છે. કેટલીક વાર પરસર્ગાદિકની શબ્દ ઉપર એટલી બધી પ્રબળ અસર પડે છે કે શબ્દ એવા જ પરસર્ગાદિકયુક્ત પણ અન્ય અર્થવાળા શબ્દોની અર્થચ્છાયા ગ્રહણ કરી લે છે. ઉ. ત. meurtrir (= to bruize)માંથી બનેલું નામ virtre-vitrier જેવા અન્ય શબ્દોની અસરને કારણે પોતાનો અર્થ છોડી દઈને નવો અર્થ (= murderer) ધારણ કરે છે— virtre (=[window]-pane): vitrier (= glazier):: meurtre (= murder): meurtrier (= murderer).<ref>જુઓઃ Vendryes, op. cit., p. 192.</ref> ગુજરાતી ઉદાહરણ—ઉત્તમ: અનુત્તમ (= અત્યુત્તમ), શુદ્ધ: અનશુદ્ધ (અત્યંત શુદ્ધ), ∴ ઘોર (= ભયંકર): અઘોર (=‘અતિ ભયંકર’) (સંસ્કૃતમાં મૂળ અર્થ ‘ભયંકર નથી તેવું’). એ જ પ્રમાણે, તાગ: અતાગ (રૂપાન્તર ‘અથાગ’) (=‘જેનો તાગ ન લઈ શકાય તેવું’); (‘થાક’: ‘અથાક’ ના સાદૃશ્યે) ‘અથાગ’ = ‘અવિરત’, ‘થાક્યા વિના’, ‘અત્યંત’.

શબ્દોની અનેકાર્થતા અર્થપરિવર્તનમાં નિમિત્તરૂપ બને છે. ઘણી વાર એક શબ્દ સદૈવ એક જ સંદર્ભમાં વપરાયાં કરતો હોય તો ભિન્ન ભિન્ન સંદર્ભમાં વપરાતાં શબ્દોના અર્થની જે સુરેખ છાપ મનમાં ઊપસે તે ઊપસી શકતી નથી ને મનમાં ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે, અને તેથી કાળે કરીને અર્થમાં પરિવર્તન થાય છે. એથી ઊલટું કોઈ શબ્દ વારંવાર ભિન્ન ભિન્ન સંદર્ભોમાં પ્રયોજાતો હોય તો તેથી એની અર્થવત્તા ઘસાઈ જાય છે, અને તેને કારણે અર્થપરિવર્તન થવાનો સંભવ રહે છે. ઉ. ત. અંગ્રેજી emeritus professor (ફ્રેન્ચ professeur émérite) નો મૂળ અર્થ છે ‘retired professor’. વારંવાર એક જ સંદર્ભમાં વપરાતાં એમાં emeritus (= retired) ની merit સાથે ભ્રાન્તિ થતાં એનો અર્થ બદલાઈને ‘a distinguished professor’ એવો થઈ રહ્યો. આ અર્થપરિવર્ત (inversion of meaning) નું ઉદાહરણ છે.

આથી ઊલટું એક જ શબ્દ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વપરાતો હોય તો એને કારણે એના અર્થમાં પરિવર્તન થાય છે. એને અનેકાર્થતા (polysemeia) કહે છે. એમાં જુદા જુદા સંદર્ભમાં શબ્દના જુદા જુદા અર્થ થતા હોય છે અને એ સર્વનો યથાપ્રસંગ ભાષામાં પ્રયોગ થતો હોય છે.

અનેકાર્થતાનું સરસ ઉદાહરણ ફ્રેન્ચ શબ્દ bureau છે. ફ્રેન્ચ bureauનો અર્થ પ્રથમ ‘ટેબલ-ક્લૉથ’ (drugget), પછી ‘ટેબલ-ક્લૉથ નાંખેલું હોય એવું ફર્નિચર’, પછી ક્રમશઃ, લખવાનું ટેબલ, એવા ટેબલવાળો ઓરડો, એમાં થતા વ્યવસાય, એ વ્યવસાયમાં રોકાયેલા મનુષ્યો, અને છેલ્લે, કોઈ સંસ્થા કે સમાજના સંચાલકો—એમ ભિન્ન ભિન્ન અર્થો થાય છે. આવી જ ક્રમિક અર્થસંક્રાન્તિ અંગ્રેજી dress (ફ્રેન્ચ dresser) માં નજરે પડે છે. એનો મૂળ અર્થ હતો ‘to make straight’ (ઉ. ત. dress timber). એમાં વધારાની સામગ્રી કાપી નાંખવાનો ભાવ હતો, એટલે એમાંથી બીજે ક્રમે dress hides, dress poultry જેવા પ્રયોગો નીકળ્યા. એ પ્રયોગોમાં ‘બનાવવું’, ‘તૈયાર કરવું’ એવો અર્થ ધ્વનિત હતો. એમાંથી dress a salad, dress a wound, dress the hair ઈ૰ પ્રયોગો નીકળ્યા. છેલ્લા પ્રયોગમાં ‘સુશોભિત કરવું’ એવો ભાવ સૂચિત રહે છે. એમાંથી, છેલ્લે, ‘પોષાક’નો અર્થ નીકળ્યો. (ઉ.ત. he dresses well).૧૯<ref>૧૯ જુઓઃ Sturtevant, op. cit., p. 134.</ref> આ જ પ્રમાણે અંગ્રેજી શબ્દ gameનો મૂળ અર્થ ‘રમત’, પછી ‘મૃગયા(ની રમત)’ ‘જેનો શિકાર થાય છે એવું કોઈ પણ પ્રાણી’, અને છેલ્લે, ‘જંગલી પશુપંખી’, એમ મૂળ એક અર્થમાંથી વિકાસ પામીને વિવિધ અર્થો થયા છે. સંસ્કૃતમાં मृगના કોઈપણ ‘જંગલી પ્રાણી’, ‘હરણ’, ‘આકાશનું મૃગ નક્ષત્ર’ ઇ૰; जनના ‘જન્મેલું’, ‘કોઈપણ જીવન્ત વ્યક્તિ’ (living being), ‘માણસ’, ‘લોકો’, ‘પ્રજા’; अन्नના ‘ખાધેલું’, ‘ભોજન’, ‘ભાત’, ‘અનાજ’; અને शिक्षाના ‘જ્ઞાન’, ‘શિક્ષણ’, ‘પાઠ’, ‘ઉચ્ચારશાસ્ત્ર’, ‘સજા’, એમ વિવિધ અર્થો થાય છે. આ ઉદાહરણોમાં એક પ્રચલિત અર્થમાંથી બીજો નવીન અર્થ નીકળ્યો છે, અને ભાષામાં એ સર્વ એકસાથે પ્રચારમાં છે. ભાષાવિજ્ઞાન અનુસાર જ્યાં જ્યાં એક શબ્દના તદ્દન નિરનિરાળા, પરસ્પરથી સ્વતંત્ર ઘણા અર્થો થતા હોય ત્યાં એટલા સ્વતંત્ર (સમ-ધ્વનિ પણ ભિન્નાર્થ) શબ્દો અસ્તિત્વમાં છે એમ ગણવું જોઈએ. કોઈક વાર શબ્દના જૂના અર્થને હઠાવીને નવીન અર્થ જ પ્રચલિત થઈ જાય એમ પણ બને છે, ત્યાં શબ્દનું અર્થપરિવર્તન થયેલું ગણવાનું છે. શબ્દોના અર્થ પણ સબળ નિર્બળ હોય છે. શબ્દનો સબળ અર્થ મન ઉપર સુદૃઢપણે અંકિત હોય છે, અને સવિશેષપણે પ્રચરિત થતો રહે છે; નિર્બળ અર્થો વિરલપ્રયુક્ત હોઈ મનની પશ્ચાદ્ભૂમિમાં રહે છે, અને ઘણી વાર એમનો પ્રયોગ કરતાં અન્ય શબ્દોના ટેકાની એમને આવશ્યકતા રહે છે. ઉ. ત. ‘લિંગ’ (=જાતિ, ચિહ્ન), ‘બાણ’ (=તીર), ‘રીત’ (=રીતિ, પ્રકાર), ‘રંગ’, ‘તાર’, ‘બોલ્યું’ (=બોલેલું, વચન), ‘ધર્મ’, ઈ૰ શબ્દોના દર્શાવેલા અર્થો સબળ અર્થો છે; એ તરત જ, શબ્દના ઉચ્ચારની સાથેસાથ, મનમાં સ્ફુરી રહે છે. એ શબ્દોના વિરલપ્રયુક્ત અર્થો સમુચિત અભિવ્યક્તિ માટે અન્ય ટેકારૂપ શબ્દોનો આશ્રય લે છે : જેમકે ‘શિવલિંગ’ કે ‘શિવનું બાણ’, ‘રીતભાત’ (=વર્તણૂક, સભ્યતા), ‘રંગરોગાન’ (મકાનનાં), ‘રંગરાગ’ (= આનંદપ્રમોદ, વિલાસ), ‘તારકસબ’, ‘બોલ્યુંચાલ્યું’ (=અપ્રિય વાણી, વર્તન), ‘ધર્મધ્યાન’(=ધાર્મિક ક્રિયાઓ).
અનેકાર્થતાનું સરસ ઉદાહરણ ફ્રેન્ચ શબ્દ bureau છે. ફ્રેન્ચ bureauનો અર્થ પ્રથમ ‘ટેબલ-ક્લૉથ’ (drugget), પછી ‘ટેબલ-ક્લૉથ નાંખેલું હોય એવું ફર્નિચર’, પછી ક્રમશઃ, લખવાનું ટેબલ, એવા ટેબલવાળો ઓરડો, એમાં થતા વ્યવસાય, એ વ્યવસાયમાં રોકાયેલા મનુષ્યો, અને છેલ્લે, કોઈ સંસ્થા કે સમાજના સંચાલકો—એમ ભિન્ન ભિન્ન અર્થો થાય છે. આવી જ ક્રમિક અર્થસંક્રાન્તિ અંગ્રેજી dress (ફ્રેન્ચ dresser) માં નજરે પડે છે. એનો મૂળ અર્થ હતો ‘to make straight’ (ઉ. ત. dress timber). એમાં વધારાની સામગ્રી કાપી નાંખવાનો ભાવ હતો, એટલે એમાંથી બીજે ક્રમે dress hides, dress poultry જેવા પ્રયોગો નીકળ્યા. એ પ્રયોગોમાં ‘બનાવવું’, ‘તૈયાર કરવું’ એવો અર્થ ધ્વનિત હતો. એમાંથી dress a salad, dress a wound, dress the hair ઈ૰ પ્રયોગો નીકળ્યા. છેલ્લા પ્રયોગમાં ‘સુશોભિત કરવું’ એવો ભાવ સૂચિત રહે છે. એમાંથી, છેલ્લે, ‘પોષાક’નો અર્થ નીકળ્યો. (ઉ.ત. he dresses well).<ref>જુઓઃ Sturtevant, op. cit., p. 134.</ref> આ જ પ્રમાણે અંગ્રેજી શબ્દ gameનો મૂળ અર્થ ‘રમત’, પછી ‘મૃગયા(ની રમત)’ ‘જેનો શિકાર થાય છે એવું કોઈ પણ પ્રાણી’, અને છેલ્લે, ‘જંગલી પશુપંખી’, એમ મૂળ એક અર્થમાંથી વિકાસ પામીને વિવિધ અર્થો થયા છે. સંસ્કૃતમાં मृगના કોઈપણ ‘જંગલી પ્રાણી’, ‘હરણ’, ‘આકાશનું મૃગ નક્ષત્ર’ ઇ૰; जनના ‘જન્મેલું’, ‘કોઈપણ જીવન્ત વ્યક્તિ’ (living being), ‘માણસ’, ‘લોકો’, ‘પ્રજા’; अन्नના ‘ખાધેલું’, ‘ભોજન’, ‘ભાત’, ‘અનાજ’; અને शिक्षाના ‘જ્ઞાન’, ‘શિક્ષણ’, ‘પાઠ’, ‘ઉચ્ચારશાસ્ત્ર’, ‘સજા’, એમ વિવિધ અર્થો થાય છે. આ ઉદાહરણોમાં એક પ્રચલિત અર્થમાંથી બીજો નવીન અર્થ નીકળ્યો છે, અને ભાષામાં એ સર્વ એકસાથે પ્રચારમાં છે. ભાષાવિજ્ઞાન અનુસાર જ્યાં જ્યાં એક શબ્દના તદ્દન નિરનિરાળા, પરસ્પરથી સ્વતંત્ર ઘણા અર્થો થતા હોય ત્યાં એટલા સ્વતંત્ર (સમ-ધ્વનિ પણ ભિન્નાર્થ) શબ્દો અસ્તિત્વમાં છે એમ ગણવું જોઈએ. કોઈક વાર શબ્દના જૂના અર્થને હઠાવીને નવીન અર્થ જ પ્રચલિત થઈ જાય એમ પણ બને છે, ત્યાં શબ્દનું અર્થપરિવર્તન થયેલું ગણવાનું છે. શબ્દોના અર્થ પણ સબળ નિર્બળ હોય છે. શબ્દનો સબળ અર્થ મન ઉપર સુદૃઢપણે અંકિત હોય છે, અને સવિશેષપણે પ્રચરિત થતો રહે છે; નિર્બળ અર્થો વિરલપ્રયુક્ત હોઈ મનની પશ્ચાદ્ભૂમિમાં રહે છે, અને ઘણી વાર એમનો પ્રયોગ કરતાં અન્ય શબ્દોના ટેકાની એમને આવશ્યકતા રહે છે. ઉ. ત. ‘લિંગ’ (=જાતિ, ચિહ્ન), ‘બાણ’ (=તીર), ‘રીત’ (=રીતિ, પ્રકાર), ‘રંગ’, ‘તાર’, ‘બોલ્યું’ (=બોલેલું, વચન), ‘ધર્મ’, ઈ૰ શબ્દોના દર્શાવેલા અર્થો સબળ અર્થો છે; એ તરત જ, શબ્દના ઉચ્ચારની સાથેસાથ, મનમાં સ્ફુરી રહે છે. એ શબ્દોના વિરલપ્રયુક્ત અર્થો સમુચિત અભિવ્યક્તિ માટે અન્ય ટેકારૂપ શબ્દોનો આશ્રય લે છે : જેમકે ‘શિવલિંગ’ કે ‘શિવનું બાણ’, ‘રીતભાત’ (=વર્તણૂક, સભ્યતા), ‘રંગરોગાન’ (મકાનનાં), ‘રંગરાગ’ (= આનંદપ્રમોદ, વિલાસ), ‘તારકસબ’, ‘બોલ્યુંચાલ્યું’ (=અપ્રિય વાણી, વર્તન), ‘ધર્મધ્યાન’(=ધાર્મિક ક્રિયાઓ).
બ્રેઆલે અર્થપરિવર્તનના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે: અર્થસંકોચ (restriction), અર્થવિસ્તાર (extension), અને અર્થાદેશ (displacement).
બ્રેઆલે અર્થપરિવર્તનના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે: અર્થસંકોચ (restriction), અર્થવિસ્તાર (extension), અને અર્થાદેશ (displacement).

