તરુરાગ અને નદીસૂક્ત/વાડાની આંબલી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૬.વાડાની આંબલી}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = બુધાનો લીમડો |next = એકલવાયો શીમળો }}"
 
Artimundra (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૬.વાડાની આંબલી}}
{{Heading|૬. વાડાની આંબલી}}


{{Poem2Open}}
{{Poem2Open}}
ગામમાં અમારાં બે ઘર જોડાજોડ; પાછળ ઠીક ઠીક લાંબોપહોળો વાડો જે બાજુના ઝવરી બાવીના ને જેઠાકાકાના વાડાની હદોને લીધે થોડો વાંકોચૂંકો. એની પશ્ચિમ ભણીની વાડમાં આંબલીનું એક ગંજાવર ઝાડ. એની ઘટા તો એવી ગાઢ કે સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે. એની નીચે અમારાં વરસભર બાળવાનાં લાકડાનો માંચો ને પરાળ-પૂળાનાં કૂંધવાં. આ આંબલીને મણબંધી આંબલીઓ લાગે. નાના નાના, કૂણા કૂણા ખાટ્ટાચોડ કાતરા, ઉપર મીઠું ભભરાવીને અમે ખાઈએ. શો સવાદ! આજે આમ યાદ કરતાંય મોંમાં પાણી આવે છે!
આ આંબલી અનેક રીતે યાદગાર બની ગઈ છે. વાડાની વચ્ચોવચ ઝૂકેલી એની બે નીચી ડાળીઓએ દોરડાં લટકાવી એક દંડાને બે છેડે તે બાંધી અમે હીંચકો બનાવતા. આ હીંચકા ઉપર અમારે ત્રણેને (રમણને, પુષ્પાબેનને ને મારે) વારાફરતી બેસવાનું. એક જણ બેસે ત્યારે બાકીના બે દંડાની બે બાજુ એ રહીને હડસેલો મારી હીંચકો ચલાવે. દરેકે કેટલો સમય બેસવાનું તે નક્કી કરવા માટે અમે એક વિચિત્ર લાગે એવી ગોઠવણ કરેલી. દરેક હડદોલા સાથે ત્યારના મદ્રાસ ઇલાકાનાં શહેરનાં નામ, ભૂગોળની ચોપડીમાંથી ગોખેલાં તે, બોલવાનાં : મદ્રાસ, કાંજીવરમ્, તેલીચેરી, મછલીપટ્ટમ્ એમ વીસ-બાવીસ નામ બોલાય; નામાવલિ પૂરી થાય એટલે હીંચકા ઉપરથી ઊતરી જવાનું. પછી બીજાનો વારો. આમાં કોઈ વાર નામ ઝડપથી બોલવાની કે કેટલાંકને ખાઈ જવાની યુક્તિ અર્થાત્ અંચઈ થાય ને નાનકડો કજિયો પણ ઊભો થાય. ફરિયાદી દાદા પાસે જાય. દાદા કહે : ‘કંઈ નહિ બેટા, કાલે તને બહુવાર સુધી હીંચકો ખવડાવીશ.’ ફરિયાદીનું મન પૂરું રાજી ના થાય ને બે સાથીઓની સાથે આંખો વઢે, ક્યારેક મારામારી પણ થઈ જાય.
