તરુરાગ અને નદીસૂક્ત/નદીકાંઠાની કણઝી: Difference between revisions

Artimundra (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૨.નદીકાંઠાની કણઝી}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = નામાંકિત કઢાઈ |next = માતાનો પીપળો }}"
 
Artimundra (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૨.નદીકાંઠાની કણઝી}}
{{Heading|૧૨. નદીકાંઠાની કણઝી}}


{{Poem2Open}}
{{Poem2Open}}
નાની પહાડી નદીની શોભા જેટલી એની વાંકીચૂંકી ગતિમાં તેટલી, બલકે તેથીય વધારે તો એને બંને કાંઠે ઊગેલ ઝાડ-ઝાડીઓમાં. ઊંડી ને પથરાળ, સાંકડી સુંવાળી ને રેતાળ કરડ નદીનો કાંઠો અનેક વૃક્ષોથી મઢેલો. નદીમાં પાણી આવે ને છલકાઈને, કાંઠા તોડીને એ આસપાસની ઉબડખાબડ જમીનમાં વહેતું હોય ત્યારે કાંઠાનાં પેલાં વૃક્ષોને જોવાની ઓર મજા. વરસાદ ને વાયરાના મારથી ગરદન ઝુકાવીને ઊછળતા પાણીમાં ડૂબકાં ખાતી એની ડાળીઓ ક્યારેક કડક કરતીકને ભાંગી પડે ને ઉત્તુંગ તરંગોની ગતિ પ્રમાણે આરોહઅવરોહમાં તણાતી જાય. ક્યારેક તો આખું ને આખું ઝાડ જ મઝધારે ડૂબકાં ખાતું જતું હોય. રેલ જોવા આવેલો કોઈ જણ તો બોલીય પડે : આ જીવી ડોસીના કાચલામાં ઊભો’તો તે મહુડો જાય! ડોશીને બાપડીને જીવારામાં આ એક મહુડો હતો તેય હેંડ્યો દરિયામાં!’ પાણી ઊતર્યા પછી વળી કાદવિયાં પાંદડાં સાથે ઊભેલાં ‘દીસ્યો હાર્યો જોધ્ધો’ જેવાં ઝાડ!
આવી વગડાઉ કરડ નદીને કાંઠે ટેકરા ઉપર અમારું ગામ. ટેકરો ઊતરીએ એટલે લાગલો જ હાથિયો ધરો આવે. લાંબા ઊંચા કાળા પથ્થરો વચ્ચે ઊંડાં પાણી; ટેકરેથી ઊતરતાં, પાણી જોઈને કેટલાંકને ફેર ચઢે, તમ્મર આવે, પણ અમારું તો આ પ્રિયતમ સ્થાન. પાણી જોઈએ કે અમારો જીવ ઝાલ્યો ના રહે. એકાદ વસ્ત્ર શરીર ઉપર હોય તે કાઢતાંકને મારીએ ભૂસકો પાણીમાં. પેલા કવિ શેષની વાત આજે જીવનના લાંબા અનુભવ પછી સાચી લાગે છે, કહો કે વધારે સાચી, સાવ સાચી લાગે છે. એ કહે છે :
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
તે દિવસોમાં તો પ્રેમ કરતાં પાણીનો સ્પર્શ વધારે થતો ને વધારે ગમતો. હાથિયા ધરાના ઊંડા પાણીમાં સવારસાંજ નહાવું-તરવું ને પેલી કાંઠાની કણઝી ઉપરથી પાણીમાં ભૂસકા મારવા.
ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ, થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે. એની પાછળ ગામ ભણીનો ટેકરો છે, સીતાફળીનાં ઝાડથી છવાયેલો. કણાઝી ને ટેકરા વચ્ચે એક સાંકડી કેડી. એ કેડીએથી દોડતા જવાનું ને પેલા નમેલા થડ ઉપર થઈને ઝાડ ઉપર ઊંચે પહોંચી જવાનું. અમારી આ પ્લવંગમલીલા કરતી દિગંબર કાયાઓ ત્યારે જોનારને આપણા પૂર્વજોની હસ્તીનો ભ્રમ ઊભો કરતી હશે! ધરાના ઊંડા પાણી ઉપર ઝૂકેલી ડાળ સુધી આવી પહોંચીએ એટલે ક્યારેક ડાળીએ લટકીને તો ક્યારેક ડાળી ઉપરથી સીધા જ કૂદીને પાણીમાં પડીએ. શરૂઆતમાં તો અંગૂઠા ને