અર્થસંકોચમાં શબ્દના સંકેત (connotation)નું ક્ષેત્ર સીમિત થઈ જાય છે; જે નામ પ્રથમ સામાન્ય રૂપે જાતિ (species) દર્શાવતું તે પછી એમાંથી કોઈ એક વર્ગ (particular group) નું નિર્દેશક બની રહે છે. ભાષાના ચાલુ વપરાશમાં તો ઘણુંખરું સામાન્ય રૂપના શબ્દો (general terms) સામાન્ય અર્થ (general significance) માં ભાગ્યે જ વપરાતા હોય છે; એ પ્રત્યેક જુદા જુદા વિશિષ્ટ (particular) અર્થમાં જ પ્રયોજાતા હોય છે. ઉ. ત. operation એ સામાન્ય રૂપના શબ્દનો વૈદ્યકીય સંદર્ભમાં એક અર્થ (= વાઢકાપ), લશ્કરી પ્રવૃત્તિ માટે બીજો અર્થ
'''અર્થસંકોચ'''માં શબ્દના સંકેત (connotation)નું ક્ષેત્ર સીમિત થઈ જાય છે; જે નામ પ્રથમ સામાન્ય રૂપે જાતિ (species) દર્શાવતું તે પછી એમાંથી કોઈ એક વર્ગ (particular group) નું નિર્દેશક બની રહે છે. ભાષાના ચાલુ વપરાશમાં તો ઘણુંખરું સામાન્ય રૂપના શબ્દો (general terms) સામાન્ય અર્થ (general significance) માં ભાગ્યે જ વપરાતા હોય છે; એ પ્રત્યેક જુદા જુદા વિશિષ્ટ (particular) અર્થમાં જ પ્રયોજાતા હોય છે. ઉ. ત. operation એ સામાન્ય રૂપના શબ્દનો વૈદ્યકીય સંદર્ભમાં એક અર્થ (= વાઢકાપ), લશ્કરી પ્રવૃત્તિ માટે બીજો અર્થ
(= લશ્કરી હિલચાલ), અને ગણિતની પરિભાષામાં વળી ત્રીજો અર્થ (= કોઈ પ્રમેય બેસાડવો) થાય છે. એ પ્રમાણે season માળી માટે એક પ્રકારની, દરજી માટે બીજા પ્રકારની, હવા ખાવાનાં સ્થળોમાં ત્રીજા પ્રકારની કાલ-અવધિ સૂચવે છે–જોકે એ સર્વમાં ‘કામના ખૂબ ભરાવાનો સમય’ એવો અર્થ કેન્દ્રવર્તી છે.

અર્થસંકોચનાં ઉદાહરણો પ્રત્યેક ભાષામાંથી મળશે. અંગ્રેજીમાં Old Eng. Mete (= food) > meat (= ખાદ્ય માંસ); O. E. dēor (= beast) > deer (હરણ); O. E. hund (=dog) > hound (=શિકારી કૂતરો) આ પ્રકારનાં ઉદાહરણો છે. સંસ્કૃતમાં नेत्र કે नयनનો મૂળ અર્થ છે ‘નેતા’, ‘માર્ગદર્શક’; એ સંકોચ પામીને પછી ‘આંખ’ના અર્થમાં મર્યાદિત થઈ ગયો. એ પ્રમાણે सर्पનો અર્થ પ્રથમ ‘સરકનાર પ્રાણી’ને પછીથી ‘સાપ’; ‘घृत’નો અર્થ પ્રથમ ‘છાંટેલું’ (sprinkled) અને પછીથી ‘ઘી’; ‘भक्त’નો અર્થ પહેલાં ‘ભાગ પાડેલો’ અને પછી ‘ભોજન’ અને ‘ભાત’; अन्नનો અર્થ પ્રથમ ‘ખાધેલું’ અને પછીથી ‘ભોજનનો પદાર્થ’, અર્થાત્ ‘ભાત’ કે ‘અનાજ’—આમ અનેક શબ્દોના અર્થમાં કાળ-ક્રમે સંકોચન થયું છે. ગુજ૰માં સં. गन्ध, ફા. बू (=કોઈ પણ પ્રકારની ગંધ) માંથી હવે ‘દુર્ગંધ’, ज्ञाति (=‘સુપરિચિત જન’, ‘સંબંધી’) માંથી ‘ન્યાત’, કે महत्तरમાંથી ‘મહેતર’ (=‘ભંગી’) ઈ૰, કે મરાઠીમાં वडील (=વૃદ્ધ, મોટા) માંથી ‘પિતા’, ઈ૰ આવાં અર્થસંકોચનનાં ઉદાહરણો છે.

અર્થવિસ્તાર–ઉપરનાથી બરાબર ઊલટી પ્રક્રિયા છે. એમાં વિશિષ્ટ અર્થ દર્શાવતા શબ્દો વધારે વ્યાપક બનીને સામાન્ય (general) અર્થ પ્રદર્શિત કરે છે. અર્થાત્, કોઈ એક વર્ગ (species) માટેનો શબ્દ સમસ્ત જાતિ (genus) માટે વપરાતો થાય છે. ઉ. ત. Middle English ‘bridde’ (= young birdling) > bird; M. E. ‘dogge’ (= dog of a particular breed) > dog.

દક્ષિણ સ્લાવોનિક ભાષાઓમાં ગુલાબને માટેનો શબ્દ સમાન રૂપે ‘ફૂલ’ને માટે વપરાય છે. ઉ. ત. Slovenian ‘roža’ Crotian ‘rožica.’ એ બંને મૂળ ‘ગુલાબ’ના અર્થના શબ્દો હવે માત્ર ‘ફૂલ’ના અર્થમાં પ્રયોજાય છે.૨૦<ref>૨૦ સરખાવો: Bloomfield, op. cit., p. 426; Vendryes, op. cit., p. 202.</ref> સંસ્કૃતમાં तैलનો મૂળ અર્થ હતો ‘તલનું સત્ત્વ’; એ પછી કોઈ પણ પ્રકારના તેલ માટે વપરાતો થઈ ગયો. (ઉ. ત. ‘મગફળીનું તેલ’, ‘સુખડનું તેલ’). સં. कुशल અને प्रवीणના મૂળ યૌગિક અર્થો (derivational meanings) હતા ‘કુશ તોડવામાં નિષ્ણાત’, અને ‘વીણા વગાડવામાં હોશિયાર’. એ મૌલિક અર્થો વધારે વ્યાપક બનીને પછી ‘નિષ્ણાત’ કે ‘ચતુર’ એ અર્થમાં વપરાવા શરૂ થયા. गोष्ठનો વ્યુત્પત્ત્યર્થ હતો ‘ગાયની કોઢ’ (cow-pen, ગૌશાળા); એમાંથી પછી વિકાસ પામીને ‘પશુઓનો વાડો’ એવો અર્થ પ્રચલિત થયો. એ જ પ્રમાણે अभ्यासનો પ્રારંભમાં અર્થ હતો ‘શર આદિ વારંવાર ફેંકવાં (अभि+अस्)’, અને द्रव्यનો અર્થ થતો ‘द्रु (વૃક્ષ)માંથી બનેલી વસ્તુ’. એ બંને અર્થો વિસ્તરીને अभ्यास = ‘કોઈ ક્રિયાનું ફરી ફરીને આવર્તન’ અને द्रव्य = કોઈ પણ ‘પદાર્થ કે વસ્તુ’ એવા અર્થો રૂઢ થઈ ગયા. મહાભારતમાં कल्य = ‘આવતી કાલ’, અને परश्वः = ‘આવતી કાલ પછીનો દિવસ’–એવો અર્થ થાય છે. વર્તમાન ભારતીય ભાષાઓમાં એનો વિસ્તાર થઈને ‘ગઈ કાલ’ અને ‘ગઈ કાલનો આગળનો દિવસ’ એ અર્થમાં પણ ક્રમશઃ પ્રયોજાય છે (ઉ. ત. ‘કાલે હું અમદાવાદ ગયો હતો’; ‘परसों मैं आपके घर आया था’). સંસ્કૃતના गङ्गा શબ્દનો ભારતીય ભાષાઓમાં સામાન્ય ‘નદી’વાચક અર્થ પણ મળે છે – ઉ. ત. ‘દમણગંગા’, ‘બાણગંગા’, ઈ૰.
'''અર્થવિસ્તાર'''–ઉપરનાથી બરાબર ઊલટી પ્રક્રિયા છે. એમાં વિશિષ્ટ અર્થ દર્શાવતા શબ્દો વધારે વ્યાપક બનીને સામાન્ય (general) અર્થ પ્રદર્શિત કરે છે. અર્થાત્, કોઈ એક વર્ગ (species) માટેનો શબ્દ સમસ્ત જાતિ (genus) માટે વપરાતો થાય છે. ઉ. ત. Middle English ‘bridde’ (= young birdling) > bird; M. E. ‘dogge’ (= dog of a particular breed) > dog.
દક્ષિણ સ્લાવોનિક ભાષાઓમાં ગુલાબને માટેનો શબ્દ સમાન રૂપે ‘ફૂલ’ને માટે વપરાય છે. ઉ. ત. Slovenian ‘roža’ Crotian ‘rožica.’ એ બંને મૂળ ‘ગુલાબ’ના અર્થના શબ્દો હવે માત્ર ‘ફૂલ’ના અર્થમાં પ્રયોજાય છે.<ref>સરખાવો: Bloomfield, op. cit., p. 426; Vendryes, op. cit., p. 202.</ref> સંસ્કૃતમાં तैलનો મૂળ અર્થ હતો ‘તલનું સત્ત્વ’; એ પછી કોઈ પણ પ્રકારના તેલ માટે વપરાતો થઈ ગયો. (ઉ. ત. ‘મગફળીનું તેલ’, ‘સુખડનું તેલ’). સં. कुशल અને प्रवीणના મૂળ યૌગિક અર્થો (derivational meanings) હતા ‘કુશ તોડવામાં નિષ્ણાત’, અને ‘વીણા વગાડવામાં હોશિયાર’. એ મૌલિક અર્થો વધારે વ્યાપક બનીને પછી ‘નિષ્ણાત’ કે ‘ચતુર’ એ અર્થમાં વપરાવા શરૂ થયા. गोष्ठનો વ્યુત્પત્ત્યર્થ હતો ‘ગાયની કોઢ’ (cow-pen, ગૌશાળા); એમાંથી પછી વિકાસ પામીને ‘પશુઓનો વાડો’ એવો અર્થ પ્રચલિત થયો. એ જ પ્રમાણે अभ्यासનો પ્રારંભમાં અર્થ હતો ‘શર આદિ વારંવાર ફેંકવાં (अभि+अस्)’, અને द्रव्यનો અર્થ થતો ‘द्रु (વૃક્ષ)માંથી બનેલી વસ્તુ’. એ બંને અર્થો વિસ્તરીને अभ्यास = ‘કોઈ ક્રિયાનું ફરી ફરીને આવર્તન’ અને द्रव्य = કોઈ પણ ‘પદાર્થ કે વસ્તુ’ એવા અર્થો રૂઢ થઈ ગયા. મહાભારતમાં कल्य = ‘આવતી કાલ’, અને परश्वः = ‘આવતી કાલ પછીનો દિવસ’–એવો અર્થ થાય છે. વર્તમાન ભારતીય ભાષાઓમાં એનો વિસ્તાર થઈને ‘ગઈ કાલ’ અને ‘ગઈ કાલનો આગળનો દિવસ’ એ અર્થમાં પણ ક્રમશઃ પ્રયોજાય છે (ઉ. ત. ‘કાલે હું અમદાવાદ ગયો હતો’; ‘परसों मैं आपके घर आया था’). સંસ્કૃતના गङ्गा શબ્દનો ભારતીય ભાષાઓમાં સામાન્ય ‘નદી’વાચક અર્થ પણ મળે છે – ઉ. ત. ‘દમણગંગા’, ‘બાણગંગા’, ઈ૰.

અર્થાદેશમાં બંને અર્થો વ્યાપકતાની દૃષ્ટિએ સ્વતંત્ર હોય છે—એમને પરસ્પર સંબંધ હોતો નથી. ઉ. ત. સંસ્કૃત दुहिताનો યૌગિક અર્થ છે ‘દોહનારી’; આવું અલ્પશ્રમી કામ સામાન્ય રીતે પુત્રીને સોંપવામાં આવતું તેથી એનો અર્થ સંપૂર્ણપણે પરિવર્તિત થઈને ‘પુત્રી’ એવો થયો. असुरનો પુરાતન અર્થ હતો ‘દેવ’; એનો અર્થાદેશ થઈને ઉત્તરકાળમાં એનો અર્થ થયો ‘દાનવ’ કે ‘રાક્ષસ’.

અર્થાદેશનાં ઉદાહરણો વનસ્પતિનાં નામોમાં, શરીરનાં અંગોનાં નામોમાં, રોગનાં નામોમાં, અને રંગનાં નામોમાં ઘણાં મળશે. રૂપક આદિ અલંકારો પણ અર્થાદેશના જ પ્રકાર છે. ઉ. ત. એકજ મૂળ શબ્દમાંથી નીકળેલા લૅટિન quercus (= oak) અને જર્મન forha (=pine)ના અર્થો ભિન્ન ભિન્ન છે. એ પ્રમાણે Old Eng. ‘cēace’(= jaw)માંથી અંગ્રેજી શબ્દ cheek, અને Old French ‘joue’ (= cheek)માંથી અંગ્રેજી શબ્દ jaw આવ્યા છે. સં. तिक्त (‘< √तिज्’ = ‘to sharpen’) ના ‘કડવું’ (bitter) તેમજ ‘તીખું’ (pungent) એવા બંને અર્થો મળે છે, અને कटुનો અર્થ ‘તીખું,’ ‘તીવ્ર’ (‘pungent’, ‘sharp’) એવો છે. અહીં ભાષામાં અર્થનિશ્ચિતિ નથી. વર્તમાન ભારતીય ભાષાઓમાં એ અર્થો પરિવર્તન પામીને નિશ્ચિત થયા છે: तिक्त (कम्)> ‘તીખું’ (pungent), कटु (कम्)> ‘કડવું’(bitter).

શરીરનાં અંગેાનાં નામોમાં અર્થવ્યત્યય (transference of meaning) થયાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ઉ. ત. લૅટિન coxa (=hip), આઇરિશ coss (=foot); લૅટિન bucca (=cheek), ફ્રેન્ચ bouche (=mouth). આમાંનાં કેટલાંક પરિવર્તનો સભાનપણે શરીરનાં ગોપ્ય અંગોનો ઉલ્લેખ કરવાની અનિચ્છાની નાગરિક મનોવૃત્તિને કારણે ઉદ્ભવેલાં હોય છે. जघन (મૂળ અર્થ ‘નિતંબ’) અને उपस्थ (પ્રાચીન અર્થ ‘સુરક્ષિત જગા’) ગોપ્ય અંગો માટે, અને ‘પૂંઠ’ (< पृष्ठ = ‘બરડેા’, ‘પૃષ્ઠભાગ’) ‘નિતંબ’ના અર્થમાં પ્રયોજાવા શરૂ થયા હશે. અનુલ્લેખ્ય શબ્દો (taboo words) વિષે આગળ ચર્ચા કરીશું.

ભાષામાં અલંકારોનો ઉપયોગ વિચારને વધારે સુસ્પષ્ટપણે વ્યક્ત કરવાને તેમજ કોઈ વિશેષાર્થ વ્યંજિત કરવાને પ્રચુરપણે થાય છે. એથી જ કોઈએ ભાષાને ઘસાઈ ગયેલા રૂપકોના ભંડારની ઉપમા આપી છે.૨૧<ref>૨૧ cf, “Language is a book of faded metaphors.”
ભાષામાં અલંકારોનો ઉપયોગ વિચારને વધારે સુસ્પષ્ટપણે વ્યક્ત કરવાને તેમજ કોઈ વિશેષાર્થ વ્યંજિત કરવાને પ્રચુરપણે થાય છે. એથી જ કોઈએ ભાષાને ઘસાઈ ગયેલા રૂપકોના ભંડારની ઉપમા આપી છે.<ref>cf, “Language is a book of faded metaphors.”
{{right|–Bloomfield, op. cit., p. 443}}</ref> ઉ. ત. ‘clear’ (thought), ‘iris’ (of the eye), daisy (=a small garden flower; < Old English ‘dæges eage’ = ‘day’s eye’) હવે એના પ્રાથમિક અર્થો ‘clear’ (water), ‘rainbow’, કે ‘day’s eye’નો નિર્દેશ કરતા નથી. તેમ right (originally = straight), hard, simple (originally = without fold) ઇ૰ એના યૌગિક અર્થો દર્શાવતા બંધ થયા છે, અને હવે લાક્ષણિક અર્થમાં જ એ પ્રયોજાય છે. સં. मधुर કે ગુજ૰ હિંદી૰ मीठी (વાણી),

સં. ऋजु કે ગુજ૰ ‘સીધો’ (માણસ) મૂળ તો રૂપકો જ છે; પણ આજે હવે એમાં કોઈ પ્રકારનું અલંકારત્વ અવશિષ્ટ રહ્યું નથી.
સં. ऋजु કે ગુજ૰ ‘સીધો’ (માણસ) મૂળ તો રૂપકો જ છે; પણ આજે હવે એમાં કોઈ પ્રકારનું અલંકારત્વ અવશિષ્ટ રહ્યું નથી.
લક્ષ્યોક્તિ (Metonymy)માં શબ્દને બદલે એની સાથે સંકલિત અન્ય શબ્દ પ્રયોજાય છે. ઉ. ત. Board (=meals) (ઉ. ત. boarding), bar (=lawyers) (ઉ. ત. the bar-council), chair (=professorship) (ઉ. ત. University chair in philosophy), (count one’s) beads (મૂળ અર્થ = prayers; પછી ‘પ્રાર્થનાની સંખ્યા ગણવા માટેની માળાના મણકા’), ગુજ૰ ‘કંઠ’ (=સૂર), ‘દૃષ્ટિ’(=સમજણ), ઈ૰.
વ્યાપ્તિ (Synecdoche)માં કોઈ પદાર્થના એકદેશ કે ગુણ દ્વારા એ પદાર્થનું અભિધાન કરવામાં આવે છે. ઉ. ત. Labour (unrest) (=of the labourers), the youth (of the country) (=young men and women); Justice (= ન્યાયમૂર્તિ); Primitive Germanic *‘tu: naz’(=fence) > town,૨૨<ref>૨૨ સરખાવો: Bloomfield, op. cit., p. 427.</ref> સં. प्राण (= ‘શ્વાસોચ્છ્વાસ’) > ‘પ્રાણી,’ ઈ૰.