આ આંબલી પાસેની વાડમાં છેડે એક મોટું જાળું હતું. દાદા કહેતા કે એક કાળે આ જાળામાં દિવસે સુવર ને શિયાળવાં પડ્યાં રહેતાં. અમારા વખતમાં એ પ્રાણીઓ તો નહોતાં આવતાં, પણ ક્યારેક અમને રાની બિલાડાનાં ને સાપનાં દર્શન થતાં ખરાં. ઘરમાં ફરતી બિલાડીથી થોડી મોટી, આપણને જોઈને શરીરને ફુલાવતી ને પીળા પીળા ડોળા કાઢતી ગળામાંથી ઘુરરર્ ઘુરરર્ અવાજ કાઢતી બિલાડીનો અમને બહુ ડર લાગતો. એકવાર બપોરે એને જાળામાં કોઈ પંખીને મારી લાવીને ખાતી જોતાં ભય ને કુતૂહલથી થયેલો રોમાંચ આજેય તાજો છે. વાડાની બીજી બાજુ એ જેઠાકાકા કૂવાના કોસને લીધે પડેલો ઊંડો ખાડો હતો. એ ખાડામાં અનેકવાર સર્પમૈથુન જોવા મળતું. નર-માદા બરાબર પૂંછડી ઉપર ઊભાં થઈ જઈને એકબીજાને વીંટળાયાં હોય ને લતારાસની જેમ નર્તન કરતા હોય. નાનપણમાં આવી ક્રિયા અંગે સમજણ નહીં એટલે મોટેરાંને પૂછીએ : ‘આ સાપ કેમ લડે છે? એ એકબીજાને કરડે તો મરી ના જાય?’ મોટેરાં નાક ઉપર ઊભી આંગળી મૂકી ચૂપ રહેવા સૂચવતાં, સાપ-સાપણ રખેને નાસી જાય!
આ આંબલી ઉપર ગળોના વેલા ચડે. અમે અમારે ત્યાં કામ કરનાર ગામના કોળી નાનભઈને ઝાડે ચઢાવીએ. ને ગળો ઉતરાવીએ. મારા બનેવી કાલોલમાં વૈદું કરે. એમના કહેવા પ્રમાણે આમ તો લીમડા ઉપરની ગળો ઔષધ માટે ઉત્તમ, પણ આ વેલા અમે એમને મોકલીએ. એમાંથી ગળોનું સત્ત્વ બનાવી તેઓ રોગીઓને આપે. પાછળથી મોટાભાઈને વૈદામાં રસ પડ્યો. તેઓ પણ ઘેર ગળોનું સત્ત્વ બનાવી આજુબાજુનાં ગામના આદિવાસીઓની દવા કરતા. ક્યારેક આ આંબલીએ ભમરાઓ મધપૂડો કરે. ઝાડની ડાળે બાળકને સુવાડવા ઝોળી બાંધી હોય એવો મોટો મધપૂડો. લંબગોળ, ચળકતી પાંખોવાળા ભમરાઓ મધપૂડામાં તરવર તરવર થતા હોય, કોઈ ઊડી જતા હોય તો કોઈ આવીને બેસી જતા હોય એવું દૃશ્ય આજેય આંખને દેખાય છે. વડીલો ચેતવણી આપે : ‘જોજો એ પા બહુ જશો નહીં, જો ભમરા ઊડ્યા ને ચોંટી પડ્યા તો પછી ગમે ત્યાં સંતાઓ, એ તમારો કેડો નહીં મૂકે.’ ચેતવણી સાથે એક ઘટના પણ અચૂક વર્ણવાય : અરાદ ગામને ઝાંપે એક વડ છે. આ વડ હેઠળ એકવાર એક વટેમાર્ગુ બીડી પીવા બેઠો. વડની ડાળે મધપૂડો, ભમરમધ. ધુમાડાથી ખિજાઈને ભમરા ઊડ્યા ને પેલા જણને ચોંટી પડ્યા. વટેમાર્ગુ બિચારો પાસેના તળાવમાં પડ્યો, વારંવાર ડૂબકી મારી સંતાવા લાગ્યો. પણ જેવો ઉપર આવે કે ભમરા એના ઉપર હુમલો કરે. છેવટે એ ડંખથી બેભાન થઈ ગયો. અમે મધ ઉતારવા માટે નાનભઈને આંબલીએ ચઢાવીએ, મોંઢે ને હાથે કપડાંના કટકા બાંધી નાનભઈ ભમરાઓને ઉડાડી આખો મધપૂડો નીચે લાવે; તપેલીમાં મધ નિચોવી મરેલી માંખો કાઢી નાખી બાટલામાં ભરી આપે.