આંગળીથી કાન-નાક દબાવીને પડતા પણ પછી તો ડૂબકીમારની કુશળતા વધતાં કાનમાં કે નાકમાં પાણી પેસી જવાનો ભય ટળ્યો. ઊંચેથી એકદમ પાણીમાં નીચે જઈને પાછા ઉપર આવતાં થોડી વાર લાગે. આ સમય દરમિયાન ક્યારેક શ્વાસ રોકી રાખવાનું અઘરું થાય ને હમણાં મૂર્છા પામીશું એવી લાગણી થાય. પણ આ તો પેલી આઠ આપકળાઓમાંની એક. એક વાર આવડી એટલે પછી એની બધી ખૂબીઓ સિદ્ધ થતી આવે. પછી તો અમે ઊભો તારો તરીએ ને ખાટલીતારો તરીએ, હાથપગ હલાવ્યા વગર તરીએ ને ઊંડે તળિયે તરતા ક્યાંના ક્યાં નીકળીએ!
અમારી સાથે આ કણઝી ઉપરથી ભૂસકા મારવામાં અમારા ભાઈબંધ કોળીના છોકરાઓ હોય. છ-સાતની ઉંમરે આમ નદીના ઊંડા ધરામાં ભૂસકા મારતાં અમને કોઈ રોકતું કે ટોકતું કેમ નહોતું તેની આજે પણ નવાઈ લાગે છે. દાદા કપડાં ધોવા આવ્યા હોય તો શૉલ ઉપર ધોયા જ કરે, અમારી સામું પણ ના જુએ! અમે ધરામાં પડી રહેતા એક લાંબા લાકડા ઉપર ચઢી જઈએ ને નૌકાવિહારનો આનંદ લઈએ; ગામની દારૂની દુકાનેથી સાફ કરવા માટે ધરામાં નાખવામાં આવેલાં લાકડાનાં મોટાં મોટાં પીપડાં (બેરલ્સ) ઉપર ચઢીએ ને એમને વળગીને ગબડાવતાં કાંઠા સુધી લઈ જઈએ. કરડ નદી ને હાથિયા ધરા સાથે પેલી કણઝી હજી સ્મૃતિમાં ટકી છે, ઊખડી નથી ગઈ. બાકી આજે તો આમાંની કોઈ ચીજનું નામોનિશાન નથી. કાંઠાની એ ધોળીફૂલ રેતી નથી, એ લીલુંઊડું પાણી નથી ને પેલી સુંદર કણઝી પણ નથી. હવે તો માટીથી છીછરા થઈ ગયેલા પટમાં ઊગેલું લીલું ઘાસ ચરતાં ગધેડાં ને ઢોર જોવા મળે છે! દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો. કાંઠાનાં ઝાડ કોણ જાણે ક્યાં ગયાં! એ સીતાફળીનાં વન, આંકોલનાં જાળાં, પાલ્લી ગામ ભણી જતાં આવતી પોલા થડવાળી એ આંબલી, ગણપતભાઈના કાચલાનો એ આંબો ને ખાખરો, ભૂરી ડોશીના કાચલાને અડીને આવેલા ખેતરની વચ્ચોવચ ઊભેલો પેલો મહૂડો - કશુંય નથી. જાણે વચગાળામાં કોઈ પ્રલય થયો હોય, ભૂકંપથી ઊથલપાથલ થઈ હોય એવું લાગે. સાચું કહેલું જૂઠું ઠરે એવો ઘાટ છે. એટલે તો કોઈ મને મારું ગામ જોવા લઈ જવાનું કહે છે ત્યારે લાંબો નિસાસો મુકાઈ જાય છે. કોઈ સાથે આવે છે તો આજમાંથી એને ગઈકાલમાં લઈ જતાં છાતીએ ડૂમો ચડે છે, જીભને થાક લાગે છે. અમે એકવાર જે માણેલું તેને પ્રત્યક્ષ કરાવતાં નવ નેજાં પાણી ઊતરે છે. પેલી કણઝી વિશે આગંતુકને ગમે તેટલું કહીએ, કવિની ભાષામાં કહીએ, તોય પેલી કણઝી એટલે કણઝી. જે નથી તેનો રોમાંચ એને ક્યાંથી થવાનો? ઘડીભર તો પેલા કવિની વાત સાચી લાગે છે.
Poems are made by fools like me,
But only God can make a tree.
જો કે મને તો અત્યારે પણ પેલા ધરાનાં પાણી દેખાય છે, પેલી કણઝી એનાં બધાં ડાળપાંદડાં સાથે ઝૂકેલી ભળાય છે – અરે એની નીચે, પાણીની સહેજ ઉપર, કાંઠે બખોલમાં ભરાઈને બેઠેલા પેલા ડેંડવાની (પાણીના એક સાપની) લપકતી જીભ ને તગતગતી આંખો પણ દેખાય છે!


{{Poem2Close}}
{{Poem2Close}}