અત્યુક્તિ (Hyperbole)માં પ્રબળ અર્થવાળો શબ્દ નિર્બળ અર્થ વ્યક્ત કરતો થઈ જાય છે. ઉ. ત. pre-French ‘ex-tonāre’ (=to strike with thunder) > French ‘étonner’ (‘to astonish’); સં. नष्टः (= `નાશ પામેલો’) > ગુજ. ‘નાઠો’, સં. भग्नः (=‘ભાંગેલો’, ‘તૂટી પડેલો’) > ગુજ. ‘ભાગ્યો’, ઈ૰.
'''લક્ષ્યોક્તિ''' (Metonymy)માં શબ્દને બદલે એની સાથે સંકલિત અન્ય શબ્દ પ્રયોજાય છે. ઉ. ત. Board (=meals) (ઉ. ત. boarding), bar (=lawyers) (ઉ. ત. the bar-council), chair (=professorship) (ઉ. ત. University chair in philosophy), (count one’s) beads (મૂળ અર્થ = prayers; પછી ‘પ્રાર્થનાની સંખ્યા ગણવા માટેની માળાના મણકા’), ગુજ૰ ‘કંઠ’ (=સૂર), ‘દૃષ્ટિ’(=સમજણ), ઈ૰.
વ્યંગ્યોક્તિ (Litote)માં નબળો અર્થ દર્શાવતો શબ્દ પ્રબલાર્થ બને છે. ઉ. ત. pre-English ‘kwalljan’(= `to torment’) > O. E. ‘cwellan’ (‘to kill’); પ્રા. ગુજ. कारिम (=કૃત્રિમ) > વર્ત. ગુજ. ‘કારમું’ (=ભયંકર); પ્રા. ગુજ. कामा सारइ, મૂળ અર્થ ‘કામ પતાવે છે’ > ‘આત્મબલિદાન આપે છે’.૨૩<ref>૨૩ જુઓ: कान्हडदे प्रबन्ध 4-234; સંપા. કાન્તિલાલ બ. વ્યાસ</ref>

અપકર્ષ (Degeneration)માં શબ્દનો મૂળ સારો અર્થ કાળક્રમે હીન અર્થ દર્શાવતો થઈ જાય છે. ઉ. ત. O. E. ‘cnafa’ ( =‘boy’, ‘servant’) > knave (=લુચ્ચો, હરામી); સં. श्याल કે शकार (‘રાજાનો સાળો’) > (‘મૂર્ખ’, ‘અધમ’, ‘ક્રૂર’) (રાજસંબંધી) (સંસ્કૃત નાટ્યસાહિત્યમાં); સં. आर्या (=સંમાન્ય સન્નારી) > अज्जुआ, अज्जुका (‘કુટ્ટણી’).૨૪<ref>૨૪ જુઓઃ  भगवदज्जुकीयम् એ પ્રહસન.</ref>
'''વ્યાપ્તિ''' (Synecdoche)માં કોઈ પદાર્થના એકદેશ કે ગુણ દ્વારા એ પદાર્થનું અભિધાન કરવામાં આવે છે. ઉ. ત. Labour (unrest) (=of the labourers), the youth (of the country) (=young men and women); Justice (= ન્યાયમૂર્તિ); Primitive Germanic *‘tu: naz’(=fence) > town,<ref>સરખાવો: Bloomfield, op. cit., p. 427.</ref> સં. प्राण (= ‘શ્વાસોચ્છ્વાસ’) > ‘પ્રાણી,’ ઈ૰.
ઉત્કર્ષ (Elevation) માં મૂળ સામાન્ય અર્થવાળો શબ્દ ઉત્તમ અર્થ દર્શાવતો થાય છે. ઉ. ત. O. E. cniht (= ‘boy’, ‘servant’) > knight; સં. गणिका > મધ્ય ગુજ. ‘ગુણીજન’;૨૫<ref>૨૫ સરખાવો : ‘ગુણીજન ગાયે ગીત રસાળ.’

'''અત્યુક્તિ''' (Hyperbole)માં પ્રબળ અર્થવાળો શબ્દ નિર્બળ અર્થ વ્યક્ત કરતો થઈ જાય છે. ઉ. ત. pre-French ‘ex-tonāre’ (=to strike with thunder) > French ‘étonner’ (‘to astonish’); સં. नष्टः (= `નાશ પામેલો’) > ગુજ. ‘નાઠો’, સં. भग्नः (=‘ભાંગેલો’, ‘તૂટી પડેલો’) > ગુજ. ‘ભાગ્યો’, ઈ૰.

'''વ્યંગ્યોક્તિ''' (Litote)માં નબળો અર્થ દર્શાવતો શબ્દ પ્રબલાર્થ બને છે. ઉ. ત. pre-English ‘kwalljan’(= `to torment’) > O. E. ‘cwellan’ (‘to kill’); પ્રા. ગુજ. कारिम (=કૃત્રિમ) > વર્ત. ગુજ. ‘કારમું’ (=ભયંકર); પ્રા. ગુજ. कामा सारइ, મૂળ અર્થ ‘કામ પતાવે છે’ > ‘આત્મબલિદાન આપે છે’.<ref>જુઓ: कान्हडदे प्रबन्ध 4-234; સંપા. કાન્તિલાલ બ. વ્યાસ</ref>

'''અપકર્ષ''' (Degeneration)માં શબ્દનો મૂળ સારો અર્થ કાળક્રમે હીન અર્થ દર્શાવતો થઈ જાય છે. ઉ. ત. O. E. ‘cnafa’ ( =‘boy’, ‘servant’) > knave (=લુચ્ચો, હરામી); સં. श्याल કે शकार (‘રાજાનો સાળો’) > (‘મૂર્ખ’, ‘અધમ’, ‘ક્રૂર’) (રાજસંબંધી) (સંસ્કૃત નાટ્યસાહિત્યમાં); સં. आर्या (=સંમાન્ય સન્નારી) > अज्जुआ, अज्जुका (‘કુટ્ટણી’).<ref>જુઓઃ  भगवदज्जुकीयम् એ પ્રહસન.</ref>

'''ઉત્કર્ષ''' (Elevation) માં મૂળ સામાન્ય અર્થવાળો શબ્દ ઉત્તમ અર્થ દર્શાવતો થાય છે. ઉ. ત. O. E. cniht (= ‘boy’, ‘servant’) > knight; સં. गणिका > મધ્ય ગુજ. ‘ગુણીજન’;<ref>સરખાવો : ‘ગુણીજન ગાયે ગીત રસાળ.’
{{gap}}—પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’, કડવું ૬</ref> સં. द्विज (‘બે વાર જન્મેલ’) > દ્વિજ(= બ્રાહ્મણ); नागरिक (‘નગરનું’ > ‘સંસ્કારી’), ઈ૰.
{{gap}}—પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’, કડવું ૬</ref> સં. द्विज (‘બે વાર જન્મેલ’) > દ્વિજ(= બ્રાહ્મણ); नागरिक (‘નગરનું’ > ‘સંસ્કારી’), ઈ૰.

આ અર્થપરિવર્તનોના અભ્યાસમાંથી કેટલીક રસપ્રદ વીગતો જાણવાની મળે છે. દેશવાચક અને કાલવાચક શબ્દો બહુધા એક જ હોય છે એ નોંધપાત્ર છે. ઉ. ત. સં. अव्वन् શબ્દ ‘પ્રવાસ’ તેમજ ‘સમય’ બંનેનો નિર્દેશ કરે છે. સં. ‘वार’નો અર્થ પણ ‘દેશકાળમાં નિબદ્ધ પદાર્થ’ (‘anything enclosed in space and time’) એવો છે. ગુજ૰ ‘વાર’ તેમજ ‘વખત’ જેમ સમય બતાવે છે તેમ ‘વારો’ ‘turn’, કે ‘ખેપ’ (journey) પણ દર્શાવે છે. (ઉ. ત. આ મહિનામાં તમે કેટલી વાર મંદિરે ગયા છો?’; ‘કાલે કેટલી વખત તમે મારે ત્યાં આવ્યા હતા?’)

અન્યને સંતાપવા, પીડવા એ શક્તિ અને સામર્થ્યનું દ્યોતક મનાયું છે. ઉ. ત. प्रतप् (= ‘તાપથી સંતાપવું’, ‘પીડવું’) ઉપરથી ‘પ્રતાપી’ (= તેજસ્વી, ગૌરવવંત). તો, સ્વભાવની ઋજુતા, ભલાપણું કે સીધાપણું મૂર્ખતાની સાથે સંકલિત થયું છે. ઉ. ત. અંગ્રેજી તેમજ ફ્રેન્ચ simple (= મૂર્ખ), ‘ભલોભોળો’(< ભદ્ર), સં. ऋजुक (= સીધોસાદો). અંગ્રેજી શબ્દ ‘silly’નો પ્રથમ અર્થ હતો ‘happy’; પછી ‘innocent’, ‘helpless’, ‘insignificant’; એમાંથી હવે સત્તરમા સૈકા પછી ‘foolish’ એવો અર્થ છેલ્લે રૂઢ થયો છે.૨૬<ref>૨૬ સરખાવો : Sturtevant, op. cit., p. 128.</ref> ફ્રેન્ચ શબ્દ innocent (= harmless, guileless) નું પણ આવું જ અર્થપરિવર્તન થયું છે.૨૭<ref>૨૭ સરખાવો : Vendryes, op. cit., pp. 207-208.</ref>
અન્યને સંતાપવા, પીડવા એ શક્તિ અને સામર્થ્યનું દ્યોતક મનાયું છે. ઉ. ત. प्रतप् (= ‘તાપથી સંતાપવું’, ‘પીડવું’) ઉપરથી ‘પ્રતાપી’ (= તેજસ્વી, ગૌરવવંત). તો, સ્વભાવની ઋજુતા, ભલાપણું કે સીધાપણું મૂર્ખતાની સાથે સંકલિત થયું છે. ઉ. ત. અંગ્રેજી તેમજ ફ્રેન્ચ simple (= મૂર્ખ), ‘ભલોભોળો’(< ભદ્ર), સં. ऋजुक (= સીધોસાદો). અંગ્રેજી શબ્દ ‘silly’નો પ્રથમ અર્થ હતો ‘happy’; પછી ‘innocent’, ‘helpless’, ‘insignificant’; એમાંથી હવે સત્તરમા સૈકા પછી ‘foolish’ એવો અર્થ છેલ્લે રૂઢ થયો છે.<ref>સરખાવો : Sturtevant, op. cit., p. 128.</ref> ફ્રેન્ચ શબ્દ innocent (= harmless, guileless) નું પણ આવું જ અર્થપરિવર્તન થયું છે.<ref>સરખાવો : Vendryes, op. cit., pp. 207-208.</ref>
દયાના ભાવમાંથી સ્નેહભાવનો ઉદ્ગમ સહજ છે. શબ્દોના અર્થરૂપાન્તરોમાં એનું પ્રતિફલન થયું છે. ઉ. ત. ‘kind’(= ‘દયાળુ’) માંથી ‘kind’(‘સ્નેહપૂર્ણ’), કે સં. दयाમાંથી दयित (‘પ્રિયતમ’) રૂપાન્તર સહજ છે.
દયાના ભાવમાંથી સ્નેહભાવનો ઉદ્ગમ સહજ છે. શબ્દોના અર્થરૂપાન્તરોમાં એનું પ્રતિફલન થયું છે. ઉ. ત. ‘kind’(= ‘દયાળુ’) માંથી ‘kind’(‘સ્નેહપૂર્ણ’), કે સં. दयाમાંથી दयित (‘પ્રિયતમ’) રૂપાન્તર સહજ છે.

આવાં ઘણાં અર્થપરિવર્તનોની ભૂમિકામાં માનસશાસ્ત્રીય અનુભવ રહેલો છે. ઉ. ત. brigand (= લૂટારો) કે assassin (= ઘાતક) જેવા શબ્દો મૂળ કેટલીક સશસ્ત્ર ટોળીઓનાં નામ ઉપરથી આવ્યા હોઈ એવા લોકોની ઘાતકતા ને લૂટફાટવૃત્તિ દર્શાવે છે.

કેટલીક વાર અત્યંત ક્રોધ અને ધિક્કાર સૂચવતા શબ્દો પણ મૃદુ સંદર્ભમાં વપરાય છે. ઉ.ત. મા પોતાના બાળકને વ્હાલમાં ‘લુચ્ચો’ કે ‘બદમાશ’ કહેશે કે પત્ની પોતાના પ્રિયતમને ‘ધૂર્ત’ કે ‘જૂઠા’ કહેશે.૨૮<ref>૨૮ સરખાવોઃ दृष्टः स्वप्ने कितव रमयन्कामपि त्वं मयेति। —मेघदूत, उत्तरमेघ ५२

કેટલીક વાર અત્યંત ક્રોધ અને ધિક્કાર સૂચવતા શબ્દો પણ મૃદુ સંદર્ભમાં વપરાય છે. ઉ.ત. મા પોતાના બાળકને વ્હાલમાં ‘લુચ્ચો’ કે ‘બદમાશ’ કહેશે કે પત્ની પોતાના પ્રિયતમને ‘ધૂર્ત’ કે ‘જૂઠા’ કહેશે.<ref>સરખાવોઃ दृष्टः स्वप्ने कितव रमयन्कामपि त्वं मयेति। —मेघदूत, उत्तरमेघ ५२

‘સ્વપ્ને દીઠા બીજીશું રમતાં, જાવ જૂઠ્ઠા તમોને’

‘સ્વપ્ને દીઠા બીજીશું રમતાં, જાવ જૂઠ્ઠા તમોને’

{{right|—કીલાભાઈ કૃત અનુવાદ.}}
{{gap|10em}}—કીલાભાઈ કૃત અનુવાદ.