ઉનાળાની રાતે વાડામાં પાથરેલા ખાટલામાં પડ્યા પડ્યા આ આંબલીને જોવામાં ખાસ રસ પડતો. ઘુમ્મટ જેવો મજાનો આકાર, ઉપર તારાભર્યું આકાશ. કોઈવાર વળી એકાએક ‘મૂઓ, મૂઓ’ના બોલથી મધરાતે જાગી જવાય ને ચાંદની રાતમાં ઊંચેરી ડાળીએ બેઠેલા ઘુવડને જોતાં કંપી ઉઠાય. ઉનાળામાં ભરબપોરે ક્યારેક એની ઘટામાંથી ટચ્ચ, ટચ્ચ અવાજ આવે. દાદાને આવી ઘટનાઓમાં બહુ રસ. ઝાડ નીચે લઈ જઈને છાનામાના ઊભા રાખી આંગળીથી ઝાડની ડાળમાં થોડી થોડી વારે ચાંચ મારતું લક્કડખોદ પંખી બતાવે! નાનપણમાં કેટકેટલાં પંખીની આમ ઓળખ થયેલી! ત્રણ દિશામાં પાસે જ જંગલવાળા વતનમાં વૃક્ષોનો પાર નહીં, એટલે પંખીઓ પણ જાતજાતનાં જોવા મળે. આજે તો વનમાંય વૃક્ષો કપાઈ ગયાં છે ને અહીં શહેરમાં તો સવારે કાગડાઓ જ જગાડે છે! ચિત્રોમાં, ચલચિત્રોમાં કે ટી.વી.માં વગડો ને વન્ય પશુપક્ષીઓ જોવા મળે છે ત્યારે ઘડીભર વતનના વગડામાં મનોમન પહોંચી જવાય છે ને એ ભયારણ્યનો રોમાંચ અનુભવાય છે.
હમણાં ગામ ગયો ત્યારે જોયું કે એકવારના અમારા ઘરના વાડાની એ આંબલી હજી હેમખેમ ઊભી છે, એવી ને એવી. માણસના જીવન જેવું આ વૃક્ષોનું જીવન જંગમ કે પરિવર્તનશીલ નહીં ને લાંબું પણ ઠીક ઠીક ખાસ્સું. હા, પછી કોઈ આસમાની થતાં એ ઊથલી પડે કે ભૂખ્યા માણસોની ભૂખનો ભોગ બની જડમૂળથી જાય તે જુદી વાત. હું નહીં હોઉં ત્યારે પણ આંબલી હશે, અહીં આમ જ ઊભેલી હશે એવા વિચારથી વિષાદની વિચિત્ર લાગણી થાય છે.


{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:26, 5 July 2026


૬. વાડાની આંબલી

ગામમાં અમારાં બે ઘર જોડાજોડ; પાછળ ઠીક ઠીક લાંબોપહોળો વાડો જે બાજુના ઝવરી બાવીના ને જેઠાકાકાના વાડાની હદોને લીધે થોડો વાંકોચૂંકો. એની પશ્ચિમ ભણીની વાડમાં આંબલીનું એક ગંજાવર ઝાડ. એની ઘટા તો એવી ગાઢ કે સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે. એની નીચે અમારાં વરસભર બાળવાનાં લાકડાનો માંચો ને પરાળ-પૂળાનાં કૂંધવાં. આ આંબલીને મણબંધી આંબલીઓ લાગે. નાના નાના, કૂણા કૂણા ખાટ્ટાચોડ કાતરા, ઉપર મીઠું ભભરાવીને અમે ખાઈએ. શો સવાદ! આજે આમ યાદ કરતાંય મોંમાં પાણી આવે છે! આ આંબલી અનેક રીતે યાદગાર બની ગઈ છે. વાડાની વચ્ચોવચ ઝૂકેલી એની બે નીચી ડાળીઓએ દોરડાં લટકાવી એક દંડાને બે છેડે તે બાંધી અમે હીંચકો બનાવતા. આ હીંચકા ઉપર અમારે ત્રણેને (રમણને, પુષ્પાબેનને ને મારે) વારાફરતી બેસવાનું. એક જણ બેસે ત્યારે બાકીના બે દંડાની બે બાજુ એ રહીને હડસેલો મારી હીંચકો ચલાવે. દરેકે કેટલો સમય બેસવાનું તે નક્કી કરવા માટે અમે એક વિચિત્ર લાગે એવી ગોઠવણ કરેલી. દરેક હડદોલા સાથે ત્યારના મદ્રાસ ઇલાકાનાં શહેરનાં નામ, ભૂગોળની ચોપડીમાંથી ગોખેલાં તે, બોલવાનાં : મદ્રાસ, કાંજીવરમ્, તેલીચેરી, મછલીપટ્ટમ્ એમ વીસ-બાવીસ નામ બોલાય; નામાવલિ પૂરી થાય એટલે હીંચકા ઉપરથી ઊતરી જવાનું. પછી બીજાનો વારો. આમાં કોઈ વાર નામ ઝડપથી બોલવાની કે કેટલાંકને ખાઈ જવાની યુક્તિ અર્થાત્ અંચઈ થાય ને નાનકડો કજિયો પણ ઊભો થાય. ફરિયાદી દાદા પાસે જાય. દાદા કહે : ‘કંઈ નહિ બેટા, કાલે તને બહુવાર સુધી હીંચકો ખવડાવીશ.’ ફરિયાદીનું મન પૂરું રાજી ના થાય ને બે સાથીઓની સાથે આંખો વઢે, ક્યારેક મારામારી પણ થઈ જાય. આ આંબલી પાસેની વાડમાં છેડે એક મોટું જાળું હતું. દાદા કહેતા કે એક કાળે આ જાળામાં દિવસે સુવર ને શિયાળવાં પડ્યાં રહેતાં. અમારા વખતમાં એ પ્રાણીઓ તો નહોતાં આવતાં, પણ ક્યારેક અમને રાની બિલાડાનાં ને સાપનાં દર્શન થતાં ખરાં. ઘરમાં ફરતી બિલાડીથી થોડી મોટી, આપણને જોઈને શરીરને ફુલાવતી ને પીળા પીળા ડોળા કાઢતી ગળામાંથી ઘુરરર્ ઘુરરર્ અવાજ કાઢતી બિલાડીનો અમને બહુ ડર લાગતો. એકવાર બપોરે એને જાળામાં કોઈ પંખીને મારી લાવીને ખાતી જોતાં ભય ને કુતૂહલથી થયેલો રોમાંચ આજેય તાજો છે. વાડાની બીજી બાજુ એ જેઠાકાકા કૂવાના કોસને લીધે પડેલો ઊંડો ખાડો હતો. એ ખાડામાં અનેકવાર સર્પમૈથુન જોવા મળતું. નર-માદા બરાબર પૂંછડી ઉપર ઊભાં થઈ જઈને એકબીજાને વીંટળાયાં હોય ને લતારાસની જેમ નર્તન કરતા હોય. નાનપણમાં આવી ક્રિયા અંગે સમજણ નહીં એટલે મોટેરાંને પૂછીએ : ‘આ સાપ કેમ લડે છે? એ એકબીજાને કરડે તો મરી ના જાય?’ મોટેરાં નાક ઉપર ઊભી આંગળી મૂકી ચૂપ રહેવા સૂચવતાં, સાપ-સાપણ રખેને નાસી જાય! આ આંબલી ઉપર ગળોના વેલા ચડે. અમે અમારે ત્યાં કામ કરનાર ગામના કોળી નાનભઈને ઝાડે ચઢાવીએ. ને ગળો ઉતરાવીએ. મારા બનેવી કાલોલમાં વૈદું કરે. એમના કહેવા પ્રમાણે આમ તો લીમડા ઉપરની ગળો ઔષધ માટે ઉત્તમ, પણ આ વેલા અમે એમને મોકલીએ. એમાંથી ગળોનું સત્ત્વ બનાવી તેઓ રોગીઓને આપે. પાછળથી મોટાભાઈને વૈદામાં રસ પડ્યો. તેઓ પણ ઘેર ગળોનું સત્ત્વ બનાવી આજુબાજુનાં ગામના આદિવાસીઓની દવા કરતા. ક્યારેક આ આંબલીએ ભમરાઓ મધપૂડો કરે. ઝાડની ડાળે બાળકને સુવાડવા ઝોળી બાંધી હોય એવો મોટો મધપૂડો. લંબગોળ, ચળકતી પાંખોવાળા ભમરાઓ મધપૂડામાં તરવર તરવર થતા હોય, કોઈ ઊડી જતા હોય તો કોઈ આવીને બેસી જતા હોય એવું દૃશ્ય આજેય આંખને દેખાય છે. વડીલો ચેતવણી આપે : ‘જોજો એ પા બહુ જશો નહીં, જો ભમરા ઊડ્યા ને ચોંટી પડ્યા તો પછી ગમે ત્યાં સંતાઓ, એ તમારો કેડો નહીં મૂકે.’ ચેતવણી સાથે એક ઘટના પણ અચૂક વર્ણવાય : અરાદ ગામને ઝાંપે એક વડ છે. આ વડ હેઠળ એકવાર એક વટેમાર્ગુ બીડી પીવા બેઠો. વડની ડાળે મધપૂડો, ભમરમધ. ધુમાડાથી ખિજાઈને ભમરા ઊડ્યા ને પેલા જણને ચોંટી પડ્યા. વટેમાર્ગુ બિચારો પાસેના તળાવમાં પડ્યો, વારંવાર ડૂબકી મારી સંતાવા લાગ્યો. પણ જેવો ઉપર આવે કે ભમરા એના ઉપર હુમલો કરે. છેવટે એ ડંખથી બેભાન થઈ ગયો. અમે મધ ઉતારવા માટે નાનભઈને આંબલીએ ચઢાવીએ, મોંઢે ને હાથે કપડાંના કટકા બાંધી નાનભઈ ભમરાઓને ઉડાડી આખો મધપૂડો નીચે લાવે; તપેલીમાં મધ નિચોવી મરેલી માંખો કાઢી નાખી બાટલામાં ભરી આપે. ઉનાળાની રાતે વાડામાં પાથરેલા ખાટલામાં પડ્યા પડ્યા આ આંબલીને જોવામાં ખાસ રસ પડતો. ઘુમ્મટ જેવો મજાનો આકાર, ઉપર તારાભર્યું આકાશ. કોઈવાર વળી એકાએક ‘મૂઓ, મૂઓ’ના બોલથી મધરાતે જાગી જવાય ને ચાંદની રાતમાં ઊંચેરી ડાળીએ બેઠેલા ઘુવડને જોતાં કંપી ઉઠાય. ઉનાળામાં ભરબપોરે ક્યારેક એની ઘટામાંથી ટચ્ચ, ટચ્ચ અવાજ આવે. દાદાને આવી ઘટનાઓમાં બહુ રસ. ઝાડ નીચે લઈ જઈને છાનામાના ઊભા રાખી આંગળીથી ઝાડની ડાળમાં થોડી થોડી વારે ચાંચ મારતું લક્કડખોદ પંખી બતાવે! નાનપણમાં કેટકેટલાં પંખીની આમ ઓળખ થયેલી! ત્રણ દિશામાં પાસે જ જંગલવાળા વતનમાં વૃક્ષોનો પાર નહીં, એટલે પંખીઓ પણ જાતજાતનાં જોવા મળે. આજે તો વનમાંય વૃક્ષો કપાઈ ગયાં છે ને અહીં શહેરમાં તો સવારે કાગડાઓ જ જગાડે છે! ચિત્રોમાં, ચલચિત્રોમાં કે ટી.વી.માં વગડો ને વન્ય પશુપક્ષીઓ જોવા મળે છે ત્યારે ઘડીભર વતનના વગડામાં મનોમન પહોંચી જવાય છે ને એ ભયારણ્યનો રોમાંચ અનુભવાય છે. હમણાં ગામ ગયો ત્યારે જોયું કે એકવારના અમારા ઘરના વાડાની એ આંબલી હજી હેમખેમ ઊભી છે, એવી ને એવી. માણસના જીવન જેવું આ વૃક્ષોનું જીવન જંગમ કે પરિવર્તનશીલ નહીં ને લાંબું પણ ઠીક ઠીક ખાસ્સું. હા, પછી કોઈ આસમાની થતાં એ ઊથલી પડે કે ભૂખ્યા માણસોની ભૂખનો ભોગ બની જડમૂળથી જાય તે જુદી વાત. હું નહીં હોઉં ત્યારે પણ આંબલી હશે, અહીં આમ જ ઊભેલી હશે એવા વિચારથી વિષાદની વિચિત્ર લાગણી થાય છે.