સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જેક ડેન્ટન સ્કોટ/કદર કરવાની કળા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પ્રશંસાના બે બોલ આપણી વાતચીતમાં સોનાની મહોર જેટલા મૂલ્ય...")
 
(No difference)

Latest revision as of 13:08, 31 May 2021

          પ્રશંસાના બે બોલ આપણી વાતચીતમાં સોનાની મહોર જેટલા મૂલ્યવાન નીવડતા હોય છે. પ્રશંસા કરનાર અને તે મેળવનાર, બંનેની શોભા વધારે તે પ્રશંસા સાચી. યોગ્ય પ્રશંસા કરવી તે પણ એક કળા છે. આપણામાંથી ઘણા સાચે જ કોઈકની પ્રશંસા કરવા માગતા હોય છે, પણ એમના મોઢામાંથી જે શબ્દો નીકળે છે તે હવામાં લટકતા રહી જાય છે. સાચી પ્રશંસા મુદ્દાસરની હોય છે; એમાં કશું ગોળગોળ નથી હોતું. અને તેમાં વ્યક્તિગત સ્પર્શ હોય છે. કદર કરવામાં યોગ્ય સમયનું પણ મહત્ત્વ હોય છે. કોઈએ સરસ ભાષણ કર્યું હોય કે તમને ભાવથી ભોજન કરાવ્યું હોય, તો તેની કદર કરવામાં બહુ વાર લગાડશો નહીં. તેમ છતાં, પ્રશંસાની આપણી મૂડી સાચવી સાચવીને વાપરવાની છે. અને એ પણ યાદ રાખવાનું છે કે, કોઈ પણ માણસ એટલો બધો મહાન તો નથી જ હોતો કે સાચી કદરના એક સખૂનની તેને પડી ન હોય. (અનુ. મંજરી મેઘાણી)