“કેદીઠા સ્વપ્નમાં ધૂર્ત! તમને બીજી

“કેદીઠા સ્વપ્નમાં ધૂર્ત! તમને બીજી

પ્રેમદા સંગ મેં રંગ રમતા’”

પ્રેમદા સંગ મેં રંગ રમતા’”

{{right|—ત્રિભુવન ગૌરીશંકર વ્યાસકૃત અનુવાદ.}}</ref> અંગ્રેજી આદિ ભાષાઓમાં પણ આવા પ્રયોગો થાય છે. ઉ. ત. (માતાનું બાળકને સંબોધન) ‘you little rogue’! આવા પ્રયોગો બહુધા રૂઢિનું પરિણામ હોય છે.
{{gap|10em}}—ત્રિભુવન ગૌરીશંકર વ્યાસકૃત અનુવાદ.</ref> અંગ્રેજી આદિ ભાષાઓમાં પણ આવા પ્રયોગો થાય છે. ઉ. ત. (માતાનું બાળકને સંબોધન) ‘you little rogue’! આવા પ્રયોગો બહુધા રૂઢિનું પરિણામ હોય છે.
શબ્દનાં અર્થપરિવર્તનો લોકમાનસનું તેમ સામાજિક પરિસ્થિતિનું સૂચન કરે છે. ઉ. ત. જર્મનમાં Onkel (= uncle) કોઈ પણ ‘વૃદ્ધ અને માયાળુ સજ્જન’ માટે વપરાય છે, ત્યારે die Tante (= aunt) ‘ઝઘડાખોર અને છિદ્રો શોધનારી સ્ત્રી’ને માટે વપરાય છે. એ લોકમાનસની નર્મવૃત્તિ સૂચવે છે. ફ્રેન્ચ અને અંગ્રેજીમાં madame નો અર્થ સારો છે, ત્યારે જર્મનમાં એ ઉછીનો શબ્દ હોઈ એનો અર્થ હલકો છે. એ જ પ્રમાણે મરાઠી पंतोजीનો અર્થ (=બ્રાહ્મણ વિદ્યાગુરુ) સારો છે; જ્યારે એના ઉપરથી ગુજરાતીમાં ઉછીનો લીધેલો શબ્દ ‘પંતૂજી’ હીન અર્થમાં (= વેદિયો) પ્રયોજાય છે. સંસ્કૃતમાં भ्रातृव्य (= પીતરાઈ ભાઈ)નો એક અર્થ ‘પ્રતિસ્પર્ધી, શત્રુ’ એવો છે.૨૯<ref>૨૯ સરખાવો: કહેવત–`સો મણ રાઈ અને એક પિતરાઈ.’</ref> પશુપાલક પ્રજાઓમાં પોતાની પાસેનાં પશુઓની સંખ્યા ઉપરથી માણસની સમૃદ્ધિ મપાતી. એથી ઈન્ડો–યુરોપિયન પ્રજાઓમાં પૈસાના નિર્દેશક શબ્દોનો મૂળ અર્થ ‘પશુ’ એવો છે: ઉ. ત. લેટિન pecunia, અંગ્રેજી pecuniary લૅટિન pecu (સરખાવો: સં. पशुः) ઉપરથી આવ્યા છે. જર્મન શબ્દ ‘vich’ આજે માત્ર ‘પશુ’નો નિર્દેશક છે, પણ એનો સમાન્તર અંગ્રેજી શબ્દ fee (<O. E. feoh = cattle) ‘વેતન’નો અર્થ દર્શાવે છે. સ્લાવોનિકમાં skotu શબ્દ ‘ઢોરઢાંખર’ તેમજ ‘સમૃદ્ધિ’ બંને દર્શાવે છે. જર્મન શબ્દ feder અને ફ્રેન્ચ plume એ યુગમાંથી ઊતરી આવ્યા છે, જ્યારે પક્ષીઓનાં પીંછાંની કલમ ઘડાતી. ગુજ૰ ‘ગ્લાસ’ (= પ્યાલો) શબ્દ સૂચવે છે કે આવાં પાત્ર મૂળ કાચનાં બનેલાં હતાં અને યુરોપમાંથી આયાત થતાં. આવાં સંખ્યાબંધ ઉદાહરણો ઉદ્ધૃત કરી શકાય તેમ છે. વસ્તુતઃ તો પ્રાગ્વૈદિક આર્યોની જીવનચર્યાની આછીપાતળી રૂપરેખા ઈન્ડોયુરોપિયન ભાષાના તુલનાત્મક અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે.
શબ્દનાં અર્થપરિવર્તનો લોકમાનસનું તેમ સામાજિક પરિસ્થિતિનું સૂચન કરે છે. ઉ. ત. જર્મનમાં Onkel (= uncle) કોઈ પણ ‘વૃદ્ધ અને માયાળુ સજ્જન’ માટે વપરાય છે, ત્યારે die Tante (= aunt) ‘ઝઘડાખોર અને છિદ્રો શોધનારી સ્ત્રી’ને માટે વપરાય છે. એ લોકમાનસની નર્મવૃત્તિ સૂચવે છે. ફ્રેન્ચ અને અંગ્રેજીમાં madame નો અર્થ સારો છે, ત્યારે જર્મનમાં એ ઉછીનો શબ્દ હોઈ એનો અર્થ હલકો છે. એ જ પ્રમાણે મરાઠી पंतोजीનો અર્થ (=બ્રાહ્મણ વિદ્યાગુરુ) સારો છે; જ્યારે એના ઉપરથી ગુજરાતીમાં ઉછીનો લીધેલો શબ્દ ‘પંતૂજી’ હીન અર્થમાં (= વેદિયો) પ્રયોજાય છે. સંસ્કૃતમાં भ्रातृव्य (= પીતરાઈ ભાઈ)નો એક અર્થ ‘પ્રતિસ્પર્ધી, શત્રુ’ એવો છે.<ref>સરખાવો: કહેવત–`સો મણ રાઈ અને એક પિતરાઈ.’</ref> પશુપાલક પ્રજાઓમાં પોતાની પાસેનાં પશુઓની સંખ્યા ઉપરથી માણસની સમૃદ્ધિ મપાતી. એથી ઈન્ડો–યુરોપિયન પ્રજાઓમાં પૈસાના નિર્દેશક શબ્દોનો મૂળ અર્થ ‘પશુ’ એવો છે: ઉ. ત. લેટિન pecunia, અંગ્રેજી pecuniary લૅટિન pecu (સરખાવો: સં. पशुः) ઉપરથી આવ્યા છે. જર્મન શબ્દ ‘vich’ આજે માત્ર ‘પશુ’નો નિર્દેશક છે, પણ એનો સમાન્તર અંગ્રેજી શબ્દ fee (<O. E. feoh = cattle) ‘વેતન’નો અર્થ દર્શાવે છે. સ્લાવોનિકમાં skotu શબ્દ ‘ઢોરઢાંખર’ તેમજ ‘સમૃદ્ધિ’ બંને દર્શાવે છે. જર્મન શબ્દ feder અને ફ્રેન્ચ plume એ યુગમાંથી ઊતરી આવ્યા છે, જ્યારે પક્ષીઓનાં પીંછાંની કલમ ઘડાતી. ગુજ૰ ‘ગ્લાસ’ (= પ્યાલો) શબ્દ સૂચવે છે કે આવાં પાત્ર મૂળ કાચનાં બનેલાં હતાં અને યુરોપમાંથી આયાત થતાં. આવાં સંખ્યાબંધ ઉદાહરણો ઉદ્ધૃત કરી શકાય તેમ છે. વસ્તુતઃ તો પ્રાગ્વૈદિક આર્યોની જીવનચર્યાની આછીપાતળી રૂપરેખા ઈન્ડોયુરોપિયન ભાષાના તુલનાત્મક અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''શબ્દપ્રયોગલોપ અને નૂતનશબ્દનિર્માણ'''}}
{{center|'''શબ્દપ્રયોગલોપ અને નૂતનશબ્દનિર્માણ'''}}
Line 98: Line 104:
શબ્દોના અર્થપરિવર્તનથી બરાબર વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા શબ્દપ્રયોગો લુપ્ત થવાની અને એમને સ્થાને નૂતન શબ્દો નિર્માણ થવાની છે.
શબ્દોના અર્થપરિવર્તનથી બરાબર વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા શબ્દપ્રયોગો લુપ્ત થવાની અને એમને સ્થાને નૂતન શબ્દો નિર્માણ થવાની છે.
શબ્દોનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે ભાષામાં કેટલાક શબ્દો એ જ અર્થમાં નિરંતર વપરાયાં કરે છે, જ્યારે અન્ય કેટલીક વસ્તુઓ કે ક્રિયાઓનાં નામ ફરીફરીને કાળે કાળે બદલાયાં કરે છે. આ પ્રકારના શબ્દપરિવર્તનનાં બે પ્રકારનાં કારણો હોય છે: માનસશાસ્ત્રીય, (બોલનાર વ્યક્તિના મનને–એની વિચારપ્રક્રિયાને–સ્પર્શતાં); અને સામાજિક, (એ ભાષા બોલનારા સમાજની રીતરસમો–customs–સાથે સંબદ્ધ).

આમાંથી આપણે પ્રથમ માનસશાસ્ત્રીય કારણો લઈએ. નિરંતર વપરાશને કારણે કેટલાક શબ્દોને એટલો બધો ઘસારો, એમના ધ્વનિતંત્રમાં કે અર્થનિર્દેશમાં, લાગે છે કે ભાષામાંથી એ શબ્દો સહજ જ લુપ્ત થઈ જાય છે. ધ્વનિવિકાસને કારણે અતિ ટૂંકાં થઈ ગયેલાં શબ્દરૂપો અર્થાભિવ્યક્તિ માટે નિર્બળ બનતાં લુપ્ત થઈ જાય છે. ઉ. ત. લૅટિન os (=mouth) માંથી ઉદ્ભવેલું કોઈ શબ્દરૂપ લૅટિનમાંથી આવેલી ફ્રેન્ચ આદિ રોમાન્સ (Romance) ભાષાઓમાં સચવાયું નથી.૩૦<ref>૩૦ સરખાવોઃ Vendryes, op. cit., p. 213.</ref> લૅટિન ‘apis’ (=‘bee’) ફ્રેન્ચમાંથી ચાલ્યું ગયું, કારણ કે ફ્રેન્ચમાં એનું અવતરણ થતાં કેવળ એક જ ધ્વનિ [e] બાકી રહેતો હતો.૩૧<ref>૩૧ સરખાવોઃ Bloomfield, op. cit., p. 395.</ref> આ પ્રમાણે કેટલાંક પુરાતન ઈન્ડોયુરોપિયન ક્રિયારૂપો અતિ હ્રસ્વતાને કારણે પ્રચારમાંથી જતાં રહ્યાં. ક્વચિત્ ભાષા અતિ ટૂંકા શબ્દોને અન્ય શબ્દોનો ટેકો આપીને સાચવી લે છે. આ રીતે ફ્રેન્ચમાં sain (=sound) અને sauf (=safe) શબ્દો ભાગ્યે જ એકલા આવે છે; સામાન્ય રીતે એ બંને જોડાઈ જઈને sain et sauf એમ સંયુક્ત રૂપે વપરાય છે.૩૨<ref>૩૨ સરખાવોઃ Vendryes, op. cit., p. 214.</ref> (સરખાવો ગુજ૰ ‘હેમખેમ’.) અતિ ટૂંકાં સ્થળનામોને પણ આવી રીતે સંદર્ભમાં અનુરૂપ સામાન્ય નામનો ટેકો આપવામાં આવે છે. ઉ. ત. ‘સેર’ કે ‘સેરિયા’ને બદલે ‘મુનિની સેર’, કે ‘ખેડ’[બ્રહ્મા]ને બદલે ‘બ્રહ્માની ખેડ’, Eu કે Batz ને બદલે la ville d’ Eu (Eu [નામ]નું ગામ), le Bourg de Batz (Batz [નામ]નું નગર).

આમાંથી આપણે પ્રથમ '''માનસશાસ્ત્રીય કારણો''' લઈએ. નિરંતર વપરાશને કારણે કેટલાક શબ્દોને એટલો બધો ઘસારો, એમના ધ્વનિતંત્રમાં કે અર્થનિર્દેશમાં, લાગે છે કે ભાષામાંથી એ શબ્દો સહજ જ લુપ્ત થઈ જાય છે. ધ્વનિવિકાસને કારણે અતિ ટૂંકાં થઈ ગયેલાં શબ્દરૂપો અર્થાભિવ્યક્તિ માટે નિર્બળ બનતાં લુપ્ત થઈ જાય છે. ઉ. ત. લૅટિન os (=mouth) માંથી ઉદ્ભવેલું કોઈ શબ્દરૂપ લૅટિનમાંથી આવેલી ફ્રેન્ચ આદિ રોમાન્સ (Romance) ભાષાઓમાં સચવાયું નથી.<ref>સરખાવોઃ Vendryes, op. cit., p. 213.</ref> લૅટિન ‘apis’ (=‘bee’) ફ્રેન્ચમાંથી ચાલ્યું ગયું, કારણ કે ફ્રેન્ચમાં એનું અવતરણ થતાં કેવળ એક જ ધ્વનિ [e] બાકી રહેતો હતો.<ref>સરખાવોઃ Bloomfield, op. cit., p. 395.</ref> આ પ્રમાણે કેટલાંક પુરાતન ઈન્ડોયુરોપિયન ક્રિયારૂપો અતિ હ્રસ્વતાને કારણે પ્રચારમાંથી જતાં રહ્યાં. ક્વચિત્ ભાષા અતિ ટૂંકા શબ્દોને અન્ય શબ્દોનો ટેકો આપીને સાચવી લે છે. આ રીતે ફ્રેન્ચમાં sain (=sound) અને sauf (=safe) શબ્દો ભાગ્યે જ એકલા આવે છે; સામાન્ય રીતે એ બંને જોડાઈ જઈને sain et sauf એમ સંયુક્ત રૂપે વપરાય છે.<ref>સરખાવોઃ Vendryes, op. cit., p. 214.</ref> (સરખાવો ગુજ૰ ‘હેમખેમ’.) અતિ ટૂંકાં સ્થળનામોને પણ આવી રીતે સંદર્ભમાં અનુરૂપ સામાન્ય નામનો ટેકો આપવામાં આવે છે. ઉ. ત. ‘સેર’ કે ‘સેરિયા’ને બદલે ‘મુનિની સેર’, કે ‘ખેડ’[બ્રહ્મા]ને બદલે ‘બ્રહ્માની ખેડ’, Eu કે Batz ને બદલે la ville d’ Eu (Eu [નામ]નું ગામ), le Bourg de Batz (Batz [નામ]નું નગર).

ધ્વનિવિકાસને કારણે સમધ્વનિ શબ્દો (homonyms)માંથી કેટલીક વાર એકનો પરિત્યાગ કરીને એને સ્થાને નવો શબ્દ પ્રચલિત થાય છે. ઘણીવાર સમધ્વનિ શબ્દોનો વાક્યમાં ભિન્ન ભિન્ન રીતે પ્રયોગ થતો હોઈ એમની વચ્ચે ગોટાળો થવાનો સામાન્ય રીતે સંભવ રહેતો નથી. ઉ.ત. bear ( = ‘રીંછ’ નામ), bear (= ‘સહન કરવું’; ક્રિયાપદ); bare (= ‘ઉઘાડું’; વિશેષણ). તોપણ, સામાન્ય રીતે સમધ્વનિ શબ્દોનો લોપ કરવાનું ભાષામાં વલણ હોય છે, કારણ કે, એથી અર્થની અભિવ્યક્તિમાં વિશેષ સ્પષ્ટતા આવે છે. ઉ.ત. O. E. lettan (= to hinder) અને

O. E. lԑ:tan (= to permit) બંને ક્રિયાપદોનું અર્વાચીન અંગ્રેજીમાં એક જ રૂપ let થતાં પહેલું ક્રિયાપદ સામાન્ય પ્રચારમાંથી લુપ્ત થઈ ગયું, ને આજે માત્ર ‘without let or hindrance’ જેવા વિરલ પ્રયોગમાં અવશિષ્ટ રહ્યું. આ જ રીતે સંસ્કૃત प्रकार, प्रचार, प्रतार એ સર્વનો પ્રાકૃતોમાં ધ્વનિવિકાસ થઈને એક જ રૂપ ‘पयार’ અવશિષ્ટ રહ્યું. એથી ઉત્તરકાલીન ગુજરાતી ભાષામાં प्रकार > પ્રા. पयार > પ્રા. ગુજ. पइर > વર્ત. ગુજ. पेर એ જ માત્ર એક શબ્દરૂપ સચવાયું અને બાકીનાં સૌ લુપ્ત થયાં.

ધ્વનિવિકાસને પરિણામે શબ્દો પોતાના સમૂહમાંથી અલગ પડી જાય અને એમના અર્થનો વિપર્યાસ થઈ જાય એમ બને છે. ઉ.ત. અંગ્રેજી ready ride થી, holiday holy થી, sorry sore થી, whole heal થી, disease case થી અળગા પડી ગયા છે, જો કે એમનું મૂળ એક જ છે.

આવા અળગા થયેલા શબ્દોના અર્થને એકાકી અર્થો (marginal meanings) કહે છે. O.E. wԑd (= garment), O. E. we:od (= weeds) થી ભિન્ન શબ્દ છે. એ આજે એક પ્રયોગ (widow’s weeds) સિવાય લુપ્તવત્ છે. ગુજરાતીમાં પણ धण (< અપ. धण < સં. धन्या = ‘નાયિકા’, ‘સુંદરી’), ધણ (= પશુઓનું ટોળું)થી વિભિન્ન શબ્દ છે, અને વર્તમાનમાં એ માત્ર સીમંતપ્રસંગ સિવાય વપરાતો નથી. ઉ. ત. ‘ધણ (= સીમન્તિની સ્ત્રી) શણગારી.’ આવા એકાકી અર્થોનાં અન્ય ઉદાહરણોમાં ‘please do this’ (= if it pleases you), “proof of pudding lies in eating’ (= test) ગણાવી શકાય. એના મૂળ અર્થ ‘to give pleasure’ અને ‘to give conclusive evidence’ એવા છે.૩૩<ref>૩૩ સરખાવો: Bloomfield, op. cit., pp. 434, 436, 438.</ref>
આવા અળગા થયેલા શબ્દોના અર્થને એકાકી અર્થો (marginal meanings) કહે છે. O.E. wԑd (= garment), O. E. we:od (= weeds) થી ભિન્ન શબ્દ છે. એ આજે એક પ્રયોગ (widow’s weeds) સિવાય લુપ્તવત્ છે. ગુજરાતીમાં પણ धण (< અપ. धण < સં. धन्या = ‘નાયિકા’, ‘સુંદરી’), ધણ (= પશુઓનું ટોળું)થી વિભિન્ન શબ્દ છે, અને વર્તમાનમાં એ માત્ર સીમંતપ્રસંગ સિવાય વપરાતો નથી. ઉ. ત. ‘ધણ (= સીમન્તિની સ્ત્રી) શણગારી.’ આવા એકાકી અર્થોનાં અન્ય ઉદાહરણોમાં ‘please do this’ (= if it pleases you), “proof of pudding lies in eating’ (= test) ગણાવી શકાય. એના મૂળ અર્થ ‘to give pleasure’ અને ‘to give conclusive evidence’ એવા છે.<ref>સરખાવો: Bloomfield, op. cit., pp. 434, 436, 438.</ref>
અત્યંત વપરાશને કારણે અર્થનાં ઘસારાનાં પણ અનેક ઉદાહરણો મળે છે. ઉ. ત. માનવ લાગણીઓ વ્યક્ત કરતા શબ્દો અત્યધિક વપરાશને કારણે ધીમે ધીમે પોતાની અર્થાભિવ્યક્તિ ગુમાવી દે છે. ઉ. ત. ‘વહાલા’ (=પ્રિયતમ)૩૪<ref>૩૪ જુઓ: ‘સરસ્વતીચન્દ્ર’માં ગુણસુંદરી અને સૌભાગ્યદેવીએ પોતાના પતિને કરેલાં સંબોધનો.</ref> શબ્દ પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિ ગુમાવીને માત્ર ‘પસંદ’નો અર્થ વ્યક્ત કરતો થઈ ગયો છે. ક્વચિત્ તો એ કેવળ અર્થવિહીન (રિક્તાર્થ) થઈ રહ્યો છે. (ઉ. ત. ‘એમને મગ વહાલા છે, માટે આજે મગ રાંધો’; ‘મારો વા’લો! આપણને છેતરી ગયો!’)

અત્યંત વપરાશને કારણે '''અર્થનાં ઘસારાનાં''' પણ અનેક ઉદાહરણો મળે છે. ઉ. ત. માનવ લાગણીઓ વ્યક્ત કરતા શબ્દો અત્યધિક વપરાશને કારણે ધીમે ધીમે પોતાની અર્થાભિવ્યક્તિ ગુમાવી દે છે. ઉ. ત. ‘વહાલા’ (=પ્રિયતમ)<ref>જુઓ: ‘સરસ્વતીચન્દ્ર’માં ગુણસુંદરી અને સૌભાગ્યદેવીએ પોતાના પતિને કરેલાં સંબોધનો.</ref> શબ્દ પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિ ગુમાવીને માત્ર ‘પસંદ’નો અર્થ વ્યક્ત કરતો થઈ ગયો છે. ક્વચિત્ તો એ કેવળ અર્થવિહીન (રિક્તાર્થ) થઈ રહ્યો છે. (ઉ. ત. ‘એમને મગ વહાલા છે, માટે આજે મગ રાંધો’; ‘મારો વા’લો! આપણને છેતરી ગયો!’)

આવી જ સ્થિતિ ઘનતા (quantity) બતાવનાર શબ્દોની પણ થઈ ગઈ છે. અધિક (> મધ્ય ગુજ૰ ‘અદકું’), ‘અતિ’ ઈ૰ જૂનાં શબ્દરૂપોને સ્થાને વર્ત૰ ગુજ૰માં બહુધા ‘ઘણું’ ‘વધારે’ ઈ૰ નવા શબ્દો પ્રચલિત થયા છે. જ્યાં ક્રિયાવિશેષણ મૂકીને સર્વાધિકતા (superlative) દર્શાવવામાં આવતી હતી ત્યાં ધીમે ધીમે એને અધિકતાદર્શક અર્થ ઘસાતો ગયો અને એને જ સ્થાને નવાં, એથી વધારે પ્રબળ ક્રિયાવિશેષણો મુકાવાં લાગ્યાં. ઉ. ત. અંગ્રેજી very (good), much (loss) ને બદલે exceedingly કે perfectly (good), કે great (loss) વિશેષ આવે છે. એ પ્રમાણે ફ્રેન્ચમાં આજે très (=very) ને બદલે અધિકતા દર્શાવવાને parfaitement (=perfectly) કે complètement (=completely) વિશેષ વપરાય છે. આ પ્રમાણે વધારે ને વધારે સબળ અધિકતાદર્શક ક્રિયાવિશેષણો જોડવાને કારણે એમને અર્થ ક્રમશઃ નબળો પડતો જાય છે. ઉ. ત. ‘આજે વરસાદનું ઘણું તોફાન છે’ એમ કહેવાને બદલે, પ્રબળ અધિકતાર્થ દર્શાવવો હોય તો ‘આજે વરસાદનું ભયંકર તોફાન છે’ એમ કહેવું પડે છે. (સરખાવો સમાન અંગ્રેજી પ્રયોગો terribly sweet, awfully nice, ઈ૰). આવાં અધિકતાદર્શક તત્ત્વો પાછાં વપરાશથી ઘસાઈ જાય અને એમને સ્થાને પાછા નવા શબ્દો પ્રચલિત થાય એવું પણ બને છે. અધિકતાદર્શક પ્રત્યયો કે પુરઃસર્ગો પણ આવી રીતે ઘસાઈ ગયાનાં અને રિક્તાર્થ બન્યાંનાં ઉદાહરણો મળે છે. જેમકે, ‘આ ભોજનમાં સૌથી સ્વાદિષ્ટ વાની બાસૂદી છે’, ‘આ પુસ્તક સૌથી શ્રેષ્ઠ છે’, કે ‘સંપૂર્ણ’ કે ‘પરિપૂર્ણ’ સુખ જેવા પ્રયોગોમાં સર્વાધિકતાદર્શક પ્રત્યય इष्ठ કે અધિકતાર્થ ઉપસર્ગો (परि કે सम्) ના અર્થ લગભગ સંપૂર્ણપણે ઘસાઈ ગયા છે. અંગ્રેજી ‘very best’ જેવા બોલચાલના પ્રયોગોમાં પણ વિશેષણનો અધિકતાર્થ ઘસાઈ ગયો છે.

સવિશેષ ઉપયોગથી શબ્દ ઘસાઈ જવાનાં અને એને સ્થાને અન્ય શબ્દો પ્રચલિત થયાનાં ઉદાહરણો ઘણી ભાષાઓમાં મળે છે. ઉ. ત. ‘પગ’ને માટેના શબ્દ ઘણી ભાષાઓમાં પુરાતન સમયથી એના એજ સચવાઈ રહ્યા છે, જ્યારે ‘હાથ’ને માટેના શબ્દો ફરી ફરીને બદલાયાં કર્યાં છે. (ઉ. ત. कर, पाणि, हस्त, હાથ, ઈ૰). એ પ્રમાણે ‘બોલવું’ ક્રિયા માટેના શબ્દો ઘસાઈ જવાથી ભાષાએ ભાષાએ બદલાયા છે. લૅટિન loqui ક્રિયાપદ લુપ્ત થયું, અને એને સ્થાને અંગ્રેજી to speak, જર્મન sprechen, વેલ્શ siarad, લિથુએનિયન tarti અને kalbeti અને સ્લાવોનિક glagolati પ્રચારમાં આવ્યાં.

કેટલીક વાર આ રીતનો શબ્દવિવર્ત બે સાથે રહેતાં તત્ત્વો (objects) વચ્ચેની વિભિન્નતા સુસ્ફુટ કરવાને કારણે ઉત્પન્ન થાય છે. બે જુદી જુદી જાતિઓ માટેના જુદા જુદા શબ્દો ઘણી ભાષાઓમાં પ્રયોજાયેલા મળે છે તેનું કારણ આ છે. ઉદા. father, mother; brother, sister; husband, wife; માતા પિતા ભાઈ બહેન; વર વહુ. ભાષાના વિકાસની કોઈ પુરાતન કક્ષાએ આમાંથી કોઈ કોઈ જોડકાં સમાન હશે એમ ધારી શકાય. ઉ. ત. ફ્રેન્ચ dame (f.) કે જર્મન Frau (f.) નાં કે સં. कन्याનાં નરજાતિનાં રૂપો (ઉ. ત. જર્મન frô, કે સં. *कन्यः૩૫<ref>૩૫ ઉ.ત. [गौतमीपुत्र] शातकर्णी કે शातकर्ण (પ્રા. सातकण्णी)માં ઉત્તરપદ *कन्यः હશે (* शातकन्यः, = शातનો પુત્ર) એવો તર્ક થઈ શકે છે.</ref> ઈ૰) ભાષાના કોઈક કાળે અવશ્ય હતાં.
કેટલીક વાર આ રીતનો શબ્દવિવર્ત બે સાથે રહેતાં તત્ત્વો (objects) વચ્ચેની વિભિન્નતા સુસ્ફુટ કરવાને કારણે ઉત્પન્ન થાય છે. બે જુદી જુદી જાતિઓ માટેના જુદા જુદા શબ્દો ઘણી ભાષાઓમાં પ્રયોજાયેલા મળે છે તેનું કારણ આ છે. ઉદા. father, mother; brother, sister; husband, wife; માતા પિતા ભાઈ બહેન; વર વહુ. ભાષાના વિકાસની કોઈ પુરાતન કક્ષાએ આમાંથી કોઈ કોઈ જોડકાં સમાન હશે એમ ધારી શકાય. ઉ. ત. ફ્રેન્ચ dame (f.) કે જર્મન Frau (f.) નાં કે સં. कन्याનાં નરજાતિનાં રૂપો (ઉ. ત. જર્મન frô, કે સં. *कन्यः<ref>ઉ.ત. [गौतमीपुत्र] शातकर्णी કે शातकर्ण (પ્રા. सातकण्णी)માં ઉત્તરપદ *कन्यः હશે (* शातकन्यः, = शातનો પુત્ર) એવો તર્ક થઈ શકે છે.</ref> ઈ૰) ભાષાના કોઈક કાળે અવશ્ય હતાં.

પ્રાણીઓનાં નામોમાં જાતિભેદે સંજ્ઞાભેદ ઘણી ભાષાઓમાં મળે છે—bull, cow; horse, mare; મોર, ઢેલ, ઇ૰. ત્યાં પણ આ રીતે જાતિભેદ સમુત્કટ રીતે વ્યક્ત કરવાની વૃત્તિ રહી છે.
પ્રાણીઓનાં નામોમાં જાતિભેદે સંજ્ઞાભેદ ઘણી ભાષાઓમાં મળે છે—bull, cow; horse, mare; મોર, ઢેલ, ઇ૰. ત્યાં પણ આ રીતે જાતિભેદ સમુત્કટ રીતે વ્યક્ત કરવાની વૃત્તિ રહી છે.
હવે શબ્દપરિવર્તનનાં સામાજિક કારણો જોઈએ.
નિષિદ્ધ શબ્દો (taboo words)— કેટલાક શબ્દોનું ભાષામાં અસ્તિત્વ હોવા છતાં એક કે બીજે કારણે એનો ઉપયોગ કરવો નિષિદ્ધ ગણાય છે. એને નિષિદ્ધ કે વર્જ્ય શબ્દો (taboo words) કહે છે. જે દૈહિક ક્રિયાઓ અતિ સ્થૂલ કે ગોપ્ય હોય છે તેને અંગેના શબ્દો સભ્ય સમાજમાં વર્જ્ય ગણાય છે. જગતભરની ભિન્ન ભિન્ન પ્રજાઓની ભાષામાં આવા નિષિદ્ધ કે વર્જ્ય શબ્દો મળે છે. જાતીય સંબંધ (sex), દૈનિક ઉત્સર્ગ ક્રિયા (excretion) ના સંબંધના શબ્દો સર્વત્ર, અને ધાર્મિક ક્રિયાઓ, ભોજન, પોષાક, સામાજિક દરજ્જો આદિને લગતા શબ્દો ભિન્ન ભિન્ન પ્રજાઓમાં અનુલ્લેખનીય ગણાય છે. આવા પરંપરાપ્રાપ્ત શબ્દોને સ્થાને અન્ય, વધારે સભ્ય, પરોક્ષ રૂપના શબ્દો પ્રયોજાય છે. ઉ. ત. અંગ્રેજીમાં દૈનિક કે જાતીય ક્રિયાવિશેષોને લગતા ચતુરક્ષરી શબ્દો (four-letter words), કે ગુજરાતી જેવી ભારતીય ભાષાઓના આવા જ દ્વ્યક્ષરી શબ્દો નિષિદ્ધ ગણાય છે, અને એમને સ્થાને વધારે સભ્ય દેખાતા શબ્દો પ્રયોજાય છે. ઉ. ત. દૈનિક પ્રાત:ક્રિયા માટે અંગ્રેજીમાં પ્રથમ privy (= ખાનગી, ગોપ્ય) શબ્દ વપરાતો; પછી એ પણ સભ્ય સમાજમાં વર્જ્ય ગણાયો અને એને સ્થાને આજે toilet, bathroom, cloak-room, ઈ૰ પર્યાયો વપરાય છે. મૂળ લૅટિન પરંપરાગત શબ્દનો એ જ પ્રમાણે ફ્રેન્ચમાં લોપ થઈને પ્રથમ pisser, અને પછી એને સ્થાને uriner (= to urinate) શબ્દ પ્રચારમાં આવ્યો. ગુજરાતી હિંદી જેવી ભારતીય ભાષાઓમાં ઉત્સર્ગ-ક્રિયા માટે સ્થૂળ શબ્દો છોડીને ‘દિશા’, ‘જંગલ’, ‘સંડાસ’, ‘ટટ્ટી’, આદિ શબ્દો વપરાય છે.
જાતીય અંગોના પ્રાથમિક શબ્દો એટલે બધે અંશે નિષિદ્ધ ગણાય છે કે એનો ઉપયોગ સભ્ય સમાજમાં કદી નથી થતો. એટલું જ નહીં પણ એની સાથે ધ્વનિસામ્યવાળા અન્ય સીધાસાદા શબ્દો પણ વર્જ્ય ગણાયા છે. ઉ. ત. અમેરિકન અંગ્રેજીમાં ass શબ્દ ઉચ્ચાર (आस्)માં arse (= buttocks) જેવો લાગવાથી અસભ્ય ગણાય છે અને એને સ્થાને donkey શબ્દ વપરાય છે. જૂની ફ્રેન્ચનો connil, connin અને અંગ્રેજીનો coney ( = સસલું) શબ્દ અસભ્ય શબ્દોની સાથેના ધ્વનિસામ્યને કારણે લુપ્ત થયો. એ જ કારણે અમેરિકન અંગ્રેજીમાં cock શબ્દને બદલે બહુધા rooster શબ્દ વપરાય છે.૩૬<ref>૩૬ જુઓ: Bloomfield, op. cit., p. 396; તેમજ, Sturtevant, op. cit., p. 125.</ref>
બ્રિટિશ અંગ્રેજીમાં bloody શબ્દ અને અમેરિકન અંગ્રેજીમાં leg શબ્દ ઘણા વખત સુધી વર્જ્ય ગણાતો રહ્યો હતો. આજે એ નિષેધ થોડો હળવો થયો છે. એ જ પ્રમાણે અમેરિકન સભ્ય સમાજમાં bitch, whore, bastard, belly, guts, harlot જેવા શબ્દોનો ઉપયોગ ક્વચિત જ, ખૂબ સંકોચ સાથે, થતો; અને vomit (જેને બદલે throw up હવે વિશેષ વપરાય છે), breast (જેને બદલે bosom કે chest નો ઉપયોગ વિશેષ સમુચિત ગણાય છે), pants, sweat જેવા શબ્દો પણ ઓછા વપરાતા.૩૭<ref>૩૭ સરખાવો: Sturtevant, op. cit., p. 126.</ref>  અમેરિકન અંગ્રેજીમાં ‘knocked up’ શબ્દ વર્જ્ય ગણાય છે, કારણ કે એનો અર્થ ‘સગર્ભા થયેલી’ એવો થાય છે.૩૮<ref>૩૮ જુઓ: Bloomfield, op. cit., p. 396.</ref> ભારતીય ભાષાઓમાં પણ ‘સગર્ભા’ સ્ત્રીને માટે ‘બેજીવસૉતી છે’, ‘બેજીવવાળી છે’, કે ‘એને દિવસ જાય છે’ ઈ૰ પ્રયોગો કરવામાં આવે છે.

આવા નિષિદ્ધ શબ્દોને સ્થાને અન્ય શબ્દો યોજવામાંથી અને ચાલુ વપરાશના શબ્દોને સ્થાને વધારે ચટાકેદાર (racy, spicy) શબ્દો વાપરીને વિશેષ અભિવ્યક્તિ સાધવામાંથી slangની ઉત્પત્તિ થઈ છે. સમાજના નર્મમર્મવિદ્ લોકો (wits of the community) આવા પ્રયોગો સરજાવે છે, જે અમુક સમય પર્યંત અતિ પ્રચલિત રહી પાછા વિલય પામે છે અને એમને સ્થાને નવા શબ્દો નિર્માણ થાય છે. ઉ. ત. અંગ્રેજીમાં બે ત્રણ પેઢી પહેલાં ‘you are off the base’, ‘I have done my bit’ જેવા પ્રયોગો નવીનતા કે વિશેષાભિવ્યક્તિ માટે થતા. આજે એ પ્રયોગો વાસી થઈ ગયા છે. ગુજરાતીમાં ‘એનું ચસકી ગયું છે’,૩૯<ref>૩૯ સરખાવો: ‘વાવડી ચસકી’ એ પ્રયોગ અને એની ઉત્પત્તિ વિષેની હાસ્યકથા.</ref>  ‘એના ટાંટિયો ભાંગી નાંખીશ’, ‘ભાઈસાહેબ ચારસોવીસ છે’,૪૦<ref>૪૦ ‘શ્રીમાન ૪૨૦’ શીર્ષક ચલચિત્ર ઉપરથી—જેમાં નાયક જબરો ઠગ-ધૂતારો છે—આ પ્રયોગ નીકળેલો સંભવે છે. ઠગાઈ માટે પિનલકોડની કલમ ૪૨૦ લગાડવામાં આવે છે, એનો સંદર્ભ અહીં છે. સરખાવો અમેરિકન અંગ્રેજી પ્રયોગ ‘twenty-three’ (=‘get out’!). (જુઓ: Bloomfield, ibid, p. 402)</ref> ‘ચૌદકૅરૅટિયો’,૪૧<ref>૪૧ ‘ગુજરાત સમાચાર’ના તાજેતરના એક વ્યંગચિત્રમાં આ નવીન સ્લૅન્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.</ref> ઈ૰ જેવા પ્રયોગો સ્લૅન્ગની સરજત છે.
હવે શબ્દપરિવર્તનનાં '''સામાજિક કારણો''' જોઈએ.

'''નિષિદ્ધ શબ્દો''' (taboo words)— કેટલાક શબ્દોનું ભાષામાં અસ્તિત્વ હોવા છતાં એક કે બીજે કારણે એનો ઉપયોગ કરવો નિષિદ્ધ ગણાય છે. એને નિષિદ્ધ કે વર્જ્ય શબ્દો (taboo words) કહે છે. જે દૈહિક ક્રિયાઓ અતિ સ્થૂલ કે ગોપ્ય હોય છે તેને અંગેના શબ્દો સભ્ય સમાજમાં વર્જ્ય ગણાય છે. જગતભરની ભિન્ન ભિન્ન પ્રજાઓની ભાષામાં આવા નિષિદ્ધ કે વર્જ્ય શબ્દો મળે છે. જાતીય સંબંધ (sex), દૈનિક ઉત્સર્ગ ક્રિયા (excretion) ના સંબંધના શબ્દો સર્વત્ર, અને ધાર્મિક ક્રિયાઓ, ભોજન, પોષાક, સામાજિક દરજ્જો આદિને લગતા શબ્દો ભિન્ન ભિન્ન પ્રજાઓમાં અનુલ્લેખનીય ગણાય છે. આવા પરંપરાપ્રાપ્ત શબ્દોને સ્થાને અન્ય, વધારે સભ્ય, પરોક્ષ રૂપના શબ્દો પ્રયોજાય છે. ઉ. ત. અંગ્રેજીમાં દૈનિક કે જાતીય ક્રિયાવિશેષોને લગતા ચતુરક્ષરી શબ્દો (four-letter words), કે ગુજરાતી જેવી ભારતીય ભાષાઓના આવા જ દ્વ્યક્ષરી શબ્દો નિષિદ્ધ ગણાય છે, અને એમને સ્થાને વધારે સભ્ય દેખાતા શબ્દો પ્રયોજાય છે. ઉ. ત. દૈનિક પ્રાત:ક્રિયા માટે અંગ્રેજીમાં પ્રથમ privy (= ખાનગી, ગોપ્ય) શબ્દ વપરાતો; પછી એ પણ સભ્ય સમાજમાં વર્જ્ય ગણાયો અને એને સ્થાને આજે toilet, bathroom, cloak-room, ઈ૰ પર્યાયો વપરાય છે. મૂળ લૅટિન પરંપરાગત શબ્દનો એ જ પ્રમાણે ફ્રેન્ચમાં લોપ થઈને પ્રથમ pisser, અને પછી એને સ્થાને uriner (= to urinate) શબ્દ પ્રચારમાં આવ્યો. ગુજરાતી હિંદી જેવી ભારતીય ભાષાઓમાં ઉત્સર્ગ-ક્રિયા માટે સ્થૂળ શબ્દો છોડીને ‘દિશા’, ‘જંગલ’, ‘સંડાસ’, ‘ટટ્ટી’, આદિ શબ્દો વપરાય છે.

જાતીય અંગોના પ્રાથમિક શબ્દો એટલે બધે અંશે નિષિદ્ધ ગણાય છે કે એનો ઉપયોગ સભ્ય સમાજમાં કદી નથી થતો. એટલું જ નહીં પણ એની સાથે ધ્વનિસામ્યવાળા અન્ય સીધાસાદા શબ્દો પણ વર્જ્ય ગણાયા છે. ઉ. ત. અમેરિકન અંગ્રેજીમાં ass શબ્દ ઉચ્ચાર (आस्)માં arse (= buttocks) જેવો લાગવાથી અસભ્ય ગણાય છે અને એને સ્થાને donkey શબ્દ વપરાય છે. જૂની ફ્રેન્ચનો connil, connin અને અંગ્રેજીનો coney ( = સસલું) શબ્દ અસભ્ય શબ્દોની સાથેના ધ્વનિસામ્યને કારણે લુપ્ત થયો. એ જ કારણે અમેરિકન અંગ્રેજીમાં cock શબ્દને બદલે બહુધા rooster શબ્દ વપરાય છે.<ref>જુઓ: Bloomfield, op. cit., p. 396; તેમજ, Sturtevant, op. cit., p. 125.</ref>
બ્રિટિશ અંગ્રેજીમાં bloody શબ્દ અને અમેરિકન અંગ્રેજીમાં leg શબ્દ ઘણા વખત સુધી વર્જ્ય ગણાતો રહ્યો હતો. આજે એ નિષેધ થોડો હળવો થયો છે. એ જ પ્રમાણે અમેરિકન સભ્ય સમાજમાં bitch, whore, bastard, belly, guts, harlot જેવા શબ્દોનો ઉપયોગ ક્વચિત જ, ખૂબ સંકોચ સાથે, થતો; અને vomit (જેને બદલે throw up હવે વિશેષ વપરાય છે), breast (જેને બદલે bosom કે chest નો ઉપયોગ વિશેષ સમુચિત ગણાય છે), pants, sweat જેવા શબ્દો પણ ઓછા વપરાતા.<ref>સરખાવો: Sturtevant, op. cit., p. 126.</ref>  અમેરિકન અંગ્રેજીમાં ‘knocked up’ શબ્દ વર્જ્ય ગણાય છે, કારણ કે એનો અર્થ ‘સગર્ભા થયેલી’ એવો થાય છે.<ref>જુઓ: Bloomfield, op. cit., p. 396.</ref> ભારતીય ભાષાઓમાં પણ ‘સગર્ભા’ સ્ત્રીને માટે ‘બેજીવસૉતી છે’, ‘બેજીવવાળી છે’, કે ‘એને દિવસ જાય છે’ ઈ૰ પ્રયોગો કરવામાં આવે છે.

આવા નિષિદ્ધ શબ્દોને સ્થાને અન્ય શબ્દો યોજવામાંથી અને ચાલુ વપરાશના શબ્દોને સ્થાને વધારે ચટાકેદાર (racy, spicy) શબ્દો વાપરીને વિશેષ અભિવ્યક્તિ સાધવામાંથી slangની ઉત્પત્તિ થઈ છે. સમાજના નર્મમર્મવિદ્ લોકો (wits of the community) આવા પ્રયોગો સરજાવે છે, જે અમુક સમય પર્યંત અતિ પ્રચલિત રહી પાછા વિલય પામે છે અને એમને સ્થાને નવા શબ્દો નિર્માણ થાય છે. ઉ. ત. અંગ્રેજીમાં બે ત્રણ પેઢી પહેલાં ‘you are off the base’, ‘I have done my bit’ જેવા પ્રયોગો નવીનતા કે વિશેષાભિવ્યક્તિ માટે થતા. આજે એ પ્રયોગો વાસી થઈ ગયા છે. ગુજરાતીમાં ‘એનું '''ચસકી''' ગયું છે’,<ref>સરખાવો: ‘વાવડી ચસકી’ એ પ્રયોગ અને એની ઉત્પત્તિ વિષેની હાસ્યકથા.</ref>  ‘એના '''ટાંટિયો''' ભાંગી નાંખીશ’, ‘ભાઈસાહેબ '''ચારસોવીસ''' છે’,<ref>‘શ્રીમાન ૪૨૦’ શીર્ષક ચલચિત્ર ઉપરથી—જેમાં નાયક જબરો ઠગ-ધૂતારો છે—આ પ્રયોગ નીકળેલો સંભવે છે. ઠગાઈ માટે પિનલકોડની કલમ ૪૨૦ લગાડવામાં આવે છે, એનો સંદર્ભ અહીં છે. સરખાવો અમેરિકન અંગ્રેજી પ્રયોગ ‘twenty-three’ (=‘get out’!). (જુઓ: Bloomfield, ibid, p. 402)</ref> ‘ચૌદકૅરૅટિયો’,<ref>‘ગુજરાત સમાચાર’ના તાજેતરના એક વ્યંગચિત્રમાં આ નવીન સ્લૅન્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.</ref> ઈ૰ જેવા પ્રયોગો સ્લૅન્ગની સરજત છે.

અશુભ કે અમંગલ વસ્તુઓ અન્ય હળવા શબ્દો દ્વારા ગોળ-ગોળ રીતે કહેવામાં આવે છે. ‘એ માંદા છે’ એમ કહેવાને બદલે ‘એમને અસુખ છે’, કે ‘એમની માંદગી આજે અતિ ગંભીર છે’ એમ કહેવાને બદલે ‘એમને આજે વધારો છે’ એમ શિષ્ટ સમાજમાં સામાન્ય રીતે કહેવાય છે. એ પ્રમાણે, ‘મરણ પામ્યા’ કહેવાને બદલે (ગૃહસ્થ વિષે કહેતાં) એમનો ‘સ્વર્ગવાસ’ – ‘વૈકુંઠવાસ’ – ‘કૈલાસવાસ’ થયો, કે સંતપુરુષના અવસાન માટે કહેતાં એ ‘કાળ-ધર્મ પામ્યા–દેવ થયા’ ઈ૰ કહેવાય છે. સામાન્ય અભણ અલ્પશિક્ષિત લોકો ‘પાછા થયા’, ‘ગામતરું કર્યું’ એવા પ્રયોગો કરે છે. અંગ્રેજીમાં dead ને બદલે ‘the departed’, ‘the deceased’, અને diedને બદલે ‘passed away’ કહેવાય છે.

અમંગલ ક્રિયાઓને પણ એવી રીતે ગોળગોળ શબ્દોમાં કહેવામાં આવે છે. ઉ. ત. ‘બહેન વિધવા થઈ’ એમ કહેવાને બદલે, ‘બહેન દુખાણી—દુખાઈ’ એમ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે અંત્યેષ્ટિ ક્રિયાઓ માટે ‘સ્નાન’, ‘મુંડન’ એ વિશિષ્ટ પ્રયોગો કરવામાં આવે છે, જ્યારે સામાન્ય વ્યવહારમાં એ ક્રિયાઓ માટે ‘નહાવું’ અને ‘હજામત કરાવવી’ એ ચાલુ શબ્દપ્રયોગો વપરાય છે. આ જ રીતે આઘાતજનક શબ્દો પણ બનતાં સુધી ટાળવામાં આવે છે. ઉ. ત. ફ્રાન્સના તેમ કેટલીક વાર ઈંગ્લાંડના સર્જનો operation શબ્દને બદલે ‘surgical intervention’ શબ્દ વાપરવો વધુ પસંદ કરે છે તૂટેલું હાડકું બેસાડવાને (to set the bone) ને બદલે manipulate શબ્દ સર્જનોમાં વિશેષ પ્રચલિત છે.

કેટલીક વાર અમુક શબ્દોથી નિર્દિષ્ટ પદાર્થો ગહન (magic, mystic) તત્ત્વના અધિષ્ઠાનરૂપ મનાય છે. એથી એમનો સીધો નામોલ્લેખ કરવામાં આવતો નથી, પણ નામાન્તરોથી એમનો નિર્દેશ કરવામાં આવે છે.૪૨<ref>૪૨ સરખાવોઃ ‘नामान्तरैर्निरूप्येषा, नाम्ना नान्येन केनचित् ।’

{{Gap}}— मार्कण्डेय पुराण, सप्तशती</ref> આવા જ કોઈ કારણસર ઘણીખરી ઈન્ડોયુરોપિયન ભાષાઓમાં ‘જમણા’ અંગને માટે એકજ શબ્દ છે, જ્યારે ‘ડાબા’ અંગને માટે ભિન્ન ભિન્ન શબ્દો પ્રયોજાય છે. આયરિશ ભાષામાં ‘રીંછ’ ને માટે અને ‘સામન’ (salmon) માછલી માટે ડઝનેક શબ્દો છે, જે એ શિકારનાં પ્રાણીઓ હોઈ અનુલ્લેખ્ય (taboo) હતાં એમ દર્શાવે છે. રીંછ માટેનો આદિમ ઈન્ડોયુરોપિયન શબ્દ સંસ્કૃતમાં ऋक्षः, ગ્રીકમાં arktos, લૅટિનમાં ursus, એ રૂપે સચવાઈ રહેલો, તે જર્મેનિક અને બાલ્ટો-સ્લાવિક સમૂહની ભાષાઓમાંથી લુપ્ત થઈ ગયો. રશિયન ભાષાનો રીંછ માટેનો શબ્દ medvet સમાસ છે, જેનો અર્થ ‘મધ-ખાનાર’ છે. Menomini માં રીંછને માટે જે શબ્દ પ્રયોજાય છે તેનો અર્થ ‘little what-you-may-call-him’ એવો થાય છે.૪૩<ref>૪૩ સરખાવોઃ Bloomfield, op. cit., p.400.</ref> સંસ્કૃતમાં वानर, शाखामृग આદિ શબ્દો આવી રીતે ઉત્પન્ન થયા હશે એમ તર્ક કરી શકાય. ગુજરાતીમાં સાપને માટે લોકભાષામાં વિવિધ શબ્દો વપરાય છે—‘જનજનાવર’, ‘જીવજંત’, ‘મોટો જીવ’ ‘એરુઝાંઝરુ’ ઈ૰—તેનું કારણ પણ કાંઈક આવું જ હશે.
કેટલીક વાર અમુક શબ્દોથી નિર્દિષ્ટ પદાર્થો ગહન (magic, mystic) તત્ત્વના અધિષ્ઠાનરૂપ મનાય છે. એથી એમનો સીધો નામોલ્લેખ કરવામાં આવતો નથી, પણ નામાન્તરોથી એમનો નિર્દેશ કરવામાં આવે છે.<ref>સરખાવોઃ ‘नामान्तरैर्निरूप्येषा, नाम्ना नान्येन केनचित् ।’

{{Gap}}— मार्कण्डेय पुराण, सप्तशती</ref> આવા જ કોઈ કારણસર ઘણીખરી ઈન્ડોયુરોપિયન ભાષાઓમાં ‘જમણા’ અંગને માટે એકજ શબ્દ છે, જ્યારે ‘ડાબા’ અંગને માટે ભિન્ન ભિન્ન શબ્દો પ્રયોજાય છે. આયરિશ ભાષામાં ‘રીંછ’ ને માટે અને ‘સામન’ (salmon) માછલી માટે ડઝનેક શબ્દો છે, જે એ શિકારનાં પ્રાણીઓ હોઈ અનુલ્લેખ્ય (taboo) હતાં એમ દર્શાવે છે. રીંછ માટેનો આદિમ ઈન્ડોયુરોપિયન શબ્દ સંસ્કૃતમાં ऋक्षः, ગ્રીકમાં arktos, લૅટિનમાં ursus, એ રૂપે સચવાઈ રહેલો, તે જર્મેનિક અને બાલ્ટો-સ્લાવિક સમૂહની ભાષાઓમાંથી લુપ્ત થઈ ગયો. રશિયન ભાષાનો રીંછ માટેનો શબ્દ medvet સમાસ છે, જેનો અર્થ ‘મધ-ખાનાર’ છે. Menomini માં રીંછને માટે જે શબ્દ પ્રયોજાય છે તેનો અર્થ ‘little what-you-may-call-him’ એવો થાય છે.<ref>સરખાવોઃ Bloomfield, op. cit., p.400.</ref> સંસ્કૃતમાં वानर, शाखामृग આદિ શબ્દો આવી રીતે ઉત્પન્ન થયા હશે એમ તર્ક કરી શકાય. ગુજરાતીમાં સાપને માટે લોકભાષામાં વિવિધ શબ્દો વપરાય છે—‘જનજનાવર’, ‘જીવજંત’, ‘મોટો જીવ’ ‘એરુઝાંઝરુ’ ઈ૰—તેનું કારણ પણ કાંઈક આવું જ હશે.

કોઈક વાર પ્રચલિત શબ્દોમાં કાપકૂપ કરીને સંક્ષેપ કરવામાં આવે તે પણ એક પ્રકારનું શબ્દનિષેધ (verbal taboo)નું સ્વરૂપ છે. ખ્રિસ્તી ધર્મમાં સોગંદ ખાવાનો નિષેધ છે તેથી અંગ્રેજીમાં ‘By Mary’ કે ‘By Our Lady’ જેવા સોગંદશબ્દો (oaths)નું ‘Marry’ ને ‘bloody’ ઈ૰ રૂપાન્તર થઈ ગયું છે.

કેટલીક વાર શિષ્ટાચારને કારણે કેટલાક શબ્દો વર્જ્ય ગણાય છે અને તેમને સ્થાને બીજા શબ્દો મુકાય છે. ઉ. ત. શરીરનાં અંગોની ખોડના શબ્દોનો ઉલ્લેખ અસભ્ય ગણાય છે. તેથી અંધ માણસને ‘આંધળો’ નહીં કહેતાં ‘પ્રજ્ઞાચક્ષુ’ કે ‘સુરદાસ’ કહેવામાં આવે છે. ભંગીને ‘મહેતર’ કહેવામાં કે ડોશીને ‘માજી’ કહેવામાં આ પ્રકારનો શિષ્ટાચાર રહેલો છે.

શિષ્ટાચારને નિમિત્તે જ માનાર્થ પ્રયોગોનું અસ્તિત્વ છે. ઉ. ત. ઇટાલિયનમાં પોતાની સ્ત્રી માટે mia moglie (= my wife), પણ અન્યની પત્ની માટે la sua signora (= your lady) વપરાય છે. એ જ પ્રમાણે જર્મનમાં meine Frau (= my wife), પણ Ihre Frau Gemahlin (= your Mrs. Consort) એવો પ્રયોગ થાય છે. Algonquian ભાષાઓમાં ‘my wife’ અને ‘thy wife’ એ પ્રયોગો થતા નથી; એને બદલે ‘the old woman’ અથવા તો ‘the one I live with’ એમ કહેવાય છે.૪૪<ref>૪૪ સરખાવોઃ Bloomfield, op. cit., p. 402.</ref> ગુજરાતીમાં સામાન્ય વર્ગમાં પત્નીને ‘કીકીની બા’ કે ‘ઘરમાંથી’ એમ મોઘમ કહેવું એમાં શિષ્ટાચારની મર્યાદા ગણાય છે.

શિષ્ટાચારને નિમિત્તે જ માનાર્થ પ્રયોગોનું અસ્તિત્વ છે. ઉ. ત. ઇટાલિયનમાં પોતાની સ્ત્રી માટે mia moglie (= my wife), પણ અન્યની પત્ની માટે la sua signora (= your lady) વપરાય છે. એ જ પ્રમાણે જર્મનમાં meine Frau (= my wife), પણ Ihre Frau Gemahlin (= your Mrs. Consort) એવો પ્રયોગ થાય છે. Algonquian ભાષાઓમાં ‘my wife’ અને ‘thy wife’ એ પ્રયોગો થતા નથી; એને બદલે ‘the old woman’ અથવા તો ‘the one I live with’ એમ કહેવાય છે.<ref>સરખાવોઃ Bloomfield, op. cit., p. 402.</ref> ગુજરાતીમાં સામાન્ય વર્ગમાં પત્નીને ‘કીકીની બા’ કે ‘ઘરમાંથી’ એમ મોઘમ કહેવું એમાં શિષ્ટાચારની મર્યાદા ગણાય છે.

જ્યાં ભાષામાં તત્સમ અને તેમાંથી ઉદ્ભવેલા તદ્ભવ બંને પ્રકારના શબ્દો પ્રચારમાં હોય ત્યાં તત્સમ શબ્દ ઉચ્ચતર કક્ષાનો અર્થ દર્શાવે અને તદ્ભવ શબ્દ નિમ્ન કક્ષાનો અર્થ બતાવે એમ બને છે. ઉ. ત. સગર્ભા (સ્ત્રી), ગાભણી (ગાય આદિ); સ્તન (સ્ત્રીના), થાન (ગાય આદિના); લક્ષણ (= સારાં લક્ષણો; ઉ. ત. ‘સુલક્ષણી’, ‘બત્રીસલક્ષણો’), લખ્ખણ (= ‘ખરાબ લક્ષણ’); ક્ષેત્ર (ઉ. ત. ‘અભ્યાસનું ક્ષેત્ર’), ખેતર; પુત્ર, પૂત (ઉ. ત. કપૂત); ભાર્યા (સ્ત્રી), ભારજા (‘કભારજા’) ઈ૰.

સામાજિક જીવનવ્યવહારમાં જે ફેરફારો થાય તેનું ભાષામાં પ્રતિબિંબ પડે છે. ઉ ત. વર્તમાન યુરોપિયન સમાજમાંથી હાથે કાંતવાવણવાનું લુપ્તપ્રાય થઈ ગયું, જમીનદારશાહી અદૃશ્ય થઈ ગઈ, ઘોડાગાડીનું સ્થાન ટ્રામ, મોટરકાર, રેલવે, એરોપ્લેન વગેરેએ લીધું, એની સાથે જ distaff કે flail જેવા કાંતવાવણવાની ક્રિયાઓના શબ્દો, fief ઈ૰ જમીનદારશાહીને લગતા શબ્દો, અને ઘોડા, ઘોડાગાડી, જીન વગેરે ઘોડાગાડીના સામાનના શબ્દોનો પ્રચાર ચાલ્યો ગયો અને એમને સ્થાને locomotive, automobile, aeroplane, jetplane, radio, telegraph ઈ૰ અર્વાચીન શબ્દો પ્રચલિત બન્યા.

આ પ્રક્રિયા ઘણા જૂના વખતથી ચાલતી આવી હશે એમ લાગે છે. માનવ ઉદ્યોગોમાં નવાં સાધનો ને નવી પદ્ધતિઓ શોધાતાં નવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે. ઉ. ત. જર્મૅનિક ભાષાઓમાં ‘રોટી’ માટે ગૉથિક hlaifs (=loaf) માંથી નીકળેલા શબ્દો પ્રચારમાં હતા, જે પછી લિથુએનિઅન અને સ્લાવિક ભાષાઓએ પણ ઉછીના લીધા હતા. ઉ.ત. O. Eng. ‘hláfweard’ = loaf-ward (Mod. Eng. ‘lord’) અને ‘hlaefdige’= loaf-server ( = Mod. Eng. ‘lady’). ગૉથિક hlaifs ( = loaf) નો અર્થ ‘ખમીર નાખ્યા વિના તૈયાર કરેલી રોટી’ (unleavened bread) થતો હતો. કણેકમાં ખમીર નાંખવાનું શોધાયું ત્યારે રોટી માટે નવો શબ્દ “brôt” Old High Germanમાંથી લેવામાં આવ્યો, જેમાંથી જર્મન “brôt” અને અંગ્રેજી “bread” નીકળ્યા.૪૫<ref>૪૫ સરખાવો: Vendryes, op. cit., p. 222.</ref>

આ પ્રક્રિયા ઘણા જૂના વખતથી ચાલતી આવી હશે એમ લાગે છે. માનવ ઉદ્યોગોમાં નવાં સાધનો ને નવી પદ્ધતિઓ શોધાતાં નવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે. ઉ. ત. જર્મૅનિક ભાષાઓમાં ‘રોટી’ માટે ગૉથિક hlaifs (=loaf) માંથી નીકળેલા શબ્દો પ્રચારમાં હતા, જે પછી લિથુએનિઅન અને સ્લાવિક ભાષાઓએ પણ ઉછીના લીધા હતા. ઉ.ત. O. Eng. ‘hláfweard’ = loaf-ward (Mod. Eng. ‘lord’) અને ‘hlaefdige’= loaf-server ( = Mod. Eng. ‘lady’). ગૉથિક hlaifs ( = loaf) નો અર્થ ‘ખમીર નાખ્યા વિના તૈયાર કરેલી રોટી’ (unleavened bread) થતો હતો. કણેકમાં ખમીર નાંખવાનું શોધાયું ત્યારે રોટી માટે નવો શબ્દ “brôt” Old High Germanમાંથી લેવામાં આવ્યો, જેમાંથી જર્મન “brôt” અને અંગ્રેજી “bread” નીકળ્યા.<ref>સરખાવો: Vendryes, op. cit., p. 222.</ref>

આથી ઊલટું પણ કેટલીક વાર બને છે. ઉ. ત. આજે ગુજરાતી કે હિન્દી જેવી ભારતીય ભાષાઓમાં पत्र શબ્દ ‘કાગળ’ (letter) તેમજ ‘પુસ્તકનાં પાનાં’(pages)નો નિર્દેશ કરે છે; એ એવા યુગનો અવશેષ છે જેમાં તાડપત્ર અને ભૂર્જપત્ર ઉપર કાગળો તથા પુસ્તકો લખાતાં હતાં.

આવા જ કારણસર ઘણીખરી ઈન્ડોયુરોપિયન ભાષાઓમાં ‘ઘોડા’ માટેના શબ્દો બદલાયાં કર્યા છે, જ્યારે ‘બળદ’ અને ‘ગાય’ માટેના શબ્દો યથાવત્ રહ્યા છે. સંસ્કૃતમાં अश्वः, ગ્રીકમાં éppos, લૅટિનમાં equus પ્રચલિત હતા, એ તે તે ભાષામાંથી ઉદ્ભવેલી ઉત્તરકાલીન ભાષાઓમાંથી લુપ્ત થઈ ગયા, અને એને સ્થાને સંસ્કૃતમાં हयः તથા घोटकः, અંગ્રેજીમાં horse, ફ્રેન્ચમાં cheval, જર્મનમાં Pferd ઈ૰ શબ્દો પ્રચારમાં આવ્યા. આવા સાર્વત્રિક શબ્દપરિવર્તનનું કારણ ઘોડા ઉછેરનારી પ્રજાઓએ ઘોડાની ભિન્ન ભિન્ન જાતિઓ માટે વિશિષ્ટ નામો યોજવાં આવશ્યક ગણ્યાં હશે એ હોઈ શકે.

ફેન્ચમાં અને કેટલેક અંશે અંગ્રેજીમાં (વેતન, પગાર ઈ૰ના) પૈસા માટે અનેક શબ્દો મળે છે. એની ભૂમિકામાં પણ સામાજિક કારણો રહેલાં છે. ઉ ત. નોકરનું વેતન wages (=રોજી), અમલદાર કે સૈનિકના વેતન માટે pay (=પગાર), ધંધાકીય સંસ્થાના નોકર (business employee)નો salary (=પગાર), વકીલ કે ડૉકટરની fees (=ફી), જાહેર અમલદાર (public official)નાં emoluments (=વેતન), શેરહોલ્ડરનું વ્યાજ કે dividend, ધંધા કે કારીગરીનું કામ શીખનાર (apprentice) નું stipend કહેવાય છે.

લિથુએનિઅન ભાષામાં ભૂખરા રંગ (grey colour) માટે પાંચ શબ્દો પ્રચારમાં છે, અને એમની અર્થવ્યાપ્તિ નિરનિરાળી છે. (સરખાવો: ગુજ૰ કાબરો, ભૂખરો, રાખોડી ઈ૰). ગુજરાતીમાં કાળા રંગના પદાર્થ માટે ‘કાળો’ શબ્દ વપરાય છે, પણ માણસના વર્ણ વિષે કહેવું હોય તો વધારે પડતા કાળા વર્ણ માટે ‘શ્યામ વર્ણ’, અને થોડા કાળા વર્ણ માટે ‘ભીને વાન’ કહેવાય છે.

પૈસાની લેવડદેવડ કરનાર, અર્થાત્ શ્રીમંત માણસો માટે श्रेष्ठी ( > ગુજ૰ શેઠ) અને साधु ( > ગુજ૰ શાહ) (= ‘શ્રેષ્ઠ પુરુષો’, અને ‘સજ્જન માણસો’) શબ્દોનો પ્રયોગ સમાજસ્થિતિ અને સામાજિક માનસનો દ્યોતક છે. કઠિન કે જુગુપ્સાજનક કામ કરનાર માણસો માટે સરસ ગૌરવવાળા શબ્દો યોજાય છે, (ઉ.ત. महाराज = રસોઈયો; महेतर = ભંગી) એ લોકમાનસનું સ્વયંસ્ફૂર્ત શાણપણ સૂચવે છે. મૂળ આવા શબ્દો સમાજના ઉચ્ચ સ્તરના કોઈ શાણા માણસે યોજ્યા હશે, જે કાળક્રમે પ્રચલિત થઈ ગયા.

House ને માટે વર્તમાનપત્રોની જાહેરખબરોમાં વારંવાર વપરાતો home શબ્દ, કે કેટલાક દેશોમાં લોકલ ગાડીના express train તરીકે ઉલ્લેખ પણ વ્યવહારુ શાણપણનો સૂચક છે.
House ને માટે વર્તમાનપત્રોની જાહેરખબરોમાં વારંવાર વપરાતો home શબ્દ, કે કેટલાક દેશોમાં લોકલ ગાડીના express train તરીકે ઉલ્લેખ પણ વ્યવહારુ શાણપણનો સૂચક છે.
આ રીતે જ કેટલીક વાર સરસ શબ્દોનો વ્યંગમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉ. ત. ‘તમે તો ઘણા ડાહ્યા નીકળ્યા!’ ‘શી તમારી હોશિયારી!’ આ રીતે અપ્રિય અને ક્લેશકર શબ્દો સ્ફુટપણે વાપર્યા વિના વક્તા પોતાનો વિરુદ્ધ અભિપ્રાય વ્યક્ત કરી શકે છે.

સમાજમાં સંવનનની ભાષા પણ કાળે કાળે કેવી બદલાતી રહી છે એનો આપણે शाकुन्तल કે विक्रमोवर्शीय જેવી પુરાતન શિષ્ટ રચનાઓ, પ્રેમાનંદનાં આખ્યાનો આદિ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ, અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રારંભકાળની ‘સરસ્વતીચન્દ્ર’ જેવી પ્રશિષ્ટ કૃતિઓ અને મુનશી કે રમણલાલ દેસાઈની અદ્યતન રચનાઓની પરસ્પર તુલના કરીએ ત્યારે ખ્યાલ આવે છે.

શબ્દોનાં અર્થપરિવર્તન કેવી રીતે થાય એ આપણે અત્યાર સુધી જોયું. કેટલીક વાર કેવળ અર્થપરિવર્તનથી જ કામ સરતું નથી. સમાજની સંસ્કૃતિમાં જ્યારે નવીન તત્ત્વોનો પ્રવેશ થાય છે, નવી શોધખોળો થાય છે, નવીન સમાજરચના કે રાજ્યવ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે ત્યારે એને માટે નવીન શબ્દ ઘડવા આવશ્યક થઈ પડે છે. આવા નૂતન શબ્દો કેવી રીતે નિર્માણ થાય છે તેનો વિચાર કરીએ.
કેટલીક વાર આવાં નૂતન સામાજિક તત્ત્વો માટે એક સમગ્ર શબ્દસમૂહ (phrase) યોજવામાં આવે છે. ઉ. ત. મોટરકારના માટે horseless carriage, railway, moving picture, wireless telegraph, ઈ.૪૬<ref>૪૬ કેટલીક વાર આ રીતના શબ્દસમૂહ ટૂંકાઈને નવીન શબ્દ નિર્માણ થાય છે. ઉ. ત. મોટર હાંકનારાઓની ભાષામાં green light > green, red light > red; તેવી રીતે લૅટિન momentum temporis ( = movement of time) > અર્વા૰ અંગ્રેજી “moment” ઈ૰ સંક્ષેપશબ્દો બન્યા છે.</ref> એ પછી કાળક્રમે એક શબ્દરૂપ બની જાય છે, અથવા તો એ લુપ્ત થઈને નવીનતર શબ્દ એનું સ્થાન લે છે. ઉ. ત. ‘railway, movies, wireless, કે પછીથી નવીનતર નિર્માણ થયેલા motorcar, automobile, aeroplane આદિ શબ્દો.

અન્ય પ્રસંગોએ એક પ્રધાન શબ્દને અન્ય શબ્દ જોડીને એક સમસ્ત પદ બનાવવામાં આવે છે. ઉ. ત. Old Eng. frēond-līc (કે līce) (= friend-form) > Mod. Eng. friendly; O. E. cild-hād (= child-rank) > Mod. Eng. childhood; O. E. cyni(n)g-dōm (= king-jurisdiction) > Mod. Eng. kingdom. ફ્રેન્ચ botte (= high boot) > bottine (= half boot); અરબી मौज > ગુજ. મોજડી; ફા. गुल > ગુજ. ગુલાબ. ઘણાં ઈન્ડોયુરોપિયન પ્રત્યયાન્તરૂપો (inflectional endings) અને પ્રાતિપદિક અનુસર્ગો (stem-forming suffixes)ની ઉત્પત્તિ આ રીતે થઈ હશે એમ કલ્પી શકાય છે.૪૭<ref>૪૭ સરખાવો: Sturtevant, op. cit., pp. 130-131.</ref>
શબ્દોનાં અર્થપરિવર્તન કેવી રીતે થાય એ આપણે અત્યાર સુધી જોયું. કેટલીક વાર કેવળ અર્થપરિવર્તનથી જ કામ સરતું નથી. સમાજની સંસ્કૃતિમાં જ્યારે નવીન તત્ત્વોનો પ્રવેશ થાય છે, નવી શોધખોળો થાય છે, નવીન સમાજરચના કે રાજ્યવ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે ત્યારે એને માટે નવીન શબ્દ ઘડવા આવશ્યક થઈ પડે છે. આવા '''નૂતન શબ્દો''' કેવી રીતે '''નિર્માણ''' થાય છે તેનો વિચાર કરીએ.

કેટલીક વાર આવાં નૂતન સામાજિક તત્ત્વો માટે એક સમગ્ર શબ્દસમૂહ (phrase) યોજવામાં આવે છે. ઉ. ત. મોટરકારના માટે horseless carriage, railway, moving picture, wireless telegraph, ઈ.<ref>કેટલીક વાર આ રીતના શબ્દસમૂહ ટૂંકાઈને નવીન શબ્દ નિર્માણ થાય છે. ઉ. ત. મોટર હાંકનારાઓની ભાષામાં green light > green, red light > red; તેવી રીતે લૅટિન momentum temporis ( = movement of time) > અર્વા૰ અંગ્રેજી “moment” ઈ૰ સંક્ષેપશબ્દો બન્યા છે.</ref> એ પછી કાળક્રમે એક શબ્દરૂપ બની જાય છે, અથવા તો એ લુપ્ત થઈને નવીનતર શબ્દ એનું સ્થાન લે છે. ઉ. ત. ‘railway, movies, wireless, કે પછીથી નવીનતર નિર્માણ થયેલા motorcar, automobile, aeroplane આદિ શબ્દો.

અન્ય પ્રસંગોએ એક પ્રધાન શબ્દને અન્ય શબ્દ જોડીને એક સમસ્ત પદ બનાવવામાં આવે છે. ઉ. ત. Old Eng. frēond-līc (કે līce) (= friend-form) > Mod. Eng. friendly; O. E. cild-hād (= child-rank) > Mod. Eng. childhood; O. E. cyni(n)g-dōm (= king-jurisdiction) > Mod. Eng. kingdom. ફ્રેન્ચ botte (= high boot) > bottine (= half boot); અરબી मौज > ગુજ. મોજડી; ફા. गुल > ગુજ. ગુલાબ. ઘણાં ઈન્ડોયુરોપિયન પ્રત્યયાન્તરૂપો (inflectional endings) અને પ્રાતિપદિક અનુસર્ગો (stem-forming suffixes)ની ઉત્પત્તિ આ રીતે થઈ હશે એમ કલ્પી શકાય છે.<ref>સરખાવો: Sturtevant, op. cit., pp. 130-131.</ref>
શબ્દોમાં ઉપજનતત્ત્વ (pleonasm) કેટલીક વાર શબ્દોની અભિવ્યક્તિને નિર્બળ કરે છે. ઉ. ત. fight with માં ‘with’ કે લૅટિનમાં is respondit (=he replied)માં ‘is’; કે ‘સૌથી સ્વાદિષ્ટ’માં ‘સૌથી’ આ પ્રકારનું ઉપજનતત્ત્વ છે.

ઘણી વાર નવીન પદાર્થોનું અભિધાન એના શોધકો, વિક્રેતાઓ કે એની સાથે અંતરંગ સંબંધવાળી વ્યક્તિઓનાં નામ ઉપરથી કરવામાં આવે છે. ઘણી મોટરગાડીઓનાં નામ એમના પ્રયોજકોના નામ ઉપરથી પડ્યાં છે. ઉ. ત. ફૉર્ડ, ઑસ્ટિન, મૉરિસ, ઈ૰. રેમિંગ્ટન (ટાઇપરાઇટર), ચેસ્ટરફીલ્ડ (સોફા) ઈ૰ નામો આ પ્રકારનાં છે. ‘લૅન્ડો,’ ‘ફાઈટન’ (ઘોડાગાડીઓનાં નામો) એ જ્યાં બનતી હતી એ સ્થળોનાં નામ ઉપરથી આવ્યાં છે. (સર૰ ગુજ૰ મોરવી, દરિયાઈ ઈ૰ સાડીઓનાં નામો).

અન્ય ક્ષેત્રોમાં વ્યક્તિઓનાં વિશેષ નામ ઉપરથી નામાદિક પદો બન્યાંનાં ઉદાહરણો મળે છે, જે ભાષાની એક વિશેષ સ્વરૂપની પ્રક્રિયા સમજવી ઘટે છે. ઉ. ત. પહેલા વિશ્વયુદ્ધ પૂર્વેના જર્મન અને રશિયન સમ્રાટોનાં નામ Kaiser (कायझर) અને Tsar (झार) બંને રોમન વિજેતા Julius Caesar ના નામ ઉપરથી નીકળેલાં છે. હાલ અપ્રયુક્ત ક્રિયાપદ ‘to burke’ (=to suppress) Burke નામના એક હત્યારાના નામ ઉપરથી, to pander (=હલકી વાસનાઓમાં સહાયભૂત થવું) Pandarus ઉપરથી, Tawdry (=ભડક દેખાતું, પણ મામુલી કિંમતનું) St. Audrey ઉપરથી, dollar જર્મન Taler ઉપરથી નીકળ્યાં છે.૪૮<ref>૪૮ સરખાવો: Bloomfield, op. cit., p. 429.</ref>
અન્ય ક્ષેત્રોમાં વ્યક્તિઓનાં વિશેષ નામ ઉપરથી નામાદિક પદો બન્યાંનાં ઉદાહરણો મળે છે, જે ભાષાની એક વિશેષ સ્વરૂપની પ્રક્રિયા સમજવી ઘટે છે. ઉ. ત. પહેલા વિશ્વયુદ્ધ પૂર્વેના જર્મન અને રશિયન સમ્રાટોનાં નામ Kaiser (कायझर) અને Tsar (झार) બંને રોમન વિજેતા Julius Caesar ના નામ ઉપરથી નીકળેલાં છે. હાલ અપ્રયુક્ત ક્રિયાપદ ‘to burke’ (=to suppress) Burke નામના એક હત્યારાના નામ ઉપરથી, to pander (=હલકી વાસનાઓમાં સહાયભૂત થવું) Pandarus ઉપરથી, Tawdry (=ભડક દેખાતું, પણ મામુલી કિંમતનું) St. Audrey ઉપરથી, dollar જર્મન Taler ઉપરથી નીકળ્યાં છે.<ref>સરખાવો: Bloomfield, op. cit., p. 429.</ref>
પડોશની કે સંસર્ગમાં આવેલી પ્રજાઓ પાસેથી પણ ભાષામાં સંખ્યાબંધ શબ્દો ઉછીના લેવામાં આવે છે. સામાન્ય રીતે એ પ્રજાઓ પાસેથી જે નવીન સાંસ્કૃતિક તત્ત્વો લેવામાં આવ્યાં હોય તેનાં નામ આ રીતે અપનાવવામાં આવે છે. ઉ.ત. સંસ્કૃતમાં ચીની (Ki-cŏk)માંથી  कीचक (= વાંસ), અતિ પુરાતન ઑસ્ટ્રિક(Austric)માંથી સં. गङ्गा— તેમ ઈન્ડો-ચાઈનીઝ ભાષાનો Khong, અને ચીની ભાષાનો Kiang (ઉ.ત. यांग-त्से-क्यांग) આદિ નીકળ્યા છે—સુમેરિયનમાંથી गो, लोह આદિ, ફારસીમાંથી पातशाह, सुरत्राण, शाहानुशाहि, तरवारि આદિ, દ્રાવિડી ભાષાઓમાંથી अनल, उलूखल, कज्जल, कुंतल, पण्डित, हेरम्ब આદિ, મુંડા ભાષાઓમાંથી कदम्ब, निम्ब, रम्भा૪૯<ref>૪૯ સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, પૃ. ૨૭૨, ૨૭૪-૨૭૫; અને Suniti Kumar Chatterjee, Indo-Aryan and Hindi, 1942, pp. 35, 36, 73</ref> આદિ અનેક શબ્દો ઉછીના લેવામાં આવ્યા છે.
પડોશની કે સંસર્ગમાં આવેલી પ્રજાઓ પાસેથી પણ ભાષામાં સંખ્યાબંધ શબ્દો ઉછીના લેવામાં આવે છે. સામાન્ય રીતે એ પ્રજાઓ પાસેથી જે નવીન સાંસ્કૃતિક તત્ત્વો લેવામાં આવ્યાં હોય તેનાં નામ આ રીતે અપનાવવામાં આવે છે. ઉ.ત. સંસ્કૃતમાં ચીની (Ki-cŏk)માંથી  कीचक (= વાંસ), અતિ પુરાતન ઑસ્ટ્રિક(Austric)માંથી સં. गङ्गा— તેમ ઈન્ડો-ચાઈનીઝ ભાષાનો Khong, અને ચીની ભાષાનો Kiang (ઉ.ત. यांग-त्से-क्यांग) આદિ નીકળ્યા છે—સુમેરિયનમાંથી गो, लोह આદિ, ફારસીમાંથી पातशाह, सुरत्राण, शाहानुशाहि, तरवारि આદિ, દ્રાવિડી ભાષાઓમાંથી अनल, उलूखल, कज्जल, कुंतल, पण्डित, हेरम्ब આદિ, મુંડા ભાષાઓમાંથી कदम्ब, निम्ब, रम्भा<ref>સરખાવો: ડૉ. ભોળાશંકર વ્યાસ, संस्कृतका भाषाशास्त्रीय अध्ययन, પૃ. ૨૭૨, ૨૭૪-૨૭૫; અને Suniti Kumar Chatterjee, Indo-Aryan and Hindi, 1942, pp. 35, 36, 73</ref> આદિ અનેક શબ્દો ઉછીના લેવામાં આવ્યા છે.
ગુજરાતી હિંદી જેવી વર્તમાન ભારતીય ભાષાઓએ ફારસી-અરબીમાંથી અનેકાનેક સાંસ્કૃતિક શબ્દો લીધા છે. ઉ. ત. गुलाब, अत्तर, तोप, गालीचो, बिरंज, कसब, कचेरी, इन्साफ, टंकशाल; પોર્ટુગીઝમાંથી નવીન શબ્દો લીધા છે—ઉ. ત. बांक, तमाकू, इजनेर, इस्कोतरो ઇ૰; તેમ ભગિનીભાષાઓમાંથી શબ્દો અપનાવ્યા છે.